Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Shravan · clear

shravan
( પુરાણ ) અંધ માબાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવનાર અંધક મુનિનો પુત્ર. આત્મકથામાં ગાંધીજી લખે છે કે: પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્તક મારી નજરે પડયું. એ `શ્રમણપિતૃભકિત નાટક` . આ વાંચવાનું મને મન થયું તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસમાં કાચનાં ચિત્રો દેખાડનારા ઘેર પણ આવતા. તેમની પાસેથી શ્રવણ, પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઈ જાય છે એ દશ્ય પણ મેં જોયું. બંને વસ્તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્યુ સમયનો તેના માતાપિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મેં તો વાજામાં યે ઉતાર્યો. | કર્ણ; કાન. વધુ + | ( પુરાણ ) સોમની સત્તાવીશ માંહેની એ નામની એક સ્ત્રી. | (ગણિત) કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ; કર્ણ. | ત્રણ તારાનું બનેલું બાવીશમું નક્ષત્ર. તે વિષુવવૃત્તથી સહેજ ઉત્તરે આકાશગંગામાં છે. તેનો આકાર કાવડના જેવો છે. તેનો વચલો તારો બહુ પ્રકાશિત છે. શ્રાવણ મહિનામાં આ નક્ષત્ર સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયામાં અસ્ત થાય છે. | વેદાધ્યયન; વેદનો અભ્યાસ. | સાંભળવું તે.