Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

3 resultsfor “anu · clear

anu
એ નામનું એક જાતનું અનાજ; કાંગ. | એક મૂહૂર્તનો ૫૪૬૭૫૦૦૦મો ભાગ. | દ્રવ્યનો નાનામાં નાનો સ્વતંત્ર રહી શકે એટલો ભાગ; દ્વયણૂકથી સૂક્ષ્મ અને પરમાણુથી મોટો કણ. વધુ + | રજનો આઠમો ભાગ. વધુ + | વખતનું એક માપ; ૧૬૩૮૪ ક્ષણ જેચલો વખત. | શિવ. | સાઠ પરમાણુનો બનેલો કણ. | ( સંગીત ) તાલના છ અંગમાંનું એ નામનું એક; માત્રાનો ચોથો ભાગ. વિરામઅંગ, અણુદ્રુત, અંગ, ધનુ, એકાક્ષર, શિરસ, જાતિ, બીજ અને અનાદ્રુત એ તેનાં પર્યાય નામ છે. | સૂર્યના કિરણમાં ઊડતું રજકણ; આઠ છાયા જેવડો કણ. જુઓ હાથ. વધુ + | જરા જેટલું; લેશ; થોડુંક. | મુશ્કેલીથી દેખાય એવું; અતિસૂક્ષ્મ. | જેના ભાગ ન થઈ શકે તે; પરમાણુ. નજરે દેખાતા સાધનથી નાનામાં નાનો ભાગ થાય તેને અણુ અને જ્ઞાનથી નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે. | વટિકા; નાની ગોળી. | વિષ્ણુ, કેમકે તે અણુ જેટલા બારીક છે. | ( સંગીત ) કાળનું એક માપ. વધુ +
dhanush
એ નામનો એક ઋષિ. | ( જૈન ) ધનુષ્ય વડે નારકીઓને દુઃખ આપનાર પરમાઘામી. | કમાન. | છત્રીશ માંહેનું એક દંડાયુધ. | છન્નું આંગળનું એક માપ. કડિયા, સુતાર, સલાટ વગેરેના ગજ ભરવાથી છન્નું આંગળ માપ થાય તે માપ ધનુષ કહેવાય છે. કોઈ ચોરાશી આંગળનું માપ ગણે છે. જૈન મત પ્રમાણે તે વાંભ એટલે ચાર હાથનું માપ થાય છે. ૪ હાથ = ધનુષ ૨૦૦૦ ધનુષ = કોશ ૪ કોશ = યોજન | ધનુ; ચાપ; કમાન; કામઠું. | મેધધનુષ્ય. | શ્રી હરિના ડાબા ચરણારવિંદમાં ગોપાદ નામના ચિહ્નથી નીચે રહેલ ધનુષના આકારનું એક ચિહ્ન. | સમુદ્રમંથનથી પ્રાપ્ત થયેલ ચૌદ માંહેનું એક રત્ન.

this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only

Manu
અંતઃકરણ; મન. | એ નામે અઢાર માંહેનો એક જ્યોતિષી. | ( પુરાણ ) એ નામે એક અગ્નિ. | ( પિંગળ ) એ નામે એક વિષમ જાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૮ ગુરુ અને ૪૦ લઘુ મળી ૪૮ વર્ણોની ૫૬ માત્રા હોય છે. | એક પ્રકારનો સંપ્રદાય. | કલ્પના ચૌદમા ભાગ જેટલો કાળ; ૪૩,૨૦,૦૦૦ વરસની એક ચોકડી, તેવી ૭૧ ચોકડીનો કાળ; મન્વંતર. ચૌદ મનુની ૯૯૪ ચોકડી મળીને બ્રહ્માનો એક દિવસ થાય છે. | ( પુરાણ ) કૃશાશ્વ ઋષિને ધિષણાથી થયેલા ચાર માંહેનો એ નામનો એક પુત્ર. | ચૌદની સૂચક સંજ્ઞા. | નાટયકલામાં થતું એક જાતનું કરણ. | પરમેશ્વર. | પ્રાર્થના કે મંત્ર. | બ્રહ્મા; પ્રજાપતિ. | બ્રહ્માના ચૌદ માંહેનો દરેક પુત્ર. | મનુષ્યનો મૂળ પુરુષ; વિવસ્વતનો પુત્ર; આદિમાનવ; માનવકુળનો ઉત્પાદક. વધુ + | મન્વંતરનો મૂળ પુરુષ; મનુષ્યોનો વડો કે રાજા; લોકનિયંતા. તેમાંનો દરેક એક મન્વંતર સુધી એટલે ૩૦,૬૭,૨૦,૦૦૦ મનુષ્યના વર્ષ સુધી પ્રજા ઉપર રાજ્ય કરે છે. સૌથી પહેલા મનુ સ્વાયંભૂ કહેવાય છે. બ્રહ્માએ પોતાના શરીરના બે વિભાગ કર્યાઃ સ્ત્રી અને પુરુષ. આ જોડામાંથી વિરાજ ઉત્પન્ન થયો અને તેમાંથી મનુ સ્વાયંભૂ ઉત્પન્ન થયો. આ મનુએ ૧૦ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા. આ દશ પ્રજાપતિને મહર્ષિ પણ કહેવાય છે. અમુક મત પ્રમાણે બ્રહ્માએ પોતાની દીકરી શતરૂપા સાથે નિયમભંગ કરીને સંભોગ કર્યો અને તેમાંથી મનુ ઉત્પન્ન થયો. ચાલુ જમાનાનો મનુ સાતમો મનુ છે અને તેનું નામ વૈવસ્વત છે. ચૌદ મનુનાં નામઃ (૧) સ્વાયંભુવ, (૨) સ્વારોચિષ, (૩) ઔત્તમિ, (૪) તામસ, (૫) રૈવત, (૬) ચાક્ષુષ, (૭) વૈવસ્વત અથવા સત્યવ્રત, (૮) સાવર્ણિ, (૯) દક્ષસાવર્ણિ, (૧૦) બ્રહ્મસાવર્ણિ, (૧૧) ધર્મસાવર્ણિ, (૧૨) રુદ્રસાવર્ણિ, (૧૩) રોચ્ય અથવા દૈવસાવર્ણિ, (૧૪) ઇંદ્રસાવર્ણિ. | માણસ; મનુષ્ય. | માનવકુળનો આદિપુરુષ; આર્યકુળના મુખ્ય અને પ્રારંભ વખતનો વિજયી પુરુષ. વિરાટ પુરુષે મનુને ઉત્પન્ન કર્યા. દરેક કલ્પમાં ચૌદ મનુ ઉત્પન્ન થાય છે. કલ્પમાં સ્વાયંભુવ, સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત અને ચાક્ષુષ એ છ મનુ થઈ ગયા છે. એમ વસતીની ઉત્પત્તિ છ વખત થઈ અને છ વખત નાશ પામી. હાલના સાતમા મનુનું નામ વૈવસ્વત એટલે સૂર્ય અથવા બીજો રૈવત અથવા સત્યવ્રત છે. તેનાથી વસતી ઊતરેલી છે, તેથી એ વસતી માનવ કહેવાય છે. જળપ્રલય થતી વખતે વૈવસ્વત મનુનું વહાણ સુમેરુ પર્વત ઉપર થોભ્યું. એ મનુએ પોતાનું એ સુમેરુ પર્વતના પ્રદેશનું રાજ્ય પોતાના ઇક્ષ્વાકુ, નૃગ, શયાનિ, દિષ્ટ, ધૃષ્ટ, કરૂષક, નરિષ્યંત, પૃષ્ટધ્ન, નભગ એ નવ પુત્રોને વહેંચી આપ્યું. ઇક્ષ્વાકુ સૌથી મોટા હતા. તેણે ભારતવર્ષમાં અયોધ્યામાં સૂર્યવંશી ગાદી સ્થાપન કરી અને પોતાની બહેન ઇલાને ચંદ્રના પુત્ર બુધ સાથે પરણાવી, તેનાથી પુરુરવા પુત્ર થયો. ચાલુ વૈવસ્વત મનુ આર્યોના આદિ પુરુષ અને ચક્રવર્તી રાજા હતા. તેની પાસે કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, ભરદ્વાજ અને જમદગ્નિ એ સપ્તર્ષિ હતા. સૃષ્ટિની વૃદ્ધિ થતી ગઈ ને સૌને પોતપોતાનાં કામ સોંપી દીધાં. તેમના સુખકર રાજ્યથી પ્રજા એટલી બધી સંતોષાઈ ગઈ કે પ્રજાએ પ્રેમના ઉમળકાથી તેમને ભગવાન એવું ઉપપદ આપ્યું. જે હજુ મનુ ભગવાન એવે નામે ઓળખાય છે. મનુ ભગવાન આદ્ય સ્મૃતિકાર હતા. તેમણે રચેલી સ્મૃતિને મનુસ્મૃતિ એટલે માનવધર્મશાસ્ત્ર કહે છે. તેમાંનો કાયદો એવો તો સર્વકાર્યને અનુકૂળ છે કે હાલના મહાન વિદ્વાનો તેની મહત્તા જોઈ આશ્ચર્ય પામે છે. મનુ ભગવાનનો કાયદો એવો તો સિદ્ધ છે કે આજ સુધિ ફેરવવો પડયો નથી. તેમની આજ્ઞાઓ ઉત્તમ નીતિથી ભરેલી છે. તેમાં મનુષ્ય જન્મે ત્યારથી તે મરણ કાળ સુધી વર્તવાની નીતિની આજ્ઞા કરેલી છે. વ્યભિચારિણી સ્ત્રીને રાજાએ બજાર વચ્ચે શ્વાન પાસે ચૂંથાવવી એવું સ્પષ્ટ મનુનું વચન છે. તેમણે સમુદ્રમાં લાકડું તરતું જોઈ નૌકાયંત્રની શોધ કરેલી કહેવાય છે. અંતે જગતને અજિત અને સર્વ ભ્રાંતિ સમાન જાણી સંસારથી વૈરાગ્ય પામી પુત્રોને સઘળો રાજ્યકારભાર સોંપી પ્રજાને પાળવાની ભલામણ કરી વિરક્ત થયા અને ઘણાં વર્ષ વનમાં તપ કરી પરમ પદને પામ્યા. વિનોબાજી જણાવે છે કે, વેદકાળથી માંડી મધ્યયુગ સુધીનો ઇતિહાસ નારીપ્રતિષ્ઠાનું ભાન કરાવે છે. સમાજમાં સ્ત્રીનું સ્થાન ઘણું મહત્ત્વનું હતું. એક વખત એવો હતો જ્યારે મનુ ભગવાને લખ્યું હતું કે, ગુરુથી અધિક પિતા અને પિતાથી અધિકગણું માતાનું સ્થાન છે. આવી મહાન ગણાતી સ્ત્રીજાતિને પણ આજે આપણે હીન અને રસોડાની મજૂરણ સમજી હડધૂત કરી રહ્યા છીએ. ખરેખર શૂદ્ર અને સ્ત્રીસમાજ બંનેની અવદશા જ ભારતની અવનતિનું કારણ છે. વેદોમાં મનુને યજ્ઞોનો આદિ પ્રવર્તક લખેલ છે. ઋગ્વેદમાં કણ્વ અને અત્રિના યજ્ઞપ્રવર્તનમાં મનુને સહાયક લખેલ છે. શતપથ બ્રાહ્મણમાં લખ્યું છે કે મનુ એક વખત જળાશયમાં હાથ ધોતા હતા, તે વખતે તેના હાથમાં એક નાનકડી માછલી આવી ગઈ. તેણે મનુ પાસે પોતાની રક્ષા કરવાની પ્રાર્થના કરી અને કહ્યું કે મારી રક્ષા કરશો તો હું તમારી પણ રક્ષા કરીશ. તેણે મનુને ભવિષ્યમાં આવનાર પૂર વિષે વાત કહી અને એક હોડી બનાવવાનું કહ્યું. મનુએ તે માછલીની રક્ષા કરી અને તે માછલી થોડા જ દિવસોમાં બહુ જ મોટી થઈ ગઈ. જ્યારે પૂર આવ્યું ત્યારે મનુ પોતાની હોડીમાં બેસીને પાણી ઉપર ચાલ્યા અને તે હોડીને માછલીની સાથે બાંધી દીધી. તે માછલી ઉત્તર દિશા તરફ ચાલી અને હિમાલય પર્વતના શિખર ઉપર તે હોડીને પહોંચાડી દીધી. ત્યાં મનુએ પોતાની હોડી બાંધી દીધી. તે મહાન પૂરથી મનુ એકલા જ બચ્યા હતા. ત્યારબાદ તેમનાથીજ મનુષ્ય જાતિની વૃદ્ધિ થઈ. મનુના પ્રલયની વાત યહૂદીના પ્રલયની વાતને મળતી આવે છે. મહાન પ્રલય વખતે મનુ એકલો બચી ગયો હતો અને તેની હોડી હિમાલયને શિખરે બાંધવામાં આવી હતી. જ્યારે યહૂદીમાં નોહા બચી ગયો હતો અને તેની હોડી સિનાઈ પર્વતને શિખરે બાંધવામાં આવી હતી. આ બંનેનું મૂળ શેલિયન હોઈ શકે, કેમકે શેલિયનની અંદર પણ સૌથી પહેલા પુરુષનું નામ મેનન છે. મહાન જળપ્રલયનો સમય લગભગ ઈ. સ. પૂર્વે ૭૦૦૯નો ગણી શકાય. ઐતરેય બ્રાહ્મણમાં મનુએ પોતાની સંપત્તિ પોતાના પુત્રોને વહેંચી દીધી હોવાનું વર્ણન મળી આવે છે. તેમાં એમ પણ લખ્યું છે કે તેણે નાભાનેદિષ્ઠને પોતાની સંપત્તિનો ભાગીદાર નહોતો બનાવ્યો. વાજસનેય સંહિતામાં મનુને પ્રજાપતિ લખ્યા છે. મનુસ્મૃતિમાં મનુને વિરાટનો પુત્ર લખેલ છે. | લુહાર. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શિવ; રુદ્ર. | શુકલ યજુર્વેદનો એ નામે એક ઋષિ. | સામવેદનો એક ઋષિ. | અઢાર માંહેની એ નામની એક મુખ્ય સ્મૃતિ. | પૃક્કા નામે વનસ્પતિ. | ( પુરાણ ) પ્રાધાને થયેલી અપ્સરારૂપ કન્યાઓ માંહેની એ નામની એક કન્યા. | મનુની સ્ત્રી. | તપસ્વી. | મનન કરવાવાળું.