Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Lakshmi · clear

Lakshmi
( પિંગળ ) એ નામનો આઠ અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તે અનુષ્ટુપ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં બે રગણ, ગુરુ અને લઘુ આવે છે. વધુ + | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે ઉષ્ણોદક છંદનો એક ભેદ છે. તેને શીર્ષાછંદ પણ કહે છે. | ( પિંગળ ) એક ચતુસ્ર જાતિ વર્ણમેળ છંદ. તેમાં ૪૨ માત્રા અને તાલ હોય છે. તેનાં તાલસ્થાન ૧, ૫, ૭, ૯, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨0, ૨૫, ૨૮, ૩૦, ૩૨, ૩૪, ૩૭, ૩૯ અને ૪૧ માત્રા ઉપર આવે છે. | ( પિંગળ ) ચોવીશ અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં આઠ રગણ હોય છે. આ છંદ સંસ્કૃતિ છંદનો એક ભેદ છે. તેને સ્વૈરિણી ક્રીડન છંદ પણ કહે છે. | ( પિંગળ ) ચૌદ અક્ષરનો એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં સગણ, મગણ, તગણ, નગણ અને બે ગુરુ હોય છે. તેના દરેક ચરણમાં ચૌદમા અક્ષરે યતિ આવે છે. વધુ + | ( પિંગળ ) ત્રીશ અક્ષરનો એક માત્રામેળ છંદ. તે આર્યા છંદનો એક ભેદ છે. તેને લચ્છી છંદ પણ કહે છે. તેમાં ૩ લઘુ અને ૨૭ ગુરુ મળી ૫૭ માત્રા હોય છે. | પરમાત્મા. | ( પિંગળ ) સાત અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તે શીર્ષા છંદનો ભેદ છે. તેના દરેક ચરણમાં બે મગણ અને ગુરુ આવે છે. | અતિમાનુષ શક્તિ. | આબાદી. | ઋદ્ધિ ઔષધિ. | ગૃહિણી; સ્ત્રી; પત્ની. વધુ + | ચંદ્રની અગિયારમી કળાનું નામ. | ચૌદ માંહેની એ નામની એક યક્ષિણી. તેનાં નામ આ પ્રમાણે છેઃ મહાયક્ષિણી, સુરસુંદરી, મનોહરી, કનકાવતી, કામેશ્વરી, રતિકરી, પદ્મિની, નટી, અનુરાગિણી, વિશાલા, ચંદ્રિકા, લક્ષ્મી, શોભના અને મદના. | તુંગા; શમી; ખીજડો; શિવા; મંગલ્યા; એક જાતની વનસ્પતિ. | દીકરી; પુત્રી. વધુ + | દુર્ગા. | દૈવી સ્ત્રી. | ધન આપનારી દેવી; ધનદેવતા. | પીડા; દુઃખ. | પુરાણ અનુસાર બ્રહ્માના ત્રીશ માંહેનો ત્રેવીશમો દિવસ. | પૈસો; સંપત્તિ; ધન; દોલત. કહ્યું છે કે, લક્ષ્મીનો ઉપયોગ દુઃખી મનુષ્યોને દાન આપી તેઓને દુઃખમાંથી છોડાવવા માટે, પુણ્ય ઉપાર્જન કરવા માટે કે પરોપકાર માટે કરવો એ છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે, સ્ત્રીનો નપુંસક પતિ અને લક્ષ્મીનો કૃપણ માલિક એ બંને નિરર્થક છે. વળી બીજે પ્રકારે ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર, આરોગ્ય, આશ્રય, આવરદા, ઉદ્યમ, સંતોષ અને જ્ઞાન તે પણ લક્ષ્મી મનાય છે. લક્ષ્મી દશ પ્રકારની કહેવાય છેઃ રોકડ પૈસો, ખેતર કે જાગીર, સુખસાધન, વાહન, ઢોર, સ્ત્રી, છોકરાં, મકાન કે ઘર, સુકુળમાં જન્મ અને આબરૂ કે ઇજ્જત. જે ઘરમાં વડીલોની પૂજા, સત્કાર, આદર, સન્માન, બહુ માન અને વિનય આદિ થતાં હોય, અનાજ સુસંસ્કૃત અને નીતિથી પેદા કરેલું હોય અને શુદ્ધમાં શુદ્ધ આહાર હોય અને જે ઘરમાં કદિ ક્લેશ ન હોય એવા લક્ષણયુક્ત ઘરમાં લક્ષ્મી વાસ કરે છે. વિદ્યાવિજયજી કહે છે કેઃ લક્ષ્મીના ચાર પુત્ર છેઃ ધર્મ, અગ્નિ, રાજા અને ચોર. સૌથી મોટો પુત્ર ધર્મ છે. તેનું અપમાન કરવામાં આવે અર્થાત્ દાન દેવામાં ન આવે તો તેના ત્રણ નાના ભાઈ કોપાયમાન થાય છે. પરિણામ એ આવે છે કે ચોર કે ડાકૂ લક્ષ્મી લઈ જાય છે, રાજા પડાવી લે છે અથવા અગ્નિમાં સ્વાહા થઈ જાય છે. આજકાલ તો ક્રાંતિકારીઓનો જમાનો છે. પૂંજીવાદના શત્રુ બહુ પેદા થયા છે. કોઈ દિવસ તમંચો લઈ છાતી ઉપર ચડી બેસે છે, તિજોરીની ચાવીઓ માગે છે અને તેનાથી તિજોરી ન ઉઘડે તો તિજોરી ઉઘાડીને બધો ખજાનો ખાલી કરી દેવો પડે છે. આવે વખતે બધું દઈ દે છે, પણ હાથથી દાન નથી કરાતું માટે દરેક પોતાની સંપત્તિના ચાર વિભાગ કરવા જોઈએ. (૧) એક ભાગ ખજાનામાં રાખવો, (૨) એક ભાગ પોતાના કુટુંબ પરિવારના પોષણ માટે રાખવો, (૩) એક ભાગ વેપારમાં રોકવો અને (૪) એક ભાગ ધર્માદા વગેરે શુભ કામોમાં ખર્ચવો. શાસ્ત્રકાર પણ કહે છે કેઃ લક્ષ્મ્યાઃ દાનં, દાનાત્ લક્ષ્મીઃ અર્થાત્ લક્ષ્મી હોય તો દાન અવશ્ય કરવું, દાન કરવાથી લક્ષ્મી અવશ્ય આવવાની. આ ચક્ર બરાબર ચાલતું રહે છે. જો લક્ષ્મી ઉપાર્જન કરવી હોય અને એ સાથે પુણ્ય પણ ઉપાર્જન કરવું હોય અને એ બંને ચીજ પ્રાપ્ત કરવી હોય તો સંપતિના ચાર હિસ્સા કરી લેવા. તેમ કરવાથી તમે દાની બનશો, તમારો ખજાનો ભરપૂર થતો જશે. કોઈ વખત દુઃખી નહિ થાઓ. બાળબચ્ચાં વગેરે પરિવારના રક્ષણની ચિંતા નહિ રહે. કદાચ નસીબજોગે એવો પ્રસંગ આવી જાય, વેપારરોજગાર તૂટી જાય, તો પણ ખજાનો ભરેલ હોવાથી તેમાંથી ખર્ચ નીકળે, આરામથી જિંદગી ગુજારી શકાય. વધુ + | ફલિની વૃક્ષ. | બ્રહ્માની આઠ માંહેની એક કલા. | ભાગ્યશાળી સ્ત્રી. | મેંઢાશિંગી નામની વનસ્પતિ. | મોક્ષની પ્રાપ્તિ. | મોતી. | રાજસત્તા. | વિજય. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. તે પૃથ્વીનો આધારે છે એટલું જ નહિ પરંતુ તેની લક્ષ્મી એટલે શોભા પણ છે તેથી તે લક્ષ્મી કહેવાય છે. | વેશ્યા. | શોભા; શ્રી; સૌંદર્ય. | શ્રીમદ્વલ્લભાચાર્યની એ નામની સ્ત્રી. | શ્રેષ્ઠતા; સૌથી ચડિયાતું હોવું તે. | સદ્ભાગ્ય; સારૂં નસીબ. | સફેદ તુલસી. | સમુદ્રમંથનમાંથી મળેલ ચૌદ માંહેનું એક રત્ન; વિષ્ણુની સ્ત્રી; સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી; ધનની અધિષ્ઠાત્રી દેવી. લક્ષ્મીનાં ઘણાં નામ છે. જેમકે, કમલા, સિંધુજા, માયા, ઇંદિરા, જલધિજા, ચંચલા, લોલા, હરિપ્રિયા, લોકમાતા, શ્રી, ક્ષીરાબ્ધિતનયા, પદ્મા, કમલા, ધરણી, સીતા, રુકિમણી, મા પદ્માલયા, સિંધુસુતા, વિષ્ણુવલ્લભા, ચપલા, વગેરે. લક્ષ્મી શબ્દ પ્રથમ ઋગ્વેદમાં વપરાયો. ત્યાં તેનો અર્થ સારું નસીબ એવો થાય છે. તૈત્તિરીય સંહિતામાં લક્ષ્મી અને શ્રી બંને આદિત્યની પત્ની હોવાનું જણાવેલ છે. તે કમળના આસન ઉપર બિરાજમાન પ્રકાશમાન દેવી છે. તેની ઉત્પત્તિ દેવ તથા દાનવોએ સમુદ્રમંથન કર્યું તેમાંથી છે. એટલે સમુદ્ર તેના પિતા તથા વિષ્ણુ તેના સ્વામી છે. અલૌકિક રૂપ અને સૌંદર્યની તે દેવી છે. આખા હિંદમાં સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યદેવી તરીકે તે પૂજાય છે. વિષ્ણુ જે સ્વરૂપ લે છે તેને અનુકૂળ લક્ષ્મી પણ રૂપ ધારણ કરે છે. દેવોએ તેના અમુક અમુક ગુણો લીધા છે. તે સ્વભાવે ચંચલ અને ધર્મના નમૂના રૂપ છે. કામદેવ તેના પુત્ર છે. દિવાળીના દિવસોમાં લોકો તેનું પૂજન કરે છે. સ્વર્ગની સૌથી પહેલી શાસ્ત્રીય નર્તકી લક્ષ્મી મનાય છે. શરીરે રત્નજડિત અલંકારો સર્જીને અને પગમાં નુપૂર પહેરીને લક્ષ્મીએ એવી દિવ્ય છટાથી નૃત્ય કર્યું કે ઇંદ્રરાજાની આખી સભાએ તેની પ્રશંસા કરી અને ત્યારથી તેને સ્વર્ગની અપ્સરાઓની અધિષ્ઠાત્રિનું પદ પ્રાપ્ત થયું. અપ્સરાઓને તેમણે જ નૃત્ય શીખવ્યું. એ દૈવી જ્ઞાન મનુષ્યોને આપનારાઓમાં લક્ષ્મી પણ ગણાય છે. વધુ + | સીતાજીનું એક નામ. | સ્થલપદ્મિની નામનો છોડ. | હળદર. | પદ્મ; કમળ. | ભગ; યોનિ.