Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Nãrad” · clear
- Nãrad
- એ નામનો એક પ્રજાપતિ. | એક પરમ વિષ્ણુભક્ત દેવર્ષિ; બ્રહ્માના એ નામના માનસ પુત્ર. તે પ્રથમ પદ્મકલ્પમાં અને પછી વરાહકલ્પમાં હતા. બાળબ્રહ્મચારીરૂપે રહી પરમાત્માનાં ધ્યાન ને કીર્તનમાં તે નિમગ્ન રહેતા. દેવર્ષિઓમાં એ મુખ્ય ગણાયા હતા. એ ધર્મિષ્ઠ, હસમુખા, ચાલાક, પરાક્રમી, ભવિષ્યવક્તા, ગમતી, તત્ત્વદા અને મહામશ્કરા હતા. પ્રસંગે શુભ હેતુ માટે કે ગંમત ખાતર પ્રપંચ રચી લડાવી મારતા. સર્વને તેની ગંમત પ્રિય હતી. ધારે ત્યારે ત્રિલોકમાં આવાગમન કરી શકતા. ગાયનના આનંદમાં મગ્ન રહેતા. સંદેશો પહોંચાડવામાં વિચક્ષણ હતા. એ કળા તો એમની જ હતી. નારદકળા દષ્ટાંતરૂપે પ્રસિદ્ધ છે. આજે પણ જે માણસ બે જણની વચ્ચે લડાઈ કરાવે અને પરસ્પરની વાતો પહોંચાડે તેને નારદકળાવાળો કહે છે. સામા માણસને હાસ્ય ઉપજાવવામાં તે પંકાયેલા હતા. તેની ચોટલી ઊભી જ રહેતી એમ કહેવાય છે. તેનો આશ્રમ પ્રથમ યમુના તટ ઉપર એક મઠમાં હતો. પછીથી તે ત્રૈલોક્યમાં ફરતા હતા. સંગીતશાસ્ત્રમાં તે ઘણા પ્રવીણ હતા, વળી સમર્થ વક્તા હતા. એ ગાનતાન સાથે ઉપદેશ આપતા, તેથી મનુષ્યોને તાત્કાલિક અસર થતી. તેઓ ઈશ્વર, ધર્મ, નીતિ સંબંધી ઉપદેશ ગાયનમાં ગાતા ગાતા મધ્ય બજાર તેમ જ શેરીએ શેરીએ ફરતા હતા. દેવસભા અને રાજ્યસભામાં તેઓ ઉત્તમ માન પામ્યા હતા. વાગતી વીણા સાથે તેમનું આવાગમન અકસ્માત થતું. વિષ્ણુ ભગવાનને તે અત્યંત પ્રિય હતા એટલું જ નહિ પણ તેમની ખાનગી સલાહને પાત્ર ઠર્યા હતા તેમણે નારદ પંચરાત્રી જેવો ઈશ્વરજ્ઞાન સંબંધી ઘણો જ ઉત્તમ ગ્રંથ બનાવ્યો છે, તેમ જ ધર્મશાસ્ત્ર એટલે સ્મૃતિ, તીર્થસ્થળ, ગાયન વગેરે ઉપર ગ્રંથો કર્યા છે. તેમના નામનું એક નારદપુરાણ પણ છે. તેણે યુધિષ્ઠિરને નીતિ સંભળાવી હતી. રામના તે ધર્મશાસ્ત્રી હતા. લક્ષ્મીજીને વિષ્ણુ સાથે પરણાવનાર તેઓ જ હતા. પૂર્વજન્મમાં તે એક મુનિના દાસીપુત્ર હતા. ઋષિઓની સેવાથી તેનામાં ભક્તિનો ઉદય થયો, તેથી નાની વયમાં તેમણે ઘોર તપ કર્યું. પરમાત્માનાં તેને દર્શન થયાં અને એક વીણા આપી. તે વગાડી તે પ્રભુભજનમાં લીન રહેવા લાગ્યા. ફરતાં ફરતાં તેમને પર્વત ઋષિનો મેળાપ થયો. બંને ઘણાં વર્ષ સાથે રહ્યા. મૈત્રીને લઈ મનમાં જે વાત ઉત્પન્ન થાય તે પરસ્પર જણાવવી એવો ઠરાવ થયો હતો. પર્વત ઋષિ પોતાના મનની વાત કહેતા પણ નારદ કહેતા નહિ, તેથી પર્વત ઋષિએ શાપ આપ્યો અને નારદ વિરૂપ મુખે થયા. તેમણે પણ પર્વત ઋષિને શાપ આપવાથી તેનું દેવલોકમાં આવાગમન બંધ થયું. પર્વત ઋષિ શાપ પામી પૃથ્વીપ્રદક્ષિણાએ નીકળ્યા. ઘણો કાળ વીતી જતાં ફરી તેઓ પાછા મળ્યા, જેથી પરસ્પર શાપમુક્ત બન્યા. ઈશ્વરભક્તિ કરતાં દેહત્યાગ કર્યા પછી બ્રહ્માના માનસપુત્ર તરીકે તે અવતર્યા. અસલના પ્રવાસીઓમાં સૌથી જબરા અને જાણીતા નિત્યપ્રવાસી નારદ હતા. દેવલોક એટલે તિબેટ, ચીન, જપાનમાં, મર્ત્યલોક એટલે ભરતખંડમાં, પાતાળ એટલે અમેરિકમાં જ્યાં જુઓ ત્યાં તે સર્વવ્યાપી અને હાજરાહજૂર હોય જ. દેશવિદેશથી તેમને આમંત્રણો આવતાં અને પોતે ખરેખરી આંતરરાષ્ટ્રીય વ્યક્તિ હતા. વેદોમાં ઋગ્વેદ મંડલ ૮ અને ૯ ના કેટલાક મંત્રોના કર્તાના તરીકે નારદનું નામ મળે છે. તેમને ક્યાંક કણ્વ અને ક્યાંક કશ્યપવંશી લખેલ છે. ઇતિહાસ અને પુરાણોમાં નારદને દેવર્ષિ કહેવામાં આવેલ છે. તે જુદા જુદા લોકમાં વિચરતા રહે છે અને એક લોકના ખબર બીજામાં પહોંચાડે છે. હરિવંશમાં લખ્યું છે કે, નારદ બ્રહ્માના માનસપુત્ર છે. બ્રહ્માએ પ્રજાસૃષ્ટિની અભિલાષા કરીને પહેલાં મરીચિ, અત્રિ આદિને ઉત્પન્ન કર્યા, પછી સનક, સનંદન, સનાતન, સનત્કુમાર, સ્કંદ, નારદ અને રુદ્રદેવ ઉત્પન્ન થયા. વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે, બ્રહ્માએ પોતાના બધા પુત્રોને પ્રજાસૃષ્ટિ રચવામાં જોડ્યા, પણ નારદે તેમ ન કર્યું. તે ઉપરથી બ્રહ્માએ તેમને શાપ દીધો કે, તમે સદા બધા લોકોમાં ફર્યા કરશો, એક સ્થાન ઉપર સ્થિર થઈને રહેશો નહિ. મહાભારતમાં તેમણે બ્રહ્મા પાસેથી સંગીતની શિક્ષા મેળવ્યાનું જણાવ્યું છે. ભાગવત, બ્રહ્મવૈવર્ત આદિ પછીનાં પુરાણોમાં નારદના સંબંધમાં ઘણી મોટી કથાઓ મળે છે. બ્રહ્મવૈવર્તમાં તેમને બ્રહ્માના કંઠમાંથી ઉત્પન્ન થયાનું બતાવેલ છે અને લખ્યું છે કે, જ્યારે તેમણે પ્રજાસૃષ્ટિનો અસ્વીકાર કર્યો ત્યારે બ્રહ્માએ તેમને શાપ દીધો અને ગંધમાદન પર્વત ઉપર તે ઉપવર્હણ નામે ગંધર્વ થયા. એક દિવસ ઇંદ્રની સભામાં રંભાનો નાચ દેખી તે કામમોહિત થયા, તેથી બ્રહ્માએ તેમને ફરી શાપ દીધો કે તમે મનુષ્ય થાઓ. દ્રુમિલ નામના ગોપની સ્ત્રી કલાવતી પતિની આજ્ઞાથી બ્રહ્મવીર્યની પ્રાપ્તિ માટે નીકળી અને તેણીએ કાશ્યપ નારદને પ્રાર્થના કરી. છેવટે કાશ્યપ નારદના વીર્ય ભક્ષણથી તેણીને ગર્ભ રહ્યો. તેના ગર્ભથી ગંધર્વદેહત્યાગ નારદ ઉત્પન્ન થયા. વધુ + | ( પિંગળ ) એક સમજાતિ માત્રામેળ છંદ. તે સવૈયા છંદનો એક ભેદ છે. તેમાં ૩૯ ગુરુ અને ૪૬ લઘુ મળી ૮૫ વર્ણની ૧૨૪ માત્રા હોય છે. | એશિઅ માઇનરમાં આવેલું એ નામનું એક શિખર. | ( પુરાણ ) કશ્યપ ઋષિને મુની નામની ભાર્યાથી થયેલા સોળ માંહેનો એ નામનો એક દેવગંધર્વ; કલિ નામના પંદરમા દેવગંધર્વનો નાનો ભાઈ. એ દર વૈશાખ માસમાં સૂર્યના સમાગમમાં સંચાર કરે છે. | ( પુરાણ ) કુબેરની સભામાં વાસ કરનાર ઋષિ. યુધિષ્ઠિર ને ઇંદ્રાદ્રિ લોકપાળોની સભામાં વર્ણન આણે જ કર્યાં હતાં. એણે કહેલી નીતિ મહાભારતમાં સભાપર્વમાં નારદનીતિને નામે પ્રસિદ્ધ છે. | ( પુરાણ ) કોઈ એક બ્રહ્મર્ષિ. તેમના પિતાનું નામ મળતું નથી. એને અરુંધતી નામની બહેન હતી અને તેને મૈત્રા વરુણી વસિષ્ઠને વરાવી હતી. | ખટપટી માણસ; બે પક્ષ વચ્ચે ઝઘડો કરાવનાર માણસ; બે જણને આમતેમ કહીને લડાવી મારી, તેમાં મજા માણનાર માણસ. | ગાયત્રીના ચોવીશ માંહેનો એ નામનો એક ઋષિ. | ચોવીશ માંહેનો એ નામનો એક બુદ્ધ. | દાશરથિ રામની સભા માંહેનો એ નામનો આઠમો ધર્મશાસ્ત્રી. | મેરુકણિકા માંહેનો એક નામનો એક પર્વત. | વિશ્વામિત્ર ઋષિનો એ નામનો એક પુત્ર. જનમેજયે કરેલા સર્પપત્રમાં તે સદસ્ય હતો. | શાકદ્વીપનો એ નામનો એક પર્વત. | એ નામની એક સ્મૃતિ. | એ નામનું એક પુરાણ. તેમાં પચીસ હજાર શ્લોક છે. | દેવળમાં બેસાડવાની બહારની મૂર્તિ. | એકબીજાના સંદેશા પહોંચાડનાર. | લડાઇ કરાવનાર; તોફાન કરાવનાર.