Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Sagun” · clear
- sagun
- ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ બૃહતીછંદનો એક ભેદ છે. તેમાં બે નગણ અને એક ભગણ એમ નવ વર્ણ આવે છે. | પરમેશ્વર. કેમકે, તે સર્વ સુખ, પવિત્રતા અનંતકાલ વગેરે ગુણવાળા છે. | ગુણયુક્ત; ગુણવાળું; નિર્ગુણ નહિ તેવું; સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણાંશ જેનામાં હોય તેવું; રૂપ, રંગ, આકાર, ભાવ વગેરે ગુણવાળું-ઈશ્વર; જગતના વ્યવસાયમાં કર્તારૂપે રહેલું તે. સગુણ અને નિરાકાર નિરંજન રૂપે શાંતિ રહેલું તે નિર્ગુણ. ઉપાસના બે પ્રકારની છેઃ સગુણ અને નિર્ગુણ. શુક્ર, જગત્કર્તા, વીર્યવાન, શુદ્ધ, કવિ, મનીષી ઈત્યાદિ ગુણોના ચિંતન સહિત પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે ત્યારે પરમાત્મા સગુણ કહેવાય છે. ઈશ્વર જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે તે સગુણ છે એવી માન્યતા છે. ભગવદ્ગીતા પ્રમાણેઃ ઉપનિષદોમાં પણ પરમેશ્વરનું સ્વરૂપ કદી સગુણ, કદી શુદ્ધ નિર્ગુણ, તો કદી સગુણ-નિર્ગુણ એવું ત્રણ પ્રકારે વર્ણવેલું માલૂમ પડે છે. ઉપાસનાને માટે હમેશાં આંખ આગળ મૂર્તિ હોવી જ જોઈએ એવો કાંઈ નિયમ નથી. નિરાકાર એટલે ચક્ષુ વગેરે જ્ઞાનેંદ્રિયોને અગોચર એવા સ્વરૂપની ઉપાસના થઈ શકે છે. પણ જેની ઉપાસના કરવાની હોય તે ચક્ષુરાદિ ઈંદ્રિયોને ગોચર ન હોય તો ચાલે. પણ જો મનને પણ ગોચર ન હોય તો તેની ઉપાસના થઈ શકે નહિ. ઉપાસના એટલે ચિંતન અથવા મનન અથવા ધ્યાન અને ચિંતિત વસ્તુનું રૂપ. નહિ તો બીજા કોઈ પણ ગુણ મનમાં આણ્યા સિવાય મન ચિંતન જ કોનું કરી શકે ? એટલે અવ્યક્ત-આંખે ન દેખાય એવા-પરમાત્માનું ચિંતન, મનન, ઉપાસના કરવાનું જે જે ઠેકાણે ઉપનિષદોમાં કહેલું છે તે ઠેકાણે અવ્યક્ત પરમેશ્વરને સગુણ કલ્પેલા છે. પરમેશ્વરના કલ્પેલા આ ગુણ ઉપાસકના અધિકાર પ્રમાણે થોડા વધતા વ્યાપક અથવા સાત્વિક હોય છે અને જેની જેવી નિષ્ઠા તે પ્રમાણે તેને ફળ થાય છે. વધુ + | ગુણવાન. | ( ગણિત ) વિભાજ્ય. | સમાન; સમ; સજાતીય.