Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

2 resultsfor “Moh · clear

moh
આનંદ; મુદ. | આશ્ર્ચર્ય; અચંબો. | ઈચ્છા; મનનું વલણ. | ( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેમાં બત્રીશ લઘુ અને બત્રીશ ગુરુ મળી ૯૬ માત્રા હોય છે. | જે શક્તિથી સામાનું ચિત્ત તટસ્થ કે પરવશ થઈ રહે તે; કામણ; વશીકરણ. વધુ + | દુશ્મનને મૂર્ચ્છિત કરવાની એક વિદ્યા. | દુ:ખ; વેદના. | દેહ વગેરે ઉપર આત્માનું અભિમાન. | ભય, દુ:ખ ગભરામણ કે અત્યંત ચિંતા વગેરેને કારણે ઉત્પન્ન થતી ચિત્તની વિકલતા. | ભૂલ. | ભ્રાંતિ; ભ્રમ; અજ્ઞાન; ભ્રમણા. | માયા; સંસાર ઉપરનો ગાઢ અનુરાગ. | મૂર્ખતા. | મૂર્છા; બેહોશી. વધુ + | રૂપ, ગુણ અને છટા વગેરેની રઢ લાગણી તે; રૂપ ગુણ ઉપર ફિદા થઈ જવું તે; ઘેલા થઈ જવું તે; પ્રેમાસિકત; આસકિત; પ્યાર; પ્રેમ; રાગ. વધુ + | વસ્તુના યથાર્થ સ્વરૂપથી ઊલટું જાણવું તે. ઈશોપનિષદમાં જણાવ્યા પ્રમાણે આત્મવત્ સર્વ પ્રાણીપદાર્થ જોનાર આત્મજ્ઞાનીને કશો યે મોહ કે શોક હોતો નથી કેમકે, મોહ એટલે આત્મ અનાત્મની અજ્ઞાનતા કે ઊંધી સમજ. આ હું અને તે તે એવો ભેદભાવ જ ન રહેતાં મોહરૂપી ભેદાભેદનું અજ્ઞાન આત્મદર્શન થતાં આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. મોહને માયાનો વિકાર કહેલો છે. ગીતા પંચામૃતમાં જણાવ્યા પ્રમાણે મોહ એ તમોગુણનો વિકાર છે. તે ચિત્તને નિદ્રા, આળસ અને પ્રમાદની સાથે જોડે છે ત્યારે લય કહેવાય છે અને ચિત્તમાં ફરી ફરીને સરાગત ઉપજાવે છે. માટે કષાય કહેવાય છે. એ ત્રણે સમાધિમાં અંતરાય રૂપ છે. વધુ + | ( કાવ્ય ) સંચારી ભાવના તેત્રીશ માંહેનો એક ભેદ.
Mohini
( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ; ધ્રુવ; ધ્રુવા. તેના વિષમ પદમાં ૧૨ માત્રા અને સમપદમાં ૭ માત્રા હોય છે. તેમાં ૧, ૫, ૯, ૧૩ અને ૧૭ માત્રાઓ તાલ આવે છે. તેના દરેક ચરણમાં અંતમાં એક સગણ અવશ્ય હોય છે. આ છંદ રંડા છંદનો એક ભેદ છે. તેમાં ૧૨૭ માત્રા અને ૯ પદ આવે છે. | ( પિંગળ ) પંદર અક્ષરનો એક વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં સગણ, ભગણ,તગણ, યગણ, અને સગણ હોય છે. | એક જાતના ફૂલનું ઝાડ. | ચોવીશ માંહેનો તેરમો અવતાર. તેણે દૈત્યોને મોહિત કરી તેઓની પાસેથી અમૃતનો ઘડો ચોરી લઈ દેવતાઓને અમૃત પાયું હતું. | જાદુ; માયા. | દારૂ; મદિરા. | મોહ; ભૂરકી; વશીકરણ. | મોહ પમાડનારી સ્ત્રી. | મોહિની; એ નામની એક અપ્સરા. | લગની; આસકિત. વધુ + | વટપત્રી; એક જાતનો વેલો. | વૈશાખ શુદ અગિયારશ. | મોહ પમાડનારી; મોહમયી.