Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Vyãs” · clear
- Vyãs
- અઢાર માંહેનો એ નામે એક જ્યોતિષી. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે કામઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૧૧ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૯ વર્ણની ૬૦ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૯ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૭ વર્ણની ૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૧૩ ગુરુ અને ૭૦ લઘુ મળી ૮૩ વર્ણની ૯૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે શ્યામઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૭ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૫ વર્ણની ૫૨ માત્રા હોય છે. | કથા પુરાણ વાંચનાર બ્રાહ્મણ. | જાડાઈ; વિસ્તાર. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | મહાભારત અને પુરાણોના કર્તા એક ઋષિ. આ નામ સામાન્યતઃ વેદવ્યાસને લાગુ પડે છે. તેને શાશ્વત પણ કહેવામાં આવે છે. પરાશર અને ઉપરિચર નામના વસુની દીકરી સત્યવતીના તે ગેરકાયદેસર દીકરા હતા. ગેરકાયદેસર બાળક હોવાથી તેને કાનીન પણ કહેવાય છે. કાળા હોવાથી તે કૃષ્ણ કહેવાય છે. તેની જન્મભૂમિ ઉપરથી દ્વૈપાયન કહેવાય છે. તેમણે પુરાણો બનાવ્યા છે. આ સમર્થ ગ્રંથકાર કૃષ્ણદ્વૈપાયન કહેવાય છે. જન્મ્યા પછી તે તપ કરવા ચાલ્યા ગયા અને બદરિકાશ્રમમાં ગયા. તે પરથી બાદરાયણ પણ કહેવાય છે. વેદ વ્યવસ્થાનો વિસ્તાર કર્યો તેથી તે વ્યાસ કહેવાય છે. તેમણે ભાગવત તથા મહાભારત નામે ગ્રંથો લખી તે વખતના રીતરિવાજ આબાદ સમજાવ્યા છે. વ્યાસે બ્રહ્મસૂત્ર લખી ઉપનિષદની વાક્યતા સિદ્ધ કરી છે. એમના પુત્ર શુકદેવજી ચિરંજીવ ગણાય છે. એમના સિદ્ધાંતો ઉપર યોગી ધર્મ ચાલ્યો છે. એ એક રાજનીતિજ્ઞ હતાં. તે પરમાત્માનો એક અવતાર પણ મનાય છે. તે સાત માંહેના એક ચિરંજીવી ગણાય છે. | રચના. | રચના કરનાર. | વર્તુલના મધ્યબિંદુમાંથી પસાર થઈ તેના પરિઘને બે બાજુ અડતી લીટી; મધ્યરેખા; `ડાયેમીટર`. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સમાસ વગેરેનું સમાનાર્થક વિગ્રહવાક્ય. | એ નામની એક જ્ઞાતિ. તેઓ ભવાયાનો ધંધો કરે છે. | પંજાબમાં આવેલી એ નામની એક પ્રાચીન નદી. | બ્રાહ્મણની એ નામની એક અટક.