Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Matsya” · clear
- Matsya
- નારાયણ. | મનુષ્ય. | વિષ્ણુના દશ માંહેનો પહેલો અવતાર. સત્યવ્રત રાજાને પ્રલયની લીલા દેખાડવા તથા હયગ્રીવ દૈત્યને મારી બ્રહ્યાને વેદ આણી આપવા માટે ભગવાને આ અવતાર લીધેલો કહેવાય છે. આ અવતાર સતયુગમાં થયો હતો. તેનું નીચેનું અંગ રોહૂ માછલીના જેવું, ઉપરનું અંગ મનુષ્યના જેવું અને રંગ શ્યામ હતો. તેના માથા ઉપર શિંગડાં હતાં, ચાર હાથ હતા, છાતી ઉપર લક્ષ્મી હતી અને આખા શરીરમાં કમળનું ચિન્હ હતું. મહાભારતમાં લખેલું છે કેઃ પ્રાચીન કાળમાં વિવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ એક બહુ જ પ્રસિદ્ધ અને મહાન તપસ્વી હતા. એક વખત એક નાની માછલીએ આવીને તેને કહ્યું કે, મને મોટી માછલીઓ બહુ જ સતાવે છે. આપ મારી રક્ષા કરો. મનુએ તેને એક ઘડામાં રાખી દીધી અને તે દિવસે દિવસે વધવા લાગી. જ્યારે તે બહુ જ વધી ગઈ, ત્યારે મનુએ તેને એક કૂવામાં રાખી. જ્યારે તેમાં પણ વધવા માંડી એટલે તેણે તેને ગંગામાં મૂકી. છેવટે ત્યાંથી પણ કાઢીને સમુદ્રમાં છોડી દીધી. સમુદ્રમાં પહોંચતાં જ તે માછલીએ કહ્યું કે, હવે તુરતમાં જ પ્રલયકાય થવાનો છે. તેથી તમે એક સારી અને મજબૂત હોડી બનાવી લેજો અને તેના ઉપર સપ્તર્ષિઓ સહિત બેસી જ્જો. બધી ચીજોનાં બીજ પણ પાસે રાખી લેજો અને તે હોડી ઉપર મારી પ્રતીક્ષા કરજો. વૈવસ્વત મનુએ તેના કહ્યા પ્રમાણે જ કર્યું. જ્યારે પ્રલયકાળ આવ્યો અને આખી સૃષ્ટિ જળમગ્ન થઈ ગઈ, ત્યારે તે વિશાળ માછલી તેને દેખાણી. મનુએ પોતાની હોડીને તે માછલીના શિંગડા સાથે બાંધી દીધી. થોડા દિવસો બાદ તે માછલી તે હોડીને ખેંચીને હિમાલયના સૌથી ઊંચા શિખર ઉપર લઈ ગઈ. ત્યાં વૈવસ્વત મનુ અને સપ્તર્ષિઓએ તે હોડીને માછલીના કહેવાથી તે શિખર સાથે બાંધી દીધી. તેથી તે શિખર આજે પણ નૌબંધન કહેવાય છે. તે વખતે તે માછલીઓ કહ્યું કે, હું સ્વયં પ્રજાપતિ બ્રહ્યા છું. મેં જ તમારી રક્ષા કરવા અને ફરીથી સૃષ્ટિ રચવા માટે મત્સ્ય અવતાર ધારણ કરે છે. હવે આ મનુ ફરીથી આખી દુનિયાની રચના કરશે. આમ કહીને તે માછલી ત્યાં જ અંતર્ધાન થઈ ગઈ. | એ નામની એક મુદ્રા; ચોવીશ માંહેની એ નામની એક ગાયત્રી મુદ્રા; જોડેલા હાથના અભિનયના ચોવીશ માંહેનો એક પ્રકાર. | ( જ્યોતિષ ) મીન રાશિ. | સોનેરી રંગની એક જાતિની શિલા. તેનું પૂજન કરવાથી મુક્તિ થવાનું મનાય છે. | અઢાર માંહેનું એ નામે એક પુરાણ. | એક પ્રાચીન ચંદ્રવંશી આર્ય કુળ. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે. આ કુળ ઋગ્વેદ જેટલું જૂનું મનાય છે. | દશાવતારી ગંજીફામાં એક જાતનું પાનું. | મચ્છ; જળમાં રહેનારૂં એક પ્રાણી; માછલું; મીન. એ નાનાં મોટાં અને વિવિધ પ્રકારનાં થાય છે. મીઠા પાણીમાં અને દરિયાંમાં બેઉ ઠેકાણે થાય છે. પૃથુરોમાં, ઝષ, મત્સ્ય, મીન, વૈસારિણ, અંડજ, વિસાર, શકુલિન્ એ આઠ નામ માછલીનાં છે. | મનુષ્યની હથેળીમાં માછલાનાં આકારનું એક ચિન્હ; હથેળીમાંનું એક શુભ ચિન્હ. | માછલાંનો રાજા. | શૂરસેન દેશની પશ્ર્ચિમે આવેલો એ નામે એક દેશ. હાલના જેપુર અને અલવર રાજ્યો તેમાં આવેલાં છે. | શ્રીહરિના ડાબા ચરણારવિંદમાં ત્રિકોણથી નીચે રહેલ માછલાના આકારનું એક ચિહ્ન.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only