Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “ãval · clear

ãval
ત્રણ ચાર હાથ ઊંચો થતો એક છોડ. આ છોડનાં પાંદડાં કુવાડિયા અને સોનામુખી જેવાં, ફૂલ પાંચ પાંખડીવાળા; પીળા રંગનાં ને ગુચ્છાદાર અને પરડા પાંછ છ ઇંચ લાંબા, ચપટા અને છ બીવાળા હોય છે. તે દાહ, અતિસાર, સોજો ને શૂળને દૂર કરનાર હોવાથી હાથ પગના મરડ, સોજો, માર અને સંધિવા એટલે સાંધાના દુખાવા ઉપર પાણીમાં ભેળવી શેક ને બંધાણ કરવામાં અને દૂધમાં બાફીને આંખ ઉપર બાંધવામાં વપરાય. આવળ, સાજીખાર અને મેંદાલાકડીનો લેપ મૂઢ માર, લચક અને સોજા ઉપર ગરમ કરીને લગાડવાથી ફાયદો થાય. પેટના દુખાવા ઉપર તેનાં મૂળ ચાવવામાં અને ઢોર થાકી જાય ત્યારે તેના લાડુ કરીને ખવરાવવામાં આવે. ઢોરના પેટમાં જીવાત પડી હોય ત્યારે તેનાં પાન, બકાન, લીમડાનાં પાન, મીઠું અને અજમો ખવરાવાય. તે જ્યાં ઊગે ત્યાં ગીચ જાળું થઈ જાય, આથી બીજી વનસ્પતિ થઈ શકતી નથી. છૂટી અને ઊડતી રેતીને અટકાવી જમાવવા માટે અને ધોવાઈ જતી માટીને અટકાવવા માટે આ ઘણી કીમતી વનસ્પતિ છે. ચામડાં રંગવાના કામમાં તેની છાલ આખી દુનિયામાં સસ્તામાં સસ્તી અને ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. તેનાં સૂકાં ડાળખાં બાળવાનાં કામમાં આવે અને તેની સોટીનું દાતણ થાય. વધુ +