Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
3 resultsfor “ãsan” · clear
- ãsan
- એક જાતની દવામાં વપરાતી વનસ્પતિ; આસંધ. | અમને કાંઈ પરવા નથી એમ દેખાડવું તે. આ નીતિ અનુસાર શત્રુ ચડી આવે અથવા ઘેરો ઘાલે તોપણ રાજા નાચરંગમા મશગૂલ રહે છે. | ( જૂ. ગુ. ) આયુષ્ય; આવરદા. | આશ્રમ; જગ્યા; સ્થાન. | ઊભા રહેવા, બેસવા કે સૂવાની અમુક પ્રકારની રીત. | એકબીજાની શક્તિ નહિ હણી શકવાથી બે રાજાઓએ સંધિ કરી ચૂપચાપ રહેવાપણું. તેના પાંચ પ્રકાર કહ્યા છે: વિગૃહ્યાસન, સંધીનાસન, સંભૂયાસન, પ્રસંગાસન અને ઉપેક્ષાસન. | ચાંદાં કે ઘારાં ઉપર માખીએ મૂકેલ ઇંડાં. | ચાંદાં કે ઘારા ઉપર માખીનું બેસવું તે. | ચીજ રાખવાનું સહીસલામત ઠેકાણું. | ચોપડી અથવા પત્રકમાં પાડેલો કોઠો; ખાનું. | ચોપડીનું ટેકણિયું. | જમવા બેસવાનું ઠેકાણું. વધુ + | જીરૂં; જીરક. | જીવ કે કીડા પેદા કરે એવી વસ્તુ કે રજ. | ( યોગ ) જેનાથી મનને શાંતિ મળે અને શરીર સ્થિર રહે તેવી શરીરની સ્થિતિ; બેઠક; યોગસન. તે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ એમ યોગના આઠ અંગમાંનુ ત્રીજું અંગ છે. તપસ્વીઓ તપ કરતી વખતે અથવા ધ્યાન ધરતી વખતે જે જુદી જુદી રીતે શરીરને રાખે છે તે આસન નીચે પ્રમાણે ૮૪ છે: ૧. સિદ્ધાસન, ૨. પ્રસિદ્ધ સિધ્ધાસન, ૩. પદ્માસન, ૪. બદ્ધ પદ્માસાન, ૫. ઉત્થિત પદ્માસન, ૬. ઊર્ધ્વ પદ્માસન, ૭. સુપ્ત પદ્માસન, ૮. ભદ્રાસન, ૯. સ્વસ્તિકાસન, ૧૦. યોગાસન, ૧૧. પ્રાણાસન-પ્રાણાયામાસન, ૧૨. મુક્તાસન, ૧૩. પવનમુક્તાસન, ૧૪. સૂર્યાસન, સૂર્યભેદનાસન, ૧૬. ભસ્ત્રિકાસન, ૧૭. સાવિત્રીસમાધિ, ૧૮. અચિન્તનીયાસન, ૧૯. બ્રહ્મજ્વરાંકુશ, ૨૦. ઉદ્ધારકાસન, ૨૧. મૃત્યભંજકાસન. ૨૨. આત્મારામાસન, ૨૩. ભૈરવાસન, ૨૪. ગરુડાસન, ૨૫. ગોમુખાસન, ૨૬. વાતાયનાસન, ૨૭. સિદ્ધમુકતાવલી, ૨૮. નેતિ આસન, ૨૯. પૂર્વાસન, ૩૦. પશ્ચિમોત્તાન, ૩૧. મહામુદ્રા, ૩૨. વજ્રાસન, ૩૩. ચક્રાસન, ૩૪. ગર્ભાસન, ૩૫. શીર્ષાસન, ૩૬. હસ્તાધાર શીર્ષાસન, ૩૭. ઊર્ધ્વ સર્વાંગાસન, ૩૮. હસ્તપાદાંગુષ્ઠાસન, ૩૯. પાદાંગુષ્ઠાસન, ૪૦. ઉત્તાનપાદાસન. ૪૧. જાનુલગ્નહસ્તાસન, ૪૨. એકપાદ શિરાસન, ૪૩. દ્વિપાદ શિરાસન, ૪૪. એક હસ્તાસન, ૪૫. પાદહસ્તાસન, ૪૬. કર્ણપીડ મૂલાસન, ૪૭. કોણાસન, ૪૮. ત્રિકોણાસન, ૪૯. ચતુષ્કોણાસન, ૫૦. કન્દપીડનાસન, ૫૧. તુલિતાસન, ૫૨. લોલ, તાડ યા વૃક્ષાસન, ૫૩. ધનુષાસન, ૫૪. વિયોગાસન, ૫૫. વિલોમાસન, ૫૬. યોન્યાસન, ૫૭. ગુપ્તાંગાસન, ૫૮. ઉત્કટાસન, ૫૯. શોકાસન, ૬૦. સંકટાસન, ૬૧. અંધાસન, ૬૨. રુંડાસન, ૬૩. શવાસન, ૬૪. વૃષાસન, ૬૫, ગોપુચ્છાસન, ૬૬. ઉષ્ટ્રાસન, ૬૯. મર્કટાસન, ૬૮. મત્સ્યાસન, ૬૯. મત્સ્યેંદ્રાસન, ૭૦. મકરાસન, ૭૧. કચ્છપાસન, ૭૨. મંડૂકાસન, ૭૩. ઉત્તાન મંડૂકાસન, ૭૪. હંસાસન, ૭૫. બકાસન, ૭૬. મયૂરાસન, ૭૭. કુક્કુટાસન, ૭૮. ફોદ્યાસન, ૭૯. શલભાસન, ૮૦ વૃશ્ચિકાસન, ૮૧. સર્પાસન, ૮૨. હલાસન, ૮૩. વીરાસન અને શાંતિપ્રિયાસન. આમાં પદ્માસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, વજ્રાસન અને વીરાસન, એ પાંચ મુખ્ય ગણાય. પ્રાચીન ઋષિ મુનિઓની વ્યાયામની આ પદ્ધતિથી લોહીની ફરવાની ગતિને વેગ મળતો હોવાથી શરીરના મળોની વધુ શુદ્ધિ થતાં આરોગ્યની પ્રાપ્તિ સાથે ઉત્સાહ અને સ્ફૂર્તિ વધે. મહર્ષિ પતંજલિએ ઈશ્વરપ્રાપ્તિ અને પુરુષાર્થની સિદ્ધિ માટે આસનને યોગનું એક અંગ બનાવ્યું છે. આસનના વ્યાયામથી છ વર્ષના બાળકથી સિત્તેર વર્ષના બુઢ્ઢા સુધીનાં બધાંનાં શરીરના સઘળા દોષ દૂર થઈ અનેક રોગ પણ નાશ પામે. ભાષામાં આસનનો અર્થ `બેસવું` થાય, પણ યોગમાં તેનો અર્થ `વિશેષ પ્રકારનો વ્યાયામ` થાય. આસનના મુખ્ય ચાર પ્રકાર: ૧. ખેંચાણનો વ્યાયામ એટલે જે આસન કરવાથી નાડીઓનું ખેંચાણ થાય તે, ૨. પ્રાણાયામનો વ્યાયામ, ૩. બળવર્ધક વ્યાયામ અને ૪. સ્નાયુ સંચાલનનો વ્યાયામ. સર્પ, ઊંટ માછલું, હંસ, મોર, બગલો આદિ અનેક જે પશુપક્ષીના નામ ઉપરથી આસનનાં નામ રાખવામાં આવ્યાં છે તેનું અવલોકન કરવાથી તેમના સ્નાયુની હિલચાલનો ખયાલ આવે. જેટલા પ્રકારની પ્રાણીઓની જાતિ તેટલા પ્રકારનાં આસન છે. યોગના ગ્રંથો પ્રમાણે ચોરાશી લક્ષ યોનિ હોઈ ચોરાશી લક્ષ આસન પણ છે. તેમાંથી કેવળ ચોરાશીનો જ ઉપયોગ થાય છે. તેમાનાં કેટલાંક ઊભાં રહીને, કેટલાંક બેસીને, કેટલાક સૂઈ રહીને અને કેટલાંક માથું નીચે રાખીને થાય. જે આસનોમાં ગુદા અને અંડકોશનો વચલા ભાગમાં પગની એડી રાખવાની હોય તે સ્ત્રીઓએ કરવા યોગ્ય નથી.જેઓ આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છા રાખતો હોય તેઓ આસનો દ્વારા પોતાનું વીર્ય સાચવી શકે શીર્ષાસન; ચક્રાસન, જાનુશિરાસન, પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન, ઊર્ધ્વસર્વાંગાસન, કર્ણપીડનાસન, બ્રહ્મપદ્માસન, સર્પાસન, ઉષ્ટ્રાસન વગેરે પેટના રોગ માટે ઉત્તમ ગણાય. વધુ + | તટતસ્થતા; નિષ્પક્ષપાત. | ( શિલ્પ ) ત્રણ માળનાં મકાનનો એ નામનો એક પ્રકાર, જેમાં દેવની મૂર્તિ બેઠેલી સ્થિતિમાં કોતરેલ હોય છે. | દુશ્મનની સાથે લડતી વખતે ધ્યાનમાં રાખવાની સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈંઘ ને આશ્રય એ છ રાજનીતિમાંની એક; દુશ્મનની સામે ટકી રહી પોતાની જગ્યા સાચવવી તે. | દેવપૂજાના અંગરૂપ કોઈ ઉપચાર; પૂજાનું કોઈ સાધન. | નીચે બેસવું તે; બેસી જવાપણું. વધુ + | પીઠ ઉપર ભમરા જેવી નિશાની. | પૂજનના સોળ પ્રકારમાંનો એક. | ફેંકવાપણું. | બેઠક; કોચ, ખુરશી; સિંહાસન, ગાદી, પાટલો વગેરે બેસવાની વસ્તુ. આસન આપવું તે માન આપવાની અઢાર રીત માંહેની એક ગણાય છે. વધુ + | ( શિલ્પ ) બેઠકના આકારનું એક જાતનું કોતરકામ. | બેસવાની જગ્યા. | બેસવું તે. | બ્રાહ્મણ લોકો નાહ્યા પછી બેસવાને રાખે છે તે ઊન, દર્ભ વગેરેનો ચોખંડો કટકો. | મલ્લવિદ્યામાં બેસવાની આઠ રીતમાંની એક. તેમાં મુખ્ય નીચે પ્રમાણે છે: ૧. આગળ બેસવું. ૨. પૂઠ ફેરવીને બેસવું. ૩. દેડકો બેસે તેમ કૂદકા ભરીને બેસવું. ૪. હાથીની માફક બેસવું. | મુખ; મોં. | યોનિ; ચૂત. | રોગી કે ઈજા પામેલાને ઉપાડી લઈ જવા માટે બે જણથી પોતાના હાથ વડે બનાવવામાં આવતી ખુરશી જેવી બેઠક. | લડાઈ ન કરતાં પોતાના બચાવ માટે બંદોબસ્તથી રહેવું તે. | વસવાટ; વાસ; રહેઠાણ. વધુ + | ( જૈન ) વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે નવ રક્ષણ કરનારી હદ માંહેની એક વાડ; સ્ત્રીપુરુષે એકબીજાની જગ્યાએ ન બેસવું તે. | શય્યા; પથારી. | સવારીના ઘોડાની પીઠ ઉપર મૂકવાની ગાદી. વધુ + | સંગ્રહણી અને કોઢ મટાડનાર એક ઝાડ; જીવકવૃક્ષ. તેનાં લાકડાં ઇમારતના કામમાં ઉપયોગી છે. તેના પાંદડા નાનાં, ફળ બારીક ને કડવાં અને અંતરછાલ લાલ રંગની હોય. કાચાં ફળનો રંગ લીલો, પછી પીળો થતો જઈ પાક્યા પછી કાળો થાય. આ ઝાડમાંથી ઝરતા ચીકણા ગુંદને કમરકસ કહે છે. | સંભોગ સુખમાં ઉમેરો કરવા, તેમાં કંઈ શારીરિક મુશ્કેલી હોય તો દૂર કરવા, ગર્ભાધારણની શક્યતા વધારવા કે ઓછી કરવા સંભોગ વખતની જુદી જુદી શરીરની સ્થિતિ. કામશાસ્ત્રના મહાન પ્રમાણભૂત હિંદી લેખક વાત્સ્યાયને પોતાના કામસૂત્ર નામના ગ્રંથમાં આવા ઘણાં આસન ગણાવ્યાં છે. તેના શિષ્ય કોકના મત પ્રમાણે આ માંહેના ઘણાંખરાં આસન મુખ્ય આસનોનાં સુધારાવધારારૂપે હોઈ બિનઅગત્યનાં છે. તેણે લખેલા કોકશાસ્ત્રમાં ચોરાશી આશન છે. આસનના મુખ્ય બે વિભાગ પાડવામાં આવ્યા છે: ૧. અભિમુખ:- તેમાં સંભોગ વખતે સ્ત્રીપુરુષના મોં સામસામાં રહે છે. મનુષ્યોનું ખાસ આ આસન છે. ૨. બહિર્મુખ:- તેમા સંભોગ માટે ઊતરતા દરજ્જાના કરોડરજ્જુવાળા બધાં પ્રાણીઓ, જેને સામાન્ય સંજોગમાં ઉત્પાદન માટે શારીરિક સંબંધ જરૂરનો છે, તેની માદાઓની પીઠ નરના તરફ રહેલી હોય છે. આ રીતે મનુષ્યનું આ બહિર્મુખ આસન બને છે. ઇલારોના પહાડોમાં કોરાયેલ શિલ્પોમાં જગન્નાથપુરીના ભુવનેશ્વરના મંદિરમાં, વિઝાગાપટ્ટણ શહેરના એક મંદિરમાં, કોયલી નામના પર્વત ઉપર આવેલા ભગવતીના મંદિરમાં, સતારા અને પંઢરપૂર વચ્ચે આવેલા કરટેશ્વર મહાદેવના મંદિરમાં, કાશીના નેપાળી મંદિરમાં તેમ જ આબુ ઉપરના અચલેશ્વર મહાદેવના મંદિરની પાસે આવેલા એક જૈન મંદિરમાં જોવામાં આવતાં ચિત્રો અને કોતરકામ ઉપરથી સ્પષ્ટ છે કે આવા વિષયોનું વર્ણન બાધભરેલું ગણાતું ન હતું. વધુ + | ( જૈન ) સાધુએ દૂર કરવાના ખારોકનાં આઠ દોષ માંહેનો એક. | સાધુઓનું નિવાસ્થાન; બાવાએ જમાવેલો પડાવ; મઠ. | હાથી કાંધ, જ્યાં મહાવત બેસે છે. | બેઠેલું.
- sinhãsan
- અર્હંતના છેતાળીસ માંહેનો એક ગુણ. આ ગુણો આ પ્રમાણે છે: જન્મના ૧૦ અતિશય: (૧) મલમૂત્ર રહિત શરીર, (૨) પરસેવો ન થવો, (૩) સફેદ લોહી, (૪) વજ્રઋષભનારાચ સંહનન, (૫) સમચતુસ્ત્ર સંસ્થાન, (૬) અદ્ભુત રૂપ, (૭) અતિ સુગંધ, (૮) ૧૦૦૮ લક્ષણ, (૯) અતુલ બળ અને (૧૦ ) પ્રિય વચન. કેવળજ્ઞાનના ૧૦ અતિશય: (૧) ઉન્મેષ રહિત નેત્ર, (૨) નખ અને વાળનું ન વધવું, (૩) ભોજનનો અભાવ, (૪) વૃ્દ્ધ ન થવું, (૫) છાયા ન પડવી, (૬) ચૌમુખ દેખાવું, (૭) સો જોજન સુધી સુભિક્ષ, (૮) ઉપસર્ગ અથવા દુ:ખ ન થવું, (૯) આકાશ ગગન અને (૧૦) સમસ્ત વિદ્યામાં નિપુણતા. દેવકૃત ૧૪ અતિશય: (૧) ભગવાનની અર્ધ માગધી ભાષા ખરવી, (૨) જીવોમાં મિત્રતા, (૩) બધી ઋતુનાં ફળફૂલ ફળવાં, (૪) પૃથ્વી દર્પણસમ થવી, (૫) સુખદાયક પવન ચાલવો, (૬) સુખપ્રદ વિહાર થવો, (૭) પૃથ્વી કાંકરા પથ્થર વગરની થવી, (૮) સુવર્ણ કમલ રચના, (૯) પૃથ્વી ધાન્ય પૂર્ણ થવી, (૧૦) આકાશ નિર્મળ, (૧૧) દિશાઓ નિર્મળ, (૧૨) જયઘોષ, (૧૩) ધર્મચક્રનું ચાલવું અને (૧૪) સુગંધિત જળની વર્ષા. પ્રાતિહાર્ય ૮:-અર્હંતના સમવસરણમાં આઠ પ્રાતિહાર્ય હોય છે: (૧) અશોકવૃક્ષ, (૨) સિંહાસન, (૩) ત્રણ છત્ર, (૪) ભામંડળ, (૫) દિવ્ય ધ્વનિ, (૬) પુષ્પવૃષ્ટિ, (૭) ચમર ચોસઠ અને (૮) દુંદુભિ વાજાં વાગવાં. અનંત ચતુષ્ટ્ય: (૧) અનંતજ્ઞાન; (૨) અંનંતદર્શન, (૩) અનંતસુખ અને (૪) અનંતવીર્ય. | (યોગ ) યોગનાં ચોરાશી માંહેનું એક આસન. વૃષણની નીચેની જે ધોરી નસદ્વારા વીર્ય પ્રયાણ કરે છે તે સીવની કહેવાય છે. તે સીવનીની ડાબી બાજુએ જમણા પગનું ગુલ્ફ મૂકવું અને તેની નીચેથી ડાબા પગના ગુલ્ફને લઈને જમણી બાજુએ મૂકવું અને તે રીતે બેસવું. ઢીંચણો આસન સરસાં રાખીને તેના ઉપર હાથ મૂકીને આંગળીઓને ચતી પ્રસારવી. ટટ્ટાર બેસીને નાસાગ્રનું નિરીક્ષણ કરવું એ સિંહાસન છે. આ સિંહાસન કરતી વખતે કોઈ કોઈ સ્થાને એવું કહ્યું છે કે, જીભને મૂળમાંથી બને તેટલી બહાર કાઢવી અને તે જીભના અગ્રને જોઈ રહેવું, એ પણ સિંહાસનનો એક પ્રકાર છે. સિંહાસનનો અન્ય પ્રકાર સીવનીની જમણી બાજુએ પ્રથમ ડાબા ગુલ્ફને મૂકી તેની નીચેથી જમણા ગુલ્ફને લઈ જઈને ડાબી બાજુએ મૂકીને ઉપર પ્રમાણે કરવું. કામવાસના ઉપર કેટલેક અંશે આ આસનથી અંકુશ રહે છે. ઝેર તથા રોગને તે નિવારે છે. આ આસન વધારેમાં વધારે ત્રણ મિનિટ કરવું. એક મિનિટમાં લગભગ બાર વખત જીભ અંદર લેવી તથા બહાર કાઢવી. જાલંધરબંધ, જિહ્વાબંધ અને મૂળબંધ વગેરેને સાધ્ય કરવું આ આસનથી સરળ બને છે. ગળાનાં સ્નાયુઓને મજબૂત બનાવે છે તથા થાઈરોડ ગ્રંથિઓ તંદુરસ્ત બને છે તેમ જ લાળની ગ્રંથિઓને લાભ થાય છે. શ્રવણેંદ્રિયની બહેરાશ પણ દૂર થાય છે. | સિંહની આકૃતિવાળું ઊંચું આસન; રાજા, દેવ કે આચાર્યનું આસન.
- upãsanã
- ઈજા. | ઇષ્ટદેવનું સ્મરણ; ધ્યાન. | ઈશ્વરની આસ્થા. | ઈશ્વર સાથેનો સંબંધ. | ઈશ્વરની મરજીને અધીન થવાની મનની વૃત્તિ. તેના બે પ્રકાર: પ્રતીક એટલે મૂર્તિની ઉપાસના અને અહંગ્રહ એટલે હું બ્રહ્મ છું એવી ઉપાસના. | ખિદમતમાં રહેવાપણું. | ગુરુ પાસેથી મંત્ર લઈ દીક્ષાનું કરાતું પાલન. | તીર ફેંકવાનો મહાવરો કરવાપણું. | પવિત્ર અગ્નિ. | પાસે જઈ બેસવું તે. | પૂજા; સેવા; ભક્તિ. ઈશ્વરની ઉપાસનાથી મનમાં શાંતિ થાય અને શરીરની આરોગ્યતા વધે. કેવલાદ્વૈતના મતે ઉપાસનાના ત્રણ પ્રકાર: કર્મોપાસના, આત્મોપાસના અને જ્ઞાનોપાસના. સારાં કાર્ય કરવાં, નીતિ પાળવી તે કર્મોપાસના. અંત:કરણથી ઈશ્વરનું સ્મરણ, પૂજન અને ધ્યાન કરવું તે આત્મોપાસના. શાસ્ત્રના જ્ઞાનથી સ્વરૂપને ઓળખવું તે જ્ઞાનોપાસના. વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે ઉપાસનાના પાંચ પ્રકાર: અભિગમન, ઉપાદાન, ઇજ્યા, સ્વાધ્યાય અને યોગ. દેવસ્થાનમાં સાફસૂફી કરવી તે અભિગમન, ગંધ પુષ્પાદિ પૂજાસામગ્રી મેળવવી તે ઉપાદાન, પૂજન તે ઇજ્યા, મંત્ર જપ સૂક્તાદિ પાઠ તે સ્વાધ્યાય અને અંતર્યામીનું ધ્યાન તે યોગ. વેદશાસ્ત્ર પ્રમાણે ઉપાસનાના પાંચ ભેદ: (૧) નિર્ગુણ ઉપાસના, (૨) સગુણ પંચોપાસના એટલે વિષ્ણુ, સૂર્ય, શક્તિ, ગણપતિ અને શિવની ઉપાસના, (૩) લીલા વિગ્રહ ઉપાસના અર્થાત્ અવતાર ઉપાસના, (૪) ઋષિ, દેવતા અને પિતૃ ઉપાસના અને (૫) ભૂતપ્રેતાદિની તામસિક ઉપાસના. પ્રકૃતિ ને પ્રવૃત્તિ પ્રમાણે સાધકની રુચી ઉપાસનામાં ચોંટે છે. | મુક્તિના કારણરૂપ વિદ્યા. | ( વેદાંત ) હલકી વસ્તુમાં ઊંચી વસ્તુનું આરોપણ.