Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Parbrahm · clear

Parbrahm
એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ; એ નામનું અથર્વવેદનું ઉપનિષદ. | પરમસ્થાન ચિદાકાશને જ્યાં અવકાશ મળ્યો તે સ્થાનને જ પરબ્રહ્મ કહે છે. તાત્પર્ય કે, જીવાત્માનું મૂળ ઊગમસ્થાન બ્રહ્મ કિવા પરમાત્મા હોવાથી તે પોતે તત્ત્વત: બ્રહ્મ જ છે. | પરમાત્મા; સૌથી શ્રેષ્ઠ દેવ; જગદીશ્વર; પ્રભુ; સૌથી શ્રેષ્ઠ બ્રહ્મ; પરમેશ્વર; ચિદાત્મા; પરમતત્ત્વ; ઇશ્વર; નિર્ગુણ નિરુપાદિક બ્રહ્મ. તે પ્રાણીમાત્રના પ્રકાશક અને કારણ છે. કઠોપનિષદમાં કહ્યું છે કે: નેદં યદિદમુપાસતે અર્થાત્ જેને આ એટલે કે વાણીના વિષય તરીકે જાણે છે તે બ્રહ્મ કે આત્મા કે પરબ્રહ્મ નથી. આ સર્વનામ પ્રત્યક્ષ પદાર્થને બતાવનારૂં છે. આત્મા કે પરબ્રહ્મ ઇંદ્રિયગ્રાહ્ય ન હોવાથી પ્રત્યક્ષ છતાં અપ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પ્રમાણથી પરબ્રહ્મને પકડવાની યોગ્યતા ન હોવાથી તે પરબ્રહ્મને પકડી શકાતું નથી. આ પ્રત્યક્ષની અયોગ્યતાને લીધે આત્મામાં પ્રત્યક્ષ પ્રમાણ પ્રવર્તતું નથી અને તેથી જે કોઈ આત્માને પ્રત્યક્ષ પ્રમાણના વિષય તરીકે જાણે છે તેનુ આત્મદર્શન અધૂરૂં છે. | વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ.

this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only