Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Vaishvãnar” · clear
- vaishvãnar
- અગ્નિ; દેવતા; વહ્નિ; પાવક; વાયુસખ. વધુ + | અગ્નિલોકનો અધિપતિ અગ્નિ. | ( પુરાણ ) એ નામનો એક દાનવ. તેને ઉપદાનવી, હયશિરા, પુલોમા અને કાલકા નામની ચાર કન્યા હતી. | ( જ્યોતિષ ) ગ્રહોનું દક્ષિણ તરફનું સ્થાન. શ્રીમદ્ ભાગવતમાં લખેલ છે કે, સર્વ ગ્રહોનાં ત્રણ જ સ્થાન હોય છે; ઉત્તરનું, વચ્ચેનું ને દક્ષિણ તરફનું. તેમાનું દક્ષિણ તરફનું સ્થાન વૈશ્વાનર કહેવામાં આવે છે. તેને દક્ષિણમાર્ગ પણ કહે છે. આ દક્ષિણમાર્ગમાં અજવીથિ, મૃગવીથિ તથા વૈશ્વાનરી એમ ત્રણ વીથિઓ આવેલી છે. વધુ + | ચિત્રાનું ઝાડ; ચિત્રકનું ઝાડ. તે અગ્નિના ભડકા જેવું લાલચોળ હોવાથી તેને વૈશ્વાનર કહે છે. | ચેતન; ચેતના. | જઠની અંદર રહેલો અગ્નિ; જઠરાગ્નિ; જાઠર; પ્રાણીમાત્રના શરીરમાં રહીને ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એમ ચાર પ્રકારનાં અન્ન પાચન કરનાર અગ્નિ. વધુ + | જાગૃદભિમાની જીવ. | પરમેશ્વર. | ( પુરાણ ) પ્રાણીમાત્રના શરીરમાં રહીને અન્ન પાચન કરનાર અને નિત્યયજ્ઞ સંબંધી અન્ન દેવને પહોંચાડનાર અગ્નિ; વિશ્વાનર સૂર્યનો પુત્ર. | બ્રહ્મના ચાર માંહેનો એક પાદ. વધુ + | વાસ્તવિક રીતે તે ત્રણ હોવાથી ત્રણ સૂચક સાંકેતિક શબ્દ. | વિશ્વના નેતા સૂર્ય. પ્રશ્નોપનિષદમાં લખ્યું છે કેઃ આ સૂર્યરૂપ આત્મા વૈશ્વાનર છે, વિશ્વરૂપ છે, સૌનું જીવન છે, પ્રતિદિન પૂર્વમાં ઊગે છે. સૂર્ય સ્થૂળ જગતમાં વૈશ્વાનર એટલે સૌનો નેતા અર્થાત્ સૌને પોતપોતાના કાર્યમાં પ્રેરિત કરે છે. વધુ + | ( પુરાણ ) શાંડિલ્ય ગોત્રનો એ નામનો એક ઋષિ. પ્રાણીમાત્રના શરીરમાં રહીને અન્ન પાચન કરનાર અને જેના યોગ વડે દેવને વૈશ્વદેવ સંબંધી અન્ન મળે છે એ અગ્નિનું દેવતાપણું આને હોય એમ જણાય છે. કેમકે, એ અગ્નિને શાંડિલ્યગોત્રી કહ્યો છે. | ( વેદાંત ) સ્થૂલ દેહાભિમાની વિરાટ. વધુ + | મહર્ષિ નારદે રચેલું એ નામનું એક શાસ્ત્ર. વધુ + | ( વેદાંત ) સમષ્ટિ સ્થૂલ શરીર વડે ઉપહિત ચૈતન્ય; વિરાટ. સમષ્ટિ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર તથા તે બંનેનું કારણ માયા, એ ત્રણ વડે ઉપહિત ચૈતન્ય તે વૈશ્વાનર. | બધાં માણસને સામાન્યરૂપ; બધાં માણસને યોગ્યરૂપ.