Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Vishnu” · clear
- Vishnu
- આઠ માંહેનો એ નામનો એક વસુ. | ઈંદ્રનું એક નામ. | એ નામની મુખ્ય અઢાર માંહેની એક સ્મૃતિ. | એ નામનું એક પુરાણ. | એ નામે એક નક્ષત્રમંડળ; શ્રવણનક્ષત્ર. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. ગણપ્રસ્તારપ્રકાશ પ્રમાણે તે ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૧૧ ગુરુ અને ૧૩૪ લઘુ મળી ૧૪૫ વર્ણની ૧૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૭ ગુરુ અને ૧૪૪ લઘુ મળી ૧૫૧ વર્ણની ૧૫૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૫ ગુરુ અને ૨૬ લઘુ મળી ૬૧ વર્ણની ૯૬ માત્રા છે. | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત અક્ષરમેળ છંદ; સુખદા; સુરેશ્વર. તે સંસ્કૃતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં આઠ જગણ મળી ચોવીશ અક્ષર હોય છે. તેમાં બાર અક્ષરે યતિ આવે છે. વધુ + | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; ક્ષુત; પંચા; પંચ. તે સુપ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં ભગણ અને બે લઘુ મળી પાંચ અક્ષર હોય છે. | ગાયત્રીના ચોવીસ માંહેનો એક દેવતા. | ( પુરાણ ) ચેદિ દેશનો એક ક્ષત્રિય રાજા. તેને કર્ણે માર્યો હતો. | ધર્મશાસ્ત્ર રચનાર એ નામના એક ઋષિ; એક સ્મૃતિકાર. વધુ + | ( પુરાણ ) ધૃતિમાન નામના અગ્નિનું બીજું નામ. | પરબ્રહ્મ પરમાત્મા; ૐ. વધુ + | પરમેશ્વરનું સત્ત્વગુણનું સ્વરૂપ; સૃષ્ટિનું પાલન કરનાર દેવ; નારાયણ; ત્રણ માંહેનો એક દેવ; વિભૂતિમાં સૃષ્ટિનું પાલન કરનાર સ્વરૂપ. વિષ્ણુ પ્રથમ અમન ગતિનું સ્થાન છે, માટે નારાયણ કહેવાય છે. તે ઘણીવાર પૃથ્વીનો ભાર ઉતારવાના હેતુથી મનુષ્યરૂપે અવતાર ધારણ કરે છે ને રક્ષકદેવ તરીકેની ફરજ અદા કરે છે. ક્ષીર સમુદ્રમાં શેષનાગ પર શયન કરેલ એવા તેના લક્ષ્મીજી પગ ચાંપે છે અને તેના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. ઋગ્વેદમાં સૂર્ય દેવ તરીકે બતાવ્યા છે. અષાડ સુદિ ૧૧થી કાર્તિક સુદિ ૧૧ સુધી નિદ્રા કરે છે. તે સમયને ચાર્તુમાસ તરીકે ગણવામાં આવે છે. તેના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેનું વાહન ગરુડ છે. શ્માવર્ણા સુશોભિત જુવાન માફક તેને કલ્પવામાં આવે છે. તેને ચાર હાથ હોવાથી તે ચતુર્ભુજ કહેવાય છે. એક હાથમાં પાંચજન્ય નામનો શંખ છે, બીજામાં સુદર્શનચક્ર અથવા વજ્નાભ, ત્રીજામાં કૌમોદકી નામની ગદા અને ચોથામાં પહ્મ હોય છે. તેની છાતી ઉપર શ્રીવત્સ નામનાં ખાસ ચિહ્નો તથા કૌસ્તુભમણિ હોય છે. વધુ + | બાર માંહેના એક આદિત્ય; પોષ માસનો સૂર્ય; કશ્યપને આદિતિથી થયેલા પુત્રો માંહેનો એક . વધુ + | ભૃગુકુળનો એ નામનો એક ઋષિ. | વસુદેવ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સાત માંહેની એક શકિત; પુરુષશકિત. | વિભુ; સર્વવ્યાપી; વ્યાપક.
- vishnupad
- ( પિગળ ) એ નામે એક સમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૨૬ માત્રા હોય છે અને અંતે એક ગુરુ હોય છે. તેમાં ૧૬ માત્રાએ યતિ હોય છે અને ૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧ અને ૨૫ માત્રાએ તાલ હોય છે. વધુ + | આકાશ; ગગન; વ્યોમ; સ્વર્ગનું મસ્તક. વધુ + | કમળ. | ક્ષીરસમુદ્ર. | ( પુરાણ ) નૈષધ પર્વત ઉપરનું એક સરોવર. તેમાંથી જ્યોતિષ્મતી નદી નીકળી છે. | બે ભમરો વચ્ચેનો ભાગ. વધુ + | વિષ્ણુનો પગ કે પગલું. તેની ગયામાં પૂજા કરવામાં આવે છે. | વિષ્ણુરૂપ સ્થાન. ત્યાં મહા વૈષ્ણવ, લોકપૂજય અને ઉત્તાનપાદ રાજાનો પુત્ર શ્રીમાન ધ્રુવ કે જે કલ્પ સુધી જીવનારાઓના આધારરૂપ છે તે રહે છે. વધુ + | વૈકુંઠ.