Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Mãgdhi” · clear
- Mãgdhi
- ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ; સુખ; સામન; સાવન; સવૈયો; અંબુજ; કુંદલતા; કિશોર; માલતી. તે ઉત્કૃતિ છંદનો એક ભેદ છે. તેને વશંવદ છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં ૮ સગણ અને બે લઘુ મળી છવ્વીસ અક્ષર હોય છે. તેમાં બારમા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે. | અંતઃપુરમાં રહેનારી બંદીજનની સ્ત્રી; ચારણની સ્ત્રી; માગધની સ્ત્રી. | એક જાતની એલચી; નાની ઇલાયચી. | એક જાતની પ્રાકૃત ભાષા; પ્રાકૃત છ માંહેની એક બોલી; મગધ અને બંગાળામાં બોલાતી એક પ્રાકૃત ભાષા; મધ્ય પ્રાકૃત પરથી ઉદ્ભવેલી ત્રણ માંહેની એક ભાષા. બૌદ્ધ અને જૈન ધર્મનું અસલ લખાણ તેમાં છે. પ્રાકૃતના સૌથી પહેલા પ્રશ્ચાત્ય અને પ્રાચી એમ બે વિભાગો હતા. આ બે ભાગો ઈ.સ. ની શરૂઆતથી એક હજાર વર્ષ સુધીમાં ધીમે ધીમે અપભ્રંશ, શૌરંસેની, માગધી અને અર્ધમાગધી એ ચાર વિભાગોમાં વહેંચાઈ ગયા હતા અને તેમની અર્વાચીન ભાષાઓનો જન્મ અગિયારમાં શતકના પ્રારંભની આસપાસના સમયમાં થયો હોય તેમ લાગે છે. તેનો એક પ્રકાર જૈન માગધી હતો. આ ભાષાને પ્રો. વેબર પાલી પછીની અન્ય પ્રાકૃતો પહેલાંની જૈનોના ધાર્મિક ગ્રંથોની ભાષા માને છે. હેમચંદ્ર તેને જુદી વર્ણવતા નથી. પરંતુ મુખ્ય પ્રાકૃત માને છે. સંસ્કૃત સાહિત્યમાં માગધી નીચ પાત્રો પરત્વે યોજાય છે. માગધીના દૃષ્ટાંતરૂપે હેમચંદ્ર શાકુંતલ નાટકમાં માછીની ભાષાનું દૃષ્ટાંત આપે છે. મુદ્રારાક્ષસમાં ક્ષપણક અને વેણીસંહારમાં રુધિરપ્રિયની બોલી પણ આ જ છે. ચંડે પૈશાચી સાથે ચાર ભાષાઓ વર્ણવી. તે પૂર્વેની ભાષાને માગધી કહે છે. વરરુચિએ મુખ્યત્વે કરીને મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી અને પૈશાચી એમ વિભાગ પાડ્યા છે. મહારાષ્ટ્રી, માગધી અને શૌરસેનીનાં નામ પ્રાંતના નામ ઉપરથી પાડ્યાં છે. માગધીનું મુખ્ય સ્થળ મગધ કે અર્વાચીન દક્ષિણ બિહાર હતું. પશ્ચિમ તરફ તે કાશી સુધી ફેલાયેલ હતી. | ક્ષત્રિય માતા અને વૈશ્ય પિતાની પુત્રી. | જૂઈ; એક જાતનું જાસમીન. | નંદીસૂત્રમાં જણાવેલી એક લિપિ. | મગધ દેશની સ્ત્રી. | લીંડીપીપર. પીપર મગધ દેશમાં થાય છે માટે તેને માગધી કહે છે. વધુ + | શોણ નામની નદી. | સાકર; ખાંડ. | મગધ દેશનું; મગધ સંબંધી.