Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Badrikãshram · clear

Badrikãshram
એ નામનું હિમાલયમાં ગઢવાલમાં અલકનંદાને પશ્ચિમ તીરે આવેલું એક તીર્થસ્થળ; ભગવાનનું એક ધામ; નરનારાયાણનું ધામ. હિમાલયમાં ગંધમાધન પર્વતમાં આવેલો નરનારાયણનો આશ્રમ. આ જગાએ નરનારાયણ ઋષિએ તપ કર્યું હતું. અહીં નરનારાયણ તથા વ્યાસનો આશ્રમ છે. ત્યાં મોટાં અને સ્વાદિષ્ટ બોરવાળી બોરડીઓનું વન હોવાથી આ નામ પડ્યું જણાય છે. વળી ભૃગુતુંગ નામના શિખર ઉપર એક બોરડીના ઝાડ ઉપરથી બદરિકાશ્રમ નામ પડ્યું કહેવાય છે. મહાભારતમાં લખ્યું છે કે: પહેલાં અહીં ગંગાની ગરમ અને ઠંડી બે ધારાઓ વહેતી અને રેતી સોનાની હતી. અહીં દેવતાઓએ તપ કરીને વિષ્ણુને પ્રાપ્ત કર્યા હતા. ગંધમાદન, બદરી, નરનારાયણ અને કુબેરશૃંગ આ જ તીર્થની અંતર્ગત છે. પાંડવો મહાપ્રસ્થાન વેળાએ આ જ જગ્યાએ ગયા હતા. પદ્મપુરાણમાં વૈષ્ણવોનાં બધાં તીર્થોમાં બદરિકાશ્રમ શ્રેષ્ઠ માનેલ છે. | નર્મદાના ઉત્તર તટ ઉપર આવેલ એ નામનું એક સ્થાન. નર્મદા પંચાંગમાં કથા છે કે: પ્રાચીન કાળમાં પૃથ્વીનો ભાર હરણ કરવાના હેતુથી નરનારાયણજી બદરિકાશ્રમથી રેવાતટ ઉપર અહીં આવ્યા. તપ કર્યું અને શંકરજી પાસેથી ઇચ્છિત વરદાન મેળવ્યું. પછી તેમણે રામકૃષ્ણાદિ અવતાર લઈને ભૂમિભાર ઉતાર્યો. અહીં બદરીનારાયણનું જ માહાત્મ્ય છે. આઠમ ને ચૌદશનું વિશેષ માહાત્મ્ય છે.