Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
6 resultsfor “Man” · clear
- brãhman
- અગ્નિ. | આચાર્ય; ગોર. | આર્ય પ્રજાના ચાર માંહેના પહેલા વર્ણનો માણસ; સૌથી ઊંચી પંક્તિનો હિંદુ; દ્વિજ; વિપ્ર; વાડવ. શમ, દમ, તપ, શૌચ, ક્ષાંતિ, આર્જવ, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય એ બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મ છે. ઋગ્વેદના પુરુષસૂક્તમાં બ્રાહ્મણોની ઉત્પત્તિ વિરાટ કે બ્રહ્મના મુખથી થઈ છે એમ કહેલું છે. બ્રાહ્મણોનાં અધ્યયન, અધ્યાપન, યજન, યાજન, દાન અને પ્રતિગ્રહ આ છ કર્મ મનાય છે. તેથી તેને ષટ્કર્મા પણ કહે છે. બ્રાહ્મણના મુખમાં ગયેલી સામગ્રી દેવતાઓને મળે છે. બ્રાહ્મણોએ પોતાના ઉચ્ચ પદની રક્ષા માટે અત્યંત શુદ્ધ અને પવિત્ર આચરણ રાખવું પડતું. જેનાથી કોઈ પણ પ્રાણીને દુઃખ પહોંચે એવી આજીવિકાનો તેને માટે નિષેધ છે. મનુએ કહ્યું છે કેઃ બ્રાહ્મણોએ ઋત, અમૃત, મૃત, પ્રમૃત કે સત્યાનૃત દ્વારા પોતાનો જીવનનિર્વાહ કરવો જોઈએ. ઋતનો અર્થ છે ભૂમિ ઉપર પડેલા અનાજના દાણા વીણીને એટલે ઉંછવૃત્તિથી કે ખરી પડેલ ડૂંડાંમાંથી દાણા કાઢીને શિલવૃત્તિથી જીવનનિર્વાહ કરવો. માગ્યા વિના જે કાંઈ મળી આવે તે લઈ લેવું તેને અમૃતવૃત્તિ કહે છે. ભિક્ષા માગવાનું નામ મૃતવૃત્તિ. ખેતી પ્રમૃત વૃત્તિ છે અને વેપાર એ સત્યાનૃતવૃત્તિ છે. આ વૃત્તિઓ અનુસાર બ્રાહ્મણ ચાર પ્રકારના કહેવાય છેઃ કુશૂલધાન્યક, કુંભીધાન્યક, ત્ર્યૈહિક અને અશ્વસ્તતિક. જે ત્રણ વર્ષ માટે અન્નાદિ સામગ્રી સંચિત કરી રાખે તેને કુશૂલધાન્યક, એક વર્ષ માટે સંચિત કરે તેને કુંભીધાન્યક, ત્રણ દિવસ માટે રાખે તેને ત્ર્યૈહિક અને જે નિત્ય લાવે ને નિત્ય ખાય તેને અશ્વસ્તનિક કહે છે. આ ચારેયમાં અશ્વસ્તનિક શ્રેષ્ઠ મનાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ વર્ણને ઉપવીતનો અધિકાર છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિમાં લખેલ છે કેઃ સમાજમાં સૌથી વધારે માન બ્રાહ્મણોનું હતું. શિક્ષા અને વિદ્યામાં બધાથી ઊંચા તેઓ જ હતા. બધા વર્ણોવાળા તેમની પ્રધાનતા માનતા. ઘણાં કાર્યો લગભગ બ્રાહ્મણોને માટે જ સુરક્ષિત રહેતાં. તેઓ શાસન કાર્યમાં પણ પૂરતો ભાગ લેતા. પ્રાયઃ મંત્રી પણ બ્રાહ્મણો રહેતા અને કોઈ વાર સેનાપતિ પણ બનતા. બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે યજ્ઞાદિ બંધ થવાથી ઘણા બ્રાહ્મણોની આજીવિકા નષ્ટ થઈ ગઈ. આથી તેઓ બીજાં કામ પણ કરવા લાગ્યા. તેઓ વૈશ્ય અને ક્ષત્રિયનાં કામ પણ કરવા લાગ્યા. પરાશર સ્મૃતિમાં બધા વર્ણોને ખેડ કરવાની આજ્ઞા છે. આ સિવાય મધ્યકાલમાં બધા વર્ણને શસ્ત્ર ગ્રહણ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો, એટલું જ નહિ પણ તે વખતે બ્રાહ્મણ શિલ્પ, વ્યાપાર અને દુકાનદારી પણ કરતા. આમ કરવા છતાં તેઓ મીઠું, તેલ, દૂધ, શરાબ અને માંસ જેવા પદાર્થો ન વેચતા. તેમનું ભોજન બીજા વર્ણોથી વધારે શુદ્ધ અને સાત્ત્વિક હતું. ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો તેમનો વિચાર પ્રબળ હતો. રાજનિયમોમાં પણ તેમને ઘણી છૂટ મળતી. ઈ. સ. ૬૦૦થી ૧૦૦૦ સુધી બ્રાહ્મણો ભિન્નભિન્ન જાતિઓમાં વિભિન્ન થયા જણાતા નથી. તે સમય સુધી બ્રાહ્મણોનો ભેદ શાખા અને ગોત્રનો ઉલ્લેખ કરવાથી થતો હતો કોંકણના બારમી સદીના લેખમાં બત્રીશ બ્રાહ્મણોનાં નામ દીધાં છે, જેમનાં ગોત્ર છે પણ શાખા નથી. તેમાં બ્રાહ્મણોનાં ઉપનામ પણ આપ્યાં છે. બારમી શતાબ્દિમાં આવાં ઉપનામોનો પ્રયોગ ઘણો થતો. જેમકે, દીક્ષિત, રાઉત, ઠાકુર, પાઠક, ઉપાધ્યાય, પટ્ટવર્ધન, શિલાલેખોમાં પંડિત, દીક્ષિત, દ્વિવેદી, ચતુર્વેદી, આવસ્થિક, માથુર, ત્રિપુર, અકોલા, ડેંડવાણ આદિ નામ મળે છે. તે નામો સ્પષ્ટ રીતે તેમનાં કાર્ય અને વાસસ્થાનથી નીકળ્યાં હોય તેમ લાગે છે. પાછળથી આમાંનાં ઘણાં ઉપનામ ભિન્નભિન્ન જાતિઓમાં પરિણમ્યાં. આ જાતિભેદ ક્રમશઃ વધતો ગયો. તેને વધવામાં બે ત્રણ બીજાં કારણોએ પણ સહાયતા આપી. જેમકે, ભોજનભેદ. માંસાહારી અને શાકાહારીના મોટા ભેદ બની ગયા. ભિન્નભિન્ન રીતરિવાજો અને વિચારોને લીધે પણ ઘણા ભેદ પેદા થયા. દાર્શનિક ભેદથી પણ ભેદ થયા. આથી જાતિભેદ વધતાં વધતાં આજ અનેક જાતિઓ થઈ ગઈ છે. અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી રાજા મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય નામનું વિશાળ શિવાલય બનાવરાવ્યું. તેની પ્રતિષ્ઠાને સમયે કનોજ, કુરુક્ષેત્ર વગેરે ઉત્તરીય પ્રદેશોથી હજાર બ્રાહ્મણોને બોલાવ્યા અને ગામ આદિ આપીને તેમને ત્યાં જ રાખ્યા. ઉત્તરમાંથી આવવાને લીધે તેઓ ઔદીચ્ય કહેવાયા અને ગુજરાતમાં વસવાથી પાછળથી તેમની પણ દ્રવિડોમાં થઈ ગઈ, જેની ગણના વાસ્તવિક રીતે ગૌડોમાં થવી જોઈતી હતી. બ્રાહ્મણોના મુખ્ય બે વિભાગ મનાય છેઃ પંચગૌડ ઉત્તર હિંદના અને પંચદ્રાવિડ દક્ષિણ હિંદના, પંચગૌડની પેટા જ્ઞાતિઓઃ કાન્યકુબ્જ, સારસ્વત, ગૌડ, મિથિલ અને ઉત્કલ. પંચદ્રાવિડની પેટા જ્ઞાતિઓઃ મહારાષ્ટ્ર, તેલિંગ, દ્રાવિડ, કર્ણાટ અને ગુજ્જર. વળી હિંદના જુદા જુદા પ્રાંતો પ્રમાણે બ્રાહ્મણોના પેટા વિભાગ અને તેમનાં વસતીસ્થળો નીચે પ્રમાણે છેઃ પ્રશ્નોરા બ્રાહ્મણ કાઠિયાવાડમાં, અગરવાલ ખાનદેશ તથા કચ્છ કાઠિયાવાડમાં, અગરસિંધવાળ ગુજરાતમાં, અનાવળા ભરૂચ તથા સુરત તરફ, ઉનેવાળ કાઠિયાવાડમાં રહે છે. ઉદાંબરા પંચમહાલ તથા રેવાકાંઠા તરફ, ઓસવાળ, બેલગામ તરફ, ઔદીચ્ય ગુજરાત તથા કાઠિયાવાડમાં, કપિલ ભરૂચ તરફ, કરહાડા પૂના તરફ, કંડોલિયા, કાચટિયા ને કાણા ધારવાડ તરફ, કાત્યાયની અને કાન્યકુબ્જ ગુજરાત તથા દક્ષિણ તરફ, કાસ્ત પૂના તરફ, કિરવંત રત્નાગિરિ તરફ, કોંકણસ્થ દક્ષિણમાં, ખડાયતા મહીકાંઠા તરફ, ખેડાવાળ ખેડા તથા કાઠિયાવાડ તરફ, ખોત કેનેરા તરફ, ગયાવળ અમદાવાદ તરફ, ગરુડા ગુજરાત, કચ્છ તથા કાઠિયાવાડ તરફ, ગૂગળી કાઠિયાવાડમાં, ગોડમાળવી અને ગોમતીવાળ મહીકાંઠા તરફ, ગોવર્ધન અને ગોળક થાણા તથા સતારા તરફ, ગૌડ સારસ્વત રત્નાગિરિ તરફ, ચિત્તપાવન દક્ષિણમાં, ચોવીસા ભરૂચ થતા રેવાકાંઠા તરફ, ચૌન અને જવળ રત્નાગિરિ તરફ, જંબુ ભરૂચ તરફ, જાઈ ખાનદેશ તરફ, જોશી કેનેરા તરફ, ઝાલોળા, ખેડા તરફ, તપોધન અમદાવાદ તથા ખેડા તરફ, તિર્ગુણ પૂના તરફ, તીગડ, દરેડા અને દધિચ ભરૂચ તથા ખેડા તરફ, દેવરૂખા કોલાબા તથા રત્નાગિરિ તરફ, ઋગ્વેદી દેશસ્થ તથા યજુર્વેદી દેશસ્થ દક્ષિણ તરફ, દેશાવળ સુરત તરફ, તપલ ખેડા તરફ, નર્ડીક ખંભાત તરફ, નંદવાણા કચ્છ તથા કાઠિયાવાડ તરફ, નંદોદ્રા રેવાકાંઠા તરફ, નાગર કાઠિયાવાડ તથા અમદાવાદ તરફ, પલેવાળ કચ્છ તથા કાઠિયાવાડ તરફ, પળશે થાણા તરફ, પાઠાલી અને પારાસર કચ્છ તરફ, પુડવાળ મુંબઈ તરફ, પોકર્ણા કાઠિયાવાડ તથા કચ્છ તરફ, પોરવાડ બેલગામ તરફ, બોરસદા ભરૂચ તથા ખેડા તરફ, ભાઠેલા અને ભાર્ગવ ભરૂચ તથા સુરત તરફ, ભૂખણિયા કાઠિયાવાડમાં, ભોજક અને મગ ગુજરાત તરફ, મધ્યાચલ ગુજરાત તરફ, માસ્તાન નામની અનાવલને મળતી જાત તથા મેગાડા ખેડા અને ભરૂચ તરફ, મૈત્રાયણી નાશક તરફ, મોઢ ગુજરાત તથા કાઠિયાવાડ તરફ, મોતાળા સુરત તરફ, યજ્ઞીકવાળ અમદાવાદ તથા ખેડા તરફ, રણવત ગુજરાત તરફ, રંગવાળ કચ્છ તરફ, રાયકવાળ ભરૂચ તથા ખેડા તરફ, રાવળ કચ્છ તથા કાઠિયાવાડ તરફ, રોધવાળ કે રોતવાળ રેવાકાંઠા તરફ, વડનગરા નાગર બ્રાહ્મણ અને વીશનગરા નાગર બ્રાહ્મણ બધે સ્થળે, વડાદ્રા ખેડા તરફ, વાયડા ભરૂચ તરફ, વાલમ ખેડા તથા કાઠિયાવાડ તરફ, વિદુર ખાનદેશ તથા અમદાવાદ તરફ, વેદાંત કચ્છ તરફ, વ્યાસ અમદાવાદ તથા ખેડા તરફ, શિવ, શેણવી અને શ્રીગોડ પંચમહાલ તરફ, શ્રીમાળી કાઠિયાવાડ તથા અમદાવાદ તરફ, સનાથ અને સનાદ્રા કચ્છ તરફ, સનાવળા અને સનોથિયા અમદાવાદ તરફ, સર્વરિયા રેવાકાંઠા તરફ, સલાશે સતારા તથા ધારવાડ તરફ, સાચોરા કચ્છ તથા કાઠિયાવાડ તરફ, સાજોદ્રા ભરૂચ તરફ, સાઠોદરા નાગર બ્રાહ્મણ અને સામવેદી થાણા તરફ, સારસ્વત કાઠિયાવાડ તરફ, સિંધવાળ અને સોમપુરા બ્રાહ્મણ કાઠિયાવાડ તરફ, સોરઠિયા કાઠિયાવાડમાં, હરસોળિયા સુરત તરફ, હલો તથા હવિગ બ્રાહ્મણો કેનેરા તરફ રહે છે. આ પ્રમાણે બ્રાહ્મણોની આશરે ચોરાશી પેટા જ્ઞાતિઓ મનાય છે. વધુ + | પવિત્ર અને જ્ઞાની પુરુષ. | ( જૈન ) રાગદ્વેષ, કલહ, ખોટી નિંદા, ચુગલી, કૂથલી, સંયમમાં અરતિ, વિષયોમાં રતિ, કૂડકપટ, જૂઠ વગેરે પાપકર્મોથી વિરક્ત થયેલો, મિથ્યા માન્યતારૂપી કાંટા વગરનો, સમ્યક્ પ્રવૃત્તિવાળો, પોતાના કલ્યાણમાં તત્પર, કદી ગુસ્સે થતો ન હોય કે અભિમાન કરતો ન હોય તેવો પુરુષ. | વિષ્ણુ. તે દૃશ્ય જગતને તત્ત્વબ્રહ્મરૂપે જોનાર, તત્ત્વબ્રહ્મનો સાક્ષાત્ બોધ કરનાર બ્રાહ્મવર્ણ છે, તથા બ્રાહ્મણરૂપથી સર્વ લોકોને ઉપદેશ કરે છે, તેથી બ્રાહ્મણ કહેવાય છે. | વેદ ઉપરથી બનેલ ગ્રંથ; મંત્ર અથવા સંહિતાથી જુદો વેદનો એક વિભાગ; મંત્રોનો જુદાં જુદાં કર્મોમાં વિનિયોગ જણાવનારો વેદનો ભાગ. વેદમંત્રોનો શેમાં ઉપયોગ કરવો તે તે જણાવે છે. બ્રાહ્મણગ્રંથોમાં વિધિ એટલે અમુક કરવું એવાં આજ્ઞાર્થક વચન, નિષેધ એટલે અમુક ન કરવું એવાં આજ્ઞાર્થક વચન અને અર્થવાદ એટલે તે બંને ઉપર રુચિ કરાવવા યોજેલી વાર્તારૂપ કે એવા જ કોઈ ખુલાસારૂપ વચન, એમ ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. બ્રાહ્મણગ્રંથ વેદ પછીના સમયના છે, છતાં તેઓ ઘણા પ્રાચીન છે. તેને શ્રુતિ ગણવામાં આવ્યા છે, કેમકે પ્રાચીન ઋષિઓનાં સૂક્તો ઉપરનું વિવરણ પણ તેમાં જોવામાં આવે છે. બ્રાહ્મણગ્રંથોમાં ગૂંચવાડામાં નાખી દે એવી યજ્ઞની વિધિઓ જોવામાં આવે છે. પણ તે સમયના લોકો તે સહેલાઈથી સમજતા હતા, કેમકે દરેક ઘરની અંદર અગ્નિ રાખવામાં આવતો અને દૈનિક તેમ જ પાક્ષિક યજ્ઞો કરવામાં આવતા. ઉપરાંત તેમાં બ્રહ્મવાદીની ચર્ચાઓ, નવી તેમ જ જૂની વેદના સમયની આખ્યાયિકાઓ જોવામાં આવે છે, મીમાંસકો યજ્ઞની વિધિ સંબંધી ચર્ચા તેમ જ આખ્યાયિકા વગેરે અર્થવાદના નામથી ઓળખે છે. બ્રાહ્મણગ્રંથો મુખ્યત્વે ગદ્યમાં લખાયા છે, પણ તેમાં અવારનવાર ગાથાઓ પણ જોવામાં આવે છે. બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ સાહિત્યને ખીલવા માટે ઓછામાં ઓછાં એક હજાર વર્ષ લાગ્યાં હોવાં જોઈએ. શતપથ બ્રાહ્મણ એ પહેલું બ્રાહ્મણ છે. એનો સમય ઈ. સ. પૂર્વે ૩,૦૦૦ હોય, તો બ્રાહ્મણ સાહિત્યનો સમય ઈ. સ. પૂર્વે ૩,૦૦૦ થી ૨,૦૦૦ સુધીનો ગણી શકાય. બ્રાહ્મણ સાહિત્ય સ્વરભારવાળું છતાં ઋગ્વેદ જેટલું જૂનું નથી, છતાં શિષ્ટ સંસ્કૃતને મળતું નથી, એટલું જ નહિ પણ પાણિનિના સમયના સંસ્કૃત કરતાં પણ જૂનું છે. યજ્ઞવિષયક હોવાથી ઘણી વાર કંટાળાભરેલું ને સમજવું મુશ્કેલ થી પડે એવું હોય છે. ફક્ત ઉપનિષદનું ગદ્ય સુંદર અને સરળ છે. બ્રાહ્મણના કોઈ કોઈ ઐતિહાસિક ભાગો પણ સુંદર છે. બ્રાહ્મણના સમયમાં વિષ્ણુ અને પ્રજાપતિ બધા દેવોમાં ઊંચું સ્થાન ભોગવે છે અને ઇંદ્ર અને બીજા દેવોનું સ્થાન ઋગ્વેદના સમય જેટલું ઊંચું નથી. | શિવનાં હજાર માંહેનું એક નામ. | એક પ્રકારની શ્રુતિ. | ખ્રિસ્તીની એ નામની એક અટક. | એ નામની અટકનું માણસ. | એક જાતનું મોતી. શુક્ર સરખું તેજસ્વી, જડ, નિર્મળ અને ધોળું મોતી બ્રાહ્મણ કહેવાય છે. | એ નામની અટકનું. | બ્રહ્મ જાણનાર; આત્મજ્ઞાની. | વેદને જાણનાર.
- man
- એક જાતની વનસ્પતિ; જટામાંસી. | ( પુરાણ ) બાર માંહેનો એ નામનો એક સાધ્યદેવ. | મણ; ચાલીસ શેરનું માપ. | મણિ; એક કીમતી પથ્થર. | શહેનશાહ અકબરના વખતનો એ નામે એક સોનાનો સિક્કો. તે ઇલાહી અને જલાલીના ચોથા ભાગનો હતો. | એ નામની ખુમાણ કાઠીની એક પેટા જ્ઞાતિ. | ઇચ્છા; મરજી; ભાવ; દાનત; ઝંખના. | ઉત્સાહ. | ( જૈન ) જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિ; વિચાર કરવામાં સહાયક એક પ્રકારનું સૂક્ષ્મ પરમાણુ. મનની એકાગ્રતામાં વિલક્ષણ શક્તિ હોય છે. એકલ્વ ધનુર્વિદ્યા મન એકાગ્ર કરીને શીખ્યો હતો. મહાન પુરુષો પ્રયત્નથી અને બ્રહ્મચર્યથી મનની એકાગ્રતા મેળવે છે. | ( કચ્છી ) દાબ. | દિલ; હૈયું; કાળજું; ચિત્ત; અંતઃકરણ, જ્યાંથી લાગણીઓનો જુસ્સો ઉભરાય છે તે અવયવ; બીજી ઇંદ્રિયોને તેમના કાર્ય કરવાની પ્રેરણા કરનાર ઇંદ્રિય; જ્ઞાનેંદ્રિય; સમજવાની, વિચારવાની અને ઇચ્છા કરવાની અંતરિંદ્રિય. ડૉ. જગદીશચંદ્ર બોઝની પ્રયોગશાળામાં એક યંત્ર છે. તે ઓરડીમાં માણસ આવે કે તરત જ તેના આવવાથી ઓરડીની હવાની ગરમીમાં જે અત્યંત સૂક્ષ્મ ફેરફાર થાય તે તે નોંધે છે. એટલે કે, નોંધનાર યંત્ર જેટલું વધારે ચોકસાઈવાળું, તેટલું તે સૂક્ષ્મ અને ચોક્કસ કામ કરી શકે. આપણું મન એવું જ યંત્ર છે. વસ્તુમાત્રની અનેકવિધ છાપ આપણા મન ઉપર પડે છે. સાંખ્યદર્શન અનુસાર દશ ઇંદ્રિયો, બુદ્ધિ, અંહકાર અને મન મળી તેર પ્રકારનાં કરણો છે. દશ ઇંદ્રિયો બાહ્યકરણ કહેવાય છે. બુદ્ધિ, અંહકાર અને મન એ અંતઃકરણ કહેવાય છે. ઇંદ્રિયોના વ્યાપારમાં મનનું પ્રાધાન્ય, મનના વ્યાપારમાં અહંકારનું પ્રાધાન્ય અને અંહકારના વ્યાપારમાં બુદ્ધિનું પ્રાધાન્ય છે. મનના સંબંધ સિવાય કેવળ ઇંદ્રિયોથી જ્ઞાન થતું નથી; માટે ઇંદ્રિળો કરતાં મન મુખ્ય છે. ભગવતી ભાગવતમાં લખ્યા મુજબ ઇંદ્રિયોમાં શ્રેષ્ઠ અંતઃકરણરૂપે પરમાત્માનાં પ્રતિબિંબવાળું સંશયાત્મક ઇંદ્રિયોને પ્રેરનારૂં, સ્વાધીન કરી શકાય નહિ એવું ચંચળ, નિરૂપણ કરી શકાય નહિ એવું અને અદશ્ય, જે બુદ્ધિનું રૂપ છે તે મન છે. પદાર્થપ્રવેશિકા અનુસાર સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ,સંસ્કાર એ આઠ ગુણો મનના છે. સાંખ્યદર્શન અનુસાર મન જ્ઞાનેંદ્રિય સ્વરૂપ છે અને કર્મેંદ્રિય સ્વરૂપ પણ છે, કારણ કે તે બંને પ્રકારની ઇંદ્રિયોનું પ્રવર્તક છે. મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે, અગિયારમું મન પોતાના સંકલ્પરૂપ ગુણથી ઇંદ્રિય પણ છે અને જ્ઞાનેંદ્રિય પણ છે. વૈશેષિક દર્શનમાં મનને એક અપ્રત્યક્ષ દ્રવ્ય માનવામાં આવ્યું છે. સમસ્ત ચેતના વ્યાપારો, વિચારો, લાગણીઓ જેવી કે, રાગ, દ્વેષ, ઇચ્છા, ધ્યાન, સ્મરણ વગેરે સર્વ વ્યાપારોના અધિકરણને મન કહ્યું છે. એનો ધર્મ સંકલ્પવિકલ્પ કરવાનો બતાવ્યો છે તથા તેને ઉભયાત્મક લખેલ છે, અર્થાત્ તેમાં જ્ઞાનેંદ્રિય અને કર્મેંદ્રિય બંનેનો ધર્મ છે. યોગશાસ્ત્રમાં તેને ચિત્ત કહ્યું છે. બૌદ્ધ વગેરે તેને છઠ્ઠી ઇંદ્રિય માને છે. છાંદોગ્યોપનિષદના કહેવા પ્રમાણેઃ જે અન્ન ખવાય છે તેનું સ્થૂળ પરિણામ વિષ્ટા, મધ્યમ પરિણામ માંસ અને જે સૂક્ષ્મ પરિણામ છે તે મન છે. પંચદશી સારસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે તે જ્ઞાનેંદ્રિયોનું ને કર્મેંદ્રિયોનું પ્રેરક છે અને તે હૃત્પદ્મમાં રહે છે. તે શ્રોતાદિ જ્ઞાનેંદ્રિયોની સહાય વિના શબ્દાદિ વિષયોને ગ્રહણ કરી શકાતું નથી અને વાગાદિ કર્મેંદ્રિયોની સહાય વિના બહારની ક્રિયા કરી શકાતું નથી. એ મન શબ્દાદિ ગુણદોષનો વિચાર કરનારૂં છે. એ મનમાં સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણ રહેલા છે. સત્ત્વગુણને લીધે મનમાં વિરાગ, ક્ષમા, ઉદારતા અને શાંતિ આદિ ગુણો ઉત્પન્ન થાય છે. રજોગુણને લીધે કામ, ક્રોધ,લોભ એને કોઈ કામનો આરંભ ઉત્પન્ન થાય છે. અને તમોગુણને લીધે તેમાં આળસ, ભ્રમ અને તંદ્રા આદિ દોષો ઊપજે છે. વિરાગાદિ સત્ત્વગુણના ધર્મ વડે પુણ્યની ઉત્પત્તિ થાય છે, કામાદિ રજોગુણના ધર્મો વડે પાપની ઉત્પત્તિ થાય છે અને આલસ્યાદિ તમોગુણના ધર્મો વડે પુણ્યપાપની ઉત્પત્તિ ન થતાં આયુષ્ય નકામું વ્યતીત થાય છે. અંતઃકરણ ને ઇંદ્રિયાદિનો સ્વામી જીવ છે. પ્રશ્રોપનિષદમાં જણાવ્યા પ્રમાણે પ્રકૃતિનાં સૂક્ષ્મ રૂપોમાં મન એક છે. જીવનમાં સર્વેંદ્રિય નાયક છે. મનમાં જેવા તરંગો ઊઠે તેવો આત્મા પોતાને માને છે. આત્મા સ્વરૂપને ભાગ્યે જ જુએ છે, આથી એ મનથી જ ભરપૂર રહે છે; જ્યારે મનોમથ આત્મા વાસનામય રહે છે; કેમકે મન એ વાસનાઓનો અજબ સંગ્રહ છે. એ ભોગપ્રધાન વાસનાથી ધેરાયેલો જીવ અતૃપ્ત વાસના ભોગવવાને માટે શરીર ધારણ કરે છે અને આથી એ મનોમય આત્મા જીવાત્માએ કરેલાં કર્મ પ્રમાણે શરીર ધારણ કરે છે. ઈશ્વર અને ગુરુની ભક્તિ સિવાય તમામ વાસનાનો ક્ષય કરવો તે વિશુદ્ધ મન કહેવાય. આ બ્રહ્યરૂપી પરમાત્મા મનથી જ પ્રાપ્તવ્ય છે; પણ મન તો પરમાત્મામાં જઈ શકતું નથી તો પછી એમ કેમ બને તેનો ખુલાસો કરતાં કઠોપનિષદમાં આચાર્યદેવ કહે છે કે, સુસંરકૃત મન અર્થાત્ પવિત્ર મન આત્માભિમુખ થાય છે અને તે જ છેવટે આત્મદર્શન માટે પૂરી લાયકાત આપે છે. સાંખ્યમત પ્રમાણે જેમ લોઢામાં અગ્નિ હોવાથી લોઢું બાળે છે. એમ કહેવાય છે. પણ ખરી રીતે લોઢામાં દાહક શક્તિ અગ્નિને લઈ ને આવી છે; તેમ મન આદિ ઇંદ્રિયો પણ પરમાત્માની શક્તિથી જ પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન છે. ઉપનિષદમાં પણ લખ્યું છે કે ઇંદ્રિયોમાં શક્તિ મૂકનાર પરમેશ્વર છે તેથી સિદ્ધ થાય છે કે ઈશ્વર જ મહાદાદિ અંતઃકરણોના અધિષ્ઠાતા છે. વધુ + | ધારણા; વિચાર. | ( ન્યાય ) નવ માંહેનું એક દ્રવ્ય. નવ દ્રવ્યોઃ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મન. | મનઃશિલ. | સંકલ્પવિકલ્પ વગેરે કરનારી ઇંદ્રિય; સંકલ્પવિકલ્પ કરવાની અંતઃકરણની ચાર માંહેની એક વૃત્તિ; સુખદુઃખાદિના સાક્ષાત્કારરૂપ ઉપલબ્ધિનું કારણ ઇંદ્રિય. વધુ + | સોળ માંહેનો એક વિકાર. | સ્મરણશક્તિ; યાદદાસ્તશક્તિ.
- manan
- અનુમાન; અટકળ; તર્ક વડે કરેલું અનુમાન; કલ્પના. | ઉપાસનાના ત્રણ માંહેનો એક પ્રકાર; અદ્વિતીય બ્રહ્મનું ચિંતન. | તર્કવિતર્ક. | બ્રહ્મવિઘાનાં આઠ માંહેનું એક સાધન. | ( વેદાંત ) ભક્તિના નવ માંહેનો એક પ્રકાર. ભક્તિશાસ્ત્રમાં મનન, કીર્તન, ધ્યાન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય અને આત્મનિવેદન એમ નવધા ભક્તિ છે. | મતિ; બુદ્ધિ; સમજ. | યુક્તિથી પદાર્થનો નિર્ણય કરવો તે. | વિચાર્યા કરવું તે; મનમાં ને મનમાં ગોખ્યા કરવું તે; ગોખ્યા કરવું તે; વિચારણા; તર્કવ્યાપાર; ચિંતન; મનમાં ફરીફરીને સ્મરણ. | શ્રવણ કરેલાને વિચારી તથા અનુભવી મનમાં જમાવવું તે.
- Manu
- અંતઃકરણ; મન. | એ નામે અઢાર માંહેનો એક જ્યોતિષી. | ( પુરાણ ) એ નામે એક અગ્નિ. | ( પિંગળ ) એ નામે એક વિષમ જાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૮ ગુરુ અને ૪૦ લઘુ મળી ૪૮ વર્ણોની ૫૬ માત્રા હોય છે. | એક પ્રકારનો સંપ્રદાય. | કલ્પના ચૌદમા ભાગ જેટલો કાળ; ૪૩,૨૦,૦૦૦ વરસની એક ચોકડી, તેવી ૭૧ ચોકડીનો કાળ; મન્વંતર. ચૌદ મનુની ૯૯૪ ચોકડી મળીને બ્રહ્માનો એક દિવસ થાય છે. | ( પુરાણ ) કૃશાશ્વ ઋષિને ધિષણાથી થયેલા ચાર માંહેનો એ નામનો એક પુત્ર. | ચૌદની સૂચક સંજ્ઞા. | નાટયકલામાં થતું એક જાતનું કરણ. | પરમેશ્વર. | પ્રાર્થના કે મંત્ર. | બ્રહ્મા; પ્રજાપતિ. | બ્રહ્માના ચૌદ માંહેનો દરેક પુત્ર. | મનુષ્યનો મૂળ પુરુષ; વિવસ્વતનો પુત્ર; આદિમાનવ; માનવકુળનો ઉત્પાદક. વધુ + | મન્વંતરનો મૂળ પુરુષ; મનુષ્યોનો વડો કે રાજા; લોકનિયંતા. તેમાંનો દરેક એક મન્વંતર સુધી એટલે ૩૦,૬૭,૨૦,૦૦૦ મનુષ્યના વર્ષ સુધી પ્રજા ઉપર રાજ્ય કરે છે. સૌથી પહેલા મનુ સ્વાયંભૂ કહેવાય છે. બ્રહ્માએ પોતાના શરીરના બે વિભાગ કર્યાઃ સ્ત્રી અને પુરુષ. આ જોડામાંથી વિરાજ ઉત્પન્ન થયો અને તેમાંથી મનુ સ્વાયંભૂ ઉત્પન્ન થયો. આ મનુએ ૧૦ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા. આ દશ પ્રજાપતિને મહર્ષિ પણ કહેવાય છે. અમુક મત પ્રમાણે બ્રહ્માએ પોતાની દીકરી શતરૂપા સાથે નિયમભંગ કરીને સંભોગ કર્યો અને તેમાંથી મનુ ઉત્પન્ન થયો. ચાલુ જમાનાનો મનુ સાતમો મનુ છે અને તેનું નામ વૈવસ્વત છે. ચૌદ મનુનાં નામઃ (૧) સ્વાયંભુવ, (૨) સ્વારોચિષ, (૩) ઔત્તમિ, (૪) તામસ, (૫) રૈવત, (૬) ચાક્ષુષ, (૭) વૈવસ્વત અથવા સત્યવ્રત, (૮) સાવર્ણિ, (૯) દક્ષસાવર્ણિ, (૧૦) બ્રહ્મસાવર્ણિ, (૧૧) ધર્મસાવર્ણિ, (૧૨) રુદ્રસાવર્ણિ, (૧૩) રોચ્ય અથવા દૈવસાવર્ણિ, (૧૪) ઇંદ્રસાવર્ણિ. | માણસ; મનુષ્ય. | માનવકુળનો આદિપુરુષ; આર્યકુળના મુખ્ય અને પ્રારંભ વખતનો વિજયી પુરુષ. વિરાટ પુરુષે મનુને ઉત્પન્ન કર્યા. દરેક કલ્પમાં ચૌદ મનુ ઉત્પન્ન થાય છે. કલ્પમાં સ્વાયંભુવ, સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત અને ચાક્ષુષ એ છ મનુ થઈ ગયા છે. એમ વસતીની ઉત્પત્તિ છ વખત થઈ અને છ વખત નાશ પામી. હાલના સાતમા મનુનું નામ વૈવસ્વત એટલે સૂર્ય અથવા બીજો રૈવત અથવા સત્યવ્રત છે. તેનાથી વસતી ઊતરેલી છે, તેથી એ વસતી માનવ કહેવાય છે. જળપ્રલય થતી વખતે વૈવસ્વત મનુનું વહાણ સુમેરુ પર્વત ઉપર થોભ્યું. એ મનુએ પોતાનું એ સુમેરુ પર્વતના પ્રદેશનું રાજ્ય પોતાના ઇક્ષ્વાકુ, નૃગ, શયાનિ, દિષ્ટ, ધૃષ્ટ, કરૂષક, નરિષ્યંત, પૃષ્ટધ્ન, નભગ એ નવ પુત્રોને વહેંચી આપ્યું. ઇક્ષ્વાકુ સૌથી મોટા હતા. તેણે ભારતવર્ષમાં અયોધ્યામાં સૂર્યવંશી ગાદી સ્થાપન કરી અને પોતાની બહેન ઇલાને ચંદ્રના પુત્ર બુધ સાથે પરણાવી, તેનાથી પુરુરવા પુત્ર થયો. ચાલુ વૈવસ્વત મનુ આર્યોના આદિ પુરુષ અને ચક્રવર્તી રાજા હતા. તેની પાસે કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, ભરદ્વાજ અને જમદગ્નિ એ સપ્તર્ષિ હતા. સૃષ્ટિની વૃદ્ધિ થતી ગઈ ને સૌને પોતપોતાનાં કામ સોંપી દીધાં. તેમના સુખકર રાજ્યથી પ્રજા એટલી બધી સંતોષાઈ ગઈ કે પ્રજાએ પ્રેમના ઉમળકાથી તેમને ભગવાન એવું ઉપપદ આપ્યું. જે હજુ મનુ ભગવાન એવે નામે ઓળખાય છે. મનુ ભગવાન આદ્ય સ્મૃતિકાર હતા. તેમણે રચેલી સ્મૃતિને મનુસ્મૃતિ એટલે માનવધર્મશાસ્ત્ર કહે છે. તેમાંનો કાયદો એવો તો સર્વકાર્યને અનુકૂળ છે કે હાલના મહાન વિદ્વાનો તેની મહત્તા જોઈ આશ્ચર્ય પામે છે. મનુ ભગવાનનો કાયદો એવો તો સિદ્ધ છે કે આજ સુધિ ફેરવવો પડયો નથી. તેમની આજ્ઞાઓ ઉત્તમ નીતિથી ભરેલી છે. તેમાં મનુષ્ય જન્મે ત્યારથી તે મરણ કાળ સુધી વર્તવાની નીતિની આજ્ઞા કરેલી છે. વ્યભિચારિણી સ્ત્રીને રાજાએ બજાર વચ્ચે શ્વાન પાસે ચૂંથાવવી એવું સ્પષ્ટ મનુનું વચન છે. તેમણે સમુદ્રમાં લાકડું તરતું જોઈ નૌકાયંત્રની શોધ કરેલી કહેવાય છે. અંતે જગતને અજિત અને સર્વ ભ્રાંતિ સમાન જાણી સંસારથી વૈરાગ્ય પામી પુત્રોને સઘળો રાજ્યકારભાર સોંપી પ્રજાને પાળવાની ભલામણ કરી વિરક્ત થયા અને ઘણાં વર્ષ વનમાં તપ કરી પરમ પદને પામ્યા. વિનોબાજી જણાવે છે કે, વેદકાળથી માંડી મધ્યયુગ સુધીનો ઇતિહાસ નારીપ્રતિષ્ઠાનું ભાન કરાવે છે. સમાજમાં સ્ત્રીનું સ્થાન ઘણું મહત્ત્વનું હતું. એક વખત એવો હતો જ્યારે મનુ ભગવાને લખ્યું હતું કે, ગુરુથી અધિક પિતા અને પિતાથી અધિકગણું માતાનું સ્થાન છે. આવી મહાન ગણાતી સ્ત્રીજાતિને પણ આજે આપણે હીન અને રસોડાની મજૂરણ સમજી હડધૂત કરી રહ્યા છીએ. ખરેખર શૂદ્ર અને સ્ત્રીસમાજ બંનેની અવદશા જ ભારતની અવનતિનું કારણ છે. વેદોમાં મનુને યજ્ઞોનો આદિ પ્રવર્તક લખેલ છે. ઋગ્વેદમાં કણ્વ અને અત્રિના યજ્ઞપ્રવર્તનમાં મનુને સહાયક લખેલ છે. શતપથ બ્રાહ્મણમાં લખ્યું છે કે મનુ એક વખત જળાશયમાં હાથ ધોતા હતા, તે વખતે તેના હાથમાં એક નાનકડી માછલી આવી ગઈ. તેણે મનુ પાસે પોતાની રક્ષા કરવાની પ્રાર્થના કરી અને કહ્યું કે મારી રક્ષા કરશો તો હું તમારી પણ રક્ષા કરીશ. તેણે મનુને ભવિષ્યમાં આવનાર પૂર વિષે વાત કહી અને એક હોડી બનાવવાનું કહ્યું. મનુએ તે માછલીની રક્ષા કરી અને તે માછલી થોડા જ દિવસોમાં બહુ જ મોટી થઈ ગઈ. જ્યારે પૂર આવ્યું ત્યારે મનુ પોતાની હોડીમાં બેસીને પાણી ઉપર ચાલ્યા અને તે હોડીને માછલીની સાથે બાંધી દીધી. તે માછલી ઉત્તર દિશા તરફ ચાલી અને હિમાલય પર્વતના શિખર ઉપર તે હોડીને પહોંચાડી દીધી. ત્યાં મનુએ પોતાની હોડી બાંધી દીધી. તે મહાન પૂરથી મનુ એકલા જ બચ્યા હતા. ત્યારબાદ તેમનાથીજ મનુષ્ય જાતિની વૃદ્ધિ થઈ. મનુના પ્રલયની વાત યહૂદીના પ્રલયની વાતને મળતી આવે છે. મહાન પ્રલય વખતે મનુ એકલો બચી ગયો હતો અને તેની હોડી હિમાલયને શિખરે બાંધવામાં આવી હતી. જ્યારે યહૂદીમાં નોહા બચી ગયો હતો અને તેની હોડી સિનાઈ પર્વતને શિખરે બાંધવામાં આવી હતી. આ બંનેનું મૂળ શેલિયન હોઈ શકે, કેમકે શેલિયનની અંદર પણ સૌથી પહેલા પુરુષનું નામ મેનન છે. મહાન જળપ્રલયનો સમય લગભગ ઈ. સ. પૂર્વે ૭૦૦૯નો ગણી શકાય. ઐતરેય બ્રાહ્મણમાં મનુએ પોતાની સંપત્તિ પોતાના પુત્રોને વહેંચી દીધી હોવાનું વર્ણન મળી આવે છે. તેમાં એમ પણ લખ્યું છે કે તેણે નાભાનેદિષ્ઠને પોતાની સંપત્તિનો ભાગીદાર નહોતો બનાવ્યો. વાજસનેય સંહિતામાં મનુને પ્રજાપતિ લખ્યા છે. મનુસ્મૃતિમાં મનુને વિરાટનો પુત્ર લખેલ છે. | લુહાર. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શિવ; રુદ્ર. | શુકલ યજુર્વેદનો એ નામે એક ઋષિ. | સામવેદનો એક ઋષિ. | અઢાર માંહેની એ નામની એક મુખ્ય સ્મૃતિ. | પૃક્કા નામે વનસ્પતિ. | ( પુરાણ ) પ્રાધાને થયેલી અપ્સરારૂપ કન્યાઓ માંહેની એ નામની એક કન્યા. | મનુની સ્ત્રી. | તપસ્વી. | મનન કરવાવાળું.
- pãrasmani
- જેના સ્પર્શથી લોઢું સોનું થઈ જાય તેવો મણિ; ચિતામણિ; અયસ્કાંત; સ્પર્શથી લોઢાને સોનું બનાવનાર મણિ. કાટવાળી લોઢાની ડાબલીમાં પારસમણિ હોય તો તેનું કાંઈ પણ પરિણામ આવતું નથી. વધુ + | મોટો મણિ; ઉત્તમ રત્ન.
- Vãman
- અંકોટ વૃક્ષ. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. ગણપ્રસ્તાર પ્રકાશમાં આ છંદ ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૧૨ ગુરુ અને ૧૩૨ લઘુ મળી ૧૪૪ વર્ણની ૧૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૫ ગુરુ અને ૧૪૮ લઘુ મળી ૧૫૩ વર્ણની ૧૫૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાલ છંદનો એક ભેદ છે તેમાં ૧૯ ગુરુ અને ૧૮ લઘુ મળી ૩૭ વર્ણની ૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૮ ગુરુ અને ૨૦ લઘુ મળી ૫૮ વર્ણની ૯૬ માત્રા હોય છે. | ( પુરાણ ) કદ્રુપુત્રો માંહેનો એ નામનો એક નાગ. | કામશાસ્ત્ર નામનો ગ્રંથ લખનાર એ નામનો એક પંડિત. | કાવ્યાલંકાર સૂત્ર નામના કાવ્યશાસ્ત્રના પુસ્તકનો કર્તા. | કાશિકા વૃત્તિકાર એક પંડિત. | કૌંચદ્વીપનો એક પર્વત. | ( પુરાણ ) ગરુડ પુત્ર. | ( પુરાણ ) ચાલુ મન્વંતરના સાતમા પર્યાયમાં ત્રેતાયુગમાં ઇંદ્રને સહાય કરવા માટે કશ્યપથી અદિતિની કૂખે થયેલો વિષ્ણુના દશ માંહેનો પાંચમો અવતાર. જુઓ વામનાવતાર. | ઠીંગણો માણસ; વામનજી; વામનમૂર્તિ. | દક્ષિણ દિશાના લોકપાલ યમનો ઐરાવત; દક્ષિણ દિશાનો દિગ્ગજ. | દંડીનો શિષ્ય. વધુ + | ( પુરાણ ) દાશરથિ રામના યજ્ઞ માંહેનો એક ઋત્વિજ. | પીરીનીઝ પર્વત; પન્દગમાં આવેલો એક પર્વત. | બ્રહ્મદેવના ચાર માંહેનો એ નામનો એક હાથી. વધુ + | લુચ્ચો માણસ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | વ્યાકરણ ઉપર લિંગાનુશાસન નામનો ગ્રંથ લખનાર એક મધ્યકાલીન પંડિત. | શિવ. | સૂર્ય. | હાથીની એક જાત. જેનું શરીર ઠીંગણું અને ખરસટ હોય, કોઈ વખતે મદ ઝરે, ખોરાકને લઈને જ બળયુક્ત રહે, બહુ જળ નહિ પીનાર, લમણામાં ઘણો રૂંવાડાવાળો, દાંત કરૂપડાં હોય, તથા કાન અને પૂછડું ટૂંકાં હોય તે હાથી વામન સમજવો. | અઢાર માંહેનું એ નામનું એક પુરાણ. | ગંડકી નદીમાં થતું એ નામનું એક ચક્ર. વધુ + | ( જૈન ) છ માંહેનું એ નામનું પાંચમું સંઠાણ; કુબ્જ સંઠાણથી વિપરીત લક્ષણવાળું શરીરનું સંઠાણ. | દશાવતારી ગંજીફાના પાનાની જાત. | ઠીંગણું; ટૂંકું; નીચું; ઊંચું નહિ તેવું. | નીચ.