Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Lav” · clear
- ãsopãlav
- હિંદુસ્તાન અને સીલોનમાં થતું આંબાના જેવું મોટું, સીધું અને હમેશ લીલું રહેતું થડ ઉપર લીસી કાળી બદામી છાલવાળું ઝાડ; અશોક; જાસુંદી, કંકાલી, કંકેલી; વંજુલ; વિશોક. તે સ્વાદિષ્ઠ ઠંડો, હાડકાંને સાંધનાર, ફાયદાકારક, સુગંધવાળો, જીવડાંનો નાશ કરનાર, તૂરો, શરીરની કાંતિ વધારનાર, સ્ત્રીઓનો શોક દૂર કરનાર, ઝાડા મટાડનાર, પિત્તકર અને બળતરા, ગાંઠ, ઉદરશૂળ, આફરો, વિષ, હરસ, નારું, તરસ, શોથ, અપચો અને રક્તરોગ મટાડનાર છે. આ ઝાડની ડાળીઓ ચોતરફ ફેલાવાથી મથાળું ઘટાદાર લાગે. એનાં કરચલીવાળા લીસા ચકચકિત લાંબા પાનાં શૂભ પ્રસંગે તોરણ બનાવાય. જાન્યુઅરિથી મે માસ સુધી ફૂલનાં લૂમખાં ડાળીએ છેડે આવે. શરૂઆતમાં ફૂલ ચકચકિત નારંગી રંગના અને પછી રાતાં થઈ જાય છે. ફૂલ ખીલે ત્યારે અશોકનો સુંદર દેખાવ લાગે. ફૂલમાં ચાર અંડાકાર પાંખડી, ૪ થી ૭ બહાર નીકળતા પુંકેસર અને પુંકેસર ઉપર મૂત્રાશયના આકારના પરાગકોષ હોય. ૬ થી ૧૦ ઇંચ લાંબી શિંગ કાચી હોય ત્યારે રાતીચોળ દેખાય અને તેમાં ૪ થી ૮ લીલાં બિયાં હોય. ચોમાસામાં પાકતાં આ ઝાડનાં ફળ પક્ષીને બહુ ભાવે. લાકડું ઝાંખા બદામી રંગનું અને પોચું હોય છે. બંગાળી લોકો આ ઝાડનાં લાકડાને પેટી અને લેખણી બનાવવામાં વાપરે છે. મૂત્રાશયના દરદમાં તેની છાલ વપરાય. ફૂલનો ભૂકો પાણીમાં નાંખી પીવાથી ઝાડા મટે. હિંદી લોકોની નજરમાં આ ઝાડ પવિત્ર મનાતું હોવાથી ચૈત્ર સુદ તેરશને દિવસે આસોપાલવનું પૂજન થાય છે. આ ઝાડ કામદેવનું માનીતું હોઈ તે પ્રેમની સંજ્ઞારૂપ છે. સીતાજીને લંકામાં અશોક વનમાં રાખેલ, ત્યાં તેઓ પતિવ્રતાનું સૂચક મનાય છે. બૌદ્ધ ધર્મના લોકો પણ તેને પવિત્ર માને છે. કારણ કે બુદ્ધ ભગવાન અશોકના ઝાડ નીચે જન્મ્યા હતા. સંસ્કૃત કાવ્ય પ્રમાણે આ ઝાડ બહુ લાગણીવાળું મનાતું હોઈ જો કોઈ સુંદર સ્ત્રી તેને અડે તો તરત જ ફૂલ આવે.
- lav
- ( ગણિત ) અપૂર્ણાંકનો અંશ. | અંશ; ભાગ; કટકો; અલ્પાંશ; થોડો ભાગ; લેશમાત્ર. | આઠ ક્ષણ જેટલો વખત. સોયની અણીથી કમલદલને વીંધતાં જે વખત જાય તેને ક્ષણ કહે છે. ૨ ત્રુટિ = લવ. ૨ લવ = નિમેષ. | આંખના પલકારાનો ૬૦ મો ભાગ. | ( કાવ્ય ) એ નામનો એક અલંકાર. | એક જાતનું પક્ષી; લવા પક્ષી. | કણ; દાણો; અણુ; બીજ. | કેશ; વાળ. | ખૂણો માપવાનું એક માપ; અંશ; `ડીગ્રી`. | ચૂંટવું તે; તોડવું તે. ફુલ માટે વપરાય છે. | છસો છાંસઠ વર્ષ અને આઠ માસનો વખત. માનુષિક વર્ષ ૬૬૬ અને ૮ માસ જ્યારે થાય છે ત્યારે બ્રહ્માનું ૧ લવ થાય છે. | છેદન; કાપવું તે. | ( સંગીત ) તબલા કે બાંયામાં ચાંટ અને થાપની વચ્ચેનો તબલાનો ભાગ. | નિમેષનો છઠ્ઠો ભાગ; આંખના પલકારાના છઠ્ઠા ભાગ જેટલો સમય; એક મુહૂર્ત એટલે બે ઘડીનો સત્તોતેરમો ભાગ. | પ્રેમ; સ્નેહ. | બે અક્ષર જેટલો વખત. ૨ માત્રા = અક્ષર ૨ અક્ષર = લવ. ૨ લવ = ૧ ક્ષણ | રમત. | લણવું તે. | લાવણી. | વિનાશ. | શિવ; શંકર. | સુરાગાયના પૂંછડાના વાળ. તે ચામર બનાવવાના ઉપયોગમાં આવે છે. | ( પુરાણ ) સૂર્યવંશી ઇક્ષ્વાકૂ કુળમાં રામને સીતાની કુખે થયેલ બે માંહેનો નાનો પુત્ર. તેનો જન્મ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં થયો હતો. તે ઉત્તર કોસલની અંદર આવેલ શ્રાવસ્તીપુરીનો રાજા હતો. | ધૂન. | લવારો; બકબકાટ; લવલવાટ; બકવાટ; લવરી; લખાળો. વધુ + | ખસ. | જાયફળ. | ટીપું; બિંદુ. વધુ + | લવિંગ. | નાનું; લઘુ. વધુ + | બકવાદ કરનાર; બહુ બોલું. | લગાર; જરા; થોડુંક; લવલેશ; અલ્પ; લગરીક; કંઈક. | સુગંધીવાળો.