Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Rãmãyan” · clear
- Rãmãyan
- મુશ્કેલ કામ; રામણ. વધુ + | અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામચંદ્રની જીવનકથા; રામકથા; રામચરિત; વાલ્મીકિએ રચેલું એ નામનું એક મહાકાવ્ય. રામાયણ વાલ્મીકિ ઋષિએ રચેલું હોય એમ મનાય છે. ઇ. સ. પૂર્વે પાંચમી સદીમાં તે લખાયું હોય એવી માન્યતા છે. તેના બે પ્રકાર છે: ઉત્તરનું અને બંગાળનું. ઉત્તરનું વધારે જૂનું અને શુદ્ધ છે. જ્યારે બંગાળનું પછીના સમયનું અને પાયા વિનાનું છે. તેના યરપીય ભાષામાં કેરે, માર્શમેન, ગોરેસિયો, શેગલ, વ્હીલર વગેરે વિદ્વાનોએ જુદી જુદી ભાષામાં તરજૂમા કરેલ છે. રામાયણના સાત કાંડ છે અને તેમાં આશરે ૫૦,૦૦૦ લીટીઓ છે; બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. દરેક કાંડમાં ઘણા સર્ગ છે. પાણિનિના સમય પહેલાં વાલ્મીકિએ રામાખ્યાન નામનું પુસ્તક લખ્યું હતું. અને પાછળથી ઇ. સ. પૂર્વે ૧૦૦ની આસપાસમાં તેમાં વધારા કરીને કોઇ કવિએ હાલનું રામાયણ બનાવ્યું છે એમ પણ કહેવાય છે. રામ એ વૈદિક કાળના રાજા હતા. અને દંડકારણ્યમાં સીતાનું હરણ થયા પછી વાનર અને રીંછ જેવી પ્રાચીન સમયની જાતિઓની સહાયથી લંકાના રાક્ષસ રાજા રાવણને મારી તેમણે સીતાને પાછાં મેળવ્યાં હતાં. ગાંધીજી લખે છે કે: રામાયણશ્રવણ મારા રામાયણ ઉપરના અત્યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું. સંસ્કૃતમાં રામાયણ નામના ઘણા ગ્રંથ છે. તેમાં વાલ્મીકિકૃત રામાયણ સૌથી વધુ પ્રીચન અને પ્રસિદ્ધ છે. તે આદિ કાવ્ય છે. વાલ્મીકિ ઋષિ રામચંદ્રના સમકાલીન હતા. તેથી તેનો ગ્રંથ રામાયણ સૌથી વધુ પ્રમાણિક મનાય છે. ખાસ કરીને ભારતમાં ત્રણ પ્રકાના વાલ્મીકીય રામાયણ મળી આવે છે. ઔદીચ્ય, દાક્ષિણાત્ય, અને ગૌડીય. આ ત્રણે રામાયણોના સર્ગોની સંખ્યા અને પાઠ વગેરેમાં થોડોઘણો તફાવત છે. આટલા પ્રાચીન કાવ્યની જુદી જુદી પ્રતોમાં આટલો અધિક તફાવત હોવો સ્વાભાવિક છે. થોડાઘણા અંશે આ રામાયણ અને બીજી રામાયણોની સહાયતા લઇને તુલસીદાજીએ રામાચરિતમાનસ નામનું જે પ્રસિદ્ધ હિંદીભાષામાં કાવ્ય લખ્યું છે તેનો બોધ પણ આ રામાયણ શબ્દથી થાય છે. વાલ્મીકિકૃત રામાયણ સિવાય આધ્યાત્મરામાયણ, અગ્નિવેશરામાયણ વગેરે જે કેટલાંક રામાયણ છે તે સાંપ્રદાયિક છે. | આત્મવિચાર. આત્મરામાયણમાં રામાયણને આત્મવિચાર કહેલ છે. | રામનું જવું તે. | રામનું પરાક્રમ. | લંબાણ વાર્તા કે કથાનક; ટાયલું. જેમાં સાંસારિક લડાઈ કે ઝઘડાની લંબાણ વાત હોય તે હકીકત કે ઈતિહાસ; મોટીને અદ્ભુત વાર્તા. વધુ + | વીતક કથા.