Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Sushupti” · clear
- sushupti
- અવનતિ; મંદ દશા; અપરમાનસ; અધિમાનસ. | ગાઢ નિદ્રા; જેમાં કોઈ બાબતની સ્ફૂર્તિ કે ભાન રહેતી ન હોય એવી નિદ્રા. | (યોગ ) ત્રણ માંહેની એક અવસ્થા; એક જાતની જ્ઞાનશૂન્ય અવસ્થા; બધી ઇંદ્રિયો લીન થાય પછી કેવળ અજ્ઞાનરૂપ વૃત્તિ વડે પદાર્થનું જ્ઞાન જેમાં થાય છે તે અવસ્થા. જાગ્રત અવસ્થા ઉપરાંત જીવની શરીરાદિની ઉપાધિને લઈને બીજી બે અવસ્થા પણ છે: સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. જેમ જાગ્રત અવસ્થા એ જીવની-આત્માની વાસ્તવિક અવસ્થા નથી પણ ઔપાધિક અવસ્થા છે. તેમ સ્વપ્ન અને સુષુપ્તિ પણ ઔપાધિક અવસ્થા છે; પારમાર્થિક નથી. આ વખતે બધી ઇંદ્રિયો મનમાં લીન થઈ જાય છે જે મનનું પણ સુષુપ્તિમાં સ્પન્દન નથી, માત્ર પ્રાણ જ જાગે છે. સ્વપ્નાવસ્થામાં મન જાગ્રત હોય છે અને મનમાં કોરાઈ રહેલી વાસનાનો મનોમય આત્મા અનુભવ કરે છે, જ્યારે તે મનરૂપી પરમદેવ-સૌ ઇંદ્રિયોના એકાયાનરૂપી મનરૂપી પ્રધાન દેવ ઉદાનરૂપી તેજથી દબાઈ જાય છે એટલે ઉદાન વાયુના પ્રભાવથી મન જ્યારે સ્પન્દનશૂન્ય-વેપારશૂન્ય થાય છે ત્યારે તે અવસ્થાને સુષુત્પિ અવસ્થા કહેવામાં આવે છે, અર્થાત્ ઇંદ્રિયો સહિત મન પણ જ્યારે નિર્વ્યાપાર થઈ જાય છે, અનુત્સાર્ય તમોગુણના પ્રબળ ઊભરાને લઈને દબાઈ જાય છે ત્યારે સુષુપ્તિ અવસ્થા આવે છે. આ સુષુપ્તિ કાળમાં મનોમય આત્મા સ્વપ્નો જોતો નથ. કેમકે, સ્વપ્નો દેખાડનાર મનદેવ તે કાળે સ્પન્દનશૂન્ય હોય છે; અને તે વખતે આ શરીરમાં આ સૌષુપ્ત સુખને મનોમય આત્મા પ્રાપ્ત કરે છે. અંત:કરણની જે અવસ્થામાં બહારના સ્થૂલપદાર્થોનું કે શરીરની અંતરના વાસનામય પદાર્થોનું અંત:કરણને જ્ઞાન થતું નથી, પણ અંત:કરણ અજ્ઞાનમાં લીન થઈ ગયેલું હોય છે તેવી અંત:કરણની અવસ્થાને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. એ અવસ્થામાં જીવાત્માને અજ્ઞાનનો અને સુખનો અનુભવ થાય છે તેથી જ સુષુપ્તિમાંથી જાગેલો પુરુષ " મને કાંઈ ભાન ન હોતું, હું સુખથી સૂતો હતો " એવો પોતાનો અનુભવ અન્યને જણાવે છે. સુષુપ્તિમાંથી જાગેલો પુરુષ સુષુપ્તિઅવસ્થાનો પોતાનો જ અનુભવ બીજાને કહે છે તે પોતાના સ્મૃતિજ્ઞાન વડે કહે છે અર્થાત્ સુષુપ્તિઅવસ્થામાં પોતાને જે અનુભવ થયો હતો તે સંભારીને અન્યને કહે છે. વેદાંતીઓએ આ અવસ્થાના સુષુપ્તિ જાગ્રત, સુષુપ્તિ સ્વપ્ન અને સુષુપ્તિ સુષુપ્તિ એવા પેટા પ્રકાર પણ પાડેલા છે.