Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “ãkãsh” · clear
- ãkãsh
- અબરખ; અભ્રક. | પરમેશ્વર. તે બધી દિશામાં જગતના પ્રકાશક છે. | સૂર્યનાં એકસો આઠ નામ માંહેનું એક. જુઓ સૂર્ય. | આસમાન; ગગન; આભ; વ્યોમ; દ્યૌ; અભ્ર; અંબર; સુરવર્ત્મ; ખ; નભ, કેમકે તેમાં સૂર્ય ચારે દિશામાં પ્રકાશે છે. આકાશનો રંગ આસમાની હોય એમાં પ્રાચીન સમયમાં કોઇને નવાઈ લાગતી નહિ. ઝાડનો રંગ લીલો, તેમ આકાશનો રંગ નીલો એ સ્વત:સિદ્ધિ ગણાતું. પરંતુ ઝાડના પાંદડાનો લીલો રંગ જેટલો વાસ્તવિક છે તેટલો આકાશનો આસમાની રંગ નથી. નીચાણ પરનાં વાદળાંની ઉપર અને નીચેથી પડતાં સૂર્યનાં કિરણોને લીધે નજીકના આકાશના રંગનો ફેરફાર થાય છે, પણ વાદળા પાછળના આકાશનો રંગ આસમાની દેખાવાનું કારણ જુદું જ છે. આકાશ એટલે કે જે અવકાશમાં સૂર્ય, ચંદ્ર તારા, આકાશગંગા વગેરે ખગોળમંડળો રહેલા છે તેનો ખરો રંગ તો કાળો-બિહામણો-સાહી જેવો છે. આકાશનો આસમાની રંગ એ ખરો રંગ નથી તે બલૂન અને વિમાનોની મુસાફરીથી સિદ્ધ થયું છે. જેમ ઊંચા પ્રદેશોમાં અને ધૂળવાળા પ્રદેશમાં જઈએ તેમ આકાશનો રંગ વધારે ઘેરો થતો જાય છે. બહુ ઊંચે જવાથી દિવસે પણ આકાશ કાળું બિહામણું લાગે છે. તેથી ઊલટું હવામાં રજકણોનો ભાગ વધારે હોય તો આકાશનો વાદળી રંગ ઝાંખો પડે છે. ઇંગ્લંડ જેવા ધુમાડા અને ધુમસવાળા દેશમાં આકાશનો રંગ ભુખરો ઘણીવાર વર્ણવવામાં આવે છે. મધ્યાકાશનો રંગ જેટલો ઘેરો હોય છે તેના કરતાં ક્ષિતિજ પાસેના નીચાણના પ્રદેશમાં આકાશનો રંગ ઝાંખો રહે છે. તેનું કારણ ધૂળનાં રજકણોની વધારે મોટી સંખ્યા છે. ક્ષિતિજ ઉપર રજકણોની સંખ્યા ઊંચેના આકાશ કરતાં. ૧૦૦૦ ગણી વધારે હોઈ શકે. ઊંચે આકાશમાં રજકણોની સંખ્યા બહુ ઓછી હોવાથી કેટલાક ભૌતિકશાસ્ત્રીઓ એવો નિર્ણય ઉપર આવ્યા છે કે ધૂળ એકલી જ આકાશના વાદળી રંગનું કારણ હોઈ શકે નહિ. હવાના અણુઓમાં જ એવો ગુણ છે કે જેથી પ્રકાશનું પરિવર્તન થઈને વાદળી રંગ ઉત્પન્ન થઈ શકે. તે છતાં ધૂળ પૃથ્વી ઉપર ઘણે ઠેકાણે ઘણી ઊંચાઈ સુધી મળી આવે છે અને તેટલે અંશે આકાશનાં રંગમાં ધૂળનું સ્થાન અગત્યનું છે. હવામાંનાં ધૂળનાં રજકણોને લીધે તેમ જ હવાના અણુઓના ધૂળનાં રજકણોને લીધે તેમ જ હવાના અણુઓના કેટલાક ગુણોને લીધે આકાશનો રંગ સૌમ્ય નીલ-ઠંડો આસમાની લાગે છે. વધુ + | ઇથર; પ્રકાશ અને ગરમીનાં મોજાને વહી જનાર પદાર્થ. | એ નામનુ ૨૪ તત્ત્વો માંહેનુ એક. જુઓ ગાયત્રીતત્ત્વ. | કાણું; રંધ્ર; ફાંકું; છિદ્ર. | ખાલી જગા; શૂન્ય સ્થાન; `સ્પેસ`. | ( જૈન ) છ દ્રવ્યમાંનું એ નામનું એક. તે આખા વિશ્વમાં વ્યાપી રહેલું છે, અને ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યના આધારભૂત છે. | ( તાંત્રિક ) છત્રીસ તત્ત્વ માંહેનુ એ નામનું બત્રીસમું. જુઓ અષ્ટાંગ. | જેમાં કાંઈ ન હોય તે; પોલાણ. | ( સંગીત ) તાલનાં મુખ્ય છ અંગ માંહેનુ બીજું; અર્ધમાત્રિક; સુવૃત્ત; ઉત્તમ; વ્યંજન; અક્ષરદ્વય; વૃત્તદ. તેનું ચિન્હ `૦` અને માત્રા બે છે. | તેજ; પ્રકાશ. | ( ન્યાય ) નવ દ્રવ્યો માંહેનુ એ નામનું એક. તેમાં સંખ્યા, પરમમહત્પરિમાણ એટલે ઘણું મોટું માપ, એકપૃથક્ત્વ એટલે એકને વિષે રહેલું જુદાપણું, સંયોગ, વિભાગ અને શબ્દ એટલે અવાજ એવા છ ગુણો રહેલા છે. વૈશેષિકકારે આકાશને દ્રવ્યમાં ગણ્યું, પણ તેના અનુયાયી ભાષ્યકાર પ્રશસ્તપાદે આકાશ, કાળ અને દિશાને એક જ માન્યાં. જોકે સૂત્રના ૧૭ ગુણોમાં શબ્દ નથી, પણ ભાષ્યકારે કેટલાક બીજા પદાર્થોની સાથે શબ્દને પણ લીધો. ન્યાયમાં પણ આકાશને પંચભૂતોમાં ગણેલ છે, અને તેનાથી શ્રોત્રેંદ્રિયની ઉત્પત્તિ માની છે. સંખ્યાકારે પણ આકાશને પ્રકૃતિનો એક વિકાર અને શબ્દતન્માત્રાથી ઉત્પન્ન થયેલ માન્યો અને તેના ગુણને શબ્દ કહ્યો. પશ્ચિમના ફિલસૂફમાંથી ઘણાએ આકાશના અનુભવ અને બીજા પદાર્થોના અનુભવની વચ્ચે તે તફાવત માન્યો, કે જે વર્તમાનમાં નજરોનજર થતા અનુભવ એને ભૂતકાળના પદાર્થો કે ભવિષ્ય સંભાવનાઓની સ્મૃતિના અનુભવ વચ્ચે રહેલો છે. કાન્ટ વગેરેએ આકાશની ભાવનાને અંત:કરણમાં મળેલ એટલે તેનો ગુણ માન્યો. તેમના કહેવા પ્રમાણે રંગનો અનુભવ થાય પણ ખરી રીતે પદાર્થોમાં તેની સ્થિતિ નથી, માત્ર અંત:કરણમાં તેની સ્થિતિ છે, તે જ પ્રમાણે આકાશ પણ છે. | ( યોગ ) પાંચ આકાશ માંહેનું એ નામનું એક. આકાશ, પરાકાશ, મહાકાશ, તત્ત્વાકાશ ને સૂર્યાકાશ એ વ્યોમપંચક કહેવાય છે. વધુ + | ( ન્યાય ) પાંચ મહાભૂતો માંહેનું પહેલું તત્ત્વ. આકાશના ૪ ભેદ: મહાકાશ, જલાકાશ, અભ્રાકાશ-મેઘાકાશ અને ઘટાકાશ. અનંત અખંડ સ્વરૂપે આકાશ તે મહાકાશ. જળ કે કોઈ પણ જળાકાશ. અભ્ર કે વાદળામાં પ્રતિબંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. આ અભ્રાકાશ બારીક હોઈ માત્ર કલ્પનાથી જાણી શકાય વાદળાંની વરાળમાં પાણી સૂક્ષ્મમરૂપે રહેલું હોવાથી ત્યાં પ્રતિબિંબ પડે જ, એ પ્રમાણે અભ્રમાં પ્રતિબિંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. ઘડા વગેરેમાં રહેલું આકાશ તે ઘટાકાશ. | બ્રહ્મ; ઈશ્વર. | માયા. | મીંડું બતાવનારી સંજ્ઞા. જેમકે, સંવત અદ્વૈત સાગર સાતે ત્રિગુણને આકાશ રે. તેમાં અદ્વૈત = ૧, સાગર સાતે = ૭, ત્રિગુણ = ૩ અને આકાશ = ૦ એટલે સંવત ૧૭૩૦. | વાયુ સિવાય જ્યાં કાંઈ ન હોય એવું સ્થાન. | ( બૌદ્ધ ) શબ્દનું સમવાયી એટલે કાયમ સાથે રહેતું કારણ; શબ્દ જેનો ગુણ છે. તે. | સ્થળ; ઠેકાણું; જગ્યા. | હવા; વા; પવન.
- Chidãkãsh
- ચિત્ત; અંતર. | પરબ્રહ્મ; પરમાત્મા; સર્વત્ર વ્યાપીને રહેલું બ્રહ્મમય તત્ત્વ; પરમાત્માનું નિવાસસ્થાન; શુદ્ધ બ્રહ્મ; ચિદાત્મા; આકાશ સમાન નિર્લેપ અને બધાના આધારભૂત બ્રહ્મ.