Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

5 resultsfor “Purush · clear

Mahã-Purush
અમીર; ઉમદા કુટુંબનો માણસ. | ઈશ્વર. | ઋષિ. | ( વેદાંત ) કામાદિક વડે જેના મનને ક્ષોભ ન થાય તેવી વ્યક્તિ. | ( જૈન ) કિંપુરુષ નામના વ્યંતરના દશ માંહેનો એ નામનો એક પ્રકાર. કિંપુરુષ નામના વ્યંતરના દશ પ્રકાર આ પ્રમાણે છેઃ પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ અને યશસ્વાન. | દુષ્ટ માણસ; પાજી; લુચ્ચું માણસ. | નારાયણ. | પવિત્ર માણસ. | મોટો માણસ; મહાપુરુષ; મહાશય; મહાત્મા; શ્રેષ્ઠ પુરુષ; શ્રેષ્ઠ નર. ગાંધીજી મહાપુરુષ વિષે લખે છે કે, મહાપુરુષો કદી મરણ પામતા નથી અને તેથી તેમણે શરૂ કરેલાં કાર્યો ચાલુ રાખી તેમને અમર કરવાની આપણી સૌની ફરજ છે. મનુ મહારાજે ભવિષ્ય લખી રાખ્યું છે કે આ દેશમાં જે મહાપુરુષ પેદા થશે તેનામાં એવી શક્તિ હશે કે તેની મારફત આખી દુનિયાના લોકો પોતાના જીવનને માટે આદર્શ શીખશે. | વિષ્ણુ. | વીર; પ્રવીર; મહાનુભાવ પુરુષ; વિભૂતિ; `હિરો`. વધુ + | સજ્જન; સત્પુરુષ.
Pradhãn-Purush
ઉત્કૃષ્ટ પુરુષ. | ( સાંખ્ય ) પ્રકૃતિ અને આત્મા; પ્રધાન અને પુરુષ. | સરદાર.
Purush
આંખની કીકી. | ઈશ્વર. શરીરરૂપી નગરમાં અંતર્યામી તરીકે તે વસે છે. પુરુષ શબ્દની વ્યુત્પત્તિ જુદા જુદા સંસ્કૃત વિદ્વાનોના મત પ્રમાણે નીચે મુજબ છે; પૂર્ણમનેન સર્વમ્ ઇતિ; પુર્યાં શેતે ઇતિ; પુરિ દેહ સીદતિ ઇતિ; પુરાણિ શરીરાણિ સરતિ પ્રાપ્નોતિ ઈતિ; અસૂ ધાતુના અક્ષરોને ઉલટાવીન પુરા શબ્દની સાથે જોડી પુરા એટલે પહેલેથી જ આસીત્ છે એવું પદચ્છેદ માનીને એ પુરુષ શબ્દ સિદ્ધ થયો છે. વધુ + | ( પુરાણ ) ઉત્તાનપાદ વંશના ચક્ષુર્મનુને નડૂલાથી થયેલા પુત્રોમાંનો એ નામનો મોટો પુત્ર. | ( પિંગળ ) એ નામનો એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ સંકોર્ણ વર્ગનો છે. તેના પહેલા પાદમાં નગણ, મગણ, યગણ અને લઘુ મળી ૧૦ વર્ણષ બીજા પાદમાં બે તગણ, રગણ અને લઘુ મળી ૧૦ વર્ણ, ત્રીજા પાદમાં નગણ, રગણ, નગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ તથા ચોથા પાદમાં મગણ, યગણ, જગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૧૫ ગુરુ અને ૧૨૮ લઘુ મળી ૧૪૩ વર્ણની ૧૫૮ માત્ર હોય છે. | કામગાર. | ( જૈન ) કિંપુરુષ જાતિના વ્યંતર દેવનો એ નામનો એક પ્રકાર. કિંપુરુષ નામના વ્યંતરના દશ પ્રકાર છે: પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, યુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ અને યશસ્વાત. | ( પુરાણ ) ક્રૌચ દ્વીપ માંહેના એક જાતના લોક. તેઓ જળદેવને પૂજે છે. | ગૂગળ. | ઘોડાની ઊભા રહેવાની એક સ્થિતિ. તેમાં તે આગલા બે પગ ઊંચા કરી પાછલા પગોના બળથી ઊભો રહે છે. | ( શિલ્પ ) ચોરાશી આંગળનું માપ. | ( તાંત્રિક ) છવ્વીશ માંહેનું એ નામનું બારમું તત્ત્વ. | જીવ; ક્ષેત્રજ્ઞ; આત્મા. પૂર્ણ હોવાથી અથવા શરીરરૂપી પુર એટલે શહેરમાં શયન કરનાર હોવાથી જીવનું નામ પુરુષ છે. કર્મેંદ્રિય, જ્ઞાનંદ્રિય, અંત;કરણ, પ્રાણ, ભૂત્ત, કાળ, કર્મ અને અવિધા એ આઠને પુર કહે છે અને એ પુરમાં નિવાસ કરનારને પુરુષ કહે છે .ગીતામાં જેને ક્ષેત્રજ્ઞ અથવા આત્મા કહ્યો છે. તે જ આ જોનાર, જાણનાર અથવા ઉપભોગ કરનાર, તેને પુરુષ અથવા જ્ઞ કહે છે. પંચદશી સારસંગ્રહમાં કહેલું છે કે: વિકાર રહિત, સંગ રહિત, ચેતનસ્વરૂપ ને શરીર, ઈંદ્રિયાદિના અધિષ્ઠાનરૂપ જે બ્રહ્મ તે બુદ્ધિથી પારમાથિંક સંબંધ નહિ પામીને બુદ્ધિમાં એકપણાની ભ્રાંતિથી રહેનારો જીવ થાય છે. તેને પુરુષ શબ્દથી કહેલો છે. આ પુરુષ અર્થાત્ આત્મા અવસ્થાના સંબંધથી રહિત છે એવું શબ્દપ્રમાણ સાંખ્યદર્શનમાં છે. સાંખ્ય મતે જે કોઈથી ઉત્પન્ન થયેલો ન હોય, તેમ કોઈને ઉત્પન્ન ન કરતો હોય તે આત્મા પુરુષ કહેવાય છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે: કાલ એ પરમાત્માની શકિત છે, એની કલા છે. પરમાત્મા આપણા અંતરમાં પુરુષરૂપે દેખાય છે અને બાહ્ય વિશ્વમાં કાલરૂપે પ્રકટ થાય છે. પુરુષ એટલે જ્ઞાન અને કાલ એ એક જ સતરૂપી પરમાત્માનાં બે સ્વરૂપો છે. કાલ એ સતનું અભિવ્યંજન કરે છે અને તેથી પરમાત્મા એ સતનો અભિવ્યંજક કહેવાય છે. ઇતિહાસ એ કાલસ્વરૂપ ભગવાનની લીલા છે. કાલની વિશાલતા અને અપરિહાર્યતા એ વૈરાગ્યની ભાવનાઓ ઉત્પન્ન કરે છે. | જેના સંબંધથી પ્રકૃતિ સ્વત: જ ગતિ પામે છે; પરમ પુરુષ. પુરુષના બે ભેદ છે: (૧) જીવ અને (૨) ઈશ્વર. એકોडહં બહુસ્યામનો સંકલ્પ કરનાર બ્રહ્મે સંકલ્પ સિદ્ધિ અર્થેં પોતાનું વિભાગીકરણ કર્યું. એક વિભાગ પુરુષ, બીજો વિભાગ પ્રકૃતિ. તેમાં પ્રકૃતિને વશ થઈને જે સંસારને પામ્યા કરે છે તે જીવ કહેવાય છે અને જે પ્રકૃતિને વશ રાખી જગતની સૃષ્ટિ વગેરે કરે છે તે ઈશ્વર કહેવાય છે. સાંખ્યદર્શનમાં કહ્યું છે કે: પુરુષ બે પ્રકારના છે.: એક તો અનાદિ કર્મના સંબંધને લીધે ભિન્ન ભિન્ન શરીર દ્વારા જીવન ભોગવે છે તેથી જીવ એવી સંજ્ઞા ધારણ કરે છે. જીવાત્મા એક નહિ પણ અસંખ્ય છે. બીજો ઈશ્વર છે ને તે એક છે. ઈશ્વર પ્રકૃતિના સર્વ સરૂપ અને વિરૂપ પરિણામને પોતાના સાંનિધ્યથી સતત ગતિમાન રાખે છે. ઈશ્વર અતીંદ્રિય હોવાથી પ્રત્યક્ષાદિ પ્રમાણો તેમાં અશિદ્ધ છે. સાંખ્ય મત પ્રમાણે પ્રકૃતિ અને પુરુષમાં પુરુષ ઉપાદેય છે અને પ્રકૃતિ હેય છે. પુરુષ સર્વવ્યાપી છે અને પ્રકૃતિને પોતાની શકિતથી પ્રાણિત કરે છે. આ સિદ્ધાંત સમજાવી ઉપનિષદમાં સૂર્યને ચંદ્રનું દષ્ટાંત આપતાં કહ્યું છે કે, સૂર્ય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તમામ દિશાઓની તમામ ચીજને જેમ પ્રકાશિત કરે છે, સૌને જેમ પ્રાણદાન કરે છે અને સૌને જેમ વ્યાપી રહે છે. તેમ ઊગતો આત્મા સમસ્ત પ્રકૃતિને પ્રકાશિત કરે છે. પ્રકૃતિમાં ( પરિણામ પરંપરા )પામવાની પ્રાણશકિત રેડે છે અને સમસ્ત પ્રકૃતિ જ અણુઅણુમાં વ્યાપી રહે છે. ગીતારહસ્યમાં કહ્યું છે કે: પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થયો એટલે તેની ટંકશાળ શરૂ થાય છે અને વસંત ઋતુમાં જેમ ઝાડને પલ્લવ ફૂટે છે અને પછી ક્રમે ક્રમે પાન ફૂલ આવે છે, તે પ્રમાણે આ સંયોગ થતાં પ્રકૃતિની મૂળની સામ્યાવસ્થા તૂટે છે અને તેનો ગુણનો વિસ્તાર શરૂ થાય છે એમ સાંખ્યોનું કહેવું છે. કઠોપનિષદમાં કહ્યું છે કે: પ્રકૃતિથી પુરુષ સૂક્ષ્મ છે. કાર્યકારણની પરંપરાની સૂક્ષ્મતાની અવધિ પ્રકૃતિમાં છે, પણ પ્રકૃતિ કરતાં પણ પુરુષ સૂક્ષ્મતર છે. અહીં પુરષ શબ્દથી પ્રથમ જીવાત્મા અને જીવાત્મા કરતાં પણ અંતસ્થ પરમાત્માને જાણવો. આથી પુરુષ સૂક્ષ્મતાની અવધિ છે. ભગવતી ભાગવતમાં કહ્યું છે કે: આત્માનાં બે રૂપ છે. તેમાં દક્ષિણ અર્ધભાગ તે પુરુષ અને વામ અર્ધભાગ તે પ્રકૃતિ. વધુ + | તલનો છોડ. | દેહ; શરીર. વધુ + | ધણી; સ્વામી; વર; પતિ. | ( વેદાંત ) ધર્માદિ ચાર પુરુષાર્થને સંપાદન કરવાને જે યોગ્ય હોય તે. | નરજાતિનો માણસ; મનુષ્ય; આદમી; જણ; મરદ; માટીડો; જેના શરીરમાં પ્રજા ઉત્પન્ન કરવાનું બીજ હોય તે; નર. પુરુષની ચાર જાત છે: (૧) શશ, (૨) મૃગ, (૩) વૃષ અને (૪) અશ્વ. વળી પુરુષના બીજા પાંચ પ્રકાર કહ્યા છે: (૧) હંસ, (૨) ભદ્ર, (૩) માલવ્ય, (૪) રુચક અને (૫) શશક. તેમનાં લક્ષણ ઉચ્છાયમાં અને આયામમાં સરખાં જાણવા. પોતાના આંગળના માપથી હંસનું ૧૦૮ આંગળ, ભદ્રનું ૧૦૬ આંગળ, માલવ્યનું ૧૦૪ આંગળ, રુચકનું ૧૦૦ આંગળ અને શશકનું ૯૦ આંગળ માપ થાય . બાર આંગળની લંબાઈને તાલ કહે છે. પગની ઘૂંટી સુધીની ઊંચાઈ તાલનો ચોથો ભાગ એટલે ત્રણ આંગળ કહી છે. ઘૂંટીથી ઘૂંટણ સુધીનો ભાગ એટલે જાંઘ બે તાલ એટલે ૨૪ આંગળ અને ઘૂંટણ ૩ આંગળ કહેલ છે. જંઘા જેવોડો સાથળ એટલે ૨૪ આંગળ. લિંગથી નાભિ એક તાલ એટલે ૧૨ આંગળ, તેટલું જ નાભિથી હદય એટલે ૧૨ આંગળ, કપાળના ઉપર માથું તાલના છઠ્ઠા ભાગનું એટલે બે આંગળ કહ્યું છે. વચમાં લિંગ સમજવું. આ રીતે લંબાઈ કહેવાય છે. કર એક તાલ એટલે ૧૨ આંગળ કહેવાય છે. બાહુ ૧૭ આંગળ, પ્રબાહુ તેવડો જ, છાતીનો અરધો ભાગ ૮ આંગળ. આયામથી આ માપ કહ્યું છે. આને અનુસારે બાકીનાઓનું કાઢી શકાય. સર્વે આયામ એટલે લંબાઈ અને પરિણાહ એટલે ઘેરાવામાં સરખા હોય છે. વધુ + | ( સાંખ્ય ) પચીશ માંહેનું પ્રધાન તત્ત્વ. | ( વેદ ) પરબ્રહ્મ; પરમાત્મા; ચૈતન્યાત્મક પુરુષ. કઠોપનિષદમાં કહ્યું છે કે: આ આત્મારૂપી પરમાત્મા હદયની અંદર રહે છે. તે અંગુષ્ઠ માત્ર છે. સર્વવ્યાપી છતાં મુખ્યત્વે હૃદયમાં રહેતો હોઈને અને હદય અંગૂઠા જેવડું હોઈને આત્માને અહીં અંગૂઠા જેવડો કહ્યો છે. એ પુરુષ ભૂતભવ્યનો ઈશ્વર છે.અંગૂઠા જેવડો છે, છતાં એની સત્તા પિંડબ્રહ્માંડ સમસ્ત સ્થાવર જંગમ જગત ઉપર છે. જે આ રીતે આત્માને ભૂતભવ્ય જગતનો સ્વામી, શાસ્તા, નિયંતા, ઈશ્વર તરીકે જાણે છે. તેનો કોઈ તિરસ્કાર કરતું નથી, કેમકે આત્મદર્શનમાં દ્વેષનું અવસાન છે એ પુરુષ છે. પ્રશ્ર્નોપનિષદમાં કહ્યું છે કે: આ દુનિયામાં જેમ વહેતી એવી આ ગંગા જમના વગેરે નદીઓ સમુદ્રાભિમુખી થઈને સમુદ્રને પ્રાપ્ત કરતાં જાતે અસ્ત થઈ જાય છે, એટલે કે પોતાનાં ગંગા જમના વગેરે નામને અને વાંકાચૂકા રૂપને ત્યજી દે છે અને સમુદ્રમય થઈ જાય છે, તેમ જ આ પુરુષની આ સોળે કળા જો પુરુષ તરફ વળેલી હોય તો લાંબે ગાળે પણ પુરુષને પામીને અર્થાંત્ પરમાત્માને પામીને અસ્ત થઈ જાય છે. એટલે કે તેનાં પણ નામ રૂપ ટળી જાય છે. તે વખતે તે ફક્ત પુરુષ એમ જ કહેવાય છે. તાત્પર્ય કે, જે પુરુષ અર્થાત્ જીવના જીવનની તમામ શકિતઓ પરમાત્મપરાયણ થઈ જાય છે તેના જીવનની સરિતા પણ લાંબે ગાળે પરમાત્મરૂપી મહાસાગર અર્થાંત્ સચ્ચિદાનંદ મહાસાગરમાં લીન થઈ જાય છે ને તેવો જીવન્મુક્ત પુરુષ વિદેહમુક્ત થાય છે, તેવો આ પુરુષ અકલ છે, અમૃત છે. વધુ + | પારો. | પુન્નાગ વૃક્ષ. | પૂર્વજ. | ( પુરાણ ) બ્રહ્મા. | ( જ્યોતિષ ) મંગળ વગેરે ગ્રહ. | માણસની ઊંચાઈ; માથોડું. | મિત્ર. | ( જ્યોતિષ ) મેષ, મિથુન વગેરે વિષમ રાશિ; પહેલી, ત્રીજી, પાંચમી, સાતમી, નવમી અને અગિયારમી રાશિ. | ( પુરાણ ) રાક્ષસ. | વંશમાંનો એકાદો માણસ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. માયા અને અવિદ્યામાં વ્યાપ્ત થઈ ને વ્યકિતમાન અને સાકાર દેખાતા પુરુષ પોતે જ છે. પિંડ અને બ્રહ્માંડરૂપ સ્થૂળ દેહોરૂપે દેખાતા, પુરુષ અને પ્રકૃતિના વિવેકમાં પુરુષત્વ રૂપે, વ્યકિતભાવમાં નવ દ્વારવાળા પુરમાં એટલે સ્થૂળ શરીરમાં સ્વેચ્છાથી પુરાઈ રહેનારા દર્પણના પ્રતિબિંબની પેઠે માયા અને અવિદ્યામાં નિરાકારના સાકાર પ્રતિબિંબરૂપે એટલે જીવ અને ઈશ્વરરૂપે પિંડબ્રહ્માંડમાં પોતે જ પ્રતીત થાય છે. વળી પ્રકૃતિ અને પુરુષના વિવેકમાં તેમ જ સ્ત્રીપુરુષના વિવેકમાં પોતે જ પુરુષરૂપે છે. વળી પુરુષ એટલે નવ દ્વારવાળી પુરીઓમાં શયન કરી રહેનારા છે. વીર પુરુષ પોતે જ છે, તેમ જ જડ અને ચેતનમાં આત્મારૂપે પોતે જ છે, તથા સ્વેચ્છાથી સમષ્ટિગત અને વ્યષ્ટિગત પુરીમાં જીવરૂપે પુરાઈ રહેનારા પુરુષ પણ પોતે જ છે. ત્રણે લિંગમાં પુરુષલિંગ પણ પોતે જ હોવાથી શ્રી વિષ્ણુ પુરુષ કહેવાય છે. વળી પુર એટલે શરીર અને તેમાં જે શયન કરે છે તે પુરુષ કહેવાય છે. વળી તે મહાત્મા પૂર્વોક્ત ભાવોથી યુક્ત નવ દ્વારવાળા પવિત્ર પુરમાં વ્યાપ્ત છે, શયન કરે છે. | વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ. | શિવ. | ( વ્યાકરણ ) સર્વનામનો એક પ્રકાર; બોલનાર, સાંભળનાર અને તે સિવાયની વ્યકિત એ ત્રણ માંહેની એક. તેથી બોલનારની, સાંભળનારની કે બીજા કોઈની વાત થાય છે તે ખબર પડે છે. | સામવેદનો એક દેવતા. | સૂર્ય; સૂર્યના એકસો આઠ માંહેનું એક નામ; અધિક માસમાં તપતા સૂર્યનું નામ. | સૃષ્ટિ. | સેવક. | છન્નું આંગળનું માપ. | તરબાવરડી. | મેરુ પર્વત.
purush-prayatna
પુરુષાર્થ; માણસથી થઈ શકતી મહેનત; માણસની મહેનત.
Purushottam
અધિક માસ; મળ માસ. | ( જૈન ) અર્હંત દેવ; જિન. ક્ષીણાષ્ટકર્મા, પરમેષ્ઠી, અધીશ્વર, ભગવાન, જગત્પ્રભુ, તીર્થંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી, સર્વજ્ઞ, સર્વદર્શી, કેવલી, દેવાધિદેવ, વીતરાગ વગેરે તેમનાં બીજાં નામ છે. વધુ + | ઈશ્વર. | ઉત્તમ પુરુષ; શ્રેષ્ઠ પુરુષ. | ( જૈન ) એ નામના ચોથા વાસુદેવ. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૧૩ ગુરુ અને ૧૩૨ લઘુ મળી ૧૪૫ વર્ણ અને ૧૫૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે કામઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં એક ગુરુ અને ૫૮ લઘુ મળી ૫૯ વર્ણ અને ૬૦ માત્રા હોય છે. | ( જૈન ) કિંપુરુષ નામના વ્યંતરના દશ માંહેનો એક પ્રકાર. કિંપુરુષ નામના વ્યંતરના દશ પ્રકાર: પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ અને યશસ્વાન. | કૃષ્ણ; કૃષ્ણચંદ્ર. વધુ + | ક્ષર અને અક્ષર તેની ર રહેલું પરમાત્માનું સ્વરૂપ. વધુ + | જગન્નાથજી. | નારાયણ. વધુ + | પરમાત્મા; પુરુષ તેનાં કર્મ અને તેની અવસ્થાના લેશ પણ સંબંધ રહિત હોવાથી નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવવાન કેવળ સંચ્ચિદાનંદ એકરસરૂપ પરમાત્મા. | વિષ્ણુ; વિષ્ણુ ભગવાન; વિષ્ણુનાં હજાર. માંહેનું એક નામ. પુરુષોમાં ઉત્તમ, વ્યક્તિઓના જીવપણામાં ઉત્તમ પુરુષરૂપે ને પ્રકૃતિથી પર એટલે શ્રેષ્ઠ એવા ઉત્તમ પુરુષરૂપે હોવાથી તે પુરુષેત્તમ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતમાં તેમનાં હજાર નામ નીચે મુજબ છે: (૧) શ્રીકૃષ્ણ, (૨) સચ્ચિદાનંદ, (૩) નિત્યલીલાવિનોદકૃત, (૪) સર્વાગમવિનોદી, (૫) લક્ષ્મીશ. (૬) પુરુષોત્તમ, (૭) આદિકાલ. (૮) સર્વકાલ, (૯) કાલાત્મા, (૧0) માયયાવૃત, (૧૧) ભક્તોદ્વારપ્રયત્નાત્મા, (૧૨) જગત્કર્તા, (૧૩) જગન્મય, (૧૪) નામલીલાપર, (૧૫) વિષ્ણુ. (૧૬) વ્યાસાત્મા, (૧૭) શુકમોક્ષદ, (૧૮) વ્યાપિવૈકુંઠદાતા, (૧૯) શ્રમદ્ ભાગવતાગમ, (૨૦) શુકવાગમૃતાબ્ધીંદુ, (૨૧) શોંનકાદ્યખિલેષ્ટદ, (૨૨) ભક્તિપ્રવર્તક, (૨૩) ત્રાતા, (૨૪) વ્યાસચિંતાવિનાશક, (૨૫) સર્વસિદ્ધાંતવાગાત્મા, (૨૬) નારદાદ્યખિલેષ્ટદ, (૨૭) અંતરાત્મા, (૨૮) ધ્યાનગમ્ય, (૨૯) ભક્તિરત્નપ્રદાયક, (૩૦) મુક્તોપસૃષ્ય, (૩૧) પૂર્ણાત્મા, (૩૨) મુક્તાનાં રતિવર્ધન, (૩૩) ભક્તકાયૈંકનિરત, (૩૪) દ્રૌણ્યસ્ત્રવિનિવારક, (૩૫) ભક્તસ્મયપ્રણેતા, (૩૬) ભક્તવાકપરિપાલક, (૩૭) બ્રહ્મણ્યદેવ, (૩૮) ધર્માત્મા, (૩૯) ભક્તાનાં પરીક્ષક, (૪૦) આસન્નહિતકર્તા, (૪૧) માયાહિતકર, (૪૨) પ્રભુ, (૪૩) ઉત્તરાપ્રાણદાતા, (૪૪) બ્રહ્માસ્ત્રવિનિવારક, (૪૫) સર્વત:પાંડવપતિ, (૪૬) પરીક્ષિચ્છુદ્ધિકારણ, (૪૭) સર્વવેદેષુ ગૂઢાત્મા, (૪૮) ભકતૈહ્રદયંગમ, (૪૯) કુંતીસ્તુત્ય, (૫૦) પ્રસન્નાત્મા (૫૧) પરમાદ્ભુતકાર્યકૃત, (૫૨) ભીષ્મમુક્તિપ્રદ, (૫૩) સ્વામી, (૫૪) ભક્તમોહનિવારક, (૫૫) સર્વાવસ્થાસુ સંસેવ્ય, (૫૬) સમ, (૫૭) સુખહિતપ્રદ, (૫૮) કૃતકૃત્ય, (૫૯) સર્વસાક્ષી. (૬૦) ભક્તસ્ત્રીરતિવર્ધન, (૬૧) સર્વસૌભાગ્યનિલય, (૬૨) પરમાશ્રર્યરૂપધૃક, (૬૩) અનન્યુપુરુષસ્વામી, (૬૪) સર્વલક્ષણદાતા, (૬૫) દ્વારકાભાગ્યભાજન, (૬૬) બીજસંસ્કારકર્તા, (૬૭) પરીક્ષિજજ્ઞાનપોષક, (૬૮) વિદૂરપ્રીતિપૂરક, (૬૯) સર્વત્રપૂર્ણગુણક, (૭૦) સર્વભૂષણભૂષિત, (૭૧) ધૃતરાષ્ટ્રવિમુક્તિદ, (૭૨) લીલાવ્યામોહકર્તા, (૭૩) નિત્યં સન્માર્ગરક્ષક, (૭૪) કાલધર્મપ્રવર્તક, (૭૫) પાંડવાના મોક્ષદાતા, (૭૬) કલિનિગ્રહકર્તા, (૭૭) પરીક્ષિદ્દભાગ્યવંર્ધન્ન, (૭૮) ધર્માદીનાં પોષક, (૭૯) સત્સંગજ્ઞાનહેતુ, (૮૦) શ્રીભાગવતકારણ, (૮૧) પ્રાકૃતાદષ્ટમાર્ગ, (૮૨) સકલાગમૈ:શ્રોતવ્ય, (૮૩) શુદ્ધભાવૈ:કીર્તિતવ્ય, (૮૪) અનેકમાર્ગકર્તા, (૮૫) આત્મવિત્તમૈ:સ્મર્તવ્ય, (૮૬) સકલાધાર, (૮૭) નાનાવિધગતિપ્રદ, (૮૮) ભકત્યા ગ્રાહ્ય, (૮૯) સત્ત્વૈકનિલયાત્મભૂ (૯૦) યોગગમ્ય, (૯૧) સર્વધ્યેય, (૯૨) પુરુષ, (૯૩) સુરપ્રિય, (૯૪) જન્માદિસાર્થકકૃતિ, (૯૫) લીલાકર્તા, (૯૬) સતાં પતિ, (૯૭) આદિકર્તા, (૯૮) તત્ત્વકર્તા, (૯૯) સર્વકર્તા, (૧૦૦) વિશારદ, (૧૦૧) નાનાવતારકર્તા, (૧૦૨) બ્રહ્માવિર્ભાવકારણ, (૧૦૩) દશલીલાવિનોદી, (૧૦૪) નાનાસૃષ્ટિપ્રવર્તક, (૧૦૫) અનેકકલ્પકર્તા, (૧૦૬) સર્વદોષવિવર્જિત, (૧૦૭) વૈરાગ્યહેતુ, (૧૦૮) તીર્થાત્મા, (૧૦૯) સર્વતીર્થફળપ્રદ, (૧૧૦) તીર્થશુદ્ધૈકનિલય, (૧૧૧) સર્વમાર્ગપરિપોષક, (૧૧૨) તીર્થકીર્તિ, (૧૧૩) ભક્તગમ્ય, (૧૧૪) ભક્તાનુશયકાર્યકૃત, (૧૧૫) ભક્તતુલ્ય, (૧૧૬) સર્વતુલ્યુ (૧૧૭) સ્વેચ્છાસર્વપ્રવર્તક, (૧૧૮) ગુણાતીત, (૧૧૯) અનવદ્યાત્મા (૧૨૦) સર્વલીલાપ્રવર્તક, (૧૨૧) સાક્ષાત્સર્વજગત્કર્તા, (૧૨૨) મહદાદિપ્રવર્તક, (૧૨૩) માયાપ્રવર્તક, (૧૨૪) સાક્ષી, (૧૨૫) માયારતિવિષર્ધન, (૧૨૬) આકાશાત્મા, (૧૨૭) ચતુર્મૂતિ, (૧૨૮) ચતુર્ધા, (૧૨૯) ભૃતભાવન, (૧૩૦) રજ:પ્રવર્તક, (૧૩૧) બ્રહ્મા, (૧૩૨) મરિચ્યાદિપિતામહ, (૧૩૩) વેદકર્તા, (૧૩૪) યજ્ઞકર્તા, (૧૩૫) સર્વકર્તા, (૧૩૬) અમિતાત્મક, (૧૩૭) અનેકસૃષ્ટિકર્તા, (૧૩૮) દશધાસૃષ્ટિકારક, (૧૩૯) યજ્ઞાંગ, (૧૪૦) યજ્ઞવારાહ, (૧૪૧) ભૂધર, (૧૪૨) ભૂમિપાલક, (૧૪૩) સેતુ, (૧૪૪) વિધરણ, (૧૪૫) જૈત્ર, (૧૪૬) હિરણ્યાક્ષાંતક, (૧૪૭) સુર, (૧૪૮) દિતિકશ્યપકામૈકહેતુસૃષ્ટિપ્રવર્તક, (૧૪૯) દેવાભયપ્રદાતા, (૧૫૦) વૈકુંઠાધિપતિ, (૧૫૧) મહાન, (૧૫૨) સર્વગર્વપ્રહારી, (૧૫૩) સનકાદ્યખિલાર્થદ, (૧૫૪) સર્વાશ્વાસનકર્તા, (૧૫૫) ભક્તતુલ્યાહવપ્રદ, (૧૫૬) કાલલક્ષણહેતુ, (૧૫૭) સર્વાર્થજ્ઞાપક, (૧૫૮) પર, (૧૫૯) ભક્તોન્નતિકર, (૧૬૦) સર્વપ્રકારસુખદ, (૧૬૧) નાનાયુદ્ધપ્રહરણ; (૧૬૨) બ્રહ્મશાપવિમોચક, (૧૬૩) પુષ્ટિસર્ગપ્રણેતા, (૧૬૪) ગુણસૃષ્ટિપ્રવર્તક, (૧૬૫) કર્દમેષ્ટપ્રદાતા, (૧૬૬) દેવહૂત્યખિલાર્થદ, (૧૬૭) શુકલનારાયણ, (૧૬૮) સત્યકાલધર્મપ્રવર્તક, (૧૬૯) જ્ઞાનાવતાર, (૧૭૦) શાંતાત્મા, (૧૭૧) કપિલ, (૧૭૨) કાલનાશક, (૧૭૩) ત્રિગુણાધિપતિ, (૧૭૪) સાંખ્યશાસ્ત્રકર્તા, (૧૭૫) વિશારદ, (૧૭૬) સર્ગદૂષણઠ્ઠારી, (૧૭૭) પુષ્ટિમોક્ષપ્રવર્તક, (૧૭૮) લૌકિકાનંદદાતા, (૧૭૯) બ્રહ્માનંદપ્રવર્તક, (૧૮૦) ભક્તિસિદ્ધાંતવક્તા, (૧૮૧) આત્મપ્રદ, (૧૮૨) સગુણજ્ઞાનદીપક, (૧૮૩) પૂર્ણકામ, (૧૮૪) યોગાત્મા, (૧૮૫) યોગભાવિત, (૧૮૬) જીવન્મુક્તિપ્રદ, (૧૮૭) શ્રીમાન, (૧૮૮) અન્યભક્તિપ્રવર્તક, (૧૮૯) કાલસામર્થ્યદાતા, (૧૯૦) કાલદોષનિવારક, (૧૯૧) કર્મમાર્ગનિયામક, (૧૯૨) ગર્ભોત્તમજ્ઞાનદાતા, (૧૯૩) સિદ્ધિહેતુ, (૧૯૪) સર્વમાર્ગનિરાકર્તા, (૧૯૫) સર્વહેતુ, (૧૯૬) ભક્તિમાગૈકપોષક, (૧૯૭) સિદ્ધપૂજિત, (૧૯૮) સર્વાશ્રર્યૈકકારણ, (૧૯૯) ચેતનાચેતનપતિ, (૨૦૦) સમુદ્રપરિપૂજિત, (૨૦૧) સાંખ્યચાર્યસ્તુત, (૨૦૨) સર્વપૂજિત (૨૦૩) વિસર્ગકર્તા, (૨૦૪) સર્વેશ, (૨૦૫) કોટિસૂર્યસમપ્રભ, (૨૦૬) અનંતગુણગંભીર, (૨૦૭) મહાપુરુષપૂજિત, (૨૦૮) અનંતસુખદાતા, (૨૦૯) બ્રહ્મકોટિપ્રજાપતિ, (૨૧૦) સુધાકોટિસ્વાસ્થ્યહેતુ, (૨૧૧) રચિજન્મ, (૨૧૨) કામધુક્કોટિકામદ, (૨૧૩) સમુદ્રકોટિગંભીર, (૨૧૪) તીર્થકોટિસમાહ્વય, (૨૧૫) આકૂતિસૂનુ, (૨૧૬) સુમેરુકોટિનિષ્કંપ, (૨૧૭) મન્વાદિપ્રેરક, (૨૧૮) કોટિબ્રહ્માંડવિગ્રહ, (૨૧૯) યજ્ઞનારાયણ, (૨૨૦) કોટ્યશ્વમેધપાપધ્ર, (૨૨૧) અભયપ્રદ, (૨૨૨) વાયુકોટિમહાબલ, (૨૨૩) કૌટીંદુજગદાનંદી, (૨૨૪) શિવકોટિપ્રસાદકૃત, (૨૨૫) ધર્મ, (૨૨૬) સર્વસદ્દગુણમાહાત્મ્ય, (૨૨૭) દેવેન્દ્ર, (૨૨૮) સર્વસદગુણભાજન, (૨૨૯) પર, (૨૩૦) દક્ષિણાપતિ, (૨૩૧) ઓજસ્વી, (૨૩૨) ક્રિયાશક્તિ, (૨૩૩) પરાયણ, (૨૩૪) દત્તાત્રેય, (૨૩૫) યોગપતિ, (૨૩૬) યોગમાર્ગપ્રવર્તક, (૨૩૭) અનસૂયાગર્ભરત્ન, (૨૩૮) વિશ્વાનંદપ્રદ, (૨૩૯) ઋષિવંશવિવર્ધન, (૨૪૦) નારાયણ, (૨૪૧) ગુણત્રયવિભાગજ્ઞ, (૨૪૨) ધર્મસૂનુ, (૨૪૩) ચતુર્વર્ગવિશારદ, (૨૪૪) સહસ્ત્રકવચચ્છેદી, (૨૪૫) મૂર્તિપુણ્યયશસ્કર, (૨૪૬) તપસ્સાર, (૨૪૭) નરપ્રિય, (૨૪૮) કર્મસાક્ષી, (૨૪૯) ભારતપૂજિત, (૨૫૦) અનંતાદભૂતમાહાત્મ્ય, (૨૫૧) બદરીસ્થાનભૂષણ, (૨૫૨) જિતકામ, (૨૫૩) જિતક્રોધ, (૨૫૪) જિતસંગ, (૨૫૫) જિતેદ્રિંય, (૨૫૬) ઉર્વશીપ્રભવ, (૨૫૭) સ્વર્ગસુખદાયી, (૨૫૮) સ્થિતિપ્રદ, (૨૫૯) અમાની, (૨૬૦) માનદ, (૨૬૧) ગોપ્તા, (૨૬૨) ભગવચ્છાસ્ત્રબોધક, (૨૬૩) બ્રહ્માદિવદ્ય, (૨૬૪) હંસ (૨૬૫) શ્રી, (૨૬૬) માયાવૈભવકારણ, (૨૬૭) વિવિધાનંતસર્ગાત્મા, (૨૬૮) યજ્ઞસ્વામી, (૨૬૯) વિશ્વપૂરણતત્પર, (૨૭૦) યજ્ઞજીવનહેતુ, (૨૭૧) ઈષ્ટબોધક, (૨૭૨) નાનાસિદ્ધાંતગમ્ય, (૨૭૩) સપ્તતંતુ, (૨૭૪) ષડ્ગુણ, (૨૭૫) પ્રતિસર્ગજગ-કર્તા, (૨૭૬) નાનાલીલાવિશારદ, (૨૭૭) ધ્રુવપ્રિય, (૨૭૮) ધ્રુવ્રસ્વામી, (૨૭૯) ચિતિતાધિકદાયક, (૨૮૦) દુર્લભાનંતફલદ, (૨૮૧) દયાનિધિ, (૨૮૨) અમિત્રહા, (૨૮૩) અંગસ્વામી, (૨૮૪) કૃપાસાર, (૨૮૫) વૈન્ય, (૨૮૬) યશોદાતા, (૨૮૭) ભૂમિનિયામક, (૨૮૮) ભૂમિદોગ્ધા, (૨૮૯) પ્રજાપ્રાણપાલનૈકપરાયણ, (૨૯૦) જ્ઞાનદાતા, (૨૯૧) સર્વધર્મપ્રદર્શક, (૨૯૨) પુરંજન, (૨૯૩) જગન્મિત્ર, (૨૯૪) વિસર્ગાંતપ્રદર્શક, (૨૯૫) પ્રચેતસાં પતિ, (૨૯૬) ચિત્રભક્તિહેતુ, (૨૯૭) રુમૃતિહેતુબ્રહ્મભાવસાયુજ્યાદિપ્રદ, (૨૯૮) જનાર્દન, (૨૯૯) શુભ, (૩૦૦) વિજયી, (૩૦૧) અચ્યુત, (૩૦૨) સ્થિતિલીલાબ્ધિ, (૩૦૩) વિજયપ્રદ, (૩૦૪) સ્વસામર્થ્યપ્રદ, (૩૦૫) ભક્તકોર્તિહેતુ, (૩૦૬) અધોક્ષજ, (૩૦૭) પ્રિયવ્રતપ્રિયસ્વામી, (૩૦૮) સ્વેચ્છાવાદવિશારદ, (૩૦૯) સંગ્યગમ્ય, (૩૧૦) સ્વપ્રકાશ, (૩૧૧) સર્વસંગવિવર્જિત, (૩૧૨) ઈચ્છાયાં સમર્યાદ, (૩૧૩) સર્વરૂપ, (૩૧૪) ત્યાગમાત્રોપલંભન, (૩૧૫) અચિંત્યકાર્યકર્તા, (૩૧૬) તર્કાગોચરકાર્યકૃત, (૩૧૭) શૃંગારરસમર્યાદા, (૩૧૮) આગ્નીધ્રરસભાજન, (૩૧૯) નાભીષ્ટપૂરક, (૩૨૦) કર્મમર્યાદાદર્શનોત્સુક, (૩૨૧) સદાનંદશરીરવાન, (૩૨૨) મર્યાદાપુરુષોત્તમ, (૩૨૩) કાલસાક્ષી, (૩૨૪) સર્વરૂપેષુ સત્યાત્મા, (૩૨૫) શશિપ્રભ, (૩૨૬) મેરુદેવીવ્રતફલ, (૩૨૭) ઋષભ, (૩૨૮) ભગલક્ષણ, (૩૨૯) જગત્સંતર્પક, (૩૩0) મેધરૂપી, (૩૩૧) દેવેંદ્રદર્પહા, (૩૩૨) જયંતીપતિ, (૩૩૩) અત્યંતપ્રમાણાશેષલૌકિક, (૩૩૪) યોગચર્યાપ્રદર્શક, (૩૩૫) શતધાન્યસ્તભૂતાત્મા, (૩૩૬) ગુણપ્રસુ, (૩૩૭) વૈષ્ણુવોત્પાદનપર, (૩૩૮) સર્વધર્મોપદેશક, (૩૩૯) પરહંસક્રિયાગોપ્તા, (૩૪૦) શતાનંદ, (૩૪૧) ચતુર્થાશ્રમનિર્ણેતા, (૩૪૨) અદ્દભુતતમ, (૩૪૩) પ્રદર્શિતાન્યધર્મ, (૩૪૪) ભરતસ્વામી, (૩૪૫) અપારકૃત. (૩૪૬) યથાવત્કર્મકર્તા, (૩૪૭) સંગાનિષ્ટપ્રદર્શક, (૩૪૮) યજ્ઞરૂપમૃગ, (૩૪૯) આવશ્યકપુનર્જન્મકર્મમાર્ગપ્રદર્શક, (૩૫૦) શાંત, (૩૫૧) સહિષ્ણુ, (૩૫૨) સત્પરાક્રમ, (૩૫૩) રહૂગણવિમોચક, (૩૫૪) રહૂગણગતિજ્ઞ, (૩૫૫) ભવાટવીતત્વવક્તા, (૩૫૬) ગયસ્વામી, (૩૫૭) બહિર્મુખહિતે રત, (૩૫૮) સ્થાનવંશકર્તા, (૩૫૯) સ્થાનવિભેદકૃત, (૩૬૦) પુરુષાવયવ, (૩૬૧) ભૂમિવિશેષવિનિરૂપક, (૩૬૨) ગંગારૂપ, (૩૬૩) જંબૂદ્વીપપતિ, (૩૬૪) ગંગામાહાત્મ્યહેતુ, (૩૬૫) મેરુનાભિપહ્મરુહાશ્રય, (૩૬૬) સર્વપાવન, (૩૬૭) નાનાવિભૂતિલીલાઢય, (૩૬૮) વૈકુંઠદેહહેત્વંબુજન્મકૃત, (૩૬૯) અતિગૂઢકૃત, (૩૭૦) ગંગોત્પત્તિનિદાનકૃત, (૩૭૧) શિવસ્વામી, (૩૭૨) શિવોપાસ્ય, (૩૭૩) સંકર્ષણાત્મક, (૩૭૪) ગૂઢ, (૩૭૫) સ્થાનરક્ષાર્થમત્સ્યાદિરૂપ, (૩૭૬) સર્વૈકપૂજિત, (૩૭૭) સર્વપ્રસવકારણ, (૩૭૮) ઉપાસ્યનાનારૂપાત્મા, (૩૭૯) ગતિપ્રદ, (૩૮૦) જ્યોતીરૂપ, (૩૮૧) હર્યશ્વબ્રહ્મભાવન, (૩૮૨) વેદકાંતિ, (૩૮૩) ઉજ્જવલવેષધૃક, (૩૮૪) હંસ, (૩૮૫) અંતરિક્ષગમન, (૩૮૬) આનંદકર્તા, (૩૮૭) વસુદ, (૩૮૮) બુધ, (૩૮૯) વાકપતિ, (૩૯૦) ઉજ્જવલ, (૩૯૧) કાલાત્મા, (૩૯૨) કાલકાલ, (૩૯૩) કાલચ્છેદકૃત, (૩૯૪) ઉત્તમ, (૩૯૫) શિશુમાર, (૩૯૬) સર્વમૂર્તિ, (૩૯૭) આધિદૈવિકરૂપધૃક, (૩૯૮) સંકર્ષણ, (૩૯૯) અનંતસુખભોગાઢય, (૪૦૦) દૈત્યપતિ, (૪૦૧) વિવરૈશ્વર્યભાજન, (૪૦૨) સર્વાધાર, (૪૦૩) બૃહદવપુ, (૪૦૪) અનંતનરકચ્છેદી, (૪૦૫) સ્મૃતિમાત્રાતિનાશન, (૪૦૬) ધર્મવક્તા, (૪૦૭) સર્વાનુગ્રહકર્તા, (૪૦૮) અધવિમોચક, (૪૦૯) મર્યાદાભિન્નશાસ્ત્રકૃત, (૪૧૦) ત્યાગહેતુ, (૪૧૧) કાલાંતકભયચ્છેદી, (૪૧૨) અધોક્ષજ, (૪૧૩) નામસામર્થ્યરૂપધૃક, (૪૧૪) સન્માર્ગપ્રેરક, (૪૧૫) ઉદ્ધારાનર્હગોપ્ત્રાત્મા, (૪૧૬) નામાદિપ્રેરકોત્તમ, (૪૧૭) અકિલષ્ટવક્તા, (૪૧૮) અજામિલમહાદુષ્ટમોચક, (૪૧૯) ધર્તા, (૪૨૦) વિષ્ણુધર્મસ્વરૂપધૃક, (૪૨૧) વૈકુંઠપુરનેતા, (૪૨૨) દાસસંવૃદ્ધિકારક, (૪૨૩) દક્ષપ્રસાદકૃત, (૪૨૪) હંસગુહ્યસ્તુતિવિભાવન, (૪૨૫) સ્વાભિપ્રાયપ્રવક્તા, (૪૨૬) મુક્તજીવપ્રસૂતિકૃત, (૪૨૭) નારદપ્રેરણાત્મા, (૪૨૮) સૂર્યનારાયણ, (૪૨૯) સુબલાશ્વહિત, (૪૩0) ગૂઢાર્થજ્ઞાપન, (૪૩૧) ગૂઢવાક્યાર્થજ્ઞાપનક્ષમ, (૪૩૨) કવચાત્મા, (૪૩૩) સર્વમોક્ષાનંદપ્રતિષ્ઠિત, (૪૩૪) સ્ત્રીપ્રસૂ, (૪૩૫) પુષ્ટિપ્રરોહહેતુ, (૪૩૬) દાસૈકજ્ઞાયહૃદગત, (૪૩૭) શાંતિકર્તા, (૪૩૮) સુહિતકૃત, (૪૩૯) સર્વકામધુક (૪૪0) પુષ્ટિવંશપ્રણેતા, (૪૪૧) વિશ્વરૂપેષ્ટદેવતા, (૪૪૨) પાલનાત્મા, (૪૪૩) વર્મોપચિતિકારણ, (૪૪૪) વિશ્વરૂપશિરચ્છેદી, (૪૪૫) ત્વાષ્ટ્રયજ્ઞવિનાશક, (૪૪૬) વૃત્રસ્વામી, (૪૪૭) વૃત્રગમ્ય, (૪૪૮) વૃત્રવ્રતપરાયણ (૪૪૯) વૃત્રકીર્તિ, (૪૫૦) વૃત્રમોક્ષ, (૪૫૧) સંસારમોચક, (૪૫૨) મધવત્પ્રાણરક્ષક, (૪૫૩) મંત્રસિદ્ધિ, (૪૫૪) અશ્વમેધહરિભોંકતા, (૪૫૫) સિદ્ધિહેતુ, (૪૫૬) દેવેંદ્રામીવનાશક, (૪૫૭) શિવ, (૪૫૮) ચિત્રકેતુબોધનતત્પર, (૪૫૯) સુસિદ્ધિફલદાયક, (૪૬૦) મહાદેવતિરસ્કર્તા, (૪૬૧) આદિત્ય, (૪૬૨) ભકત્યૈ પૂર્વાર્થનાશક, (૪૬૩) દૈત્યરાજ, (૪૬૪) દૈવબ્રાહ્મણવિદ્વેષવૈમુખ્યજ્ઞાપક, (૪૬૫) મરુત્પતિ, (૪૬૬) અચિંત્યકૃત, (૪૬૭) ત્રાતા, (૪૬૮) મરુતાં ભેદક, (૪૬૯) વ્રતાત્મા, (૪૭૦) પુંપ્રસૂતિકૃત, (૪૭૧) કર્માત્મા, (૪૭૨) વાસનાત્મા, (૪૭૩) ઊતિલીલાપરાયણ, (૪૭૪) સમદૈત્યસુર, (૪૭૫) સ્વાત્મા, (૪૭૬) વૈષમ્યજ્ઞાનસંશ્રય, (૪૭૭) દેહાદ્યુપાધિરહિત, (૪૭૮) સર્વજ્ઞ, (૪૭૯) સર્વહેતુવિદ, (૪૮૦) બ્રહ્મવાક્સ્થાપનપર, (૪૮૧) સદસદ્વાસનાહેતુ, (૪૮૨) સ્વજન્માવધિકાર્યકૃત, (૪૮૩) ત્રિસત્ય, (૪૮૪) ભક્તમોચક, (૪૮૫) હિરણ્યકશિપુદ્વેષી, (૪૮૬) પ્રવિષ્ટાત્મા, (૪૮૭) અતિભીષણ, (૪૮૮) શાંતિજ્ઞાનાદિહેતુ, (૪૮૯) પ્રહલાદોત્પત્તિકારણ (૪૯૦) દૈત્યસિદ્ધાંતસદવકતા, (૪૯૧) તપ:સાર (૪૯૨) ઉદારધી, (૪૯૩) દૈત્યહેતુપ્રકટન,(૪૯૪) ભક્તિચિહ્નપ્રકાશક, (૪૯૫) સદદ્વેષહેતુ, (૪૯૬) સદ્દ્વેષવાસનાત્મા, (૪૯૭) નિરંતર, (૪૯૮) નૈષ્ઠુર્યસીમા, (૪૯૯) નૃહરિ, (૫૦૦) પ્રહલાદવત્સલ, (૫૦૧) સંગદોષહા, (૫૦૨) મહાનુભાવ.. (૫૦૩) સાકાર, (૫૦૪) સર્વાકાર, (૫૦૫) પ્રમાણભૂ, (૫૦૬) સ્તંભપ્રસૂતિ, (૫૦૭) નૃસિંહ, (૫૦૮) ભીમવિક્રમ, (૫૦૯) વિકટાસ્ય, (૫૧૦) લલજ્જિહ્વ (૫૧૧) નખશસ્ત્ર, (૫૧૨) હિરણ્યકશિપુચ્છેદી, (૫૧૩) ભક્તસ્તુત્ય, (૫૧૪) ક્રૂરદૈત્યવિનાશક, (૫૧૫) સિંહાસનરથ, (૫૧૬) ક્રોધાત્મા, (૫૧૭) લક્ષ્મીભયવિવર્ધન, (૫૧૮) બ્રહ્માદ્યત્યંતભયભૂ, (૫૧૯) ગોરૂપધારી, (૫૨૦) અપૂર્વાચિત્યરૂપધૃક, (૫૨૧) સ્તુતિપ્રિય, (૫૨૨) ભક્તૈકશાંતહૃદય, (૫૨૩) પ્રશાંતધી, (૫૨૪) ભક્તાંગલેહનોદ્ધૂતક્રોધપુંજ, (૫૨૫) સ્મૃતિમાત્રભયત્રાતા, (૫૨૬) બ્રહ્મબુદ્ધિપ્રદાયક, (૫૨૭) અમૃતપા, (૫૨૮) શિવકીર્તિવિવર્ધન, (૫૨૯) ધર્માત્મા, (૫૩૦) સર્વકર્માત્મા, (૫૩૧) વિશેષાત્મા, (૫૩૨) આશ્રમપ્રભુ, (૫૩૩) સંસારમગ્નસ્વોદ્ધર્તા, (૫૩૪) મન્વંતરવિભાવન, (૫૩૫) સન્માર્ગાખિલતત્વવાક, (૫૩૬) સદાચાર, (૫૩૭) આચારાત્મા, (૫૩૮) સ્મૃત્યાશેષાશુભહર, (૫૩૯) જાતિસ્મરણહેત્વેકપૂજાભક્તિસ્વરૂપદા, (૫૪૦) ગજેંદ્રસ્મૃતિકારણ, (૫૪૧) યજ્ઞ. (૫૪૨) ભયાન્મનુત્રાતા, (૫૪૩) બ્રહ્મવ્રતાશ્રય, (૫૪૪) વિભુ, (૫૪૫) સત્યસેન. (૫૪૬) દુષ્ટધાતી, (૫૪૭) હરિ, (૫૪૮) ગજવિમોચક, (૫૪૯) વૈકુંઠ, (૫૫૦) લોકકર્તા, (૫૫૧) અજિત, (૫૫૨) અમૃતકારણ, (૫૫૩) ઉરુક્રમ, (૫૫૪) ભૂમિહર્તા, (૫૫૫) સાર્વભૌમ, (૫૫૬) બલિપ્રિય, (૫૫૭) વિભુ, (૫૫૮) સર્વહિતૈકાત્મા, (૫૫૯) શિવપ્રિય, (૫૬૦) વિશ્વકસેન, (૫૬૧) ધર્મસેતુ, (૫૬૨) લોકધૃતિ, (૫૬૩) સુધામાંતરપાલક, (૫૬૪) ઉપહર્તાયોગપતિ, (૫૬૫) બૃહદભાનુ, (૫૬૬) ક્રિયાપતિ, (૫૬૭) ચતુર્દશપ્રમાણાત્મા, (૫૬૮) મન્વાદિબોધક, (૫૬૯) લક્ષ્મીભોગૈકનિલય, (૫૭૦) દેવમંત્રપ્રદાયક, (૫૭૧) દૈત્યવ્યામોહક, (૫૭૨) ધર્મ, (૫૭૩) સાક્ષાદગરુડસ્કંધસંશ્રય, (૫૭૪) લીલામંદરધારી , (૫૭૫) અવિઘ્નકર્તા, (૫૭૬) દૈત્યવાસુકિપૂજિત, (૫૭૭) સ્વવાક્યકૃત, (૫૭૮) સમુદ્રોન્મથનાયત્ત, (૫૭૯) આદિકૂર્મ, (૫૮૦) પવિત્રાત્મા, (૫૮૧) મંદરાઘર્ષણોત્સુક, (૫૮૨) શ્વાસૈજદબ્ધિવાર્વીચિ, (૫૮૩) ધન્વંતરિ, (૫૮૪) કલ્પાંતાવધિકાર્યકૃત, (૫૮૫) આતિનાશન, (૫૮૬) ચતુર્દશમહારત્ન, (૫૮૭) સુધાહસ્ત, (૫૮૮) લક્ષ્મીસૌભાગ્યવર્ધન, (૫૮૯) યજ્ઞભોક્તા, (૫૯૦) આયુર્વેદપ્રણેતા, (૫૯૧) બુદ્ધિવ્યામોહક, (૫૯૨) દેવદૈત્યાખિલાર્ચિત, (૫૯૩) માયયા વક્તા, (૫૯૪) દેવકાર્યસાધનતત્પર, (૫૯૫) સ્ત્રીરૂપ, (૫૯૬) દૈત્યાંતઃકરણપ્રિય, (૫૯૭) શિવવ્યામોહક, (૫૯૮) પાયિતામૃતદેવાંશ, (૫૯૯) માયી, (૬૦૦) યુદ્ધહેતુસ્મૃતિપ્રદ, (૬૦૧) સુમાલિમાલિવધકૃત, (૬૦૨) માલ્યવત્પ્રાણહારક, (૬૦૩) સ્વર્ગહેતુ, (૬૦૪) કાલનેમિશિરચ્છેદી, (૬૦૫) વ્રતાર્ચિત, (૬૦૬) દૈત્યયજ્ઞવિનાશક, (૬૦૭) બલિજીવનકર્તા, (૬૦૮) જ્વોત્કટ, (૬૦૯) ઈંદ્રસામર્થ્યદાતા, (૬૧૦) દૈત્યશેષસ્થિતિપ્રિય, (૬૧૧) ભૃગુમંત્રસ્વશકિતદ, (૬૧૨) અદિત્યાનંદકર્તા, (૬૧૩) ઉપેંદ્ર, (૬૧૪) કશ્યપાદિતિસંભવ, (૬૧૫) ઈંદ્રાવરજ, (૬૧૬) વામનબ્રહ્મરૂપધૃક, (૬૧૭) બ્રહ્માદિસેવિતવપુ, (૬૧૮) યજ્ઞપાવનતત્પર, (૬૧૯) યાંચોપદેશકર્તા, (૬૨૦) જ્ઞાપિતાશેષસંસ્થિતિ, (૬૨૧) સર્વહર્તા, (૬૨૨) સત્યાર્થપ્રેરક, (૬૨૩) ગર્વવિનાશક, (૬૨૪) ત્રિવિક્રમ, (૬૨૫) ત્રિલોકાત્મા, (૬૨૬) વિશ્વમૂતિ, (૬૨૭) પૃથુશ્રવા, (૬૨૮) પાશબદ્ધબલિ, (૬૨૯) સર્વદૈત્યપક્ષોપમર્દક, (૬૩૦) અબ્ધિસંશ્રય, (૬૩૧) સુતલસ્થાપિતબલિ, (૬૩૨) મહામીન, (૬૩૩) સ્વર્ગાધિકસુખપ્રદ, (૬૩૪) કર્મસંપૂર્તિકર્તા, (૬૩૫) સ્વર્ગસંસ્થાપિતામર, (૬૩૬) ગોપ્તા, (૬૩૭) જ્ઞાતત્રિવિધધર્માત્મા, (૬૩૮) સત્યવ્રતપ્રિય, (૬૩૯) મત્સ્યમૂતિંધૃતશ્રુતિ, (૬૪૦) સર્વાર્થજ્ઞાપક, (૬૪૧) શૃંગબદ્ધધૃતક્ષોણિ, (૬૪૨) ગુરુ, (૬૪૩) ઈશસેવકલીલાત્મા, (૬૪૪) સૂર્યવંશપ્રવર્તક, (૬૪૫) સોમવંશોદભવકર, (૬૪૬) મનુપુત્રગતિપ્રદ, (૬૪૭) અંબરીષપ્રિય, (૬૪૮) દુર્વાસોગર્વનાશક, (૬૪૯) સાધુ, (૬૫૦) બ્રહ્મશાપોપસંહર્તા, (૬૫૧) ભક્તકીર્તિવિવર્ધન, (૬૫૨) ઈક્ષ્વાકુવંશજનક, (૬૫૩) સગરાદ્યખિલાર્થદ, (૬૫૪) બ્રહ્મસ્વામી, (૬૫૫) ભગીરથમહાયત્ન, (૬૫૬) શિવસ્વામી, (૬૫૭) ગંગાધૌતાંધ્રિપંકજ, (૬૫૮) અનંતકીર્તિ, (૬૫૯) સગરાત્મજમુક્તિદ, (૬૬૦) રઘુનાથ, (૬૬૧) ખટ્વાંગમોક્ષહેતુ, (૬૬૨) રામચંદ્ર, (૬૬૩) રઘુવંશવિવર્દ્ધન, (૬૬૪) રામભદ્ર, (૬૬૫) રઘુપ્રિય, (૬૬૬) પુણ્યશ્લોકૈકભાસ્કર, (૬૬૭) પુણ્યાત્મા, (૬૬૮) કોશલેંદ્ર, (૬૬૯) પ્રમાણાત્મા, (૬૭૦) સેવ્ય, (૬૭૧) દશરથાત્મજ, (૬૭૨) લક્ષ્મણ, (૬૭૩) ભરત, (૬૭૪) શત્રુઘ્ન, (૬૭૫) વ્યૂહવિગ્રહ, (૬૭૬) વિશ્વામિત્રપ્રિય, (૬૭૭) દાંત, (૬૭૮) તાડકાવધમોક્ષદ, (૬૭૯) સુબાહુહા, (૬૮૦) વાયવ્યાસ્ત્રાબ્ધિનિક્ષિપ્તમારીચ, (૬૮૧) સીતાપતિ, (૬૮૨) વૃષધ્વજધનુર્ભંગપ્રાપ્તસીતામહોત્સવ, (૬૮૩) ભૃગુપતિગર્વપર્વતનાશક, (૬૮૪) રામ, (૬૮૫) અયોધ્યાસ્થમહાભોગયુક્તલક્ષ્મીવિનોદવાન, (૬૮૬) કૈકયીવાક્યકર્તા, (૬૮૭) વૈરાગ્યબોધક, (૬૮૮) પિતૃવાક્પરિપાલક, (૬૮૯) ગુહસ્વામી, (૬૯૦) અનન્યસાત્ત્વિકસ્થાનબોધક, (૬૯૧) અહલ્યાદુ:ખહારી, (૬૯૨) સલક્ષ્મણ, (૬૯૩) ચિત્રકૂટપ્રિયસ્થાન, (૬૯૪) દંડાકારણ્યપાવન, (૬૯૫) શરભંગસુતીક્ષ્ણાદિપૂજિત, (૬૯૬) અગસ્ત્યભાગ્યભૂ, (૬૯૭) ઋષિસંપ્રાર્થિતકૃતિ, (૬૯૮) વિરાધવધપંડિત, (૬૯૯) ખરદૂષણઘાતક, (૭૦૦) છિન્નશૂપર્ણખાનાસ, (૭૦૧) મારીચઘાતી, (૭૦૨) એકબાણહતાનેકસહસ્ત્રબલરાક્ષસ, (૭૦૩) નિયતસીતાસંબંધશોભિત, (૭૦૪) શબરીપૂજિત, (૭૦૫) સીતાવિયોગનાટ્ય, (૭૦૬) વાલિઘાતી, (૭૦૭) ભક્તહનુમત્પ્રમુખાવૃત, (૭૦૮) જટાયુર્વધમોક્ષદ, (૭૦૯) દુંદુભ્યસ્થિપ્રહરણ, (૭૧૦) સપ્તતાલવિભેદન, (૭૧૧) સુગ્રીવરાજ્યદ, (૭૧૨) સાગરશોષણ, (૭૧૩) સેતુબંધનકર્તા, (૭૧૪) વિભીષણહિતપ્રદ, (૭૧૫) અયોધ્યાપતિ, (૭૧૬) રાવણાદિશિરચ્છેદી, (૭૧૭) હૈહયાંતકર, (૭૧૮) રાક્ષસાધૌધનાશક, (૭૧૯) જનકજ્ઞાનગમ્ય, (૭૨૦) સીતાભયપ્રદાતા, (૭૨૧) સુકૃતજ્ઞસ્વરૂપદ, (૭૨૨) પુષ્પકાગમનોત્સુક, (૭૨૩) દુષ્ટક્ષત્રવિનાશક, (૭૨૪) અત્યંતસર્વલોકસુખપ્રદ, (૭૨૫) મથુરાપુરનિર્માતા, (૭૨૬) ઐલાંતપ્રકટશ્રુતિ, (૭૨૭) સોમવંશહિતૈકાત્મા, (૭૨૮) યદુવંશવિવર્દ્ધન, (૭૨૯) કલેશનાશન, (૭૩૦) કેશવ, (૭૩૧) પરબ્રહ્માવતરણ, (૭૩૨) ભૂમિભારાવતરણ, (૭૩૩) ભક્તાર્થાખિલમાનસ, (૭૩૪) સર્વભક્તનિરોધાત્મા, (૭૩૫) પૂર્ણ, (૭૩૬) લીલાનંતનિરોધકૃત, (૭૩૭) સત્ય, (૭૩૮) ભૂમિષ્ટપરમાનંદ, (૭૩૯) દેવકીશુદ્ધિકરણ, (૭૪૦) વસુદેવજ્ઞાનનિષ્ઠસમજીવનિવારક, (૭૪૧) સર્વવૈરાગ્યકરણસ્વલીલાધારશોધક, (૭૪૨) માયાજ્ઞાપનકર્તા, (૭૪૩) શેષસંભારસંભૂતિ, (૭૪૪) ભક્તકલેશપરિજ્ઞાતા, (૭૪૫) તન્નિવારણતત્પર, (૭૪૬) આવિષ્ટવસુદેવાંશ, (૭૪૭) દેવકીગર્ભભૂષણ, (૭૪૮) પૂર્ણતેજોમય, (૭૪૯) કંસાધૃષ્યપ્રતાપવાન, (૭૫૦) જગત્કલ્પતરુ, (૭૫૧) વિવેકજ્ઞાનદાતા, (૭૫૨) પિતૃમાતૃસ્તુત, (૭૫૩) બ્રહ્માધખિલસંસ્તુત, (૭૫૪) યશોદાનંદન, (૭૫૫) નાનારૂપવિમોહન, (૭૫૬) બલભદ્રપ્રિય, (૭૫૭) ભક્તિમાર્ગપ્રાતિષ્ઠાતા, (૭૫૮) વિદ્વન્મોહપ્રવર્તક, (૭૫૯) મૂલકાલગુણદ્રષ્ટા, (૭૬૦) નયનાનંદભાજન, (૭૬૧) વસુદેવસુખાબ્ધિ, (૭૬૨) દેવકીનયનામૃત, (૭૬૩) સર્વેશત્વપ્રકટન, (૭૬૪) પૂર્વસર્વવૃત્તાંતબોધક, (૭૬૫) રામાનુજ, (૭૬૬) નંદભાગ્યભૂગોકુલોત્સવ, (૭૬૭) ગોકુલગતિલીલાપ્તવસુદેવકરસ્થિતિ, (૭૬૮) માયાવ્યત્યયકારક, (૭૬૯) જ્ઞાનમોહિતદુષ્ટેશ, (૭૭૦) પ્રપંચાસ્મૃતિકારણ, (૭૭૧) નંદપ્રિય, (૭૭૨) નં:સૂનુ, (૭૭૩) યશોદાયા: સ્તનંધય, (૭૭૪) પૂતનાસુપય:પાતા, (૭૭૫) વાસુદેવ, (૭૭૬) મુગ્ધભાવાતિસુંદર, (૭૭૭) સુંદરીહૃદયાનંદ, (૭૭૮) ગોપીમંત્રાભિમંત્રિત, (૭૭૯) ગોપાલાશ્વર્યરસકૃત, (૭૮૦) કૃષ્ણ, (૭૮૧) શકટાસુરખંડન, (૭૮૨) નંદવ્રજજનાનંદી, (૭૮૩) નંદભાગ્યમહોદય, (૭૮૪) તૃણાવર્તવધોત્સાહ, (૭૮૫) યશોદાજ્ઞાનવિગ્રહ, (૭૮૬) સંકર્ષણસહાયવાન, (૭૮૭) ગોષ્ટાંગણગતિપ્રિય, (૭૮૮) કિંકિણીરવભાવજ્ઞ, (૭૮૯) વત્સપુચ્છાવલંબન, (૭૯૦) નવનીતપ્રિય, (૭૯૧) ગોપીમોહસંસારનાશક, (૭૯૨) દામોદર, (૭૯૩) ગોપબાલકભાવજ્ઞ, (૭૯૪) ભક્તવશ્ય, (૭૯૫) ચૌર્યવિદ્યાવિશારદ, (૭૯૬) વત્સઘાતી, (૭૯૭) મૃત્સ્નાભક્ષણલીલાસ્યમાહાત્મ્યજ્ઞાનદાયક, (૭૯૮) ધરાદ્રોણપ્રીતિકર્તા, (૭૯૯) બાલકેલિ, (૮૦૦) દધિભાંડવિભેદન, (૮૦૧) અરણ્યભોક્તા, (૮૦૨) યમલાર્જુનભંજન, (૮૦૩) અનંતમૂર્તિ, (૮૦૪) બૃહદવનમહાશ્ર્વર્ય, (૮૦૫) સદાપ્રિય, (૮૦૬) વૃંદાવનગતિપ્રિય, (૮૦૭) બકાસુરનિષૂદન, (૮૦૮) બાલલીલાપરાયણ (૮૦૯) પ્રોત્સાહજનક, (૮૧૦) અધાસુરનિષૂદન, (૮૧૧) વ્યાલમોક્ષપ્રદ, (૮૧૨) પુષ્ટ, (૮૧૩) બ્રહ્મમોહપ્રવર્ધન, (૮૧૪) જંગમસ્થાવરકૃતિ, (૮૧૫) બ્રહ્મમોહનકર્તા, (૮૧૬) વૃન્દાવનલતાગુલ્મવૃક્ષરૂપનિરૂપક, (૮૧૭) સ્તુત્ય, (૮૧૮) પૌગંડલીલાભિરતિ, (૮૧૯) નાદબ્રહ્મપ્રકટન, (૮૨૦) આત્મા, (૮૨૧) સર્વાત્મા, (૮૨૨) ગોચારણપરાયણ, (૮૨૩) વયઃપ્રતિકૃતિસ્વન, (૮૨૪) બહિનૃત્યાનુકરણ, (૮૨૫) ગોપાલાનુકૃતિસ્વન, (૮૨૬) સદાચારપ્રતિષ્ઠાતા, (૮૨૭) સખિસ્તુત, (૮૨૮) બલશ્રમનિરાકૃતિ, (૮૨૯) ગોપાલસેવિતપદ, (૮૩૦) તરુમૂલકૃતાશેષતલ્પશાયી, (૮૩૧) શ્રીલાલિતપદાંબુજ, (૮૩૨) ગોપસંપ્રાર્થિતફલદાનનાશિતધેનુક, (૮૩૩) કાલીયફણિમાણિકયરંજિતશ્રીપદાંબુજ, (૮૩૪) દષ્ટિસંજીવિતાશેષગોપગોપિકાપ્રિય, (૮૩૫) લીલાસંપીતદાવાગ્નિ, (૮૩૬) પ્રલંબવધપંડિત, (૮૩૭) દાવાગ્ન્યાવૃતગોપાલદષ્ટ્યાચ્છાદનવહ્નિપ. (૮૩૮) વર્ષાશરહિભૂતિશ્રી, (૮૩૯ )ગોપીકામપ્રબોધક, (૮૪૦) ગોપીરત્નસ્તુતાશેષવેણુવાદ્યવિશારદ, (૮૪૧) કાત્યાયનીવ્રત-વ્યાજસર્વભાવાશ્રિતાંગન, (૮૪૨) સત્સંગતિસ્તુતિવ્યાજસ્તુતવૃંદાવનાંધ્રિપ, (૮૪૩) ગોપક્ષુચ્છાતિસંવ્યાજવિપ્રભાર્યાપ્રસાદકૃત, (૮૪૪) હેતુપ્રાપ્તેંદ્રયાગસ્વકાર્યગોસવબોધક, (૮૪૫) લીલાગોવર્ધનોદ્વારપાલિતસ્વવ્રજપ્રિય, (૮૪૬) શૈલરૂપકૃતાશેષરસભોગસુખાવહ, (૮૪૭) ગોપસ્વચ્છંદલીલાર્થગર્ગવાક્યાર્થબોધક, (૮૪૮) ઈંદ્રધેનુસ્તુતિપ્રાપ્તગોવિંદેદ્રાભિધાનવાન, (૮૪૯) વ્રતાદિધર્મસંસક્તનંદકલેશવિનાશક, (૮૫૦) નંદાદિગોપમાત્રેષ્ટવૈકુંઠગતિદાયક, (૮૫૧) વેણુવાદસ્મરક્ષોભમત્તગોપીવિમુક્તિદ, (૮૫૨) સર્વભાવપ્રાપ્તગોપીસુખસંવર્ધનક્ષમ, (૮૫૩) ગોપીગર્વપ્રણાશાર્થતિરોધાનસુખપ્રદ, (૮૫૪) કૃષ્ણભાવવ્યાપ્તવિશ્વગોપીભાવિતવેશધૃક, (૮૫૫) રાધાવિશેષસંભોગપ્રાપ્તદોષનિવારક, (૮૫૬) પરમપ્રીતિસંગીતસર્વાદભૂતમહાગુણ, (૮૫૭) માનાપનોદનાક્રંદગોપીદષ્ટિમહોત્સવ, (૮૫૮) ગોપિકાવ્યાપ્તસર્વાંગ, (૮૫૯) કેશીઘાતી, (૮૬૦) સ્ત્રીસંભાષાવિશારદ, (૮૬૧) નારદેષ્ટ, (૮૬૨) રાસોત્સવમહાસૌખ્યગોપીસંભોગસાગર, (૮૬૩) જલસ્થલરતિવ્યાપ્તગોપીદષ્ટ્યભિપૂજિત, (૮૬૪) શાસ્ત્રાનપેક્ષકામૈકમુક્તદ્વારવિવર્ધન, (૮૬૫) સુદર્શનમહાસર્પગ્રસ્તનંદવિમોચક, (૮૬૬) ગીતમોહિતગોપીધૃક્શંખચૂડવિનાશક, (૮૬૭) ગુણસંગીતસંતુષ્ટિ, (૮૬૮) અરિષ્ટમથન, (૮૬૯) ગોપીસંસારવિસ્મૃતિ, (૮૭૦) દૈત્યબુદ્ધિવ્યામોહકારક, (૮૭૧) વ્યામોસુરવિનાશક, (૮૭૨) અક્રૂરભક્તિસંરાદ્ધપાદરેણુમહાનિધિ, (૮૭૩) સ્થાવરોહશુદ્ધાત્મા, (૮૭૪) ગોપીમાનસહારક, (૮૭૫) હ્દસંદર્શિતાશેષવૈકુંઠાક્રૂરસંસ્તુત, (૮૭૬) મથુરાગમનોત્સાહ, (૮૭૭) મથુરાભાગ્યભાજન, (૮૭૮) મથુરાનગરીશોભાદર્શનોત્સુકમાનસ, (૮૭૯) દુષ્ટરંજકઘાતી, (૮૮૦) વાયકાર્ચિતવિગ્રહ, (૮૮૧) વસ્ત્રમાલાસુશોભાંગ, (૮૮૨) કુબ્જાલેપનભૂષિત, (૮૮૩) કુબ્જાસુરૂપકર્તા, (૮૮૪) કુબ્જારતિવરપ્રદ, (૮૮૫) મથુરામલ્લ, (૮૮૬) પ્રસાદરૂપસંતુષ્ટહરકોદંડખંડન, (૮૮૭) શકલાહતકંસાપ્તધનૂરક્ષકસૈનિક (૮૮૮) જાગ્રત્સ્વપ્નભયવ્યાપ્તમૃત્યુલક્ષણબોધક, (૮૮૯) ઓજસ્વી, (૮૯૦) મલ્લયુદ્ધવિશારદ, (૮૯૧) સદ્ય:કુવલયાપીટઘાતી, (૮૯૨) ચાણૂરમર્દન, (૮૯૩) લીલાહતમહામલ્લ, (૮૯૪) કંસાંતક, (૮૯૫) શલતોશલધાતક, (૮૯૬) જિતામિત્ર, (૮૯૭) વસુદેવવિમોચક, (૮૯૮ ) જ્ઞાતતત્ત્વપિતૃજ્ઞાનમોહનામૃતવાઙ્ મય (૮૯૯ ) ઉગ્રસેનપ્રતિષ્ઠાતા, (૯૦૦) યાદવાધિવિનાશક, (૯૦૧) નંદાદિસાંત્વનકર, (૯૦૨) બ્રહ્મચર્યવ્રતે સ્થિત, (૯૦૩) ગુરુશુશ્રૂષણપર, (૯૦૪) વિદ્યાપારમિતેશ્વર, (૯૦૫) સાંદીપનિમૃતાપત્યદાતા, (૯૦૬) કાલાંતકાદિજિત, (૯૦૭) ગોકુલાશ્વાસનપર, (૯૦૮) યશોદાનંદપોષક, (૯૦૯) સમોદ્ધવભ્રમરવાક, (૯૧૦) ગોપિકાવિરહવ્યાજમનોગતિરતિપ્રદ, (૯૧૧) ગોપિકામોહનાશક, (૯૧૨) કુબ્જારતિપ્રદ, (૯૧૩) અક્રૂરપવિત્રીકૃતભૂગૃહ, (૯૧૪) વિચારક, (૯૧૫) પૃથાદુ:ખપ્રણેતા, (૯૧૬) પાંડવાનાં સુખપ્રદ, (૯૧૭) જરાસંઘસમાનીતસૈન્યઘાતી, (૯૧૮) યવનવ્યાપ્તમથુરાજનદત્તકુશસ્થલિ.. (૯૧૯) દ્વારકાદૂભૂતનિર્માણવિસ્માપિતસુરાસુર, (૯૨૦) મનુષ્યમાત્રભોગાર્થભૂમ્યાનીતેંદ્રવૈભવ, (૯૨૧) યવનવ્યાપ્તમથુરાનિર્ગમાનંદવિગ્રહ, (૯૨૨) મુચુકુંદમહાબોધયવનપ્રાણદર્પહા, (૯૨૩) ફલપ્રદાનસંતુષ્ટિ, (૯૨૪) મુચુકુંદસ્તુતાશેષગુણકર્મમહોદય, (૯૨૫) જન્માંતરિતમોક્ષદ, (૯૨૬) શિવબ્રાહ્મણવાક્યાપ્તજ્યભીતિવિભાવન, (૯૨૭) મિત્રવિંદાપતિ, (૯૨૮) પ્રવર્ષણપ્રાથિતાગ્રિદાનપુણ્યમહોત્સવ, (૯૨૯) રુકિમણીરમણ, (૯૩૦) કામપિતા, (૯૩૧) પ્રદ્યુમ્રભાવન, (૯૩૨) સ્યમંતકમણિવ્યાજપ્રાપ્તજાંબવતીપતિ, (૯૩૩) સત્યભામાપ્રાણપતિ, (૯૩૪) કાંલિદીરતિવર્ધન, (૯૩૫) સત્યાપતિ, (૯૩૬) વૃષનિષૂદન, (૯૩૭) ભદ્રાવાંછિતભર્તા, (૯૩૮) લક્ષ્મણાવરણક્ષમ, (૯૩૯) ઈંદ્રાદિપ્રાર્થિતવધનરકાસુરસૂદન, (૯૪૦) મુરારિ, (૯૪૧) પીઠહંતા, (૯૪૨) તામ્રાદિપ્રાણહારક, (૯૪૩) ષોડશસ્ત્રીસહસ્ત્રેશ, (૯૪૪) છત્રકુંડલદાનકૃત, (૯૪૫) પારિજાતાપહરણ, (૯૪૬) દેવેદ્રંમદનાશક, (૯૪૭) રુકિમણિસમસર્વસ્ત્રીસાધ્યભોગરતિપ્રદ, (૯૪૮) રુકિમણીપરિહાસોકિતવાકિતરોધાનકારક, (૯૪૯) પુત્રપૌત્રમહાભાગ્યગૃહધર્મપ્રવર્તક, (૯૫૦) શંબરાંતકસત્પુત્રવિવાહહતરુકિમક, (૯૫૧) ઉષાપહતપૌત્રશ્રી, (૯૫૨) બાણબાહુનિવારક, (૯૫૩) શીતજ્વરભયવ્યાપ્તજવરસંસ્તુતષડ્ગુણ, (૯૫૪) શંકરપ્રતિયોદ્ધા, (૯૫૫) દ્વયુદ્ધવિશારદ, (૯૫૬) નૃગપાપપ્રભેતા, (૯૫૭) બ્રહ્મસ્વગુણદોષદક, (૯૫૮) બલભદ્રાહિતગુણ, (૯૫૯) વિષ્ણુભકિતવિરોધૈકબ્રહ્મસ્વવિનિવારક, (૯૬૦) ગોકુલપ્રીતિદાયક, (૯૬૧) ગોપીસ્નેહૈકનિલય, (૯૬૨) ગોપીપ્રાણસ્થિતિપ્રદ, (૯૬૩) વાક્યાતિગામિયમુનાહલાકર્ષણવૈભવ. (૯૬૪) પૌંડ્રકત્યાજિતસ્પર્ધ, (૯૬૫) કાશીરાજવિભેદન, (૯૬૬) કાશીનિદાહકરણ, (૯૬૭) શિવભસ્મપ્રદાયક, (૯૬૮) દ્વિવિદપ્રાણઘાતી, (૯૬૯) કૌરવાખર્વગર્વનુત, (૯૭૦) નારદાન્વિષ્ટચરણ, (૯૭૧) લાંગલાકૃષ્ટનગરીસંવિગ્નાખિલનાગર, (૯૭૨) પ્રપન્નાભયદ, (૯૭૩) ભક્તવિક્ષેપનાશક, (૯૭૪) સાંબપ્રાપ્તસન્માનભાજન, (૯૭૫) સદાચારૈકનિલય, (૯૭૬) સુધર્માધ્યાસિતાસન, (૯૭૭) જરાસંધાવરુદ્ધેનવિજ્ઞાપિતનિજકલમ, (૯૭૮) મંત્રયુદ્ધવાદિવાક્યોક્તપ્રકારૈકપરાયણ, (૯૭૯) રાજસૂયાદિમખકૃત, (૯૮૦) સંપ્રાથિતસહાયકૃત, (૯૮૧) ઈંદ્રપ્રસ્થપ્રયાણાર્થમહત્સંભારસંભૃતિ, (૯૮૨) જરાસંધવધવ્યાજમોચિતાશેષભૂમિપ, (૯૮૩) સન્માર્ગબોધક, (૯૮૪) યજ્ઞક્ષિતિવારણતત્પર, (૯૮૫) શિશુપાલહતિવ્યાજજ્યશાપવિમોચક, (૯૮૬) દુર્યોધનાભિમાનાબ્ધિશોષબાણવૃકોદર, (૯૮૭) મહાદેવવરપ્રાપ્રપુરશાલ્વવિનાશક, (૯૮૮) દંતવક્ત્રવધવ્યાજવિજ્યાધૌધનાશક, (૯૮૯) વિદૂરથપ્રાણહર્તા. (૯૯૦) ન્યસ્તશસ્ત્રાસ્ત્રવિગ્રહ. (૯૯૧) ઉપધર્મવિલિપ્રાંગસૂતઘાતી, (૯૯૨) વરપ્રદ, (૯૯૩) બલ્વલપ્રાણહરણપાલિતષિશ્રુતિક્રિય, (૯૯૪) સર્વતીર્થાઘનાશાર્થતીર્થયાત્રાવિશારદ, (૯૯૫) જ્ઞાનક્રિયાવિભેદેષ્ટફલસાધનતત્પર, (૯૯૬) સારથ્યાદિકક્રિયાકર્તા, (૯૯૭) ભક્તવશ્યત્વબોધક, (૯૯૮) સુદામરંકભાર્યાર્થભૂમ્યાનીતેદ્રવૈભવ, (૯૯૯) રવિગ્રહનિમિત્તાપ્તકુરુક્ષેત્રૈકપાવન, (૧૦૦૦) નૃપગોપીસમસ્તસ્ત્રીપાવનાર્થીખિલક્રિય, (૧૦૦૧) ઋષિમાર્ગપ્રતિષ્ઠાતા, (૧૦૦૨) વસુદેવમખક્રિય, (૧૦૦૩) વસુદેવજ્ઞાનદાતા, (૧૦૦૪) દેવકીપુત્રદાયક, (૧૦૦૫) અર્જુનસ્ત્રીપ્રદાતા, (૧૦૦૬) બહુલાશ્વરસ્વરૂપદ, (૧૦૦૭) શ્રુતદેવેષ્ટદાતા, (૧૦૦૮) સર્વશ્રુતિનિરૂપિતા, (૧૦૦૯) મહાદેવાર્દ્યતિશ્રેષ્ઠ, (૧૦૧૦) ભક્તિલક્ષણનિર્ણય, (૧૦૧૧) વૃકગ્રસ્તશિવત્રાતા, (૧૦૧૨) નાનાવાક્યવિશારદ, (૧૦૧૩) નરગર્વવિનાશાર્થતહતબ્રાહ્હણબાલક, (૧૦૧૪) લોકાલોકપરસ્થાનસ્થિતબાલકદાયક, (૧૦૧૫) દ્વારકાસ્થમહાભોગનાનાસ્ત્રીરતિવર્ધન, (૧૦૧૬) મનસ્તિરોધાનકૃતવ્યગ્રસ્ત્રીચિત્તભાવિત, (૧૦૧૭) મુક્તિલીલાવિહરણ (૧૦૧૮) મોશલવ્યાજસંહ્હતિ, (૧૦૧૯) શ્રીભાગવતધર્માદિબોધક, (૧૦૨૦) ભક્તિનીતિકૃત, (૧૦૨૧) ઉદ્ધવજ્ઞાનદાતા, (૧૦૨૨) પંચવિંશનિધા ગુરુ, (૧૦૨૩) આચારભક્તિમુકત્યાદિવકતા, (૧૦૨૪) શબ્દોદભવસ્થિતિ, (૧૦૨૫) હંસ, (૧૦૨૬) ધર્મપ્રવકતા, (૧૦૨૭) સનકાદ્યુપદેશકૃત, (૧૦૨૮) ભકિતસાધનવક્તા. (૧૦૨૯) યોગસિદ્ધિપ્રદાયક, (૧૦૩૦) નાનવિભૂતિવક્તા. (૧૦૩૧) શુદ્ધધર્માવબોધક, (૧૦૩૨) માર્ગત્રયવિભેદાત્મા, (૧૦૩૩) નાનાશંકાનિવારક, (૧૦૩૪) બુદ્ધ, (૧૦૩૫) ભિક્ષુગીતાપ્રવક્તા, (૧૦૩૬) શુદ્ધસાંખ્યપ્રવર્તક, (૧૦૩૭) મનોગુણવિશેષાત્મા, (૧૦૩૮) જ્ઞાપકોક્તપુરુરવા, (૧૦૩૯) કલ્કિ, (૧૦૪૦) પુજાવિધિપ્રવક્તા, (૧૦૪૧) સર્વસિદ્ધાંતબોધક, (૧૦૪૨) લઘુસ્વમાર્ગવક્તા, (૧૦૪૩) સ્વસ્થાનગતિબોધક, (૧૦૪૪) યાદવાંગોપસંહર્તા, (૧૦૪૫) સર્વાશ્ર્વર્યગતિક્રિય, (૧૦૪૬) ગુપ્તાર્થવક્તા, (૧૦૪૭) કલિમલાપહ, (૧૦૪૮) નાનાશાસ્ત્રવિધાયક, (૧૦૪૯) કાલધર્મવિભેદાર્થવર્ણનાશનતત્પર, (૧૦૫૦) નષ્ટધર્મમનુષ્યાદિલક્ષણજ્ઞાપનોત્સુક, (૧૦૫૧) આશ્રયૈકગતિજ્ઞાતા, (૧૦૫૨) શાસ્ત્રવૈરાગ્યસંબોધ, (૧૦૫૩) નાનાપ્રલયબોધક, (૧૦૫૪) શબ્દરૂપ, (૧૦૫૫) વિશેષત:શુકવ્યાજપરીક્ષિજજ્ઞાનબોધક, (૧૦૫૬) શુકેષ્ટગતિરૂપાત્મા, (૧૦૫૭) નાદરૂપ, (૧૦૫૮) પરીક્ષિદેહમોક્ષદ, (૧૦૫૯) વેદરૂપ, (૧૦૬૦) વિભેદન, (૧૦૬૧) વ્યાસ, (૧૦૬૨) શાખાપ્રવક્તા, (૧૦૬૩) પુરાણાર્થપ્રવર્તક, (૧૦૬૪) માર્કંડેયપ્રસન્નાત્મા, (૧૦૬૫) કાલ, (૧૦૬૬) વટપત્રપુટેશય, (૧૦૬૭) ભકિતદાતા, (૧૦૬૮) માયાવ્યાપ્તમહામોહદુ:ખશાંતિપ્રવર્તક, (૧૦૬૯) મહાદેવસ્વરૂપ, (૧૦૭૦) કૃપાનિધિ, (૧૦૭૧) આદિત્યાંતર્ગત, (૧૦૭૨) દ્વાદશાત્મા, (૧૦૭૩) સુપૂજિત, (૧૦૭૪) શ્રીભાગવતરૂપ, (૧૦૭૫) સર્વાર્થફલદાયક. | શત્રુમિત્ર વગેરેથી હમેશા ઉદાસીન રહેનાર નિષ્પાપ પુરુષ. | સર્વનું મૂલભૂત તત્ત્વ; પરમાત્મા. | મુખ્ય અઢાર માંહેનું એક તીર્થક્ષેત્ર. | પુરુષોમાં ઉત્તમ.