Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “ãshã” · clear
- ãshã
- આસક્તિ; પ્રીતિ; ભાવ. | ઇચ્છા; ઉમેદ; કામના; વાંછા. વધુ + | ( સંગીત ) એ નામની સવારે ગાવાથી, સંપૂર્ણ જાતિની, ભૈરવ થાટની એક રાગિણી. આશાવરીના સ્વર તે જ આ રાગિણીના સ્વર, માત્ર લાગ, થાટ અને આરોહ અવરોહમાં સહેજ ફરક છે. | ( સંગીત ) એ નામનો એક રાગ. તેને ભૈરવ રાગનો પુત્ર કહેવામાં આવે છે. | ઓધાન; ગર્ભ; હમલ. વધુ + | કોંકણ અને બંગાળા તરફ થતી અને બાળકના રોગ ઉપર વપરાતી એક વનસ્પતિ. તેના લાકડામાંથી રંગ બને છે. એનાં પાંદડાંનો રસ ઘણો કડવો હોય છે. | ખાખી લોકોને બેસતી વખતે ટેકો રાખવાની ઘોડી; પાવડી. | તીવ્ર આકાંક્ષા; લાલસા; સ્પૃહા; તૃષ્ણા. વધુ + | દક્ષ પ્રજાપતિની એ નામની એક દીકરી. | દશની સંખ્યા બતાવનાર સંકેત. આશા એટલે દિશા દશ હોવાથી આ શબ્દનો આવો ઉપયોગ થયેલ મનાય છે. | દિશા. વધુ + | ધન મેળવવાની તીવ્ર ઇચ્છા. | ધારેલી વસ્તુ મળવાના વિચારથી થતો સંતોષ. | નારી. વધુ + | પ્રદેશ; જગ્યા. | ભરોસો; આસ્થા; વિશ્વાસ. | હેતુ; ઉદ્દેશ; ધ્યેય; લક્ષ્ય.