Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Purãn · clear

Purãn
કાર્ષાપણ નામનો સિક્કો; એંશી કોડીના કીમતનો સિક્કો. | શિવ. | અઢાર; અઢારની સંજ્ઞા. | કનિષ્ઠ ભ્રાતાનું વાર્ષિક શ્રાદ્ધ અને શસ્ત્રથી હણાયેલાનું ચતુર્દશી શ્રાદ્ધ. | કલ્પિત કથા; કેવળ કલ્પનાની વાત. પુરાણની અંદર ઐતિહાસિક કરતાં કલ્પિત વાત વધારે આવે છે. | ગપ; બનાવટી વાત. | જૂનો ઇતિહાસ. | જેમાં રાજર્ષિ, બ્રહ્મર્ષિ વગેરનાં ચરિત્રનાં વર્ણન હોય તે ગ્રંથ. | વાયુપુરાણોક્ત અનુક્રમણિકા નીચે પ્રમાણે છેઃ દરેક પુરાણમાં અઢારે પુરાણનાં નામ અને તેના શ્લોકોની સંખ્યા છે. નામ અને શ્લોક લગભગ બધામાં મળતાં આવે છે. કોઈ કોઈ ઠેકાણે તફાવત છે. જેમકે, કૂર્મપુરાણમાં અગ્નિને ઠેકાણે વાયુપુરાણ, માર્કંડેયપુરાણમાં લિંગપુરાણને ઠેકાણે નૃસિંહપુરાણ, દેવી ભાગવતમાં શિવપુરાણને ઠેકાણે નારદપુરાણ અને મત્સ્યમાં વાયુપુરાણ છે.ભાગવતના નામથી આજકાલ બે પુરાણ મળે છે: (૧) શ્રીમદ્દભાગવત અને (૨) દેવી ભાગવત. આમાં ખરી રીતે કયું પુરાણ છે તે બાબતમાં તકરાર છે. એ સઘળાં વ્યાસે રચ્યાં છે. પુરાણો સૃષ્ટિના સ્થાયી ઈતિહાસો મનાય છે. | બોતેર માંહેની એ નામની એક કળા. | લાંબી વાર્તા. | લાંબું અને કંટાળો ઉત્પન્ન કરે એવું ટાયલું; વારંવાર જે ચર્ચા થઈ ગયેલી હોય તેની પીંજણ. વધુ + | વેદનાં ચાર માંહેનું એક અંગ. વેદનાં ચાર અંગ નીચે પ્રમાણે છે: પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર. | પૂર્વકાળથી હોવા છતાં આ સમયે નવીન જેવું. આત્મા માટે વપરાય છે. | પૂર્વે હોનાર કે થનાર. | પ્રાચીન; જૂનું; અગાઉનું. | વૃદ્ધિ રહિત. | સનાતન; સૃષ્ટિ કરતાં યે જૂનું.