Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Kailãs” · clear
- kailãs
- એક જાતનું છ ખૂણાવાળું દેવમંદિર. તેમાં આઠ ભૂમિ અને અનેક શિખર હોય છે. તેનો વિસ્તાર અઢાર હાથ હોય છે. | શિવની નગરી; દેવતાઓનું સ્વર્ગ. | હિમાલયનું એ નામનું શિખર. તે માન સરોવરથી પચીશ માઈલ દૂર ઉત્તરે ગંગ્રી પર્વતમાળાની પેલી તરફ નીતિઘાટની પૂર્વે આવેલ છે. તેના ઉપર શંકર ભગવાન અને પાર્વતી રહે છે એમ કહે છે. શ્રીકૃષ્ણે અહીં તપ કર્યું હતું. બદરિકાશ્રમ કૈલાસ ઉપર આવેલ છે. કૈલાસને હેમકૂટ પણ કહે છે. જૈન લોકો કૈલાસને અષ્ટાપદ પર્વત કહે છે. આ પર્વતની પરિક્રમણામાં ત્રણ દિવસ લાગે છે. તેનો પચીશ માઈલનો ઘેરાવો છે. પરિક્રમણ કરનારે ગૌરીકુંડ સરોવરના પાણીનો સ્પર્શ કરવો જ જોઇએ. આ સરોવરનું પાણી બારે માસ બરફ થઈ ગયું હોય છે. | હેમકૂટ પર્વત ઉપરનું કુબેરનું સ્થાન. | ઇલોરાની બ્રાહ્મણગુફામાંની ૧૬મી ગુફાનું નામ; રંગમહાલ. | માટીનું એક જાતનું પાત્ર. | માયા અને માયાનાં કાર્યોથી રહિત.