Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Sevak” · clear
- sevak
- ભક્ત; ઉપાસક. | સેવા કરનારો માણસ; ચાકર; દાસ. મિતાક્ષરા પાંચ જાતના દાસ અથવા સેવક ગણાવે છે: (૧) શિષ્ય, (૨) અંતેવાસી, (૩) ભૃતક, (૪) કિંકરાધ્યક્ષ અને (૫) દાસ. આમાંના પહેલા ચાર દાસ શુભ કાર્યમાં રોકાય. ખરું જોતાં તેઓ આજ્ઞા પામે માટે જ એમને દાસ ગણ્યા હોવા જોઇએ. બાકી તેમનાં કાર્ય ઊંચી જાતનાં જ હોવાનાં. ગાંધીજી લખે છે કે, ગામડામાં જઇ સેવક પોતે નિયમિત રીતે કાંતતો હશે. કાંતતો નહિ હોય ત્યારે વાંસલો ચલાવતો હશે, હથોડો ચલાવતો હશે કે હાથપગની ગમે તે મજૂરી કરતો હશે. એ કામમાં એ વેઠ નહિ ઉતારતો હોય, પોતે જ પોતાનું રૂ ઉગાડવા અને સાફ કરવા મહેનત કરતો હશે. એની એક મિનિટ નકામી નહિ જતી હોય. ઊંઘના આઠ કલાક સિવાયન બાકીના એના સોળ કલાક કામ અને કામમાં જ જતા હશે. ભોગો ભોગવવાને, તડાકા મારવાને, પડ્યા રહેવાને એને ફૂરસદ નહિ જ હોય. એ લોકોને બતાવતો હશે કે, મારે તો યજ્ઞ કરવાનો છે, શરીરનું પોષણ શરીરના કામથી કરવાનું છે. મનના પોષણ માટે મનની કેળવણી જોઇએ. શારીરિક કામમાં ભલે શ્રમ વિભાગ હોય;પણ એક વર્ષ શરીરશ્રમ કર્યા કરે અને બીજો માનસિક શ્રમ જ કરે એ યોગ્ય નથી. વધુ + | બ્રાહ્મણની એ નામની એક જ્ઞાતિ. | એ નામની જ્ઞાતિનું માણસ. | એ નામની જ્ઞાતિનું.