Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “ãstik” · clear
- ãstik
- આસ્થાવાળો પુરુષ. | ( પુરાણ ) એ નામનો એક મુનિ; ભૃગુકુળમાં ઉત્પન્ન થયેલ જરત્કારુ ઋષિનો દીકરો. જરત્કારુ કશ્યપની મનસા નામની દીકરીને પરણ્યો હતો. જરત્કારુ જંગલમાં જતો રહ્યો તે વખત એની સ્ત્રી સગર્ભા હતી. તે પોતાનો આશ્રમ તજી હિમાલયના કૈલાસ શિખર ઉપર ગઈ. ત્યાં તે શિવ અને પાર્વતીની સેવામાં રહી. એની સેવાથી શંકર પ્રસન્ન થયા અને જ્ઞાનનો ઉપદેશ કર્યો. પૂરા દહાડા થતાં તેને કૈલાસ ઉપર દીકરો આવ્યો. શિવે કરેલો ઉપદેશ ગર્ભમાં રહીને એણે ગ્રહણ કર્યો છે તે જાણીને એનું નામ આસ્તિક પાડ્યું. શંકરે પોતે એને જનોઈ આપ્યું અને વેદ વેદાંગમાં હોશિયાર બનાવ્યો. વળી એને મૃત્યુંજય મંત્ર પણ આપ્યો. પછી શંકરના કહેવાથી જરત્કારુ પોતાના દીકરાને લઈને પોતાના બાપ કશ્યપના આશ્રમમાં ગઈ. વખત જતાં જનમેજય રાજાએ સર્પસત્રનો આરંભ કર્યો. એણે હજારો નાગનાં કુટુંબોને યજ્ઞમાં બાળી નાખ્યાં. આથી મોટી મોટા નાગ વિચારવા લાગ્યા કે આસ્તિક કોઈ રીતે આપણો બચાવ કરે. એટલામાં તક્ષક નાગના ઉપર જ મરણનો પ્રસંગ આવ્યો. તક્ષક સર્પસત્રથી ડરીને ઇંદ્રને શરણે જઈ તેના સિંહાસનને વળગી છુપાઈ બેઠો. જનમેજયની આજ્ઞા પ્રમાણે સર્પસત્રના ઋત્વિજોએ હોમવા સારૂ તક્ષકનું આવાહન કર્યું, છતાં તક્ષક આવ્યો નહિ. આથી તેઓએ ઇંદ્ર સહિત તક્ષકનું આવાહન કરતાં ઇંદ્રે તક્ષકને તજી દીધો એટલે તે કુંડની ઉપર આવી ઊભો. તે દરમિયાન બધા નાગે એકઠા થઈ ભાણેજ આસ્તિકને સર્પસત્ર બંધ કરાવવાની આજીજી કરી. આસ્તિકે જનમેજયની સ્તુતિ કરી એને પ્રસન્ન કર્યો. જનમેજયે ખુશી થઈ સર્પસત્ર બંધ કરાવ્યો આથી તક્ષક ઊગરી ગયો અને આસ્તિક પોતાની મા પાસે ગયો. | મહાભારતનું એ નામનુ પર્વ. | પવિત્ર; સદાચરણી. | વેદ, ઈશ્વર અને પરલોકમાં શ્રદ્ધા રાખાનારૂં. | શ્રદ્ધાળું; યકીનવાળું; વિશ્વાસુ.
- nãstik
- આસ્થા વગરનો માણસ. | ચાર્વાક. | વેદને નહિ માનનારો પુરુષ; ઈશ્વર, પરલોક, કર્મફળ વગેરે નહિ માનનાર માણસ. હેતુશાસ્ત્ર એટલે કે તર્કનો આશ્રય લઈ વેદનો અસ્વીકાર કરે, તેનું પ્રમાણ ન માને તેને હિંદુ શાસ્ત્રમાં નાસ્તિક કહે છે. હિંદુ શાસ્ત્રકારો અનુસાર ચાર્વાક, બૌદ્ધ અને જૈન આ ત્રણ નાસ્તિક મત છે. આ મત પ્રમાણે સૃષ્ટિને ઉત્પન્ન કરનાર અને ચલાવનાર કોઈ નિત્ય અને સ્થિર ચેતન માનવામાં આવેલ નથી. નાસ્તિકોને બાર્હસ્પત્ય, ચાર્વાક અને લોકાયતિક પણ કહે છે. | ઈશ્વર નથી એવી જેની મતિ છે એવું; કર્મફળ, પરલોક તથા ઈશ્વરના અસ્તિત્વને નહિ માનનારૂં; ધર્મવિમુખ. | વેદ અને શાસ્ત્રો ઉપર જેને આસ્થા ન હોય એવું.