Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Varãh” · clear
- Varãh
- અઢાર માંહેનો એ નામનો એક નાનો દ્વીપ. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ રોલાવસ્તુનો એક ભેદ છે. તેમાં ૪૨ ગુરુ અને ૧૨ લઘુ મળી ૯૬ માત્રા હોય છે. | એક જાતનું માપ. | ( પુરાણ ) કિષ્કિંધાની પશ્વિમ દિશાએ આવેલો એક પર્વત. તેની તળેટીમાં જરાસંધની રાજધાની હતી. | જોડેલા હાથના ૨૪ માંહેનો એક પ્રકારનો અભિનય. | દશાવતારી ગંજીફાનાં પાનાની એક જાત. | ભૂંડ; ડુક્કર; સૂવર; સૂકર; કોલ; કિટિ; દંષ્ટ્રી; ધોણી; સ્તબ્ધરોમા; ક્રોડ; ભૂધર. વધુ + | મોથ. | વારાહીકંદ. | ( પુરાણ ) વિષ્ણુનાં દશ માંહેનો ત્રીજો અવતાર. બ્રહ્મદેવના નાકમાંથી હિરણ્યાક્ષને મારવા માટે આ અવતાર થયો અને તેને મારી નાખી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ચાલુ કલ્પ શરૂ થતાં જ તેણે ઉત્પન્ન થઈ પૃથ્વીને સ્વસ્થાનમાં સ્થિત કરી. તેથી આ કલ્પનું નામ વરાહકલ્પ પડયું. તેના આદિવરાહ, યજ્ઞવરાહ ને શ્વેતવરાહ એવાં ત્રણ નામાંતરો છે. વધુ + | શિશુમાર; એક જાતનું જલજંતુ. | એકસો આઠ માંહેની એક ઉપનિષદ. | ગાયત્રીની ચોવીશ માંહેની એ નામની એક મુદ્રા.