Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “MUKTI” · clear
- mukti
- અભેદબુદ્ધિ. | ખોલવું તે. | ચારની સંજ્ઞા; ચોગડો. | ચોસઠ માંહેની એક માનસતત્ત્વદેવતા. | છૂટાપણું; છુટકારો; મુક્તપણું; સ્વતંત્રપણું; છૂટ. | છોડી દેવું તે; મૂકી દેવું તે; ત્યાગ. | જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો ક્ષય. | દેણું વગેરે ચૂકવવું કે ભરપાઈ કરી દેવું તે. | ફેંકવું તે. | બંધથી છુટકારો; બંધનશૂન્યપણું. વધુ + | ભગ, | માફી; નિર્ભયત્વ. | મોકળાપણું. | મોક્ષ; દેહ તથા ઈંદ્રિયોથી આત્માનો છુટકારો; આત્યંતિક દુ:ખનિવૃત્તિ અને નિત્ય સુખની પ્રાપ્તિ; સંસારબંધનથી રહિતપણું; બ્રહ્મસ્વરૂપ પ્રાપ્તિ. વધુ + | રાજગરાના લોટ ઉપર ખાંડ ચડાવી બનાવેલી વાની. અપવાસમાં કેટલાક લોકો તે ખાય છે. | સંસારબંધનથી કે પાપ છૂટવાથી થતી ઈશ્વરપ્રાપ્તિ; મોક્ષ; નિર્વાણ; કૈવલ્ય; પાપમુક્તિ; અપવર્ગ; સંસારની માયાના બંધનમાંથી અને જન્મમરણના ફેરામાંથી સદાના છૂટા થઈ જવું તે; બ્રહ્મરૂપને પ્રાપ્ત કરવું તે. આત્માનું દેહ અને ઈંદ્રિયોના બંધનથી મુક્ત થવું તે.વેદાંતના મત અનુસાર જે વખતે શરીરમાં કોઈ દુ:ખનો પ્રાગભાવ ન રહે તે વખતે થનારો દુ:ખધ્વંસ એ જ મુક્તિ છે. સાંખ્ય મત પ્રમાણે ત્રિવિધ દુ:ખના અત્યંત નિરોધપૂર્વક પુરુષ પોતાના અકર્તા, ઉદાસીન, કૂટસ્થરૂપે રહે છે એ મુક્તિ કહેવાય છે. અષ્ટાંગ યોગ વડે પંચકલેશાદિની નિવૃત્તિ થયાથી સ્વતંત્રતાની જે પ્રાપ્તિ તે મુક્તિ. પાશુપત શાસ્ત્રમાં પશુપતિનાં પૂજન અર્ચન આદિક ધર્મોના અનુષ્ઠાનથી જીવરૂપ પશુના બંધનરૂપ પાશની નિવૃત્તિ થયે પુનરાવૃત્તિરહિત પશુપતિની સમીપ ગમન તે મુક્તિ એમ કહ્યું છે. વૈષ્ણવો માને છે કે, વિષ્ણુના પ્રસાદથી જીવનું પુનરાવૃત્તિથી રહિત વિષ્ણુલોકમાં ગમન તે મુક્તિ. ભગવાનના યથાર્થ સ્વરૂપનો અનુભવ તે જ જીવની મુક્તિ એમ રામાનુજ સંપ્રદાયવાળા માને છે. જગત્કર્તૃત્વ, લક્ષ્મી અને શ્રીવત્સ આ ત્રણ સિવાય બીજા જે ભગવાનના નિરતિશયાનંદાદિ ધર્મ છે તે ધર્મો જેવા ધર્મોની જીવને પ્રાપ્તિ થાય તેનું નામ મુક્તિ એમ શ્રી મધ્વાચાર્યનો મત છે. ગોલોકમાં બે હાથવાળા કૃષ્ણ ભગવાન સાથે તેના અંશરૂપ જીવોને જે રાસલીલાનો અનુભવ તે મુક્તિ એમ શ્રી વલ્લભાચાર્યજીનો મત છે. મુક્તિના બીજા પ્રકાર આ પ્રમાણે છે: જે વૈકુંઠલોકમાં ભગવાન રહે છે તે લોકની પ્રાપ્તિ તે સાલોક્ય મુક્તિ. વૈકુંઠ લોકમાં પણ વિષ્ણુ ભગવાનની સમીપતાની પ્રાપ્તિ તે સામીપ્ય મુક્તિ. સમીપતા પ્રાપ્ત થયા પછી પણ વિષ્ણુ ભગવાનના જેવા રૂપની પ્રાપ્તિ તે સારૂપ્ય મુક્તિ. વિષ્ણુ, ભગવાનના સ્વરૂપમાં જીવાત્માનો લય તે સાયુજ્ય મુક્તિ. પ્રશ્નોપનિષદમાં લખેલ છે કે, ઉપનિષદમાં મુક્તિ સમજાવવા માટે સાપનું દૃષ્ટાંત આપેલ છે. જેમ સાપ જૂની કાંચળીને સ્વયં ત્યાગે છે તેમ પાપપુણ્યથી પર થયેલ પુરુષ મુક્તિ સુખનો જીવતાં જીવંત અનુભવ કરતો હોઈ ને જાણે કાંચળી જેવા શરીરને તજે છે. તેને શરીર વગેરેનું અભિમાન રહેતું નથી. અર્થાત્ તેને સશરીર મુ્ક્તિ જ મળે છે. આ છે પરિપૂર્ણ પરમાત્માના નામ સ્મરણનું અર્થાત્ ૐકાર કે પ્રણવ જપનું ફળ. વિષયોથી ઈંદ્રિયો ઉત્તમ છે. ઈંદ્રિયોથી મન ઉત્તમ છે, મનથી બુદ્ધિસત્ત્વ ઉત્તમ છે, એ બુદ્ધિસત્ત્વથી મહત્તત્ત્વ ઉત્તમ છે. એ મહાત્તત્ત્વથી પ્રકૃતિ ઉત્તમ છે અને એ પ્રકૃતિથી પણ પુરુષ અર્થાત્ આત્મા ઉત્તમ છે. ઉત્તમતાની અવધિ આત્મામાં છે. આત્મા સર્વવ્યાપક છે, ચેતન છે, આનંદ સ્વરૂપ છે. અલિંગ છે એટલે કે કાર્યકારણ ભાવ સિવાયનો હોઈ ને નિત્ય સિદ્ધ સ્વભાવ છે; આથી સમજુ પુરુષ વિષયાનંદમાં ન રાચે, ઈંદ્રિયાનંદમાં ન મહાલે, બૌદ્ધિક આનંદમાં ન લહેર માને, મહત્તત્ત્વ અને કાર્યકારણ ભાવની અવધિરૂપ પ્રકૃતિમાં સમાધિમય થઈ તે પરિણામી નિત્ય અનાત્મ તત્ત્વોમાં આનંદ ન પામે. તે તો આ બધાનો દોષદર્શી હોઈને જ્યાં પરિણામ, તાપ કે સંસાર દુ:ખની માત્રા પણ નથી પણ કેવળ આનંદ છે. નિત્ય આનંદનું ધામ છે. એવા કુટસ્થસ્થિત આત્મામા જ પ્રતિષ્ઠા મેળવી તે બ્રહ્માનંદનો અનુભવ કરશે અર્થાત્ પરમુક્તિને પામશે. વધુ +