Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
3 resultsfor “Prakruti” · clear
- Pradhãn-Prakruti
- અપરા પ્રકૃતિ. વધુ + | જગતનું આદિકારણ.
- prakruti
- ( પિંગળ ) એકવીશ વર્ણનો એ નામનો એક સમવૃત વર્ણમેળ છંદ. પ્રસ્તાર ભેદથી તેના ૨૦,૯૭,૧૫૨ પ્રકાર થઈ શકે છે. સ્ત્રગ્ધરા, પ્રતિમા વગેરે આ જાતના છંદ છે. | ( પિંગળ ) ગાહિની કુંડલિની છંદની ૪૬ ગુરુ અને ૬૬ લઘુ મળી ૧૧૨ વર્ણ અને ૧૫૮ માત્રા હોય છે. | આકાશ વગેરે પંચમહાભૂત. | આદિકારણ. | આરોગ્ય: તબિયત. | એકવીશની સંખ્યા બતાવનારી સંજ્ઞા. | કરણ. | ( જૈન ) કર્મબંધના ચાર માંહેનો એક પ્રકાર. વધુ + | કુદરત. | જગત; વિશ્વ. વધુ + | ( વેદાંત ) જગતના મૂળ કારણરૂપ અજ્ઞાન. વધુ + | જગતનું ઉપાદાન કારણ; જગતનું મૂળ બીજ; પુરુષથી ભિન્ન એવું જગતનું મૂળ ઉપાદાન. | જીવ. | જીવજંતુ. | જીવનશક્તિ; પ્રાણબળ. | નીતિ; પરંપરા; વિધિ; માર્ગ. | પદાર્થનો સ્વાભાવિક ગુણ. વધુ + | પાંચ ભૂત, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રકૃતિ. | પુરુષચિન્હ; લિંગ. | પોતાથી ભિન્ન તત્વનું આરંભકપણું; બીજા તત્વનું ઉપાદાનપણું; બીજ તત્વની જનક મૂળ પ્રકૃતિ. | પ્રકૃતિના અંશરૂપ પાંચ દેવીઓરૂપ શક્તિ. | પ્રજા; લોક; રૈયત. | ( વ્યાકરણ ) પ્રત્યય લગાડવા પહેલાંનું નામ અને ધાતુનું મૂળ રૂપ; જેને રૂપાખ્યાનના પ્રત્યય લાગે તે શબ્દ; પ્રત્યય જેનું નિમિત્ત હોય તેવો કોઈ શબ્દ. | પ્રધાન, અવ્યકત, માયા; અનાદિ માયા; આધારશક્તિ. તે અવ્યકત અને સૂક્ષ્મ છે, સત્વારજસ્તમોગુણી છે. ઇશ્વરની અંદર જે કર્તાપણું છે તે પ્રકૃતિના સંયોગથી છે. જગત રચવામાં ઈશ્વરને પ્રત્યક્ષ કરવો પડતો નથી. જેમ લોહચુંબક લોઢાની પાસે આવતાં જ લોઢામાં ગતિ ઉત્પન્ન કરે છે, તેમ ઈશ્વર પ્રકૃતિ પાસે રહેવાથી જ ગતિ ઉત્પન્ન કરી શકે છે. | પ્રધાન ગુણ; ધર્મ. વધુ + | મણિદ્વીપની અંદર આવેલી ચોસઠ માંહેની એ નામની એક કલા. | મંત્રીમંડળ; પ્રધાનમંડળ. | મા; માવડી; માતા. | ( વેદાંત ) મીમાંસકોને મતે યજ્ઞમાં કરવાનો વિધિ. વિધિ વડે પ્રતિપાદિત સમગ્ર ઈતિકર્તવ્યવાળા હોવાપણું તે પ્રકૃતિપણું અર્થાત્ તે યાગપ્રકૃતિ પણ કહેવાય છે. | મૂત્રપિંડ; ગુર્દો. | મૂર્ત, અમૂર્ત, સાકાર, નિરાકાર બધું તે. આ જે પ્રત્યક્ષ સૂર્ય છે તે પ્રાણસ્વરૂપ છે અને આ જે ચંદ્ર છે તે રયિ છે. જે કંઈ આ સ્થાવર, સૂક્ષ્મ, સ્થૂલ માલૂમ પડે છે, આ જે કંઈ આકારવાળું અને આકાર વિનાનું જણાય છે તે બધું રયિ છે. રયિ શબ્દનો અર્થ પ્રકૃતિ થાય છે. તાત્પર્ય કે, જે કાંઇ મૂર્તિ અને અમૂર્તિ છે તે બધું પ્રકૃતિ છે. તાત્પર્ય કે, જે આકારવાળા પદાર્થો છે અને જે કોઈ નિરાકાર પદાર્થો છે તે બધા જ પ્રકૃતિનાં જ પરિણામો છે. વિચારદૃષ્ટિએ કોઈ નિરાકાર જેવી ચીજ નથી, કેમકે વિચારની પણ મૂર્તિ હોય છે. | યોનિ; ઉત્પત્તિસ્થાન. | રાજાઓને વિચારવા યોગ્ય મૂળ હેતુ કે કારણ. | રાજ્યાનાં સાત માંહેનું એક અંગ; અમાત્યવર્ગ. ગુરુ, પ્રધાન, દેશના લોકો, કિલ્લો, ધનસંગ્રહ, લશ્કર અને સહાયક મિત્ર આ સાત રાજાની પ્રકૃતિઓ કહેવાય છે. | રાજ્યબંધારણ. વધુ + | વંશ. | શક્તિ; તાકાત. | શરીરનો બાંધો; શરીરનું મૂળ બંધારણ; શરીર કે મનનું બંધારણ. | શિલ્પી. | સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણની સામ્યાવસ્થા. ભોગાર્થી અને અજ્ઞાની જીવાત્માને ભોગ અને જ્ઞાન થાય એ હેતુથી પ્રકૃતિમાં વિક્ષોભ થયો. વિક્ષુબ્ધ પ્રકૃતિમાંથી એક પદાર્થ બન્યો, તેનું નામ મહત. મહતમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્ર અને અગિયાર ઈંદ્રિયો, પાંચ તન્માત્રમાંથી પાંચ મહાભૂતો; પૃથ્વી, પાણી, વાયુ, તેજ અને આકાશ ઉત્પન્ન થયાં. એ પ્રમાણે ચોવીશ જડ અને પરમાત્મા પુરુષ ચેતન છે. પ્રકૃતિ વકારિણી છે અને પુરુષ નિર્વિકારી છે. પ્રકૃતિ ત્રિગુણાત્મકા, સર્વશક્તિસંપન્ના અને સૃષ્ટિકાર્યમાં પ્રધાન છે. પ્રકૃતિ બે પ્રકારની છે: એક આવરણશક્તિ અને બીજી વિક્ષેપશક્તિ. રજોગુણ અને સત્વગુણથી નહિ દબાયેલો તમોગુણ તે આવરણશક્તિ અને તમોગુણ તથા સત્વગુણથી નહિ દબાયેલો રજોગુણ તે વિક્ષેપશક્તિ. તેમાંની આવરણશક્તિ એ જ જીવને ઉપાધિરૂપ અવિદ્યા છે અને વિક્ષેપશક્તિ એ જ પરમેશ્વરની માયા કહેવાય છે. તમોગુણ જેમાં પ્રધાન છે, એવી પ્રકૃતિમાંથી ઈશ્વરના સંકલ્પ વડે આકાશાદિ પાંચ મહાભૂતો ક્રમપૂર્વક ઊપજ્યાં કહેવાય છે. સાંખ્યમાં પુરુષ અને પ્રકૃતિ સિવાય ત્રીજી કોઈ વસ્તુ માનેલી નથી. જગત એ પ્રકૃતિનો જ વિકાર છે, એટલે કે અનેક રૂપોમાં તેનું પ્રવર્તન છે. પ્રકૃતિની વિકૃતિ અથવા પરિણામ એ જ જગત છે. જે પ્રમાણે એકરૂપતા અથવા નિવિશેષતાથી પરિણામ દ્વારા અનેકરૂપતા તરફ સર્ગોન્મુખ ગતિ થાય છે. તે પ્રકારે ફરી અનેકરૂપતાથી ધીમે ધીમે એ એકરૂપતા તરફ ગતિ કરે છે, જેને સામ્યાવસ્થા, પ્રલયાવસ્થા અથવા સ્વરૂપાવસ્થા કહે છે. પ્રથમ પ્રકારની ગતિપરંપરાને વિરૂપપરિણામ અને બીજા પ્રકારી ગતિપરંપરાને સ્વરૂપપરિણામ કહે છે. સ્વરૂપાવસ્થામાં પ્રકૃતિ અવ્યકત રહે છે, તે વ્યક્ત થતાં જગત કહેવાય છે. પ્રકૃતિના પરિણામ નો ક્રમ નીચે પ્રમાણે છે: પ્રકૃતિમાંથી મહત્તત્વ એટલે બુદ્ધિ. મહત્તત્વથી અહંકાર, અહંકારથી પંચતન્માત્ર એટલે શબ્દ, તન્માત્ર, રસ તન્માત્ર વગેરે, પંચતન્માત્રથી અગિયાર ઈંદ્રિય એટલે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેંદ્રિય અને મન અને તેમાંથી ફરી પંચમહાભૂત. આ પ્રમાણે આ ચોવીશ તત્ત્વો કે જેનાથી સંસાર બન્યો છે. આ ક્રમ વિરૂપ પરિણામનો છે. સ્વરૂપ પરિણામનો ક્રમ તેથી ઊલટો છે, એટલે કે તેમાં પાંચ મહાભૂત અગિયાર ઈંદ્રિયના રૂપમાં, ઈંદ્રિય તન્માત્રના રૂપમાં, તન્માત્ર અહંકારના રૂપમાં, આ ક્રમે આખું જગત ફરી નષ્ટ થઈને પોતાના મૂળ પ્રકૃતિરૂપમાં આવી જાય છે. | સેના. | સ્ત્રી. | સ્વભાવ; તાસીર; મિજાજ; પૂર્વના સંસ્કારને આધીન સ્વભાવ; જન્મસ્વભાવ; જાતિસ્વભાવ. | સ્વરૂપાવસ્થા; અસલ હાલત; કુદરતી બંધારણ.
- Prakruti