Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Muni” · clear
- muni
- અગથિયો. | અગસ્ત્ય, વ્યાસ, બુદ્ધ, પાણિનિ, જૈમિનિ, કપિલ, પતંજલિ વગેરેમાંનો દરેક. | અંત:કરણ. | આંબો. | ગંધર્વની એક જાત; દેવગંધર્વ; વૈવસ્વત મન્વંતરમાં કશ્પપ ઋષિએ પ્રાચેતસ દક્ષને આપેલી તેર માંહેની એક કન્યાથી જે ગંધર્વ ઉત્પન્ન થયા તે. | ચારોળીનું ઝાડ. | જિનદેવ; જિન. | જોગી. | દમનક, પરાશર વગેરે વૃક્ષ. | દશ વિશ્વદેવો માંહેનો એક. | મુનિવ્રતવાળો સાધુ પુરુષ. | ( પિંગળ ) મુનીશ; ઓગણશ અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં નગણ, મગણ, નગણ, સગણ, નગણ, સગણ અને લઘુ એમ ઓગણીશ અક્ષરો હોય છે. | મૌનાવલંબી માણસ; જે બોલતો નથી તે; પોતાની શક્તિનો વ્યય ન કરે તે. | યથાર્થ મનન કરનાર ઋષિ; તપસ્વી; યોગી; મૌન રહી તપ કરનાર સાધુ; સંત; વાનપ્રસ્થ; એકાંતવાસમાં રહેનારો પુરુષ; વીતરાગી સ્થિર મનવાળો મનુષ્ય; ત્યાગી; સંન્યાસી; મનનશીલ યોગી. મુનિના પાંચ પ્રકાર છે; (૧) પુલાક, (૨) બકુશ. (૩) કુશાલ, (૪) નિગ્રંથ અને (૫) સ્નાતક. યાદવોના જમાનામાં મુનઓ તપોવનમાં નદી કિનારે આશ્રમો બાંધીને રહેતા, જપ તપ કરતા, શિષ્યોને વિદ્યા આપતા. સાદું ને સદાચારી જીવન જીવતા. એ જમાનામાં આજના જેવી શાળાઓ નહોતી. બાળકો મુનિઓના આશ્રમોમાં જઈ ને રહેતા. આશ્રમ એટલે ઘરનું ઘર અને શાળાની શાળા. આશ્રમના ઝૂંપડાઓમાં રહીને બાળકો ગુરુની સેવા કરતા. ગુરુ તેમને વિદ્યા આપતા. રાજા હોય કે રંક, ગરીબ હોય કે તવંગર પર આશ્રમોમાં બધા જ બાળકો સાથે રહેતા, ભણતા, ભોજન કરતા અને એક સાથે સૂતા. આશ્રમનાં આંગણામાં ગુરુ અને શિષ્યો ઝાડની શીતળ છાયામાં બેસે. ગુરુ વેદ શીખવે, જૂના જમાનાની રસિક વાતો કહે, આકાશનું અવલોકન કરાવે, દિવસે સૂરજનો પ્રકાશ, રાતે ચંદ્ર અને તારાનું તેજ, ગ્રહોની ગતિ, ઋતુઓનો તફાવત વગેરે બનાવોની ખૂબી સમજાવે, વનવગડાનો પ્રવાસ ગોઠવે, પશુપંખીનો પરિચય કરાવે, ઝાડપાન અને ફળફૂલ ઓળખાવીને તેનો ઉપયોગ સમજાવે, રાજકારભાર, ધનુષબાણ, તલવાર ને કુસ્તીની કળા પણ શીખવે. યાદવોના જમાનમાં આપણા દેશમાં આવા અનેક આશ્રમો મુનિઓ વસાવતા હતા. વધુ + | રૈવત મન્વંતરમાંના સપ્તર્ષિ માંહેનો એક. | શિવમાં હજાર માંહેનું એક નામ. | સાતની સંજ્ઞા; સાતડો. | હોલંડ, ડેન્માર્ક, પ્રશીઅ, ગ્રેટબ્રિટન, આયર્લંડ, બેલ્જિયમ અને નોર્થસીની અંદર બૂડેલી જમીન. | કશ્યપની સ્ત્રી. | દક્ષ પ્રજાપતિની કન્યા. | મનન કરનાર; વિચાર કરનાર. | સુતિક્ષણ.
- Nãrãyan-Muni
- સ્વામીનારાયણ પ્રભુ; સહજાનંદ સ્વામી.