Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
6 resultsfor “Yug” · clear
- Dvãpar-Yug
- ચાર માંહેનો ત્રીજો યુગ. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે. દ્વાપરયુગ કલિયુગથી બમણો એટલે ૮,૬૪,૦૦૦ વર્ષનો, ત્રેતાયુગ કલિયુગથી ત્રણગણો એટલે ૧૨,૯૬,૦૦૦ વર્ષનો અને કૃતયુગ કલિયુગથી ચાર ગણો એટલે ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે. એ ચારે યુગ મળીને એક મહાયુગ થાય છે. એવા ૭૧ મહાયુગનો એક મન્વંતર થાય છે. એવા ૧૪ મન્વંતરને ૬ મહાયુગ મળીને એક કલ્પ કે બ્રહ્માની રાત્રિ કે દિવસ થાય છે. સંધિ અને સંધ્યંશ કાળ ઉમેરતાં એ દેવોના ચારસો વર્ષનો છે. આ યુગનો આરંભ વૈશાખ સુદિ ૩ બુધવારના રોજ થયો હોવાનું મનાય છે. કેટલાકના મત પ્રમામે આ યુગની શરૂઆત ભાદરવા વદિ ૧૩ની અથવા મહા વદિ ચૌદશની મનાય છે. વળી કેટલાક જણાવે છે કે, માઘ વદિ અમાસ ને શુક્રવારે ધનિષ્ઠા નક્ષત્ર અને વરિયાન યોગ તથા વૃષ લગ્નમાં દ્વાપરની ઉત્પત્તિ થઈ છે. કેટલાક શ્રાવણ વદિ ૧૩ ગુરુવારના રોજ આ યુગનો આરંભ થયાનું માને છે. આમાં ફક્ત બે અવતાર થયાઃ કૃષ્ણાવતાર અને બુદ્ધાવતાર. આ યુગની વિશિષ્ટતાઃ મનુષ્યનું આયુષ્ય એક હજાર વર્ષનું તેની ઊંચાઈ ૭ હાથ, સંતતિ ૮, તેમાં ચાર છોકરા ને ચાર છોકરી, ધર્મનું પ્રમાણ અર્ધું, પતિવ્રતા સ્ત્રીઓની સંખ્યા અર્ધા ઉપર, કૃતયુગમાં એક પટ ધાન્ય રોપવાથી એકવીશ ગણું થતું, તે ત્રેતાયુગમાં ચૌદ ગણું અને દ્વાપરયુગમાં સાત ગણું થયું. ક્રમશઃ નાણું રૂપાનું થયું અને દીવા ઘીના થયા, લોકોમાં કપટ વધવા લાગ્યું, ગાયોનું દૂધ પાંચ શેર ઉપર આવ્યું. દ્વાપરયુગમાં સત્યતા કૃતયુગ કરતાં અર્ધી થઈ ગઈ, ચારે વેદ થયા, કેટલાક લોકો ચાર, ત્રણ, બે, એક અથવા એકે નહિ એમ જુદી જુદી રીતે વેદોનો અભ્યાસ કરવા લાગ્યા, વિધિઓ જુદી જુદી રીતે થવા લાગી, બહુ ઓછાં માણસો સત્યને વળગી રહ્યાં. જ્યારે મનુષ્યો ભલાઈનો રસ્તો છોડી ગયા ત્યારે અનેક રોગો, કામનાઓ અને વિપત્તિઓનો હુમલો થવા લાગ્યો, તેથી લોકોને બહુ દુઃખ થવા લાગ્યું, સ્વર્ગસુખની આશા રાખી કેટલાક યજ્ઞ કરવા લાગ્યા. આવી રીતે મનુષ્યનો સત્યમાંથી પાત થયો. આ યુગમાં સૂર્યગ્રહણ ૩,૬૦૦ અને ચંદ્રગ્રહણ ૨,૦૦,૦૦૦ હતાં. રાજા ચંદ્રવંશી હતા. જેવા કે, સોમ, બુધ, તડાગ, પુરુરવ, અંગદ, પાંડુ, યુધિષ્ઠિર, અર્જુન, અભિમન્યુ, પરીક્ષિત, જનમેજય, દેવખંડ, સહનામ, જીવશંભુ, વણુ, વિશ્વરૂપ. લોકો વિષ્ણુપૂજક હતા, વચન જ પ્રમાણ ગણાતું, લોકો ધનવાન હતા. મત્સ્યપુરાણ અનુસાર દ્વાપરયુગ બેસતાં જ ધર્મ વગેરેમાં ઘટાડો થવો શરૂ થયો. જે કરવાથી ત્રેતામાં પાપ નહોતું લાગતું, તે બધાં કર્મ પાપ સમજાવા લાગ્યાં, પ્રજા લોભી થવા લાગી, અજ્ઞાનતાના કારણે શ્રુતિ, સ્મૃતિ વગેરેનું યથાર્થ જ્ઞાન લુપ્ત થવા લાગ્યું, જુદાં જુદાં ભાષ્ય બનવા લાગ્યાં, તથા અનેક પ્રકારના મતભેદ ચાલવા માંડ્યા. આ પુરાણ અનુસાર દ્વાપરમાં મનુષ્યનું પરમાયુ બે હજાર વર્ષનું હતું.
- Kali-Yug
- કાળપરિમાણના ચાર યુગમાંનો છેલ્લો યુગ; અધર્મનો યુગ. મહાભારત અને મનુસ્મૃતિ પ્રમાણે ૧૦૦૦થી૧૨૦૦ વર્ષનો આ યુગ ગણાય છે, પરંતુ પૌરાણિક રીતે ૧૨૦૦x૩૬૦ = ૪૩૨૦૦૦ વર્ષનો કલિયુગ ગણાય છે. હિંદુઓની કાળગણના અનુસાર કલિયુગ એક મહાયુગનો દશમો અંશ માત્ર છે. મહાયુગમાં ચાર યુગ મનાયા છે: કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ. દ્વપર કલિયુગથી બમણો, ત્રેતાયુગ કલિયુગથી ત્રણ ગણો અને કૃતયુગ કલિયુગથી ચાર ગણો મનાય છે. એવા ૧૭ મહાયુગનો એક મન્વંતર અને ૧૪ મન્વંતર ને ૬ મહાયુગનો એક કલ્પ કે બ્રહ્માનો દિવસ કહેવાય છે. કેટલાકને મતે આ યુગનો આરંભ કાર્તિક સુદ ૯ સોમવારે થયો કહેવાય છે. કોઇ કહે છે કે આ યુગનો આરંભ શ્રાવણ સુદ ૫ થી છે. કોઇના મત પ્રમાણે ભાદરવા વદ ૧૩ રવિવારે મધરાતે આશ્લેષા નક્ષત્રમાં વ્યતિપાત યોગમાં અને મિથુન લગ્નના ઉદયમાં કલિયુગની ઉત્પત્તિ થઇ. આ યુગની શરૂઆત ઇ.સ. પૂર્વે ૩૧૦૨ થી થઇ છે એમ પણ કેટલાક માને છે. આમાં વિષ્ણુના બે અવતાર છે: એક બુદ્ધ અને બીજો કલ્કી. આ યુગમાં મનુષ્યની ઊંચાઇ ૩|| હાથ અને આયુષ્યપ્રમાણ સો વર્ષનું ગણાય. આ યુગનાં વિશિષ્ટ લક્ષણો: અન્નમય પ્રાણ, ભાગીરથી તીર્થ, વિશ્વેશ્વર દેવ, કાશીક્ષેત્ર, ધર્મને આરંભમાં ૧ પગ, શાપનું બિલકુલ નષ્ટ થવું, નોકરી એ જ ધંધો વગેરે. આ ઉપરાંત એવું પણ ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે જે લોકોને વિશ્વાસ હોય તે જ કળિયુગમાં ઇશ ચિંત્વન કરશે, માટી અને લોઢાં તેમ જ તાંબાનાં વાસણોનો વપરાશમાં ઉપયોગ થશે, વ્યવહારમાં પણ તાંબાની ધાતુનો ઉપયોગ થશે, વ્યવહારમાં પણ તાંબાની ધાતુનો ઉપયગ થશે, જમીન નિ:સત્ત્વ થશે, બ્રાહ્મણાદિ વર્ણ પેટભરા અને મીઠું બોલનારા જણાશે, લોકો ઠરાવે તે જ લોકો એટલે લૌકિક ધર્મ તે ધર્મ મનાશે, દીર્ધદૃષ્ટિ નષ્ટ થશે, લોકો ખોટું બોલનારાં થશે, પિતાપુત્રમાં વેર અને દ્વેષભાવ માલૂમ પડશે, સ્ત્રીઓની સંખ્યા પુષ્કળ થશે અને તે પણ વ્યભિચારિણી થશે. યુગની આખરે અંગૂઠાના વેઢાના એક ભાગ જેવડી માણસોની આકૃતિ થશે. ધર્મરાજ, વિક્રમાદિત્ય વગેરે શકકર્તા રાજાઓ તેમ જ મ્લેચ્છાદિ તથા શ્વેતવર્ણીય રાજાઓ થશે. ગાયનું દૂધ બશેર ઉપર આવશે. વેદની ક્રિયાઓ, ભલાઇનાં કામો, વિધિઓ અને યજ્ઞો થતાં બંધ થશે; દુ:ખ આફત, રોગ, શ્રમ, ભૂલદોષ, ગુસ્સો વગેરે અનિષ્ટો વધી પડશે. આવી રીતે પ્રજા વિનાશને રસ્તે ઘસડવા લાગશે અને મનુષ્યની જિંદગીનું કોઇ ચોક્કસ માપ નહિ હોય. આ યુગમાં માટીનાં પાત્ર થશે, હાડકાંનો વેપાર થશે, લુચ્ચાઓની પૂજા થશે, પ્રસવ સાત થશે અને રાજા ધર્મકર્મ રહિત બનશે. કલિનું સ્વરૂપ; તે પિશાચના જેવા મોઢાવાળો, ક્રૂર તથા કલહપ્રિય છે. તે ડાબા હાથી પોતાની ઇંદ્રિય તથા જમણા હાથતી પોતાની જીભ પકડીને રહેલ છે. એના પ્રભાવથી મનુષ્યોની દેવતાઓમાં ભક્તિ રહેતી નથી, તપસ્વીઓ કપટવેશધારી થાય છે, મનુષ્યો જૂઠાં બોલે છે, વરસાદ કોઇક કોઇક સ્થળે થાય અને નીચ જન મજા કરે. કળિયુગમાં છ શકવર્તી રાજા ઉત્પન્ન થશે એમ મનાય છે: (૧) હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર. તેનો શક આરંભમાં ૩૦૪૪ વર્ષ. (૨) ઉજ્જયિનીમાં વિક્રમ. તેનો શક ૧૩૫ વર્ષ. (૩) પૈઠણમાં શાલિવાહન. તેનો શક ૧૮૦૦૦ વર્ષ. (૪) વૈતરણી નદીને ઠેકાણે સિંધુસંગમ વિજ્યાભિનંદન. તેનો શક ૧૦૦૦૦ વર્ષ. (૫) ગૌડ દેશમાં ધારાતીર્થમાં નાગાર્જુન. તેનો શક ૪૦૦૦૦૦ વર્ષ. (૬) કર્ણાટક દેશમાં કરવીર ક્ષેત્રમાં કલ્કી અવતાર. તેનાં વર્ષ ૮૨આ પ્રમાણે છ શકકર્તા રાજાઓ થયા બાદ કલિયુગની સમાપ્તિ થશે. કલિનો પાંચ ઠેકાણે વાસ કહેવાય છે: (૧) સ્ત્રી, (૨) જૂગટું, (૩) મદ્યપાન, (૪) જીવહિંસા અને (૫) સુવર્ણ. | ખરાબ વખત. | દુષ્ટ માણસ. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ.
- Mahã-Yug
- મોટો યુગ; ચાર યુગનો વખત. ચાર યુગ મળીને એક મહાયુગ થાય છે. તેને ચતુર્યુગી પણ કહે છે અને તે કલિયુગથી દશગણી છે. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો અને કૃતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષના છે. તે ચારેનાં વર્ષ જેટલો એક મહાયુગ મનાય છે. એક મહાયુગ ૪૩,૨૦૦૦૦ વર્ષ સુધી ચાલે છે. આજ સુધી ૨૭ મહાયુગ થયા અને હાલમાં ૨૮ મો મહાયુગ ચાલુ છે.
- Satya-Yug
- ચાર માંહેનો પહેલો યુગ; સતજુગ; કૃતયુગ; કાળનો એક વિભાગ. સત્ત્વગુણનું આધિક્ય જે કાળમાં હોય તેને સત્યયુગ કહે છે. કારતક સુદ ૯ પહેલા પહોરમાં શ્રવણ નક્ષત્ર તથા વૃદ્ધિ યોગમાં સત્યયુગની ઉત્પત્તિ થઈ છે. તેનું પ્રમાણ ૧૭,૨૮,૦૦૦ વર્ષનું છે. આ યુગમાં ચાર અવતાર થયા છેઃ (૧) મત્સ્ય, (૨) કચ્છપ, (૩) વરાહ અને (૪) નૃસિંહ. આ યુગમાં સૂર્યગ્રહણ ૧,૦૦૦ તથા ચંદ્રગ્રહણ ૧૦,૦૦૦ હોવાનું મનાય છે. આ યુગમાં હિરણ્યકશિપુ, પ્રહલાદ, વૈરોચન, બલિ, બાણાસુર જેવા ધર્મનિષ્ઠ રાજાઓ હતો. કહેવાય છે કે એક વખત બી વાવવાથી ૨૧ વખત લણણી થતી હતી. પુત્ર પિતાને વશ રહેતો. કપિલ, ભદ્ર, દક્ષ વગેરે બ્રહ્માની ઉપાસનામાં મચેલા રહેતા. આ યુગમાં મનુષ્યોનું આયુષ્ય એક લાખ વર્ષનું હોવાનું મનાતું. પ્રાણ એકલો અસ્થિગત હતો. સંતતિ ફક્ત બે હતીઃ એક કન્યા અને એક પુત્ર. તે બંને દીર્ઘાયુ હતાં. કામધેનુ બે ગાગર ભરાય તેટલું પુષ્કળ દૂધ દેતી અને કલ્પવૃક્ષો ઈષ્ટ પદાર્થો આપતાં. સર્વ સ્ત્રીઓ પતિવ્રતાઓ હતી. સર્વત્ર સોનાનાં વાસણો અને રત્નના દીવાઓ હતા. બ્રાહ્મણ આદિ સૂર્યનાં જેવા તેજસ્વી હોઈ તેમના શાપો લાગુ પડતા. તેઓ હમેશ તપશ્ચર્યામાં જ નિમગ્ન રહેતા હતા. સર્વ લોક શ્રુતિ, સ્મૃતિ, વેદાદિમાં કહેલા ધર્મ માનનારા હતા. દાતા સામે જઈ યાચકને દાન આપી અને તેને બારણે પણ ઊભા રહેતા. આ સમયના બધા રાજાઓ દૈત્ય કુળમાંથી ઉત્પન્ન થયા હતા, કારણ ઈતર વર્ણોને સ્વધર્માનુસાર પરમાત્માનાં જ્ઞાન સિવાય બીજી તુચ્છ વસ્તુઓ એટલે આસુરી સંપત્તિઓ ઉપભોગવાની ઇચ્છા થતી નહિ.
- Tretã-Yug
- જુઓ ત્રેતા ૨.
- yug
- અવતાર; જિંદગી; ભવ. વધુ + | કાલ; સમય; જમાનો; વખત; જુગ; મોટો લંબાણ કાળ વિભાગ. | કાલ ગણનાનો એક પ્રકાર; પાંચ વર્ષનો કાળ. કેટલાંક કોષ્ટકો: | કૃત, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ એવા પૌરાણિક રીતે પાડેલા કાળના ચાર મોટા ભાગ માંહેનો દરેક ભાગ. તે દરેક અનુક્રમે ૧૭૨૮૦૦૦, ૧૨૯૬૦૦૦, ૮૬૪૦૦૦ અને ૪૩૨૦૦૦ મનુષ્ય વર્ષનો છે. ચારે મળીને ૪૩૨૦૦૦૦ વર્ષ થાય છે અને તે એક મહાયુગ કહેવાય છે. દરેક યુગની પહેલી સંધ્યા અને પાછળ સંધ્યાંશ આવે છે. સંધ્યા અને સંધ્યાંશ યુગથી ૧/૧૦ ભાગના હોય છે. દરેક યુગનાં સંધ્યા અને સંધ્યાંશનો સમય આ પ્રમાણે છે: દેવતાઓનાં બાર હજાર વર્ષો પૂરાં થાય છે ત્યારે સંધ્યા અને સંધ્યાના અંશની સાથે જ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ એમ ચાર યુગ પૂરા થાય છે. તેનાં અનુક્રમે ચાર હજાર, ત્રણ હજાર, બે હજાર અને એક હજાર દેવતાઈ વર્ષો જાણવાં અને તે જ પ્રમાણે અનુક્રમે તે તે યુગની સંધ્યા તથા સંધ્યાના અંશનાં તે તે હજારથી બેવડાં સો સો વર્ષ જાણવાં. એમ આઠસો, છસો, ચારસો અને બસોની એકંદર સંખ્યાવાળાં સંધ્યા તથા સંધ્યાના અંશની વચ્ચેનો જે કાળ તેને જ યુગ કહે છે. | ચાર હાથનું માપ. | ચારની સંજ્ઞા.યુગ ચાર છે. | જોડું; યુગલ; યુગ્મ. વધુ + | ધૂંસરું રથ અથવા ગાડાની ઝૂંસરી. | પાસાની રમતની ગોળ સોગઠીઓ. | પાસાની રમતમાં બે સોગઠીઓ જે એક જ ઘરમાં આવી બેસે છે તે. | બેની સંખ્યા. | વર્ષોનો લાંબો ગાળો; જમાનો. | વૃદ્ધિ નામે ઔષધિ. | શક; સંવત. | કવિતાની બે કડી. | છાંડવું. | ત્યાગવું; છોડવું.