Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Paksh · clear

paksh
અનુકૂળ મત કે પ્રવૃત્તિ. | ઉત્તરપક્ષ. | ઉપન્યાસ; સ્વીકૃત પક્ષ. | એક વિચારવાળાઓનું ટોળું; એકાભિપ્રાયવાળાનું ટોળું; વર્ગ. | કલ્પના; સંભાવના. | ( પુરાણ ) કેક્ય દેશના ચંદ્રવંશી રાજા યયાતિનો એ નામનો પૌત્ર. તેને સભાનર અને પરપક્ષ નામે બે ભાઈઓ હતા. | કોઈ પણ સિદ્ધાંતમાં અમુક બાબત સિદ્ધ કરવાને હેતુ તરીકે આપેલી બાબત. તેના ઉપરથી અનુમાન થઈ શકે. | કોઈ વિષયના બે અથવા વધારે પરસ્પર ભિન્ન અંગોમાંનું હરકોઈ એક અંગ; કોઈ પ્રસંગ અથવા સંબંધમાં વિચાર કરવાની અલગ અલગ બાબતોમાંની કોઈ એક બાબત. | ચૂલનું બાંકું. | તકરારના પક્ષની એક બાજુ. | તડ; ભાગ. | તરફેણ; ઉપરાણું; પક્ષપાત; તરફદારી; બાજુ. વધુ + | નિમિત્ત. | પક્ષી. | પડ; તડું. | પડખું; બાજુ; પાર્શ્વ. | પદ્ધતિ. | પંદર અહોરાત્રનો કાળ; પખવાડિયું; અર્ધ માસ. | પંદર સૂચક સાંકેતિક શબ્દ. | પાંખ; પંખીને ઊડવાનો અવયવ. | પૂર્વપક્ષ. | બચાવ; રક્ષણ. | બલોયું; કડું. | બળ; ફોજ; સેના. | બાણના મૂળ ભાગમાં રહેલું પીછું; તીરને જોડેલી પાંખ. | બે સૂચક સાંકેતિક શબ્દ; યમ; બેની સંજ્ઞા. | ભેદ. | મદદગારનું લશ્કર. | મહાકાલ શિવ. | માર્ગ; પંથ. | મિત્ર; દોસ્ત. | રસ્તાની બંને બાજુ માણસોને ચાલવા માટે રસ્તાથી સહેજ ઊંચો માર્ગ; પગથી. | વર્ગ. | વિચાર; મત; અભિપ્રાય. | વિભાગ. | વિરોધ. | શરીર. | શરીરનો અર્ધ ભાગ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | શ્રેષ્ઠ હાથી; રાજાનો હાથી. | ( ગણિત ) સમીકરણમાં જે બે પદી સરખી હોય તે માંહેની દરેક. તે બે હોય છે. | સમૂહ. | સહાયક; સખા; સાથી. | ( ન્યાય ) સંદિગ્ધ પદાર્થ. | સંબંધ. | ( વેદાંત ) સાધ્ય જેને વિષે સિદ્ધ કરવાનું હોય તે; સાધ્યની પ્રતિજ્ઞા જેમાં કરવામાં આવી હોય તે વસ્તુ; સંદિગ્ધમાં સાધ્યવાન પદાર્થ. જેમકે, પર્વત વહ્નિમાન છે. એ વાક્યમાં પર્વત પક્ષ છે. જેમાં સાધ્ય વહ્નિમાનની પ્રતિજ્ઞા કરી છે. અનુમિતિ જ્ઞાન થયા પહેલાં માણસને જે પદાર્થમાં સાધ્યનો સંશય થાય છે તે પદાર્થને પક્ષ કહે છે. | ઘરના છજાની પાંખ. | માછલીની પાંખ. | ( શિલ્પ ) એક જાતનું ત્રિશાળ ઘર. જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિંદો હોય તેવું ષટદારુવાળું ઘર દક્ષિણ મુખનું હોય તો તે પક્ષ નામનું ઘર કહેવાય. | શુદ્ધ.