Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “avidyã” · clear
- avidyã
- ( વેદાંત ) અજ્ઞાન; ભ્રમ; માયા; જેને લીધે સત્ય વસ્તુ ઈશ્વરમાં જગત જેવા હયાતી વિનાના પદાર્થ ભ્રમથી દેખાય એવી ખોટી બુદ્ધિ; વિપરીત જ્ઞાન. આ અવિદ્યા બે પ્રકારની છેઃ (૧) મૂલવિદ્યા અને તૂલાવિદ્યા. અવિદ્યાનાં પાંચ પર્વ એટલે વિભાગ નીચે પ્રમાણે છેઃ (૧) તમ એટલે અજ્ઞાનરૂપી અંધારૂં; (૨) મોહ એટલે શરીર વગેરે ઉપર આત્માનું અભિમાન; (૩) મહામોહ એટલે દેહ માટે વધારે પડતી આસક્તિ; (૪) તામિસ્ત્રી એટલે દ્વેષ; અને (૫) અંધતામિસ્ત્રી એટલે આત્માનું ગાઢ અજ્ઞાન. પાતંજલ મતે અવિદ્યાના ચાર પ્રકાર છેઃ (૧) અનિત્ય ( સ્વર્ગ વગેરે ) ને નિતય્ માનવા રૂપ બુદ્ધિ; (૨) અપવિત્ર ( સ્ત્રી, શરીર વગેરે )ને પવિત્ર માનવાપણું; (૩) જેમાંથી પરિણામે દુઃખ ઉત્પન્ન થાય છે એવલા ભોગોને સુખ રૂપ માનવાની બુદ્ધિ; અને (૪) બુદ્ધિ, મન, ઇંદ્રિય વગેરે આત્માથી જુદાં છે તેમને આત્મા માનવા રૂપી બુદ્ધિ. વધુ + | આઠ પૂર પૈકી એક. આઠ પૂર આ પ્રમાણે છેઃ કર્મેંદ્રિય, જ્ઞાનેંદ્રિય, અંતઃકરણ, પ્રાણ, ભૂત, કામ, કર્મ અને અવિદ્યા. | ( વૈશેષિક ) ઇંદ્રિયની ખામીથી ઉત્પન્ન થયેલું દોષવાળું જ્ઞાન. | કર્મકાંડ; જ્ઞાન રહિત કર્મ. વધુ + | ( જૈન ) કુશાસ્ત્ર. | જગતની માયામાં લપટાઈને જે ખોટા તર્ક બાંધવા તે; માયાનો ભ્રમ. | ( યોગ ) પાંચ જાતના કલેશમાંનો એ નામનો એક. | પોતાના આશ્રયસ્થાનને જે મોહ પમાડે તે. | ( સાંખ્ય ) પ્રકૃતિ; પુરુષથી જુદું સત્ત્વ, રજસ અને તમોગુણવાળું જગતનું મૂળ કારણ. | ભગવાનની ૧૨ શક્તિમાંની એક. વધુ + | વિદ્વત્તા ન હોવાપણું; અજ્ઞાન; મૂર્ખતા. | ( તાંત્રિક ) છત્રીસ તત્ત્વો માંહેનું એ નામનું સાતમું. જુઓ અષ્ટાંગ. | બાવન જલરશ્મિ દેવતામાંની એક. જુઓ જલરશ્મિ દેવતા. | માણસના મગજના સ્વભાવને લીધે અથવા બહારની બાબતોને લીધે માણસમાં અજ્ઞાનતા રહેલ છે એવો મત; અભાવવાદ.