Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Shrãvan · clear

Shrãvan
વિક્રમ સંવત્સરનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો. તે ઘણો પવિત્ર ગણાય છે. તેમાં બળેવ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે હિંદુઓના મોટા તહેવાર આવે છે. આ માસ ઊતરતાં વદિ તેરશ, ચૌદશ તથા અમાસ એ ત્રણ આરાવારાના દિવસ કહેવાય છે. શ્રાવણ માસની પૂનમે શ્રાવણ નક્ષત્ર હોય છે તેથી આ માસનું નામ શ્રામણ પડયું છે. શ્રવણ નક્ષત્ર તેમાં સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયામાં અસ્ત થાય છે. આ માસમાં શંકર પ્રીત્યર્થે દરેક સોમવારે વ્રત કરાય છે. ચાતુર્માસમાં શ્રાવણ મહિનાને શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. શ્રાવણ માસના સ્વામી સદાશિવ હોવાથી શિવપૂજનમાં આ માસ ઉત્તમ ગણાય છે. વધુ + | શ્રવણ કરાવવું તે. | તમસા નદી ઉપર આવેલું એક ગામ. આ સ્થળે દશરથ રાજાએ ભૂલથી શ્રવણને માર્યો હતો. | કાનનું; કાન સંબંધી. | જુઓ શ્રવણ.