Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Amrut” · clear
- amrut
- આત્મા, કેમકે તે અમર છે. | ઇંદ્ર. | ( પુરાણ ) ઇધ્મજિહ્વનો દીકરો. | ( જ્યોતિષ ) એ નામનો અઠ્ઠાવીશ યોગ માંહેનો એક. | જંગલી મગ. | દેવ. | ધન્વંતરિ; દેવોનો વૈદ્ય. | ( પુરાણ ) પ્લક્ષદ્વીપ માંહેનો છઠ્ઠો ખંડ. વધુ + | વારાહીકંદ. | વિષ્ણુ. | શંકર; મહાદેવ. | ( જૈન ) સિદ્ધ ભગવાન, કેમકે તેમને મરવાપણું નથી. | ખડક ઉપર ઊગતી એક જાતની વેલ. | છાશ; તક્ર. | અન્ન. | અમર બનાવે એવો રસ; અમી; પીયૂષ; સુધા. અમૃતની ઉત્પત્તિ સંબંધમાં એવી કથા છે કે પૃથુરાજાના ઉપદેશ પ્રમાણે પૃથ્વીને ગાયનું અને ઇંદ્રને વાછરડાનું રૂપ આપી દેવોએ સોનાના વાસણમાં દૂધ દોહ્યું. તેમાંથી જે અમૃત ઉત્પન્ન થયું તે દુર્વાસા ઋષિના શાપને લીધે સમુદ્રને તળિયે જઈ પડ્યું. પછી ઇંદ્રને દુર્વાસાનો શાપ લાગવાથી તે વિષ્ણુ પાસે ગયો, અને તેની પ્રાર્થનાથી વિષ્ણુએ કૂર્માવતાર લીધો એટલે કે કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. મંદાર પર્વતને રવૈયો અને વાસુકી નાગને નેતરૂં બનાવી તેમણે સમુદ્રનું મંથન કરીને તેમાંથી ચૌદ રત્ન કાઢ્યાં. તેમાં અમૃત એક રત્ન હતું. તે ઘડપણ આવતું અટકાવે, આયુષ્ય વધારે તથા મરેલાંને પણ સજીવન કરે એમ મનાય છે. વધુ + | એ નામનું એક પવિત્ર સ્થળ. | ( જ્યોતિષ ) એ નામનું સાત માંહેનું એક ચોઘડિયું. | ઔષધ; દવા. | ખાવા લાયક પદાર્થ. | ઘડપણ આવતું અટકાવે, આયુષ્ય વધારે અને મરેલાંને પણ સજીવન કરે એવી એક ઔષધિ. | ઘી. | ચારની સંખ્યા. | જામફળ. | ઝેર. | ઝેરનું મારણ. | દૂધ. | ધન; મિલ્કત. | પરબ્રહ્મ; પરમાત્મા. | પાણી; જલ; ઉદક. વધુ + | પારો. | માખણ; નવનીત. | માગ્યા વિના મળેલી ચીજ. | મીઠું. | મોક્ષ; મુક્તિ; નિર્વાણ; શ્રેય. વધુ + | યજ્ઞ કરતાં બાકી રહેલ પદાર્થ; યજ્ઞશેષ. | રાંધેલ ચોખા. | વછનાગ. | શોભા; તેજ; કાંતિ. | સોનું. | સોમરસ. | સ્વર્ગ; દેવલોક. | સ્વાદિષ્ટ વસ્તુ, જેમકે મધ. | અમર; અવિનાશી; મરે નહિ એવું. | ઘડપણ અને મરણને દૂર કરે એવું. | જીવતું; મરણ નહિ પામેલું. | પ્રિય; પ્રીતિકર. | સુંદર; મનોહર. | ( જ્યોતિષ ) તારાના ઝૂમખાના સાત ભાગમાંનો એ નામનો એક. | જમાડ્યા પછી વધેલ ખોરાક.
- Amrutdhãm
- નિર્વાણપદ, કેમકે ત્યાં મરણ નથી. | વાયુલોક.