Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Sparsh” · clear
- sparsh
- આઠ માંહેનો એક સ્વાભાવિક ગુણ. વધુ + | અસર. | આભાસ. | ( યોગ ) કુંડલિની શક્તિ. વધુ + | ગુપ્તચર. | ચામડીની દ્વારા બીજી વસ્તુનું જ્ઞાન થવું તે; સ્પર્શેંન્દ્રિયથી થતું જ્ઞાન. | ચેપ. | ( ન્યાય ) ચોવીશ માંહેનો એક ગુણ. તે ગુણો આ પ્રમાણે છેઃ રૂપ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ, શબ્દ. | છત્રીસ માંહેનું એ નામનું આઠ્ઠાવીશમું તત્ત્વ. | ( વેદાંત ) પાંચ માંહેનો એક વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વિષય ગણાય છે. | મૈથુનના આઠ માંહેનો એક પ્રકાર. સ્ત્રીનું ધ્યાન, કથા, સ્પર્શ, ક્રીડા, દર્શન, આલિંગન, એકાંતવાસ અને સમાગમ એ આઠ પ્રકારનું મૈથુન કહેવાય છે. | યુદ્ધ. | રોગ. | લવ; લેશ. | લાગણી. સ્પર્શ બહુ પ્રકારનો છેઃ ઊનો, શીતળ, સુખકારક, દુઃખકારક, સ્નેહવિશિષ્ટ, વિષદ, કોમળ, લઘુ, રૂક્ષ, ગુરુ એ બધા સ્પર્શના પ્રકાર છે. | લાગવું તે; અડકવું તે. વધુ + | વ્યંજનનો એક પ્રકાર; કંઠ, તાલુ, મૂર્ધ, દંત અને ઔષ્ઠ એ પાંચ સ્થાનનો કોઈ પણ વ્યંજન. વધુ + | સંયોગ; સંસર્ગ; સંનિકર્ષ. વધુ + | દવા. | હિંદુ વૈષ્ણવોમાં દેવસેવા કરવાને સ્નાન કર્યા પછી કોઈને પણ ન અડકવાની સ્થિતિ.