Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Arth” · clear
- arth
- અભિપ્રાય; મત. | અસર. | ( વેદાંત, ન્યાય ) ઇંદ્રિયનો વિષય. ગૌતમ મત પ્રમાણે તે અગિયાર જાતનો છેઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન. | કામ; કાર્ય. વધુ + | કારણ; સબબ. | કીમત; મૂલ્ય. | ( જ્યોતિષ ) કુંડલીમાં લગ્નથી બીજું ઘર. | કોયડો; ઉખાણું; સમશ્યા. | ગરજ; જરૂર; ખપ; પ્રયોજન. વધુ + | ( પિંગળ ) દરેક ચરણમાં ૨ નગણ અને રગણ મળી ૯ અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. | દાવો; મુકદૄમો. | ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારમાંનો બીજો પુરુષાર્થ. | ધારણા; મનસૂબો. | નિરાંત; નિવૃત્તિ. | પૈસો; ધન; દોલત. અર્થ ત્રણ પ્રકારના છેઃ ૧. શુક્લ એટલે પ્રમાણિકપણે મેળવેલ, ૨. શબલ એટલે પ્રમાણિક અને અપ્રમાણિક બંને રીતે ભેગો કરેલ, અને ૩. કૃષ્ણ એટલે અપ્રમાણિકપણે એકઠો કરેલ. | ફરિયાદ; અરજ. | ફળ; પરિણામ. | મતલબ; સમજૂતી; માયનો. અર્થ ત્રણ પ્રકારના છેઃ ૧. અભિધા એટલે શબ્દના મૂળ અર્થથી વાચ્યાર્થ, ૨. લક્ષણાથી લક્ષ્યાર્થ અને ૩. વ્યંજનાથી એટલે દૂરથી સૂચવાતા અર્થથી વ્યંગ્યાર્થ. વધુ + | માલમિલ્કત. | ( અર્થશાસ્ત્ર ) મિત્ર, પશુ, ભૂમિ, ધન અને ધાન્યની પ્રાપ્તિ તથા તેનો વધારો. | રીત; પ્રકાર. | લાભ; ફાયદો; હાંસલ. | વસ્તુ; વિષય. વધુ + | વિનતિ; પ્રાર્થના. | વિષ્ણુ. સુખસ્વરૂપ હોવાથી સર્વ પ્રાણી તેમની પ્રાર્થના કરે છે તેથી તે અર્થ કહેવાય છે. | ( બૌદ્ધ ) વ્યવહાર; ન્યાયનું કામ ચલાવવું તે; ન્યાયવહીવટ. વધુ + | શિવ. | સાર; તાત્પર્ય. | ( પુરાણ ) સ્વાયંભૂ મન્વંતરમાં થયેલ ધર્મઋષિને તેમની બુદ્ધિ નામની સ્ત્રીને પેટે થયેલો દીકરો. | હેતુ; આશય; ઉદ્દેશ. વધુ + | વાસ્તે; કાજે; માટે; સારૂ. | પ્રજાસત્તાક રાજ્યતંત્ર. | માણસજાત. | માણસજાતથી વસાયેલો જમીનનો ભાગ. | લક્ષ્મીના ખજાનારૂપ પર્વત; મેરૂ પર્વત.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only