Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
4 resultsfor “Samãdhi” · clear
- nirvikalp samãdhi
- એક જાતની સમાધિ. તેમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વગેરેનો કોઈ ભેદ રહેતો નથી અને જ્ઞાનાત્મક સચ્ચિદાનંદ બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. આ સમાધિની સરખામણી યોગની સુષુપ્તિ અવસ્થા સાથે કરી શકાય છે. નિર્વિકલ્પ સમાધિમાં સંગ રહિત બ્રહ્મ અવશેષ રહે છે અને તેની વારંવાર ભાવના કરવાથી વેદાંતના મહાવાક્ય વડે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એવો ત્રિપુટીરૂપ વિકલ્પ ન ભાસતાં આત્મામાં જ જે ચિત્તનું સ્થાપન થઈ રહેવું તેને જ નિર્બીજ સમાધિ પણ કહે છે.
- samãdhi
- ( કાવ્ય ) કારણાંતરના યોગથી કાર્યની સફળતા હોય એવો કાવ્યાલંકાર. | ( યોગ ) અખંડ બ્રહ્માકારમાં વૃત્તિ રહેવી તે. આત્મા પરમાત્માની જે લગની લાગે છે અને એક દૃષ્ટિ થાય છે તે યોગ અને તે યોગની એ દૃષ્ટિ લાંબો કાળ ટકે તેનું નામ સમાધિ. | ઇંદ્રિયોનો નિરોધ. | ચિત્તનું એકાગ્રપણું; અવધાન; ચિત્તવૃત્તિનો નિરોધ. સંયમ વગરની સમાધિ એ કુંભકર્ણની નિદ્રા છે અને સમાધિ વિના સંયમ મુશ્કેલ છે. અહીં સમાધિનો અર્થ વ્યાપક લેવો. સામાન્ય સમાધિ એટલે ધારેલી વસ્તુને વિષે તન્મય થવાની શક્તિ. ઇંદ્રિયસંયમ વિના યોગની સાધનાઓ નિરર્થક છે એટલું ભુલાવું ન જોઈએ. સ્વામી શ્રી શિવાનંદજી લખે છે કે: સમાધિ બે પ્રકારની છે: (૧) સવિકલ્પ, સંપ્રજ્ઞાત અથવા સબીજ અને (૨) નિર્વિકલ્પ, અસંપ્રજ્ઞાત અથવા નિર્બીજ સાધક સવિકલ્પ સમાધિ પ્રાપ્ત કરે છે તો પણ તેને કર્તા, કર્મ અને કરણની ત્રિપુટીનો અનુભવ થાય છે; કેમકે સવિકલ્પ સમાધિમાં જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારો નાશ પામતા નથી. સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર, નિર્વિચાર, સસ્મિતા, આનંદ એ સવિકલ્પ સમાધિના જ પ્રકારો છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં ત્રિપુટી નાશ પામે છે. કર્તા, કર્મ અને કરણનું અસ્તિત્વ જ રહેતું નથી. સંસ્કારોનો પણ લય થાય છે. જે રીતે ભક્ત ભાવ-સમાધિ અને જ્ઞાની લય-સમાધિ મેળવે છે તે જ રીતે યોગી નિરોધ-સમાધિ મેળવે છે. જ્યારે સ્થૂલ તત્ત્વોને લઈ ભાવના સ્થિર થવા માંડે ત્યારે સવિર્તક સમાધિ, જ્યારે સૂક્ષ્મ તત્ત્વોને લઈ સ્થિરતા થાય ત્યારે વિચાર સમાધિ, જ્યારે રજસ્તમોયુક્ત ચિત્ત માત્રની ભાવનાથી સ્થિરતા બને ત્યારે આનંદ સમાધિ અને જ્યારે રજસ્તમોનો પરાજય થઈ કેવળ સત્વરૂપે પુરુષ દૃષ્ટિમાં સ્થિત થઈ જાય ત્યારે અસ્મિતા સમાધિ કહેવાય છે. આ ચારે પ્રકાર સંપ્રજ્ઞાત સમાધિના છે. છેવટની જે સત્ત્વવૃત્તિ તે સહિતનો નિરોધ થઈ જાય, તે કૈવલ્ય-ચિન્મયતા પ્રાપ્ત થાય તે અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાતને સવિકલ્પ અને અસંપ્રજ્ઞાતને નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે. ધ્યાન અને સમાધિમાં ભેદ માત્ર એટલો જ છે કે, ધ્યાનમાં મનની વૃત્તિ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનાકાર હોય છે,જ્યારે સમાધિમાં તો માત્ર પરમેશ્વરના સ્વરૂપમાં જ મગ્ન હોય છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણે જ્યારે એકત્ર થાય ત્યારે તેને સમાધિ કહે છે. એક જ વિષયનાં ત્રણે સાધનો હોવાથી તેને યોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે સંયમ કહે છે. | ( જૈન ) જે જે સાધન વડે આત્મા મોક્ષ પ્રત્યે વ્યવસ્થિત થાય તેવાં સાધન. | ( યોગ ) ધ્યાતા અને ધ્યાનનો ખયાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરૂપ જ ચિત્તમાં રહે છે તેવું ઊંડું ધ્યાન. વધુ + | સાધુસંતને દાટ્યા હોય તે જગ્યા ઉપર કરેલી દેરી. વધુ + | સાધુ સંન્યાસી; મરણ.
- savikalp samãdhi
- ( વેદાંત ) એક પ્રકારની સમાધિ; જ્ઞાતા; જ્ઞાન ને જ્ઞેયની કલ્પના સહિત આત્મામાં ચિત્તનું આરોપણ કરવું તે; સંપ્રજ્ઞાતસમાધિ; સબીજસમાધિ; જીવાત્મા અને પરમાત્માના એકપણાની ભાવના કરવી તે. યોગના આઠમા અંગરૂપ સવિકલ્પ સમાધિ કહેવાય છે. તેમાં જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારો નાશ પામતા નથી. સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર, નિર્વિચાર, સસ્મિતા, આનંદ એ સવિકલ્પ સમાધિના જ પ્રકારો છે. જ્યારે સ્થૂલ તત્વોને લઇ ભાવના સ્થિર થવા માંડે ત્યારે આ સમાધિ થાય છે.
- yog-samãdhi
- યોગ કરતાં લીધેલી સમાધિ; એકાગ્ર ચિત્તે આત્માને ધ્યાનમાં લીન કરવો તે; પૂર્ણધ્યાનમાં જીવનું લીન થઈ જવું તે.