Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Kuber” · clear
- Kuber
- ( પુરાણ ) ઇંદ્રના નવનિધિનો ભંડારી દેવતા; યક્ષોનો રાજા; દેવોનો ખજાનચી. તે મહાદેવનો મિત્ર છે. વિશ્રવસ્ ઋષિનો તે પુત્ર થાય. કોઇ તેને પુલસ્તમ ઋષિનો પુત્ર કહે છે. તેની માતાનું નામ ઇલાવિલા છે. તેની સ્ત્રીનું નામ યાક્ષી, ચાર્વી અથવા કૌબેરી છે. મણિગ્રીવ અથવા વર્ણકવિ અને નલકુબેર તેના દીકરા અને મીનાક્ષી તેની દીકરી થાય. તે ધનનો અધિપતિ અને ઉત્તર દિશાનો રક્ષક દેવ છે. યક્ષો તેની આસપાસ વીંટાઇ વળ્યા છે. તેણે સુવર્ણમય વસ્ત્રો પહેર્યાં છે, પીળા ઘોડા ઉપર બેઠો છે અને હાથમાં સોનાની ઢાલ લીધી છે. રાવણનો તે ઓરમાન ભાઇ થાય. કુબેરની નગરી અલકા છે. અલકાને પ્રભા, વસુધરા અને વસુસ્થલિ પણ કહે છે. તેના બગીચાનું નામ ચૈત્રરક્ષ છે. બ્રહ્માએ તેને પુષ્પક વિમાન આપ્યું હતું. એણે દશ હજાર વર્ષ તપ કરવાથી બ્રહ્માએ તેના ઉપર પ્રસન્ન થઇ લંકાનું રાજ્ય આપ્યું હતું, પણ તેના પિતાએ લંકાનું રાજ્ય રાવણને અપાવ્યું તેથી તે અલકાપુરીમાં જઈ રહ્યો. જ્યારે રાવણે દેવતા ઉપર જુલ્મ કરવા માંડ્યો ત્યારે કુબેરે તેને ઠપકો આપવાથી રાવણે તેનું પુષ્પક વિમાન લઈ લીધું અને તેને અલકાપુરીમાંથી કાઢી મુક્યો હતો. કુબેરને એક આંકની જગ્યાએ પીળું ચાઠું, ત્રણ પગ અને આઠ દાંત છે. તેના નામનો અક્ષરાર્થ દુષ્ટ શરીર થાય છે. તેની પૂજા થતી નથી. તેની મૂર્તિ નથી. ધન મેળવનાર હિંદુઓ લક્ષ્મી કે ગણેશની પૂજા કરે છે. તેને કુતનુ, ધનપતિ, ઇચ્છાવસુ, યક્ષરાજ, મયુરાજ, રાજસેંદ્ર, રત્નગર્ભ, રાજરાજ, નરરાજ, વૈશ્રવણ, પૌલસ્ત્ય, ઐદવિદ, ઐલવિલ, ઈશસખા, ત્ર્યંબકસખ, ગુહ્યેકશ્વર, ગુહ્યકપતિ, મનુષ્યધર્મા, ધનદ, ધનાધિપ, કિન્નરેશ, નરવાહન, યજ્ઞ, એકપિંગ, ઐડવિલ, ઐડવિડ, શ્રીદ, પુષ્યજનેશ્વર વગેરે અનેક બીજાં નામ છે. એનું મુખ્ય નામ સોમ છે. તે ઉપરથી ઉત્તર દિશાનું નામ સૌમ્ય છે. | એ નામનો એક કોળી ભક્ત. સારસા નામના ગામમાં તેના ઘરબાર હતાં. ઘણા ઉચ્ચ વર્ગના લોકોએ તેનો ઉપદેશ માથે ચડાવ્યો હતો. | એક જાતનું ભૂત. એ ભૂત પોતાના ભોગને ઉદ્ધત અને અભિમાની બનાવે છે અને તે ઘરેણાંને માટે તીવ્ર ઇચ્છાવાળો થાય છે. | ( શિલ્પ ) એક જાતનું ષટ્દારુયુક્ત ત્રિશાળ ઘર. જે ત્રિશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદ હોય, તે ઘરની જમણી તરફ એક અલિંદ અને પછીતે અલિંદ હોય અને તેનું મુખ પશ્ચિમ તરફ હોય તો તે કુબેર નામનું ઘર કહેવાય છે. જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિંદ હોય, ઘર વચ્ચે ષટ્દારુ હોય તથા ઘર પૂર્વ દિશાના મુખવાળું હોય તો તે પણ કુબેર નામનું ઘર કહેવાય. | ઘણો જ પૈસાદાર માણસ. | ( પિંગળ ) છ ગુરુ અને છવ્વીસ લઘુ મળી બત્રીશ વર્ણનો એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે નંદ છંદનો ભેદ છે. | નંદી વૃક્ષ. | પરમેશ્વર. તે બધાને ઢાંકે છે. | ( જૈન ) વર્તમાન અવસર્પિણીના ઓગણીશમા અર્હતના એક ઉપાસક. | વિષુવાંશ ત્રણસો પચીસ અને દક્ષિણ ક્રાંત્યંશ છવ્વીસમાં આવેલો ત્રીજો મહત્ત્વનો તારો. | ખરાબ શરીરવાળું; બેડોળ. | મૂર્ખ.