Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Bhagvãn” · clear
- Bhagvãn
- ઇશ્વર; પરમેશ્વર; સર્વૈંશ્વર્યશાળી પ્રભુ. ભગવાન વિષે મહાત્મા ગાંધીજી હરિજન બંધુમાં લખે છે કે: અપંગની સેવામાં ધર્મ છે. અપંગરૂપે ભગવાન આપણને હમેશા દર્શન આપે છે. આત્મા અમર છે એમ હું માનું છું. એને લગતો દાખલો તેમને હું સમુદ્રનો આપું છું. સમુદ્ર જલબિંદુનો બનેલો છે; એક એક બિંદુ નોખું હોય છે, છતાં તે સમુદ્ર સમસ્તનો ભાગ હોય છે. આમ સમુદ્ર એક છે ને અનેક પણ છે. આ જીવનસમુદ્રનાં આપણે સૌ નાનાં બિંદુ છીએ. મારા સિદ્ધાંતનો અર્થ એ છે કે, મારે જીવન સાથે, એક એક જીવ સાથે એકરૂપ બનવું જોઇએ અને ભગવાન ઘટઘટમાં વ્યાપી રહ્યા હોવાને લીધે વરતાતી જીવનની ભવ્યતા મારામાં મારે અનુભવવી જોઇએ. જીવમાત્રાનો જે સંઘ તેનું નામ ભગવાન. વિનોબા લખે છે કે;: આ વીશમી સદીમાં પણ પરમાત્મા છે. તે આજ છે, તે કાલ હતો અને તે કાલ હશે. તે કાયમ છે. સૃષ્ટિ કાયમ છેઅને કમર કસીને હું પણ સાધના કરવાને માટે તૈયાર છું હું સાધક છું. તે ભગવાન છે અને આ સૃષ્ટિ પૂજાદ્રવ્ય અથવા પૂજાસાધન છે. જ્યારે એવી ભાવનાથી આપણું હૃદય ભરાઈ જાય ત્યારે કહી શકાશે કે ૐ અમારે ગળે ઊતરી ગયો. તે છે, હું છું અને મારી સાધના પણ છે. એવો આ ૐકારભાવ મનમાં વસી જવો જોઇએ અને સાધનામાં પ્રકટ થવો જોઇએ. વધુ + | ઉત્તમ પુરુષ. | કૃષ્ણ. | ધન અને સંપત્તિનો માલિક. | બ્રહ્મ. | રાજા. | વિષ્ણુ. સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ ધર્મ, સંપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ વૈરાગ્ય અને સંપૂર્ણ જ્ઞાન એ છ તેનામાં નિરંતર રહે છે માટે તે ભગવાન કહેવાય છે. ઉત્પત્તિ, પ્રલય, પ્રાણીઓનું આવવું ને જવું તથા વિદ્યા અને અવિદ્યાને તે જાણે છે માટે પણ તે ભગવાન કહેવાય છે. તે સંપત્તિવાળા, અગતિ, ગતિ વગેરેને જાણનારા પણ તે છે. વળી જગતકર્તા ઈશ્વર પણ છે. | શ્રીમંત માણસ. | ષડૈશ્વર્ય; સંપન્ન રુદ્ર; વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ; શિવ; શંકર. | સૂર્ય. | ભાગ્યશાળી. | શ્રીમંત; ઐશ્વર્યવાળું. | સર્વજ્ઞ.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only