Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
7 resultsfor “Yam” · clear
- kriyamãn karma
- ત્રણ માંહેનું એક પ્રકારનું કર્મ; વર્તમાન જન્મમાં કરવામાં આવે છે તે કર્મ. | વાસના.
- madhyam
- ( વ્યાકરણ ) ઉચ્ચારના આઠ સ્થાનકો માંહેનો એક ભાગ. | ( સંગીત ) એ નામનો રાગ. | એક ઉપપત્તિ ભેદ. | એક જાતનું હરણ. | ત્રણ માંહેના એ નામના એક પ્રકારનો ગાયક. | ( કાવ્ય ) નાયકનો એક પ્રકાર. | પ્રિયતમાને માનમાં ભરાયેલી જોઈ સમાન રહેતો પુરુષ. | મનુષ્યોમાં ષટ્પુરુષ ચરિત્રનો એક ભાગ. | મિતાહાર. | વચલો પક્ષ; વચલો ગાળો. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સમાન સ્વર. | ( સંગીત ) સંગીતના સાત માંહેનો ચોથો સ્વર; મધ્યમ સ્વર બોલતાં વાયુ,, નાભિ અને હૃદય એટલે મધ્યસ્થાને સ્પષ્ટ થઈ આનંદ આપે છે તેથી મધ્યમ. તે કંઠમાંથી ઉત્પન્ન થાય છે અને ચાળીસ વર્ષની ઉમરે ઘણું કરીને પૂર્ણ રીતે નીકળી શકે છે. તેનો અવાજ કૌંચ પક્ષીનાં અવાજ સરખો છે. પાડી મધ્યમ સ્વરે બેં બેં કરે છે. ઝાલરમાંથી પણ મધ્યમ સ્વર નીકળે છે. સ્વરસ્થાન કંઠ એટલે ગળાનું છે અને રંગ શ્યામ, મિશ્રલાલ અને કવચિત્ મોગરા સરખો છે. તેનો અધિષ્ઠાતા ગ્રહ રવિ અને અધિષ્ઠાતા દેશ પશુપતિ વિકલ્પે ઈંદ્ર છે. મુખ્ય છંદ બૃહતી છે તેમ જ હાસ્ય તથા શૃંગારરસ પ્રધાન છે. આ સ્વર ઉષ્ણ અને શુષ્ક ગણાય છે. તે વર્ષાઋતુને અનુકૂળ છે. રાગોમાં તે માલકોશ, કેદારો, ભૈરવી ઇત્યાદિમાં અનુકૂળ અને ભુપાલી, કલ્યાણ તથા બિભાસ વગેરેમાં પ્રતિકૂળ છે. | એક પ્રકારનું કાવ્ય. જો વ્યંગ્ય અર્થ વાચ્યના કરતાં ઉત્કૃષ્ટ ન હોય તો કાવ્યને મધ્યમ કે ગુણીભૂત વ્યંગ્ય કહે છે. કાવ્યના સામાન્ય રીતે ત્રણ પ્રકાર ગણવામાં આવે છેઃ (૧) ઉત્તમ કે ધ્વનિ, (૨) મધ્યમ કે ગુણીભૂતવ્યંગ્ય, (૩) અધમ કે ચિત્ર. | કમર; શરીરનો વચલો ભાગ; મધ્ય. | ચંદ્રની પ્રદક્ષિણાના વખતનું મધ્યમ માન. સર્વ નક્ષત્રોમાંથી ચંદ્રની એક પ્રદક્ષિણા થવાને મધ્યમમાન લેતાં શુમારે ૨૭ દિવસ ૧૯ ઘડી ચંદ્રને લાગે છે. કોઈ કોઈ વાર તેમ કરતાં કેટલીક ઘડી ચંદ્રને લાગે છે. કોઈ કોઈ વાર તેમ કરતાં કેટલીક ઘડી કમતી થાય છે, તો કોઈ કોઈ વાર વધારે ઘડી લાગે છે. આવી રીતનાં વધતા ઓછાં મનમાંથી સરસરી જે તારવી કાઢેલું માન તેને જ્યોતિષશાસ્ત્રમાં મધ્યમ કહે છે. | ( સંગીત ) ત્રણ માંહેનું બીજું ગ્રામ. જેમ કુટુંબીઓ સંપીને એક ઘરમાં રહે છે, તેમ સ્વરો અને શ્રુતિઓ પણ એક સાથે સમૂહોમાં ગોઠવાય છે. તેઓના તે સમૂહ ગ્રામ કહેવાય છે. એવા ગ્રામ ત્રણ છેઃ ષડ્જ, મધ્યમ અને ગાંધાર. મધ્યમ ગ્રામને જીમૂત પણ કહેવાય છે. તેમાં મધ્યમ સ્વર ત્રણ શ્રુતિ લઈ મુખ્ય સ્થાને રહે છે. પંચમ ત્રણ શ્રુતિ, નિષાદ ત્રણ શ્રુતિ અને બીજા સ્વર પોતાની શ્રુતિ રાખી રહે છે. આ ગ્રામની ઉત્પત્તિ ભુવર્લોકમાંથી છે. તેના દેવ વિષ્ણુ છે. | શતપથ બ્રાહ્મણના બારમાં કાંડનું નામ. | ( ગણિત ) સરાસરી; સાધારણ; ` મીન `. | મધ્યમસરનું. | વચલા વાંઘાનું; સાધારણ. વધુ + | વચલું; વચ્ચેનું; બે છેડાની વચમાનું. | વેદમાં વપરાયેલું રુદ્રનું એક વિશેષણ. | સારું તેમ જ નરસું એવું.
- madhyamã
- ( પિંગળ ) ત્રણ વર્ગનો એક સમવૃત્ત છંદ. તેના આઠ ભેદ છે. તેને મધ્યા પણ કહે છે. આ જાતના મંદર, નારી અને મૃગી વગેરે પ્રસિદ્ધ છંદો છે. | કમળની દાંડી. | કવિતામાં વર્ણવાતી શૂરવીર સ્ત્રીઓનો એક પ્રકાર. | કાકોલી વનસ્પતિ. | જેને નવો અચકાવ આવેલો હોય એવી નારી; યુવતી; જુવાનીમાં આવેલી સ્ત્રી; જેને ઋતુધર્મ દેખાયો હોય તેવી સ્ત્રી; પ્રથમ ઋતુ પ્રાપ્ત થયેલ સ્ત્રી; મધ્યમિકા; રાજસ્વલા સ્ત્રી. | ( ગણિત ) ત્રિકોણના શિરોબિંદુને સામી બાજુના મધ્યબિંદુ સાથે જોડનારી સુધી લીટી. | નાયિકાનો એક પ્રકાર; નહિ નવોઢા કે નહિ પ્રૌઢા એવી નાયિકા. | ( કાવ્ય ) પતિના થોડા દોષથી માન ધરે પણ પરિણામે માન તજી જનારી સ્ત્રી. | પુષ્પના ગુચ્છા માંહેનું વચલું પુષ્પ. | પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં બનતી દશ માંહેની એ નામની એક જાતની નાની હોડી. તે ૨૪ હાથ લાંબી, ૧૨ હાથ પહોળી અને ૮ હાથ ઊંચી બનાવાતી. | મધ્ય પરિમાણ; સરેરાશ. | મોંમાં થતો શબ્દોચ્ચાર. | યોગિઓની ભાષા. વધુ + | ( સંગીત ) રાગની સાત માંહેની એક જાતિ. | વચલી આંગળી. | વાણીના ચાર માંહેનું એ નામનું એક રૂપ; વાણી ઉચ્ચારવાની ચાર માંહેની ત્રીજી રીત; વચલી શબ્દોચ્ચાર પદ્ધતિ; વૈરાટ કંઠમાંની વાણી. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એમ વાણીના ચાર રૂપ છે. વૈરાટના હૃદયાકાશને પામી પશ્યંતી થાય છે, કંઠને પામી મધ્યમા થાય છે, મુખને પામી વૈખરી સંજ્ઞાને પામે છે અને પછી અકાર, ઉકાર અને મકાર એ ત્રણ વર્ણ રૂપે થઈ, ઉત્તરોત્તર બાવન અક્ષર રૂપે અને વેદ રૂપે થઈ સર્વશાસ્ત્ર રૂપે થાય છે. હૃદયના સંયોગથી ઉત્પન્ન થયેલી વાણી તે મધ્યમાં કહેવાય છે. મધ્યમા વાણીનો વાસ મુખમાં હોય છે. | ( જ્યોતિષ ) હસ્ત નક્ષત્રમાં પાંચ માંહેના ત્રીજા તારાનું નામ.
- niyam
- અવશ્ય ભાવના. | આચાર; આચરણ. | આજ્ઞા; હુકમ; આદેશ; શાસન. | આપ્તવચન; કથન. | આવશ્યક ધાર્મિક વિધિ. | ઈશ્વરમાં મન લગાડવું તે. | ( કાવ્ય ) એ નામનો એક અર્થાલંકાર. તેમાં કોઈ વાતનો એક જ સ્થાન ઉપર નિયમ કરવામાં આવે એટલે કે તે બાબત હોવાનું એક જ સ્થાને બતાવવામાં આવે. તેના બે ભેદ છેઃ અપ્રશ્નપૂર્વક અને પ્રશ્રપૂર્વક. | એક પ્રકારનો અર્થદોષ. | કબૂલત. | ચિત્તનું દમન કરવું તે; સંયમ; વશ કરવું તે; નિગ્રહ કરવો તે; અટકાવવું તે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, સર્વ ઉપર સમાન ભાવ રાખવો, સત્ય બોલવું, જે આવી મળે તેમાં સંતોષ રાખી કોઈની પાસે પણ માગવા ન જવું, શૌચ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન વગેરે નિત્યનાં કર્મો કરવાં એ યમનિયમનાં સ્પષ્ટ અને સરળ સ્વરૂપો ગણાય છે. | ( યોગ ) જન્મના હેતુભૂત કામ્યધર્મથી નિવૃત્ત કરીને મોક્ષના હેતુભૂત નિષ્કામ ધર્મમાં પ્રેરણા કરનાર તપ વગેરે ક્રિયા. | ટેક; વ્રત; પ્રતિજ્ઞા. સ્વામીનારાયણ સંપ્રદાયમાં મુખ્ય અગિયાર નિયમ પાળવાના કહ્યા છે: (૧) હિંસાનો ત્યાગ, (૨) પરસ્ત્રીનો ત્યાગ, (૩) માંસભક્ષણનો ત્યાગ, (૪) મદ્યપાનનો ત્યાગ, (૫) વિધવાસ્પર્શનો ત્યાગ, (૬) આત્મઘાતનો ત્યાગ, (૭) ચોરીનો ત્યાગ, (૮) મિથ્યા અપવાદનો ત્યાગ, (૯) દેવ નિંદાનો ત્યાગ, (૧૦) ન ખપતું ખાવું નહિ અને (૧૧) વિમુખના મુખની કથા સાંભળવી નહિ. પાતંજલ યોગસૂત્રમાં પાંચ નિયમ કહ્યા છેઃ (૧) શૌચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય અને (૫) ઈશ્વરપ્રણિધાન. આ બધી ક્રિયાના પાલનને નિયમ કહે છે. શ્રીમદ્દ ભાગવતના એકાદશ સ્કંધના ૧૯ મા અધ્યાયમાં બાર નિયમ કહેલા છે: (૧) અંતરનું શૌચ, (૨) બહારનું શૌચ, (૩) જપ, (૪) તપ, (૫) હોમ, (૬) ધર્મમાં આદર, (૭) અતિથિસત્કાર, (૮) પરમાત્માનું પૂજન, (૯) તીર્થોમાં ફરવું, (૧૦) પરના શુભને માટે ઉદ્યોગ, (૧૧) સંતોષ અને (૧૨) આચાર્યની સેવા. યોગકૌસ્તુભમાં નિયમના દશ પ્રકાર કહ્યા છે: (૧) તપ, (૨) સંતોષ, (૩) આસ્તિક્ય, (૪) દાન, (૫) ઇશ્વરપૂજન, (૬) સિદ્ધાંતવાક્યનું શ્રવણ, (૭) મતિ, (૮) લજ્જા, (૯) જપ અને (૧૦) હોમ. યાજ્ઞવલ્કય સંહિતામાં હોમને સ્થાને વ્રત કહેલ છે. યાજ્ઞવલ્કય સ્મૃતિમાં દશ નિયમ ગણાવવામાં આવ્યા છે: સ્નાન, મૌન, ઉપવાસ, યજ્ઞ, વેદપાઠ, ઇંદ્રિયનિગ્રહ, ગુરુસેવા, શૌચ, અક્રોધ અને અપ્રમાદ. જૈનશાસ્ત્રમાં ગૃહસ્થધર્મની અંદર બાર પ્રકારના નિયમ કહેલા છે: પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ, દિગ્વ્રત, ભોગોપભોગ નિયમ, અનર્થદંડનિષેધ, સામાયિક શિક્ષાવ્રત, દેશાવગાશિક શિક્ષાવ્રત, પોષધ અને અતિથિસંવિભાગ. વધુ + | ઠરાવ; નિર્ણય. | ધારો; કાયદો; ધોરણ; રિવાજ; દસ્તૂર; પ્રથા; સિદ્ધ પરંપરા; પરાપૂર્વથી ચાલતી આવેલી રીત. વધુ + | નિયમિતપણું. | નિશ્ચલ. | પરમેશ્વર; નિયંતા. | ફરજ. જેમકે, મારે આવવું જોઈએ એવો નિયમ નથી એટલે આવવાની મારી ફરજ નથી. | બંધન; નિમંત્રણ. | મર્યાદા; હદ. જૈન ગ્રંથોમાં દરરોજને માટે દ્રવ્ય નિયમ, વિનય નિયમ, ઉપાનહ નિયમ, તાંબૂલ નિયમ, આહાર નિયમ, વસ્ત્ર નિયમ, પુષ્પ નિયમ, વાહન નિયમ, શચ્ચા નિયમ વગેરે ચૌદ વસ્તુઓનો નિયમ ધારવા કહેલ છે. | મહાદેવ. | મીમાંસાની એક વિધિ. | ( યોગ ) યોગનાં આઠ માંહેનું એક અંગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ અષ્ટાંગયોગ વડે અસંપ્રજ્ઞાત યોગ સુખપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. યોગનાં આઠ અંગોમાં એક નિયમ પણ છે. શૌચ, સંતોષ, તપસ્યા, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ બધી ક્રિયાઓના પાલનને નિયમ કહે છે. શૌચ બે પ્રકારના છે: બાહ્ય અને આભ્યંતર. જળ, માટી આદિથી શરીરને સાફ કરવું તે બાહ્ય શૌચ છે અને કરુણા, મૈત્રી, ભક્તિ આદિ સાત્ત્વિક વૃત્તિઓને ધારણ કરવી તે આભ્યંતર શૌચ છે. આવશ્યકથી અધિકની ઇચ્છા ન કરવી તે સંતોષ છે. ગરમી, શરદી સહન કરવી, ધર્મશાસ્ત્રોમાં લખેલ કૃચ્છ્ર, ચાંદ્રાયણ આદિ વ્રતો કરવાં તેનું નામ તપ છે. બધાં કાર્યો ઈશ્વરના નામે કરવાં તે ઈશ્વરપ્રણિધાન છે. | રીત; ચાલ. | વિષ્ણુના હજાર માંહેનું એક નામ. તે પોતપોતાના અધિકારમાં પ્રજાને નિયમિત કરે છે તેથી તે નિયમ કહેવાય છે. | વેદાભ્યાસ. | વ્રત; પ્રતિજ્ઞા; સોગન. વધુ + | શરત. | સજાતીય વૃત્તિઓના પ્રવાહ વધારી વિજાતીય વૃત્તિઓનો પ્રવાહ ઘટાડવો તે. | સિદ્ધ વાત; ઠરેલી બાબત. | સિદ્ધાંત. | સ્વીકાર.
- yam
- અર્થવવેદનો એ નામનો એક ઋષિ. | અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચેનો સમૂહ અથવા એ પાંચમાંથી ગમે તે એક. તેના દશ પ્રકાર પણ છે.: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, ધૃતિ, દયા, આર્જવ, મિતાહાર અને શૌચ. શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધના ઓગણીશમા અધ્યાયમાં બાર યમ કહેલા છે: અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, લજ્જા, અસંચય ( અપરિગ્રહ ), ધર્મમાં વિશ્વાસ, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા અને અભય. | ઇંદ્રિયોને જીવતી તે; નિગ્રહ; સંયમ. ઇંદ્રિયોના જયદ્વારા આહાર, નિદ્રા, શીત, વાત અને આતપનો જય કરવો તેને પણ સિદ્ધરાજનો યમ કહે છે. યોગકૌસ્તુભમાં કહેલું છે કે પરમાણુથી માંડીને આકાશ પર્યંતનું જે જગત છે તેનો બાધ કે મિથ્યાપણાનો દૃઢ નિશ્ર્ચય કરીને એક બ્રહ્મનાં જ સત્યપણાનો નિશ્ર્ચય કરવો અને મન સહિત અગિયાર ઇંદ્રિયો વશ રાખવી તે યમ કહેવાય છે. | ઋગ્વેદના દશમા મંડલના ચૌદમા સૂક્તનો કર્તા એક ઋષિ. | ઋતુ; સમય. | એ નામનો એક દેવ. તે ભરણી નક્ષત્રનો સ્વામી છે. | એક જાતનું ભૂત. તે હમેશ સમરાંગણમાં હોય છે અને પોતાના ભોગને ઉગ્ર બનાવે છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે કોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૧ ગુરુ અને ૯૪ લઘુ મળી ૯૫ વર્ણ અને ૯૬ માત્રા હોય છે. | કલાક. | કશ્યપના અદિતિથી થયેલા બાર માંહેનો એક દીકરો; એ નામનો એક આદિત્ય. જુઓ આદિત્ય. | કાગડો. | દક્ષિણ દિશાના લોકપાલનું નામ; મરણ પછી જીવને તેનાં કૃત્ય પ્રમાણે શિક્ષા કરનાર દેવ; પ્રેતપતિ; મૃત્યુનો દેવ. માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે જ્યારે વિશ્વકર્માની કન્યા સંજ્ઞાએ પોતાના પતિ સૂર્યને જોઇને ભયથી આંખો બંધ કરી લીધી, ત્યારે સૂર્યે ગુસ્સે થઈને તેને શાપ આપ્યો કે તને જે પુત્ર થશે તે બધા લોકોનું સંયમન કરનાર થશે. આથી જ્યારે સંજ્ઞાએ તેની તરફ ચંચળ દૃષ્ટિથી જોયું ત્યારે ફરીને તેણે કહ્યું કે તને જે કન્યા થશે, તે આ પ્રકારે ચંચળતાપૂર્વક નદીનાં રૂપમાં વહ્યા કરશે. પુત્ર તે યમ થયા અને કન્યા યમી થઈ, તે પાછળથી યમુનાના નામથી પ્રસિદ્ધ થઈ. એમ મનાય છે કે, તે રંગે શ્યામ અને લાલ વસ્ત્ર પહેરે છે, પાડાની સ્વારી કરે છે અને હાથમાં દંડ ધારણ કરે છે. કર્બૂર ને શ્યામ નામના કૂતરા તેના ચોકીદાર છે. તે યમપુરીના રાજા છે. ચિત્રગુપ્ત ચંડ અને કાળપુરુષ નામના સેવકો અને વૈધ્ય તેના દ્વારપાળ છે. એકવીશ નરક તેના તાબામાં છે. ઋગ્વેદમાં તેમને હવિ અને સન્માન આપવા સૂચવ્યું છે. તેને દક્ષિણાશાપતિ, શીર્ણપાદ, મૃત્યુ, કાલ, અંતક, કૃતાંત, શમન, દંડી અથવા દંડધર, ભીમશાસન, પાશી, પિતૃપતિ, પ્રેતરાજ, શ્રાદ્ધદેવ, ધર્મરાજ ઔદુંબર વૈવસ્વત વગેરે અનેક નામો આપવામાં આવ્યાં છે. પુણ્યવાનો તરફ સૌમ્ય હોઈ ધર્મરાજ એવું પણ એનું નામ કહ્યું છે. માંડવ્ય ઋષિના શાપે કરીને તે વિદુરરૂપે પૃથ્વી ઉપર અવતર્યો હતો. વધુ + | દરિયો. | દિવસ. | ધર્મશાસ્ત્ર રચનાર એક ઋષિ; એ નામનો એક સ્મૃતિકાર. | નિર્દય કે ઘાતકી પુરુષ; ભયંકર અને ઉગ્ર દેખાવવાળો માણસ; ચંડાળ; નરાધમ. | પરમેશ્વર; ઈશ્વર. | ભાદરવા માસમાં તપતા સૂર્યનું નામ; એ નામના એક સૂર્ય. | મંગળ ગ્રહ. | યુગ્માક્ષર; જોડાક્ષર. વધુ + | ( યોગ ) યોગનાં આઠ માંહેનું એક અંગ. તે માત્ર મનથી જ સિદ્ધ થઈ શકે એવું હોઈને તેને એક પ્રકારનું નિવૃત્તિ લક્ષણ માનેલું છે. અસંપ્રજ્ઞાત યોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગ વડે સુખપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. | રુદ્ર, કેમકે વિનાશ કરવો એ તેનું કામ છે. | વિષ્ણુ. | શનિનું એક નામ. | સેતાન; પિશાચ; અસુર; દાનવ. | સ્વર. | હરિ. | હવા; વાતાવરણ. | અઢાર માંહેની એક મુખ્ય સ્મૃતિ. જુઓ સ્મૃતિ. | જોડું; જોડલું; બેડલું. | બેની સંખ્યા; બેની સંખ્યા બતાવનારી સંજ્ઞા. | ભરણી નક્ષત્ર. | મૃત્યુ; મોત. | બેલડામાં અવતરેલ; જોડિયું. | જેમ; જે રીતે.
- Yam-Rãj
- ધર્મરાજા; યમદેવ; કૃતાંત.
- Yampuri
- જમપુર; યમરાજાનું નગર; મૃત્યુના દેવનું રહેઠાણ; યમાલય; યમરાજાની નગરી; સંયમની. મરણ પછી જીવોને ત્યાં લઈ જવાતા કહેવાય છે. વધુ + | નરક.