Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Buddhi” · clear
- buddhi
- ( પુરાણ ) ઇંદ્રસાવર્ણિ મનુનો થનારો એ નામનો એક પુત્ર. | ( પિંગળ ) ઉપજાતિ વૃત્તનો એક ભેદ. તેને સિદ્ધિ પણ કહે છે. | ( પિંગળ ) એ નામનો એક છંદ. તેનાં ચારે પાદમાં અનુક્રમે ૧૬,૧૪,૧૪ અને ૧૩ માત્રા હોય છે. તેને લક્ષ્મી છંદ પણ કહે છે. | ( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે જગણવાળી આર્યા છંદનો ભેદ છે. તેમાં ૨૫ ગુરુ અને ૭ લઘુ મળી ૩૨ વર્ણની ૫૭ માત્રા હોય છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ ષટ્પદીય છંદનો એક ભેદ છે. તેમાં ૯૮ લઘુ અને ૨૭ ગુરુ મળી ૧૨૭ વર્ણની ૧૫૨ માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે. તેને ઋજુ પણ કહે છે. તેમાં જગણ અને લઘુ મળી ચાર વર્ણ આવે છે. | ( પિંગળ ) છપ્પાનો એ નામનો એક ભેદ. | સૂર્યનું એક નામ. | અહિંસા; દયા. | ઇચ્છા; વૃત્તિ; મત; અભિપ્રાય; વિચાર. | એ નામની એક ઔષધિ; વૃદ્ધિકંદ. | ( પુરાણ ) એ નામની બ્રહ્મદેવની બે માંહેની એક પુત્રી. તે ગણેશને વરી કહેવાય છે. | ( ન્યાય ) ચોવીશ માંહેનો બારમો ગુણ. ગુણ ચોવીસ છેઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | ( તાંત્રિક ) છત્રીશ માંહેનું એ નામનું પંદરમું તત્ત્વ. | જ્ઞાન; વિવેક; ડહાપણ; સમજ; ઉપલબ્ધિ. બુદ્ધિ ઇંદ્રિયોની સહાયથી વિષયોના સમૂહને જીતી લાવે છે, સુખ દુઃખ આદિની યોગ્યતાને લીધે સમજાય છે અને સત્ત્વગુણની વૃદ્ધિ પામતી દશા છે. | તે નામે ધર્મની પત્ની. | પાંચ આત્મગુણ માંહેનો એ નામનો એક ગુણ. | પ્રતિમા. | ( ન્યાય ) બાર માંહેનો એ નામનો એક પ્રમેય. પ્રમેય ૧૨ છેઃ આત્મા, શરીર, ઇંદ્રિય, અર્થ, બુદ્ધિ, ધર્મ, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુઃખ અને અપવર્ગ. | ભોગ. | ( સાંખ્ય ) મનઃ અંતઃકરણ; નિશ્ચયાત્મક વૃત્તિવાળું અંતઃકરણ. વધુ + | વસ્તુને જાણવાની ચિત્તની સમજશક્તિ; જ્ઞાનશક્તિ; મતિ; અક્કલ; પ્રજ્ઞા; મેઘા. બુદ્ધિ અંતઃકરણની ચાર માંહેની બીજી વૃત્તિ મનાય છે અને તેના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ છે. એમાંથી નિત્યબુદ્ધિ પરમાત્માની અને અનિત્યબુદ્ધિ જીવની મનાય છે. સાંખ્યમત અનુસાર ત્રિગુણાત્મિકા પ્રકૃતિનો પહેલો વિકાર એ બુદ્ધિતત્ત્વ છે. એને મહતત્ત્વ પણ કહે છે. સાંખ્યમાં એમ પણ માનવામાં આવે છે કે, આદિમાં જ્યારે જગત પોતાની સુષુપ્તાવસ્થામાંથી ઉત્પન્ન થયું તે વખતે સૌથી પહેલાં આ બુદ્ધિતત્ત્વનો વિકાસ થયો. નૈયાયિકો એના અનુભૂતિ અને સ્મૃતિ એવા બે ભેદ માને છે. કેટલાક લોકોના મત પ્રમાણે બુદ્ધિના ઇષ્ટનિષ્ટ, વિપત્તિ, વ્યવસાય, સમાધિતા, સંશય અને પ્રતિપત્તિ એવા ગુણ અને કેટલાકના મત પ્રમાણે શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઉહ, ઉપોહ અને અર્થવિજ્ઞાન એવાં સાત ગુણ છે. પશ્ચિમના વિદ્વાનો અંતઃકરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તકને માને છે, તેથી એના મત પ્રમાણે બુદ્ધિનું સ્થાન પણ મસ્તક છે. જોકે એ એક પ્રાકૃતિક શક્તિ છે, તોપણ જ્ઞાન અને અનુભવની મદદથી એમાં કંઈક વધારો થઈ શકે છે. બુદ્ધિ બે પ્રકારની છે; અનુભવ અને સ્મૃતિ. એ ઉભય મિશ્રજ્ઞાન તે પ્રત્યભિજ્ઞા. યથાર્થ અનુભવ તે પ્રમા. અયથાર્થ અનુભવ તે અપ્રમા. કેળવાયેલી બુદ્ધિ એ પ્રભુતાનું ગાન છે. કેળવાયેલા માણસ પાસે એક એવું બળ છે કે જે વડે એ પોતાનું ધારેલું કાર્ય પાર પાડી શકે છે. માણસની બુદ્ધિને સાચી રીતે કેળવવામાં આવી હોય તો એ મનુષ્ય પ્રભુની પ્રકૃતિ સમો બનતો જાય છે. બુદ્ધિની ખીલવણી સ્ત્રીપુરુષ ઉભયને રોટી કરતાં ય વધારે જરૂરની છે. એનાં પર્યાયવાચક નામ નીચે પ્રમાણે છેઃ મનીષા, ધીષ્ણા, ધી, પ્રજ્ઞા, મતિ, પ્રેક્ષા, ચિત્, ચેતના, ધારણા, પ્રતિપત્તિ, મેધા, મન, જ્ઞાન, બોધ, પ્રતિભા, વિજ્ઞાન, સંખ્યા. વધુ + | વિદ્યા, હુન્નર વગેરે જાણવું તે. | શીખ; શિખામણ. | સાવધપણું; સાવધગીરી; સાવધાની. | ( પુરાણ ) સ્વાયંભૂ મન્વંતરમાં ધર્મ ઋષિની એ નામની એક સ્ત્રી. તેનો પુત્ર અર્થ હતો.