Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Siddhi” · clear
- siddhi
- ( પિંગળ ) આર્યાની જાતનો એ નામનો એક માત્રામેળ છંદ. તેને સિદ્ધા કે મુદ્દા કહે છે. તેમાં ૩૧ લઘુ અને ૧૩ ગુરુ મળી ૪૪ વર્ણની ૫૭ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક અર્દ્ધ સમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૬ ગુરુ અને ૩૬ લઘુ મળી ૪૨ વર્ણ હોય છે. | ( પિંગળ ) ત્રિષ્ટુપની જાતનો અગિયાર અક્ષરનો એક સમવૃત વર્ણમેળ છંદ. તેનું પહેલું ચરણ ઈંદ્રવજ્ર અને બીજું, ત્રીજું ને ચોથું ચરણ ઉપેંદ્રવજ્રના માપનાં હોય છે. ગણપ્રસ્તાર પ્રકાશમા આ છંદને ઋદ્ધિ અને પ્રાકૃત પિંગલસૂત્રના કર્તાએ બુદ્ધિ નામ આપેલ છે. | ( પિંગળ ) પ્રકૃતિની જાતનો એ નામનો એક અક્ષરમેળ છંદ; શશિવાદના; સિદ્ધિકા. તેનાં દરેક ચરણમાં નગણ, જગણ, ભગણ, ત્રણ જગણ અને રગણ એમ અકવીસ અક્ષર હોય છે. | ( પિંગળ ) માગધી પિંગળ પ્રમાણે એક સમજાતિ માત્રામેળ છંદ. આ દ્રૌપદી છંદનો ભેદ છે. તેમાં ૨૨ ગુરુ અને ૬૮ લઘુ મળી ૯૦ વર્ણ હોય છે. | વિષ્ણુનાં હજાર માહેનું એક નામ. કેમકે, તે યોગીઓને સિદ્ધિઓ આપનારા અને સર્વ સિદ્ધિઓના સ્વામી છે. વળી તે ચમત્કારિક શક્તિરૂપ છે કાર્યોમાં પરિપૂર્ણતારૂપ અને જ્ઞાનપ્રાપ્તિ કે ફળપ્રાપ્તિરૂપ હોવાથી તે સિદ્ધિ કહેવાય છે. | ( પુરાણ ) વીર નામના અગ્નિને શરયૂ નામની સ્ત્રીથી થયેલ એ નામનો એક દીકરો. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પિંગળ ) ષટ્પદી છપ્પયની જાતનો એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૯૬ લઘુ અને ૨૮ ગુરુ મળી ૧૫૨ માત્રા હોય છે. | ( જયોતિષ ) સત્તાવીસ માંહેનો એ નામનો એક યોગ; વિષ્વકુંભથી ૨૧ મો યોગ. | અનુભવ; પ્રત્યક્ષીકરણ. | અંત; સમાપ્તિ. | અંતર્ધાન થવું તે. | ( પિંગળ ) આઠના અંકની સંજ્ઞા. | ઈશ્વરની પ્રસાદી. વધુ + | ઋદ્ધિ નામે ઔષધિ. | ( સાંખ્ય ) એક પ્રકારનું ઐશ્વર્ય. ઊહ આદિ ભેદોથી આઠ પ્રકારની સિદ્ધિ થાય છે: ૧. ઊહ, ૨. શબ્દજ્ઞાન, ૩. અધ્યયન, ૪. ગુરુપ્રાપ્તિ, ૫. બાહ્ય અને આંતરિક શુદ્ધિ. ૬. આધ્યાત્મિક દુ:ખનો નાશ, ૭. આધિભૌતિક દુ:ખનો નાશ, અને ૮. આધિદૈવિક દુ:ખનો નાશ. એ આઠ સિદ્ધિઓનાં નામો અનુક્રમે તાર, સુતાર, તારતાર રમ્યક, સદામુક્તિ, પ્રમોદ, મુદિત અને મોદમાન રાખવામાં આવ્યાં છે. પૂર્વજન્મના સારા સંસ્કારને લઈ થોડા જ ઉપદેશથી તત્ત્વજ્ઞાન થવું તે ઊહ, પોતે સાક્ષાત્ ગુરુ પાસે ભણવાં ન જતાં બીજાનો પાઠ સાંભળવાથી જે તત્વજ્ઞાન થાય તે અધ્યયન, ગુરુ પોતે જ ઘેર આવી ભણાવી જાય અને તેથી તત્ત્વજ્ઞાન થાય તે ગુરુપ્રાપ્તિ; બાહ્ય સદાચાર અને અંત:કરણની પવિત્રતાથી જે તત્ત્વજ્ઞાન થાય તે બાહ્ય અને આંતરિક શુદ્ધિ એ પાંચ સિદ્ધિઓ કહેવાય છે. વિવિધ દુ:ખના નાશથી ત્રણ સિદ્ધિઓ થાય છે એ બધી મળી આઠ સિદ્ધિઓ થાય છે. | કરજમાંથી મુક્ત થવું તે. | કલ્યાણ; પ્રકર્ષ; અભ્યુદય; આબાદી; ચડતી. વધુ + | ગણેશની પાસે રહેતી બે માંહેની એક શક્તિ. | છેવટની મુક્તિ; જન્મ મરણના ફેરામાંથી છુટકારો; મુક્તિ; નિર્વાણ. | (યોગ ) તપ, મંત્ર વગેરેથી પ્રાપ્ત થતી ધારણાપૂર્વક અલૌકિક શક્તિ; યોગથી મળતી આઠ માંહેની દરેક શક્તિ. તેનાં નામ: (૧) અણિમા: પરમાણુના રૂપપર્યંત નાના થઈ જવાની શક્તિ. (૨) મહિમા: આકાશ જેવા વિભૂ થઈ જવાની શક્તિ. (૩) લઘિમા: રૂના જેવા હલકા થઈ જવું તે. (૪) ગરિમા: અત્યંત ભારે થઈ જવું તે. (૫)પ્રાપ્તિ: અત્યંત દૂર પદાર્થ ને સ્પર્શ કરવાની શક્તિ. (૬) પ્રાકામ્ય: ઇચ્છા થાય તે સિદ્ધ કરવાની શક્તિ. (૭) ઈ શિત્વ: શરીર ને અંત:કરણ ઉપરનું પૂર્ણ પ્રભુત્વ અને (૮) વશિત્વ: સર્વત્ર વશ વર્તાવનાર સામર્થ્ય. એ આઠ શક્તિઓ ગણાય છે. બૌદ્ધ મત પ્રમાણે ખડ્ગ, અંજન, પાદલેપ, અંતર્ધાન, રસરસાયણ, ખેચર, ભૂચર, પાતાલ એમ આઠ પ્રકારની સિદ્ધિ ગણાય છે. | તૈયાર રસોઈ. | દક્ષની એક કન્યા. | નાટકનાં ૩૬ માંહેનું એક લક્ષણ. | નિષ્ઠા. | પરિપૂર્ણ. સફળ કે સાબિત થવું તે. | પાદુકા; પાવડી; ચાંખડી. | પ્રભાવ વગેરે ત્રણ શક્તિ. | પ્રમાણ; નિર્ણય. | ફતેહ; વિજય; જીત. | ફલપ્રાપ્તિ; કાર્ય કે ધારણાની પરીપૂર્ણતા. | બુદ્ધિ; જ્ઞાન. | બ્રહ્માની આઠ માંહેની એક કલા. | ( પુરાણ ) ભગ નામના આદિત્યની સ્ત્રી. આશી તેની દીકરી થાય. | ભાંગ. | મરડાશીંગીનું ઝાડ. | રસોઈ કરવી તે; રાંધવું તે. | લબ્ધિ; પ્રાપ્તિ. | વિવાદિત બાબતનું છેલ્લું નિર્બાધ પરિણામ. | ( પુરાણ ) વિશ્વરૂપી એ નામની એક પુત્રી. તે અને તેની બહેન બુદ્ધિ ગણેશની સ્ત્રીઓ છે. | શુદ્ધિ; પવિત્રતા. | સફળતા. વધુ + | સંપત્તિ. | સાબિતી. | ( જૈન ) સિદ્ધ શિલા.