Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Hiranyagarbh · clear

Hiranyagarbh
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે સંકીર્ણ વર્ગનો છે. તેના પહેલા પદમાં રગણ, તગણ, ભગણ અને લઘુ મળી ૧૦ વર્ણ આવે છે. બીજા ચરણમાં સગણ, યગણ, જગણ અને ગુરુ મળી દશ વર્ણ આવે છે. ત્રીજા પદમાં રગણ, જગણ અને ગુરુ મળી સાત વર્ણ તથા ચોથા ચરણમાં સગણ, યગણ, જગણ અને લઘુ મળી દશ વર્ણ હોય છે. | કપિલ મહામુનિ. | તેજોમય; સૂર્ય. | પરમેશ્વર; વિષ્ણુ. કેમકે તેમાં સૂર્ય વગેરે તેજવાળા લોક ઉત્પન્ન થઇ તેને આધાર રહે છે અથવા તે સૂર્ય વગેરે તેજ સ્વરૂપ પદાર્થોના ગર્ભ એટલે ઉત્પત્તિ અને નિવાસ સ્થાન છે, એથી તે પરમેશ્વરનું નામ હિરણ્યગર્ભ છે. ઋગ્વેદમાં કહ્યું છે કે, પ્રારંભમાં હિરણ્યગર્ભ હતા. તે જ ભૂત માત્રના અધિષ્ઠાતા હતા. એ જ પૃથ્વી અને સ્વર્ગને ધારણ કરી રહ્યા હતા. એ જ જીવ અને પ્રાણ દાતા છે. અને સર્વમાં ચૈતન્ય રૂપ છે. | બ્રહ્મા; પ્રજાપતિ. વધુ + | ( પુરાણ ) મહેશ્વર; શંકર; શિવ. | શાલિગ્રામની એક મૂર્તિ. | શુકલ યજુર્વેદના એક ઋષિ. | સમગ્ર સૂક્ષ્મ દેહોના અભિમાની એક વૈદિક દેવતા. | સુવર્ણમય અંડ શ્રુતિ, સ્મૃતિ પુરાણોમાં કોઇ કોઈ ઠેકાણે, પહેલાં બ્રહ્મદેવ અથવા હિરણ્યગર્ભ થયા, અથવા પ્રથમ જળ ઉત્પન્ન થયું, વગેરે સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમની બીજી કલ્પનાઓ જોવામાં આવે છે. પણ આ સર્વ કલ્પનાઓ ગૌણ અથવા ઉપલક્ષણાત્મક છે. કેમકે, હિરણ્યગર્ભ અથવા બ્રહ્મદેવ એટલે પ્રકૃતિ જ છે એમ કહેવામાં આવે છે. ભગવદ્તામાં પણ મારું મૂળ મહત્ બ્રહ્મ છે એવું ત્રિગુણાત્મક પ્રકૃતિને જ બ્રહ્મનું નામ આપી પોતાના બીજથી આ પ્રકૃતિની અંદર રહેલા ત્રણ ગુણથી અનેક મૂર્તિઓ ઉત્પન્ન થાય છે એમ ભગવાને કહેલું છે. બ્રહ્મદેવથી આરંભમાં દક્ષ વગેરે સાત માનસપુત્રો અથવા સાત મનુ ઉત્પન્ન થયા અને તેમણે પછી ચરાચર સૃષ્ટિ નિર્માણ કરી ઇત્યાદિ જે વર્ણન છે અને જેનો ગીતામાં પણ એક વાર ઉલ્લેખ કર્યો છે તે સર્વ બ્રહ્મદેવ એટલે પ્રકૃતિ એવો અર્થ લગાડીએ તો ઉપર કહેલા સૃષ્ટિના તાત્ત્વિક ઉત્પત્તિક્રમ સાથે મળે છે એમ વેદાંતગ્રંથોમાં પ્રતિપાદન કરેલું છે. વધુ + | ( વેદાંત ) સૂક્ષ્મ શરીરયુક્ત આત્મા. સમષ્ટિ પ્રાણ કે સૂત્રાત્મા નામે પણ ઓળખાય છે. વધુ + | ઋગ્વેદના ૧૦ મા મંડળનું એ નામનું સૂક્ત. તેમાં હિરણ્યગર્ભની સ્તુતિ કરવામાં આવી છે.