Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Pratyaksha” · clear
- pratyaksha
- ( કાવ્ય ) એ નામનો એક અર્થાલંકાર. | ( વેદાંત ) અનુપલબ્ધિ, અર્થાપત્તિ, શબ્દ, અનુમાન, ઉપમાન એ પ્રમાણોથી થયેલી પ્રમિતિ એટલે જ્ઞાનથી ભિન્ન એવી પ્રમિતિ. | આઠ માંહેનું એક પ્રમાણ. | આંખથી થયેલું જ્ઞાન; કોઈ પણ વ્યવધાન વિના થયેલું જ્ઞાન. અમુક ઈંદ્રિયનો પદાર્થની સાથે સંબંધ થતાં જે જ્ઞાન થાય છે તે અવ્યવહિત હોવાથી પ્રત્યક્ષ કહેવાય છે. નૈયાયિકો ભિન્ન ભિન્ન જ્ઞાનેંદ્રિયોને લઈને પ્રત્યક્ષના અનેક ભેદ કરે છે. તેમ જ યોગી અને અયોગી પુરુષોની સ્થિતિને લઈને એ જ પ્રત્યક્ષના સવિકલ્પ અને નિર્વિકલ્પ એવા ભેદ કરે છે. | ઇંદ્રિયો દ્વારા થતા જ્ઞાનનું સાધન એટલે પ્રમાણ. | ઇંદ્રિયો દ્વારા સાક્ષાત્ થતું જ્ઞાન. | ઉપલબ્ધિ; સંવેદન. | ચાર પ્રકારના પ્રમાણમાં એ નામે એક પ્રમાણ. તે સૌથી શ્રેષ્ઠ મનાય છે. | ચિદાભાસનો પદાર્થની સાથે સંબંધ થવાથી થતું જ્ઞાન; ઈંદ્રિયો અને તેના વિષયોના સંબંધથી ઉત્પન્ન થતું જ્ઞાન. ચક્ષુ આદિ ઈંદ્રિયોનો ઘટાદિક અર્થોની સાથે જે સંયોગાદિરૂપ સંબંધ છે, તેનું નામ ઈંદ્રિયાર્થ સન્નિકર્ષ છે. એ ઇંદ્રિય અને અર્થના સન્નિકર્ષ વડે જન્ય જે જ્ઞાન તેનુ નામ પ્રત્યક્ષ છે. જેમ ઘટરૂપ અર્થની સાથે ચક્ષુ ઈંદ્રિયનો સંયોગ થયા પછી આ ઘટ એવું જ્ઞાન થાય છે, માટે આ ઘટ એ જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. ગૌતમે ન્યાયસૂત્રમાં કહ્યું છે કે, ઈંદ્રિય દ્વારા કોઈ પદાર્થનું જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ છે. આ જ્ઞાનમાં પદાર્થ અને ઈંદ્રિયનો પ્રત્યક્ષ સંબંધ હોવો જોઈએ. પ્રત્યક્ષજ્ઞાન કોઈના કહેલા શબ્દો વડે નથી થતું, તેથી તેને અવ્યપદેશ્ય કહે છે. કેટલાક નૈયાયિકો જ્ઞાનના આ કરણને જ પ્રમાણ માને છે. તેના મત પ્રમાણે પ્રત્યક્ષપ્રમાણ ઈંદ્રિય છે. ઈંદ્રિયથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે. પણ અવ્યપદેશ્ય શબ્દથી સૂત્રકારનો અભિપ્રાય સ્પષ્ટ છે કે, વસ્તુનું જે નિર્વિકલ્પ જ્ઞાન છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. નવીન ગ્રંથાકાર બંને મતને મેળવી દઈ કહે છે કે, પ્રત્યક્ષજ્ઞાનનાં કરણ અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણ ત્રણ છે: (૧) ઈંદ્રિય, (૨) ઈંદ્રિયનો સંબંધ, (૩) ઈંદ્રિયના સંબંધથી ઊપજતું જ્ઞાન. પ્રત્યક્ષજ્ઞાનના છ પ્રકાર છે : (૧) ચાક્ષુષ પ્રત્યક્ષ, જે કોઈ ચીજ નજર આગળ આવવાથી થાય છે. (૨) શ્રાવણ પ્રત્યક્ષ, એટલે કાન વડે સાંભળીને થતું જ્ઞાન. (૩) સ્પર્શન પ્રત્યક્ષ (૪) રાસનપ્રત્યક્ષ એટલે ચાખવાથી થતું જ્ઞાન. (૫) ઘ્રાણજ પ્રત્યક્ષ એટલે સૂંઘવાથી થતું જ્ઞાન (૬) માનસ પ્રત્યક્ષ એટલે સુખ, દુ:ખ, દયા વગેરેનો અનુભવ. | છ માંહેના એક પ્રકારનું પ્રમાણસ. | ન્યાયનાં ત્રણ પૈકીનું એક પ્રમાણ. | વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઇતી ચુમાળીસ માંહેની એક વસ્તુ. | ઇંદ્રિયગ્રાહ્ય; ઇંદ્રિયોથી સાફ સમજાતું; ઇંદ્રિયજન્ય. વધુ + | ખરેખર; પ્રકૃત; યથાર્થ. | ચાક્ષુષ; દૃશ્ય; ચક્ષુર્ગ્રાહ્ય. વધુ + | નજર સામેનું; સન્મુખ; પ્રગટ. | પદાર્થને સ્પષ્ટ જાણે એવું. | મૂર્ત; વાસ્તવિક; વાસ્તવ. | સિદ્ધાંતથી સિદ્ધ ન થઈ શકે તેવું. | સીધી રીતનું. વધુ + | સુદૃઢ; નિશ્ચિત. | સ્પષ્ટ; ખુલ્લું. વધુ + | આંખની સામે; મોઢા આગળ; નજર આગળ; હાજરીમાં પ્રગટ. | હાજર. વધુ +