Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Guru” · clear
- guru
- અઠવાડિયાના સાત માંહેનો એ નામનો એક વાર; ગુરુવાર. | આચાર્ય; શિક્ષક; વિદ્યા ભણાવનાર માણસ; બોધ આપનાર વ્યક્તિ. વધુ + | ઇંદ્રાદિ દેવતાનો માનીતો પંડિત. | ( જ્યોતિષ ) એ નામનો એક ગ્રહ. તેનું તેજ માત્ર શુક્ર કરતાં ઊતરતું છે. સૂર્યના વાતાવરણ સાથે તેનો સંબંધ વિશેષ મનાય છે. તેના ઉપર વસતી હોય એવું દેખાતું નથી છતાં ત્યાં પ્રાણી હોય તો તેઓ અગ્નિમાં રહી શકે એવાં હોવાં જોઇએ. તેના ઉપર જો હમણાં વસતી નહિ હોય તો કાળાંતરે તેની ઉષ્ણતા ઘટી જશે ત્યારે તે વસતીયોગ્ય થશે એમ અનુમાન કરાય છે. તેનો મધ્ય વ્યાસ ૮૬,૦૦૦ માઈલ, અક્ષપ્રદિક્ષણા કાળ ૯ ક. ૫૫ મિ. ૨૦ સે. અને સૂર્યપ્રદક્ષિણા કાળ ૧૧ વર્ષ ૩૧૫ દિવસ છે. પૃથ્વીથી તેનું લઘુતમ અંતર ૩,૬૩૨ લાખ માઈલ, સૂર્યથી તેનું મધ્યમ અંતર ૪,૮૦૨ લાખ માઈલ અને પૃથ્વીથી તેનું મહત્તમ અંતર ૫,૯૭૨ લાખ માઈલ છે. ગુરુ અને સૂર્ય એ બેના નિત્યોદયાસ્તમાં ૧૧૦ પળનું અંતર પડે એટલે ગુરુનો ઉદયાસ્ત થાય છે. રવિ ગુરુ વચ્ચે ૧૧ કાલાંશ અંતર થયું એટલે ગુરુનો અસ્તોદય થાય. શુમારે ૩૯૯ દિવસમાં ગુરુનો એક ઉદય અને એક અસ્ત થાય છે. તેનો ૨૫ થી ૩૦ દિવસ સુધી અસ્ત અને બાકીના શુમારે ૩૭૦ દિવસ ઉદય રહે છે. ગુરુની કોરનો ભાગ જેટલો ચકચકિત દેખાય છે. તે કરતાં તેનો મધ્ય ભાગ શુમારે ત્રણગણો ચકચકિત દેખાય છે. વળી તેના પોતાનામાં થોડોક પ્રકાશ છે. તેના પૃષ્ઠ ભાગ ઉપર અનેક ઊથલપાથલ ઝપાટાબંધ ચાલતી જણાય છે. ત્યાં પવન દૂર કલાકે શુમારે ૨૦૦ માઈલના વેગથી વહેતા રહે છે. એમ દેખાય છે કે ગુરુનો ગોળો જે આપણને દેખાય છે તે વાસ્તવિક નથી. દૃશ્ય ગોળામાં ઉપલા ભાગની અતિ ઉષ્ણતાને લીધે વાયુરૂપ થયેલાં દ્રવ્યો તદ્દન છૂટાં છૂટાં ત્યાં પથરાયેલાં છે અને તેની નીચે બહુ જ વિસ્તૃત જાડું વાતાવરણ છે. તેમાં જાડી વરાળ અથવા વાદળાં છે. ગુરુનો અંતર્ભાગ અતિ ઉષ્ણ છે. મોટા મહાસાગરમાંના સઘળા પાણીની વરાળ થઈ રહે એટલે ઉષ્ણતા ગુરુના અંગમાં છે. આપણી પૃથ્વી જેવું ઘન કવચ તેના ઉપર હજી સુધી થયું નથી. તેમાંની ગરમીથી ઉત્પન્ન થનારી વરાળ પૃષ્ઠભાગ ઉપર સઘળે પથરાનેલી છે. તેમાંની વરાળ જ્યારે તેના પેટા ભાગમાંથી એકલી જ બહાર નીકળે છે ત્યારે તે સ્વયંપ્રકાશ થાય છે. આને લીધે ગુરુ સહેજ સ્વયંપ્રકાશ દેખાય છે. ગુરુને પાંચ ચંદ્ર છે. આપણા ચંદ્રને સૂર્ય પાસેથી જેટલો પ્રકાશ મળે છે તેના પચીશમા હિસ્સા જેટલો પ્રકાશ ગુરુના ચંદ્રને મળે છે. ગુરુનો ચંદ્રોનું વારંવાર ગ્રહણ થાય છે. ગુરુની ૧૭ રાતમાં પહેલા ચંદ્રને ચાર વાર, બીજાને બે વાર અને ત્રીજાને એક વાર ગ્રહણ લાગે છે અને ગુરુની બહુ વિસ્તરેલી છાયાને લીધે આ ગ્રહણો કોઇ કોઇ વાર ગુરુની અર્ધી અથવા પોણી રાત સુધી પહોંચે છે. ગુરુના ચંદ્ર ઉપર વસતી હોવી જોઇએ એવું અનુમાન થાય છે. આ ગ્રહનો રંગ ચકચકિત પીળો છે. તે ડહાપણનો ગ્રહ મનાય છે. તે ઈશાન ખૂણો બતાવે છે. જ્યારે તે ધન અને મીન રાશિમાં હોય ત્યારે તેનો પ્રભાવ સામાન્ય હોય છે. આપણી પૃથ્વી જેવડા ૧,૨૪૦ ગોળા એકઠા કરીએ ત્યારે ગુરુના જેવડો એક ગોળો થાય. તેનું દ્રવ્ય શુમારે પૃથ્વીના દ્રવ્યનું ૩૦૦ પટ જેટલું છે. તેની ઘનતા સરાસરી પૃથ્વીની ઘનતાનો ચતુર્થાંશ છે. એનો દક્ષિણોત્તર વ્યાસ પૂર્વપશ્ચિમ વ્યાસ કરતાં શુમારે ૫,૦૦૦ માઈલ ઓછો છે. આને લીધે તેનો આકાર ધ્રુવ આગળ સહેજ ચપટો છે. તેનો વિષુવવૃત્ત ઉપરનો ભાગ જેટલો ઝપાટાબંધ ફરે છે તે કરતાં ધ્રુવ તરફનો ભાગ ઓછા વેગથી ફરે છે. તેના ઉપર વિષુવવૃત્તથી સમાંતરે કંઈ પટ્ટા દેખાય છે. વિષુવવૃત્ત ઉપર જ એક ચકચકિત પટ્ટો દેખાય છે. તેનો રંગ બહુ કરીને મોતી જેવો દેખાય છે. આના ઉત્તર દક્ષિણ ભાગે બે તેજોહીન પટ્ટા દેખાય છે. તેમના રંગ લાલ દેખાય છે. તેમાં કોઇ કોઇ જગ્યાએ જાંબુડા રંગનો ઝળકાટ જણાય છે. આ પ્રમાણે ધ્રુવ સુધી ક્રમે કરી ચકચકિત તેજોહીન પટ્ટા દેખાય છે. ચકચકિત પટ્ટા વિષુવવૃત્ત ઉપર પીળાશ પડતા સફેદ જણાય છે અને ઉત્તરોત્તર કાળાશ પડતા થતા જાય છે. તેજોહીન પટ્ટા લાલ દેખાય છે. આ પટ્ટાઓમાં વાદળાં જેવી અને બહુ જ ચિત્રવિચિત્ર એવી અસંખ્ય આકૃતિ દેખાય છે અને તેના થર થયેલા હોય છે. પટ્ટાઓની કોરોના અને ગુરુ ઉપરના કેટલાક ભાગના રંગ વારંવાર બદલાયા કરે છે. આ ગ્રહ સૂર્ય, મંગળ ને ચંદ્રનો મિત્ર, શનિ સાથે સમ અને બુધ ને શુક્રનો શત્રુ મનાય છે. | ( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે નંદ છંદનો એક ભેદ છે. તેમાં ૧૨ ગુરુ અને ૧૪ લઘુ મળી ૨૬ વર્ણ અને ૩૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે સોરઠા છંદનો ભેદ છે. તેમાં ૫ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૩ વર્ણ અને ૪૮ માત્રા હોય છે. | ( પુરાણ ) એક બ્રહ્મર્ષિ. | ( પિંગળ ) એક વિષણજાતિ માત્રામેળ છંદ. આ છંદ રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩ ગુરુ અને ૯૦ લઘુ મળી ૯૩ વર્ણ અને ૯૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ પંક્તિછંદનો એક ભેદ છે. તેમાં તગણ, મગણ, રગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે. | ( વૈદ્યક ) ઔષધિનો એક ગુણ. જે દ્રવ્ય ગ્લાનિ કરે, મળની વૃદ્ધિ કરે, બળ વધારે, તૃપ્તિ કરે અને શરીરને પુષ્ટ કરે તે ગુરુ દ્રવ્ય કહેવાય છે. | ( સંગીત ) કળાનું એક પરિમાણ; વખતનો એક ભાગ. ૧૦ ગુરુ = ૧ પ્રાણ ૬ પ્રાણ = ૧ વિનાડી | ગાયત્રી મંત્રનો ઉપદેશ આપનાર માણસ. | ( સંગીત ) તાલના અંગનો એક પ્રકાર; મીનીમ; તાલનું એક માપ; બે માત્રા. | દેવના ગુરુ; આંગિરસ; બૃહસ્પતિ; અંગિરા; દેવગુરુ; વાચાંપતિ; ઇજ્ય; ત્રિદિવેશ; સુરગુરુ; સૂરિ; સુરાચાર્ય. | દ્રોણાચાર્ય. | ધર્મ નીતિનો ઉપદેશ કરનાર માણસ. | પરમેશ્વર, કેમકે તે વેદોના ઉપદેશકર્તા અને બ્રહ્મા વગેરેના ગુરુના પણ ગુરુ છે. | પ્રભાકર નામનો એક મીમાંસક. | બાણ. | બૃહસ્પતિ નામનું નક્ષત્ર. | ( જૈન ) મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સાથે અહિંસા, સત્યભાષણ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં પાંચ મહાવ્રત તથા ક્ષમા, નિરભિમાનતા, તૃષ્ણાત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન, બ્રહ્મચર્ય વગેરે શ્રમણ ધર્મોનો પાલન કરનાર માણસ. | મોક્ષનો માર્ગ દર્શાવનાર માણસ. | યજમાનને ત્યાં ગોરપણું કરતો બ્રાહ્મણ; પુરોહિત; ગોર. | યજ્ઞોપવીત જેવા સંસ્કાર કરાવનાર માણસ. | વિદ્યા આપનાર માણસ; મંત્ર આપનાર પુરુષ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. સર્વ વિદ્યાઓના ઉપદેશક હોવાથી તથા સર્વના જન્મદાતા હોવાથી તે ગુરુ કહેવાય છે. | શઠ; ધૂર્ત માણસ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | શુક્રાચાર્ય. | સંપ્રદાય પ્રવર્તક; નવો પંથ ચલાવનારો માણસ. | સૂર્ય. | ( પુરાણ ) સોમવંશી પુરુકુલોત્પન્ન મનુષ્યના પુત્ર નરનો પૌત્ર; ગુરુધિ. | સ્પર્શના આઠ માંહેનો એક પ્રકાર. વધુ + | કવચનું ઝાડ. | ક્ષમાદૃષ્ટિ. | ( જ્યોતિષ ) પુષ્ય નક્ષત્ર. | વીરશૈવ ધર્મમાં જણાવેલ આઠ માંહેનું એક આવરણ. જુઓ અષ્ટાવરણ. | અઘરૂં; મહેતથી પ્રાપ્ત થાય તેવું. | ગંભીર અર્થવાળું. | જડ. | દીર્ધ; લાંબું. | પૂજ્ય; વડીલ. | બળવાન. | ભારે; મોટું; વજનદાર. | માન આપવા લાયક. | મુખ્ય; પ્રધાન.
- sadguru
- સારા ગુણવાળા શિક્ષક કે અધ્યાપક. જૈન મતે ગુરુ ત્રણ પ્રકારના છેઃ કાષ્ઠ સ્વરૂપ, કાગળ સ્વરૂપ અને પથ્થર સ્વરૂપ. સંસાર સમુદ્રને પાર કરવા કાષ્ઠ સ્વરૂપ ગુરુ જ ઉત્તમ છે. આવા ગુરુનાં લક્ષણ આ પ્રમાણે છેઃ તેઓ જિનેશ્વર ભગવાનની ભાલેખી આજ્ઞા જાણે અને તેને બરાબર પાળે. તેનો બીજાને બોધ આપે. કંચન, કામિનીનો સર્વ ભાવથી ત્યાગ કરે. વિશુદ્ધ આહારપાણી લેતા હોય. બાવીશ પ્રકારના પરિષહને સહન કરતા હોય. ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેદ્રિય હોય. સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય. ધર્મ માટે માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય. નિર્ગ્રંથ પંથ પાળતા કાયર ન હોય સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય. સમભાવી હોય. વિરાગતાથી સત્યોપદેશક હોય. કાગળ સ્વરૂપ એ ગુરુનો બીજો પ્રકાર છે. તેઓ મધ્યમ છે. પોતે સંસાર સમુદ્ર તરી શકે નહિ; પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે. તેઓ બીજાને તો ક્યાંથી તારી શકે ? પથ્થર સ્વરૂપ ગુરુ પોતે બૂડે અને બીજાને પણ બૂડાડે છે.