Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Shãstra” · clear
- Dharma-Shãstra
- ચાર વેદનાં ઉપાંગો માંહેના એક ભાગનું નામ. એ સ્મૃતિ નામથી પ્રસિદ્ધ છે. | ધર્મપુસ્તક; મનુષ્યના સુવર્તન સંબંધી નક્કી કરેલ નિયમોનું પુસ્તક; મનુષ્યના આ લોક અને પરલોક સંબંધી શ્રેયના અને શુભાચારવિચારના નિયમોનું નિબંધન; ધર્મનું લગતું શાસ્ત્ર; તત્ત્વગ્રંથ. | ન્યાય કચેરીના આઠ માંહેનો એક ભાગ. જુઓ અષ્ટાંગ. | ફરજ સંબંધી શાસ્ત્ર; કર્તવ્યશાસ્ત્ર. | હિંદુ ધર્મના કાયદાનું પુસ્તક; ન્યાય ને નીતિ ઉપર ઋષિઓએ લખેલ કાયાદાઓનું પુસ્તક; મનુ, યાજ્ઞવલ્ક્ય વગેર ઋષિઓએ રચેલ અનેક કાયદાઓનો સંગ્રહ. આ પુસ્તકના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. (૧) આચાર, (૨) વ્યવહાર અને (૩) પ્રાયશ્ચિત્ત. કાયદા આપનારા અઢાર જણ ગણાવ્યા છે. (૧) અત્રિ, (૨) વિષ્ણુ, (૩) હારીત, (૪) ઉશના, (૫) અંગિરસ, (૬) યમ, (૭) આપસ્તંભ, (૮) સંવર્ત્ત, (૯) કાત્યાયન, (૧૦) બૃહસ્પતિ, (૧૧) પરાશર, (૧૨) વ્યાસ, (૧૩-૧૪) શંખ અને લિખિત બંનેનું સંયુક્ત કામ ગણાય છે. (૧૫) દક્ષ, (૧૬) ગૌતમ, (૧૭) શાતાતપ, (૧૮) વસિષ્ઠ. આ ઉપરાંત નારદ, ભૃગુ, મારીચિ, કશ્યપ, વિશ્વામિત્ર, બૌધાયન, પુલસ્ત્ય, ગાર્ગ્ય, પૈથીનસિ, સુમંતુ, લોકાક્ષિ, કુથુમિ, ધૌમ્ય વગેરે પણ કાયદાના રચનાર છે. બીજા મત પ્રમાણે મનુ ઉપરાંત નીચે મુજબ અઢાર સ્મૃતિકાર ગણાય છે. (૧) યમ, (૨) વસિષ્ઠ, (૩) અત્રિ, (૪) દક્ષ, (૫) વિષ્ણુ, (૬) અંગિરા, (૭) ઉશના, (૮) બૃહસ્પતિ, (૯) વ્યાસ, (૧૦) આપસ્તંબ, (૧૧) ગૌતમ, (૧૨) કાત્યાયન, (૧૩) નારદ, (૧૪) યાજ્ઞવલ્કય, (૧૫) પરાશર, (૧૬) સંવર્ત, (૧૭) શંખ અને (૧૮) હારીત. વધુ +
- shãstra
- આજ્ઞા; હુકમ; ફરમાન. | આજ્ઞા અને બોધનાં વચનો જેમાં હોય તે પુસ્તકો; હિત શીખવનાર ગ્રંથ. | કોઈ પણ વિષયનું તાત્ત્વિક તેમ જ વ્યવસ્થિત જ્ઞાન. | ( પિંગળ ) છ; છની સંજ્ઞા; ૬ સૂચક સાંકેતિક શબ્દ. | જે કાંઈ અદૃષ્ટ છે અને અજ્ઞાત છે તે વસ્તુને યથાર્થ જણાવનાર ગ્રંથ. | ( વેદાંત ) જેના વડે શિષ્યોને શાસન કરાય છે એટલે તત્ત્વનું પ્રતિપાદન કરી સમજાવાય છે તે. | ( વેદાંત ) જેમાં મનુષ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિના તથા તેમના ધર્મોનો ઉપદેશ કર્યો હોય તે પુસ્તક. | ધર્મશાસ્ત્ર; ધાર્મિકશાસ્ત્ર; ધર્મપુસ્તક; કોઈ પણ વિદ્યા કે વિષયનું ધોરણસર કરેલું નિબંધન તે; મનુષ્યોને સદાચારમાં ચલાવવા ઋષિમુનિઓએ બાંધેલા નિયમો. તે નિયમોના ગ્રંથો છ છેઃ ૧. ન્યાય, ૨. વૈશેષિક, ૩. પૂર્વમીમાંસા, ૪. વેદાંત, ૫. સાંખ્ય અને ૬. પાતંજલ. વધુ + | વેદશાસ્ત્ર; સ્મૃતિઓમાં લખેલ શિક્ષારૂપ વિષય.