Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Pãrvati · clear

Pãrvati
અળસી. | ગજપીપર; સિંહલી પીપળ. | ગોપીચંદન. | જીવંતી વનસ્પતિ. | દ્રૌપદી. | પર્વતની દીકરી; પર્વતના રાજા હિમાલયને મેનાથી થયેલી દીકરી; શંકરનાં પત્ની; મહાદેવનાં સ્ત્રી; ઉમા; ઉમિયા; કાત્યાયની; ગૌરી; કાલી; કાલા; હૈમવતી; ઈશ્વર; ઈશ્વરી; શિવા; શિવી; ભવાની; રુદ્રાણી; શર્વાંણી; સર્વમંગલા; અપર્ણા; દુર્ગા; મૃડાની; ચંડિકા; અંબિકા; આર્યા; દાક્ષાયણી; ગિરિજા; મેનકાત્મજા; ભવા; મેનકજા; અજા; શિવપત્ની; શૈલસુતા. દક્ષને ત્યાં યજ્ઞકુંડમાં સતી થઈ હિમાલયને ત્યાં તે ફરી જન્મ્યાં હતાં. ત્યાં શિવજીને પુન: મેળવવા કામદેવે તેમને મદદ કરી હતી. બ્રહ્માના વરદાનથી તેમનું કાંચન જેવું શરીર થયું તેથી તે ગૌરી તરીક પ્રસિદ્ધ છે. આ દેવી પરોપકારી ગણાય છે. તેને ગણેશ અને કાર્તિકેય નામના બે પુત્રો હતા. વધુ + | પર્વતમાંથી નીકળતું ઝરણું. | બાસઠ માંહેની એ નામની એક જલરશ્મિદેવતા. | શેઢાઈ. | સીતાનાં હજાર માંહેનું એક નામ. | અન્ન. | પર્વતનું; પર્વતને લગતું. | પર્વતમાં જન્મેલી.