Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
12 resultsfor “brahm” · clear
- Akshar-Brahm
- ઈશ્વર; પરમાત્મા; કૂટસ્થ; બ્રહ્મ. | બ્રહ્મનું ધામ.
- brahm
- અથર્વવેદનો અધિષ્ઠાતા એક બ્રાહ્મણ; યજ્ઞ કરાવનાર બધા બ્રાહ્મણોમાં મુખ્ય પુરુષ. પહેલાં તેને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણે વેદ જાણવા પડતા, પણ અથર્વવેદ જ્યારે લોકપ્રિય થઈ પડ્યો ત્યારે તે અથર્વવેદનો બ્રાહ્મણ કહેવાયો. | અધ્યાત્મજ્ઞાન. | આત્મા; ચૈતન્ય. | ઈશ્વર; નિરંજન નિરાકાર પરમાત્મા; વિશ્વસત્તા; પરમેશ્વર. બ્રહ્મની પરિપૂર્ણતા વિષે ઈશોપનિષદમાં કહ્યું છે કેઃ પૂર્ણ તે, પૂર્ણ આ, પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે, પૂર્ણમાંથી પૂર્ણ લેતાં, પૂર્ણ જ શેષ રહે. તે બ્રહ્મ પૂર્ણ છે. આ જગત પૂર્ણ છે. બ્રહ્મથી જગત ઉદ્ભવે છે અને બ્રહ્મમાં જગત લીન થતાં બાકી રહેલ બ્રહ્મ પણ પૂર્ણ જ છે. તે પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ શબ્દનો અર્થ ઊનતા રહિત છે, અર્થાત્ પરમાત્મા ઊનતા રહિત છે, એટલે કે તેનામાં કોઈ પણ જાતની ત્રુટી નથી. સ્વરૂપદૃષ્ટિએ કે ધર્મદૃષ્ટિએ પરમાત્મા પરિપૂર્ણ છે, નિર્દોષ છે. એ પરમાત્મા સદ્રૂપે પણ પરિપૂર્ણ છે, ચિતરૂપે પણ પરિપૂર્ણ છે અને આનંદરૂપે પણ પરિપૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. પરમાત્મા અને જગતમાં આપણને જે ઊનતા જેવું લાગે છે, તે વિકૃત દૃષ્ટિનું જ પરિણામ છે. શુદ્ધ દૃષ્ટિએ સમજવામાં આવે તો પરમાત્મા અને જગતમાં કશી યે ઊનતા નથી, કેમકે આ જગત પરમાત્માથી ઉદ્ભવ્યું છે. પરમાત્મા આ જગતનું કારણ હોઈને તે પણ કાર્યરૂપ બ્રહ્મ સમું પરિપૂર્ણ જ છે. આ મંત્રમાં પરમાત્મા અને જગતની વાસ્તવિકતા બતાવી છે અને પાઠકોને પ્રબોધે છે કેઃ આદિ, મધ્ય અને અંતમાં પરમાત્મારૂપી બ્રહ્મ પરિપૂર્ણ જ છે. આદિમાં બ્રહ્મ પૂર્ણ છે. તેમાંથી પૂર્ણ જગત ઉદ્ભવે છે. તે મધ્યકાળમાં પણ બ્રહ્મ પૂર્ણ છે અને આ પૂર્ણ જગત પાછું પૂર્ણ બ્રહ્મમાં લીન થાય છે. ત્યારે અંતમાં તે પૂર્ણ જ છે. આ રીતે બ્રહ્મ આદિ, મધ્ય અને અંતમાં પૂર્ણ જ છે. વધુ + | એ નામના તિથિદેવ. | ( પિંગળ ) એક પ્રકીર્ણ ગીતિ માત્રામેળ છંદ. આ છંદ સ્કંધક ગીતિનો એક ભેદ છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૯ ગુરુ અને ૧૪૦ લઘુ મળી ૧૪૯ વર્ણની ૧૫૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અષ્ટિ છંદનો એક ભેદ છે. તેને ચંદ્રાપીડ છંદ પણ કહે છે. આ છંદના દરેક ચરણમાં પાંચ મગણ ને ગુરુ મળી સોળ અક્ષર હોય છે. તેમાં આઠમા અક્ષર ઉપર વિસામો આવે છે. | ખાખરાનું ઝાડ. | ( સંગીત ) ચતસ્રજાતિ ૨૮ માત્રાનો એ નામનો એક તાલ. | જ્ઞાન. | તપ. | નાકર યુગનો એ નામે એક કવિ. | પરબ્રહ્મ. | ( જૈન ) પાંચમો દેવલોક. | બૃહસ્પતિ. | બ્રહ્મચર્ય. | બ્રહ્મતેજ. | બ્રહ્મદેવ. | બ્રહ્મા; વિધાતા. | બ્રહ્મા થયેલ ઋત્વિજ. | બ્રાહ્મણ. | મોક્ષ. | યજ્ઞ ઉપર સામાન્ય દેખરેખ રાખનારો ગોર. | યજ્ઞકર્મ કરાવનાર ઋત્વિજ. | ( પુરાણ ) યજ્ઞક્રિયામાં મુખ્ય ઋત્વિજથી વ્યવસ્થા માટે રાખવામાં આવતો કુશનો દંડ. એ દંડ વડે સઘળા ઋત્વિજો પોતપોતાનું નિયત યજ્ઞકર્મ સમજીને કરે છે તેથી જાણે તેમાં જાદૂઈ અસર છે, એવી ભાવના દાખલ થયા પછી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ તત્ત્વને બ્રહ્મ સંજ્ઞા લાગુ પાડવામાં આવી છે. | યથાર્થ તત્ત્વ. | વાણી. | વિષ્ણુ. તે સર્વત્ર સર્વવ્યાપક તત્ત્વ, સત્, ચિત્, આનંદ અથવા અસ્તિ, ભાતિ, પ્રિય સ્વરૂપ અને દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન, અખંડ, એક, અદ્વૈત, સજાતીય, વિજાતીય અને સ્વાગત ભેદ રહિત પરમ આત્મતત્ત્વ છે. | વેદ. | વેદમંત્ર; પરમેશ્વરની વૈદિક સ્તુતિ. | ( જ્યોતિષ ) સત્તાવીશ માંહેનો પચીસમો યોગ. | સત્ય. | ( જૈન ) સત્ય અનુષ્ઠાન. | ( જૈન ) સિદ્ધ શિલા. | પવિત્રતા; શુદ્ધપણું. | પાલી ભાષામાંથી ઉત્પન્ન થયેલી એ નામની એક ભાષા. તે બ્રહ્મદેશમાં બોલાય છે. | બ્રાહ્મણી; બ્રાહ્મણની સ્ત્રી. | એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ; કૃષ્ણ યજુર્વેદનું એ નામનું એક ઉપનિષદ. | અઢાર માંહેનું એ નામનું એક પુરાણ. વધુ + | ઇંદ્રક વિમાનનું નામ. | ઈશજ્ઞાન. | જગતનું મૂળતત્ત્વ; દેશ, કાળ અને વસ્તુની મર્યાદાનું અતિક્રમણ કરી પોતાના સ્વરૂપમાં અથવા મહિમામાં રમતું સત્, ચિત્ અને આનંદ નામના સ્વભાવધર્મવાળું તત્ત્વ. તે પોતે અત્યંત મોટું હોઈ સર્વ નાનાં અથવા અણુ ચૈતન્યોને પોતાના સમાન મોટાં બનાવે છે, તેથી તેને બ્રહ્મ કહે છે. બ્રહ્મ અને પરમાત્મા પર્યાય શબ્દો છે. જગતના કારણના અર્થમાં પરમાત્મા શબ્દ વપરાય છે, જ્યારે સચ્ચિદાનંદ સ્વભાવ માત્રને લક્ષ્યમાં લઈએ ત્યારે તે પરબ્રહ્મ કહેવાય. જ્યારે શુદ્ધ સત્યાદિ ત્રણ ધર્મોથી વિશિષ્ટ ભાવમાં સમજીએ ત્યારે તે અપરબ્રહ્મ. નામરૂપાત્મક સઘળા જગતને આકારે પરિણામ પામતી માયાનું તે અધિષ્ઠાન છે. ચરાચર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ છતાં નિર્ગુણ અને માયા, અવિદ્યા વગેરે ઉપાધિઓથી રહિત છે. આનંદમય કોશના આધારરૂપે જે નિરુપાધિક આનંદ છે, તે જ બ્રહ્મ છે. જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, જેના વડે જગતની સ્થિતિ છે અને પ્રલયકાળે જેમાં જગતનો અભેદભાવે પ્રવેશ થાય છે, તે બ્રહ્મ છે. બ્રહ્મ તો ચક્રાતીત છે અને ચક્રાતીતનું સ્થાન તો સર્વત્ર છે. તે તો કૈવલ્યાદ્વૈતનું મહાપદ છે. તેને રૂપ, રંગ કે નામ નથી. બ્રહ્મસ્વરૂપનો વિચાર કરવામાં જે પુરુષ અસમર્થ હોય, તેણે આત્માથી અભિન્ન બ્રહ્મની ઉપાસના સતત કરવી. બ્રહ્મનું નિરંતર ચિંતન કરનાર પુરુષને તેના ચિંતનના પરિપાકે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. જેમ ભૂમિના ઊંડાણમાં રહેલા ખજાનાની પ્રાપ્તિનું સાધન એ ભૂમિને ખોદવી એ જ છે. તેમ બ્રહ્મનું ચિંતન કરવું એ બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે. બુદ્ધિરૂપી કોદાળી વડે શરીરરૂપ માટી ને પાણાને દૂર કરવા માટે મનોરૂપ ભૂમિને ખોદવી અને બ્રહ્મથી અભિન્ન આત્મરૂપ ખજાનાની પ્રાપ્તિ કરવી. બ્રહ્મ સદ્રૂપ, ચિદ્રૂપ ને સુખરૂપ છે. ભગવાન ઉદ્દાલકે બ્રહ્મને સદ્રૂપ કહેલ છે અને ભગવાન સનત્કુમારે બ્રહ્મને આનંદરૂપ કહેલું છે. બ્રહ્મની કામના રહિત ઉપાસના કરનારને મોક્ષલાભ થાય છે, એમ નૃસિંહતાપનીય ઉપનિષદમાં કહ્યું છે અને બ્રહ્મની કામના સહિત ઉપાસના કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, એમ પ્રશ્નોપનિષદમાં કહેલું છે. વેદાંતદર્શનમાં પણ એમ જણાવેલું છે. બ્રહ્મ પોતાને આશરે રહેલી માયા નામની શક્તિ વડે ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થાય છે. બ્રહ્મની જ્ઞાનશક્તિ દેવાદિનાં શરીરોમાં પ્રાપ્ત થાય છે. પવન, પાષાણ, પાણી, આકાશ, અગ્નિ અને વિનાશ પામનારી વસ્તુઓમાં અનુક્રમે ગતિશક્તિ, દૃઢપણારૂપ શક્તિ, પ્રવાહી શક્તિ, શૂન્યશક્તિ, દાહશક્તિ અને નાશશક્તિ રહેલી છે. પ્રલયકાળે બ્રહ્મમાં જગતની અવ્યક્તરૂપે સત્તા હોય છે. સાપનાં ઈંડામાં જેમ મોટો સાપ ન જણાય એવી રીતે રહેલો હોય છે, તેમ આત્મામાં ન જણાય એવી રીતે જગત રહેલું હોય છે. વૃક્ષના બીજમાં જેમ ફૂલ, ફળ, પાંદડાં અને પાતળી ડાળીઓ ઇત્યાદિ સહિત ઝાડ ગુપ્તરૂપે રહે છે, તેમ બ્રહ્મમાં જગત ગુપ્તરૂપે રહે છે. કેટલાકનો મત એવો છે કે, બ્રહ્મનો મૂળ અર્થ વૈદિક ઋચા એવો થાય છે. તેમાંથી ક્રમે ક્રમે તેનો અર્થ વેદ થયો અને છેવટે વેદમાં આખી દુનિયાના આધાર ને સારભૂત વસ્તુનું જે વર્ણન કરેલું છે તે બ્રહ્મ એવો અર્થ થયો. કેટલાક એમ માને છે કે, આ ચિદાકાશ અગર આત્માનો સમાવેશ જે પરમ તત્ત્વ કિંવા આકાશમાં થાય છે તેને ચિદાકાશ, પરમાત્મા અગર બ્રહ્મ કહે છે. આ તત્ત્વની દીર્ઘ વાસના અને સતત અભ્યાસ થકી જીવાત્મા સ્વયં ચિદાકાશ, પરમાત્મા કિંવા બ્રહ્મસ્વરૂપ બની જાય છે. એક અદ્વિતીય સદ્રૂપ બ્રહ્મ આ જગતનું કારણ છે, એમ છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા પ્રપાઠકમાં કહ્યું છે. તે અતિસૂક્ષ્મ હોવાથી કોઈ પ્રકારના અવલંબન વિના જાણી શકાતું નથી. તેથી આકાશાદિ પંચમહાભૂતનું તેનાથી વિવેચન કરીને તેનું જ્ઞાન સંપાદન કરાય છે. બ્રહ્મ શબ્દનો શબ્દાર્થ વિશાળ સત્તા એમ પણ થતો મનાય છે; અર્થાત્ આત્માની સત્તા, દેહમાત્રમાં રૂંધાયેલી નથી; એની સત્તા સચરાચરમાં વ્યાપ્ત છે. આથી દેહાદિમાં રહેલા પ્રાદેશિક આત્માનું દર્શન એ બ્રહ્મદર્શન નથી, એ અલ્પદર્શન છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતાં કહેવાયું છે કે, ઘટાકાશ, જલાકાશ, મેઘાકાશ અને મહાકાશ એ ચાર વિભાગો જેમ મહાકાશમાં કલ્પાય છે, તેમ ચેતનમાં પણ બ્રહ્મથી અભિન્ન આત્માનું સ્વરૂપ સમજવા માટે કૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ એવા ચાર વિભાગમાં કલ્પાય છે. જેમ બ્રહ્માંડની અંદર ને બહાર રહેલું આકાશ મહાકાશ કહેવાય છે, તેમ માયાની અંદર ને બહાર વ્યાપી રહેલું ચેતન બ્રહ્મ કહેવાય છે. વધુ + | નિર્વિકલ્પ સુખ. | ( જ્યોતિષ ) રાત્રિદિવસનાં ત્રીશ માંહેનું એ નામનું નવમું મુહૂર્ત.
- Brahm

- brahm-agni
- બ્રહ્મના જ્ઞાન રૂપી અગ્નિ.
- brahm-chãri
- અખંડ બ્રહ્મચર્યવાળા હનૂમાનનું એક નામ. વધુ + | આચાર્યે દીક્ષા આપેલ બ્રાહ્મણ. | કુંવારો; જે સંસારની જાળમાં પડ્યો નથી તે. | ગુરુકુળનો વિદ્યાર્થી. | જનોઈ દીધા પછી ગુરુને ત્યાં રહી ઇંદ્રિયદમન કરતાં વેદાભ્યાસ કરનારો વિદ્યાર્થી; બ્રહ્મચર્યવ્રત પાળનારો જુવાન બ્રાહ્મણ. | ( પુરાણ ) પ્રાધાપુત્ર ગંધર્વો માંહેનો એક ગંધર્વ. | બ્રહ્મચર્ય પાળનાર પુરુષ; સ્ત્રીસંગથી દૂર રહેનાર માણસ; ઇંદ્રિયનિગ્રહી; વીર્યસ્ખલન ન થવા દેનાર વ્યક્તિ. બ્રહ્મચારી વિષે ગાંધીજી લખે છે કેઃ બ્રહ્મચારીનો ખોરાક વનપક ફળ છે, એમ મારે અંગે તો મેં છ વર્ષનો પ્રયોગ કરીને જોયું. જ્યારે હું સૂકાં અને લીલાં વનપક ફળ ઉપર જ રહેતો, ત્યારે જે નિર્વિકારપણું અનુભવતો, તે મેં ખોરાકમાં ફેરફાર કર્યા પછી નથી અનુભવ્યું. ફળાહારને સમયે બ્રહ્મચર્ય સહજ હતું. દૂધાહારને અંગે તે કષ્ટસાધ્ય બન્યું છે. બ્રહ્મચારીને સારૂ દૂધનો આહાર વિઘ્નકર્તા છે. એ વિષે મને શંકા નથી. આમાંથી કોઈ એવો અર્થ ન કાઢે કે બ્રહ્મચારી માત્રે દૂધનો ત્યાગ કરવો ઘટે છે. ખોરાકની અસર બ્રહ્મચર્ય ઉપર કેટલી પડે છે, એ વિષયને અંગે ઘણા પ્રયોગોની આવશ્યકતા છે. બ્રહ્મચારી નિર્વીય કદી ન હોય. બ્રહ્મચારી રોજ વીર્ય પેદા કરે, તેનો સંગ્રહ કરે ને તેથી ઉત્તરોત્તર વીર્ય વધારતો જાય. તેને ઘડપણ હોય જ નહિ. આ લખાણનો ઉદ્દેશ એ છે કે, આપણે શુદ્ધ બ્રહ્મચર્યને ઓળખતા થઈએ, તેની કીમત જાણીએ અને એવું કીમતી બ્રહ્મચર્ય પાળતા થઈએ. એમાં દેશસેવાનું ખરૂં જ્ઞાન રહેલું છે ને સેવા કરવાની શક્તિની વૃદ્ધિ રહેલી છે. સત્ય કે દેશભક્તિ કરતાં બ્રહ્મચર્યના ધર્મપંથમાં ત્યાગ, વીરતાની ઓછી આવશ્યકતા નથી જ. આટલું કહ્યા પછી મારે ભાગ્યે જ ઉમેરવાની જરૂર રહે છે કે, કૃત્રિમ સંતતિનિયમન એ કેવળ અનાચાર છે. | બ્રહ્મનો વિચાર કરનાર કે વિદ્યા ભણનાર બાળક. | શિવનાં હજાર માંહેનું એક નામ. | શૈવ મતનો એ નામનો એક વિભાગ. | સાધુ. | ( પુરાણ ) સ્કંદ; કાર્ત્તિક સ્વામી. | સ્વામીનારાયણ સંપ્રદાયમાં ત્યાગી થયેલ બ્રાહ્મણ. આ સંપ્રદાયના ત્યાગીઓમાં ત્રણ ભેદ છેઃ બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ. બ્રાહ્મણ વર્ગના ત્યાગીઓ બ્રહ્મચારી કહેવાય છે. ક્ષત્રિય અને વૈશ્ય એ સાધુ થઈ શકે છે. એ બંને પ્રકારના ત્યાગીઓને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળવું પડે છે અને ધનનો ત્યાગ રાખવો પડે છે. પણ બ્રહ્મચારીઓ ધાતુમાત્રનો ઉપયોગ કરી શકે છે, જ્યારે સાધુઓ કાષ્ઠપાત્ર અને તુંબડીનો જ ઉપયોગ કરે છે. બ્રહ્મચારી સફેદ ધોતિયું અને ભગવું ઉપવસ્ત્ર પહેરે છે અને લાલ ટોપી રાખે છે. સાધુ સર્વાંગે ભગવાં રાખે છે. | ઇંદ્રિયદમન કરનારી સ્ત્રી; કુંવારી રહી ઇંદ્રિયદમનનાં વ્રત પાળતી અને અભ્યાસ કર્યા કરતી સ્ત્રી. | એ નામની એક અટક. | એ નામની અટકનું માણસ. | એ નામની અટકનું. | બ્રહ્મ તરફ જનાર. વધુ + | બ્રહ્મચર્ય ધારણ કરનાર.
- brahm-sattã
- બ્રહ્મરૂપ જગતની અધિષ્ઠાત્રી સત્તા. | બ્રાહ્મણની સત્તા. | વેદની સત્તા.
- brahm-vidyã
- આત્માથી અભિન્ન શુદ્ધ ચૈતન્યાત્મક બ્રહ્મનું જ્ઞાન. | એકસો આઠ માંહેનું એક ઉપનિષદ; યજુર્વેદનું એક ઉપનિષદ. કેનોપનિષદમાં કહ્યુ છે કે, બ્રાહ્મી ઉપનિષદ અર્થાત્ બ્રહ્મવિદ્યાને માટે તપ, દમ અને કર્મ એ પ્રતિષ્ઠા છે. વેદો સર્વ અંગ છે અને સત્ય તેનું નિવાસસ્થાન છે. તાત્પર્ય કે, જેને સર્વપ્રિય પરમાત્માનું જ્ઞાન અને ઉપાસના પ્રાપ્ત કરવાં હોય, તેણે તપસ્વી, સંયમી, કર્મણ્ય, અભ્યાસી, સત્યમય જીવન ગાળવું. | ગીતાનાં અઢાર માંહેનું એક નામ. | જીવ અને બ્રહ્મને એકરૂપ બનાવનાર વિદ્યા. | દુર્ગા. | બ્રહ્મજ્ઞાન; બ્રહ્મ સંબંધી વિદ્યા; તત્ત્વજ્ઞાન; વેદનું જ્ઞાન; પરમાત્માને પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ વિદ્યા. સર્વ વિદ્યાઓથી પ્રતિષ્ઠાવાળી બ્રહ્મવિદ્યા સનાતન વિદ્યા છે. તેના મૂળ આચાર્ય પરમદેવ પરમાત્મા છે. એ પરમાત્માએ પોતાના પુત્રરૂપ માનવોના સર્વોદય માટે કરુણા કરીને એ વિદ્યાનું ઋષિઓને તેમના હૃદયમાં સ્ફુરીને, સંપ્રદાન કર્યું હતું. ઋષિઓએ તે પરમાત્માદત્ત વિદ્યાને શિલ્પ તથા પુત્રની પરંપરા દ્વારા સમસ્ત ભૂમંડળમાં પ્રચલિત કરી છે બ્રહ્મવિદ્યાનાં આઠ સાધન છેઃ વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ, મુમુક્ષુતા, શ્રવણ, મનન, નિદિધ્યાસન, અને પદાર્થશોધન. જે ક્રિયાવાન છે, નિષ્કામ કર્મયોગી છે, વિદ્વાન છે, વેદનિષ્ઠ છે, એક પરમદ્રષ્ટા પરમાત્માને શ્રદ્ધાપૂર્વક સર્વસ્વનો હોમ આપી દેવા તૈયાર છે અને જે આ વિદ્યા પ્રાપ્ત કરવાના મૌલિક નિયમો જેવા કે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરેનું વિધિપૂર્વક પાલન કરે છે, તેવાઓને જ આ વિદ્યા પ્રાપ્ત થાય છે, અર્થાત્ પરમાત્મવિદ્યાના અધિકારીને આ વિદ્યા અપાય છે, સાધન સંપત્તિ રહિત અનધિકારીને અપાતી નથી. | બ્રહ્માની સ્ત્રી. | વેદની વિદ્યા. | સૂક્ષ્મ પરમાત્મા સંબંધી જ્ઞાન; ઈશ્વર સંબંધી જ્ઞાન.
- Brahmã
- અઢાર માંહેનો એક જ્યોતિષી. | અઢાર માંહેનો એક મુખ્ય શિલ્પી. | એ નામનો એક દેવ. તે રોહિણી નક્ષત્રનો સ્વામી ગણાય છે. | એ નામનો એક સંવત્સર. | ( પિંગળ ) એક પ્રચૂર્ણગીતિ માત્રામેળ છંદ. તે સ્કંધક ગીતિનો એક ભેદ છે. તેમાં ૨૩ ગુરુ અને ૧૮ લઘુ મળી ૪૧ અક્ષરની ૬૪ માત્રા હોય છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છંદનો ભેદ છે. | ( પિંગળ ) એક સમજાતિ માત્રામેળ છંદ. તેની પ્રસ્તારભેદથી પાંચ વૃત્તિ થાય છે. | ચાર વેદો જાણનાર અને બધા કામનું નિરીક્ષણ કરનાર ઋત્વિજ; મુખ્ય ચાર માંહેનો એક ઋત્વિજ. | ત્રણ દેવની ત્રિપુટીમાંના જગતને ઉત્પન્ન કરનાર દેવ; રજોગુણપ્રધાન દેવ. તે સૃષ્ટિના ઉત્પાદક, યજ્ઞોના પ્રવર્તક અને વિષ્ણુના અવતાર મનાય છે. બ્રહ્માની મૂર્તિ ચતુર્મુખ હોય છે. આવી ચાર મુખવાળી મૂર્તિઓ થોડી જોવામાં આવે છે. બ્રહ્માનું પોતાનું પૂજન ઘણું ઓછું થાય છે, છતાં યે શિવમંદિરની ઉત્તરની દીવાલ તરફ કે તેના સ્તંભ ઉપર ઘણી વાર તેની મૂર્તિ રાખેલી હોય છે. તેને ચાર માથાં અને ચાર હાથ હોવાનું મનાય છે. કમંડલુ, અક્ષમાલા, સ્રુચ અને સ્રુવ એ ચાર વસ્તુઓ તેના ચાર હાથમાં છે. કોઈ કોઈ વાર તેનો ડાબો ઉપલો હાથ અને જમણો નીચલો હાથ વરદ અને અભય મુદ્રાવાળા હોય છે. જેવી રીતે વિષ્ણુ અને શિવના અનેક સંપ્રદાયો મળે છે, તે પ્રમાણે બ્રહ્માના સંપ્રદાયો નથી મળતા. તેની મૂર્તિને માટે એમ માનવામાં આવે છે કે, કલ્પનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એક જ પરમાત્માનાં રૂપ મનાયાં છે. આથી સ્પષ્ટ થાય છે કે, આ ત્રણે દેવતા એક જ પરમાત્મા અથવા ઈશ્વરનાં ભિન્ન ભિન્ન રૂપ મનાતાં. ભક્તોએ પોતપોતાની રુચિ પ્રમાણે ગમે તેની ઉપાસના પ્રચલિત કરી. પાછળથી તેમની સ્ત્રીઓવાળી મૂર્તિઓ બનવા લાગી. શિવ પાર્વતીની મૂર્તિ સિવાય શિવની અર્ધનારીશ્વર મૂર્તિ પણ મળે છે. શિવ અને વિષ્ણુની સંમિલિત મૂર્તિને હરિહર અને ત્રણેની સંમિલિત મૂર્તિને હરિહરપિતામહ કહે છે. જ્યારે બ્રહ્માએ પૃથ્વી ઉત્પન્ન કરી, ત્યારે તે બદલ્યા વિના બ્રહ્માનો એક દિવસ રહી. બ્રહ્માનો એક દિવસ એટલે આપણાં ૨,૧૬,૦૦,૦૦,૦૦૦ વર્ષો. તેના એક દિવસ પછી આખી પૃથ્વી ભસ્મીભૂત થાય છે, પણ ઋષિઓ, દેવો અને મૂળતત્ત્વો તેવી ને તેવી સ્થિતિમાં રહે છે. તેઓને અગ્નિની અસર થતી નથી. જ્યારે બ્રહ્મા એક દિવસ પછી ફરી વાર જાગે છે, ત્યારે ફરી વાર ઉત્પત્તિ કરે છે. આમ બ્રહ્મા પોતાનાં સો વર્ષ સુધી કરે છે. બ્રહ્માનાં સો વર્ષ પછી તે મૃત્યુ પામશે અને આખું વિશ્વ તેના મૂળતત્ત્વના સ્વરૂપમાં ફેરવાઈ જશે. બ્રહ્માની ખાસ પૂજા કરવામાં આવતી નથી. આખા હિંદમાં માત્ર અજમેર આગળ પુષ્કર છે, ત્યાં તેનું યાત્રાનું સ્થળ છે. પ્રોફેસર વિલિયમ્સના મત પ્રમાણે ઈડરમાં પણ બ્રહ્માની પૂજા થાય છે. બ્રહ્મા રંગે રાતા હોય એમ મનાય છે. તેને ચાર માથાં છે. પ્રથમ તેને પાંચ મસ્તક હતાં, પણ શિવે એક બાળી નાખ્યું હતું, કેમકે બ્રહ્માએ અવિનય કર્યો હતો. તેને ચાર મુખ હોવાથી ચતુરાનન અથવા ચતુર્મુખ પણ કહે છે. વળી તે અષ્ટકર્ણ પણ કહેવાય છે. એમ કહેવાય છે કે તેની પુત્રી સરસ્વતી ઉપર તેની કુદૃષ્ટિ થવાથી, તેણી તેની પત્ની તરીકે પણ ગણાય છે. તેના ધનુષનું નામ પરિવીત છે. તેનું વાહન હંસ છે, તેથી તેને હંસવાહન પણ કહે છે તેનું રહેવાનું સ્થળ બ્રહ્મવૃંદા કહેવાય છે. બ્રહ્માની ઉત્પત્તિ વિષે જુદા જુદા પુરાણમાં જુદી જુદી કથાઓ છે. મહાભારત પ્રમાણે બ્રહ્મા વિષ્ણુની દૂંટીમાંથી ઉત્પન્ન થયેલ છે, તેથી તેને નાભિજ, કંજસરોજી, અબ્જજ, અબ્જયોનિ, કંજજ એવાં અનેક નામ આપવામાં આવ્યાં છે. બ્રહ્મા દક્ષના પિતા હતા. દક્ષ બ્રહ્માના અંગૂઠામાંથી ઉત્પન્ન થયાનું મનાય છે. તેમણે જે મૂર્તિ ધારણ કરી, તે કેવળ સ્વેચ્છાએ જ કરી છે. એ કારણથી તેમનાં સ્વયંભૂ અને આત્મભૂ એવાં નામ છે. ઉત્તર રામચરિતમાં કહ્યું છે કે, ઉપવેદો સહિત ચારે વેદો પૂર્વાદિ દિશાને અનુક્રમે બ્રહ્માનાં ચારે દિશાએ આવેલાં મુખમાંથી નીકળ્યા છે. આમ બ્રહ્મદેવ જે વેદોની ઉત્પત્તિનું સ્થાન છે. એ ઉપરાંત સંપૂર્ણ દેવ, ઋષિ, પ્રજાપતિ સર્વના આ જ કર્તા હોવાથી એમનાં ધાતા, વિશ્વસ્રષ્ટા ઇત્યાદિ સાર્થક અનેક નામો છે. એણે પોતાના પુત્રો વડે અનેક પ્રાણી ઉત્પન્ન કરાવ્યાં, માટે એમને પિતામહ પણ કહે છે. સૂરજ્યેષ્ઠ, પરમેષ્ઠી, હિરણ્યગર્ભ, લોકેશ, દ્રુહિણ, વિરિંચિ, કમલાસન, સ્રષ્ટા, પ્રજાપતિ, વેધા, વિધાતા, વિશ્વસૃટ, વિધિ, નાભિજન્મા, અંડજ. પૂર્વ, નિધન, કમલોદ્ભવ, સદાનંદ, રજોમૂર્તિ, સત્યક અને હંસવાહન એ તેના પર્યાય શબ્દો છે. બ્રહ્માનો વંશ નીચે પ્રમાણે મનાય છે. કુમારસંભવમાં કહેલ છે કે, બ્રહ્માની બ્રહ્મરૂપે સ્તુતિ કરી છે. સૃષ્ટિ પહેલાં કેવલ તે આત્મારૂપે હતા અને પછી સત્ત્વ, રજ, તમ એમ ત્રણ ગુણોનો ભેદ થતાં તે ત્રિમૂર્તિરૂપે થયાં. વધુ + | દેવોમાં મૂળ ઉત્પન્ન થનાર દેવ. | પરમેશ્વર. | પિતામહ. | ( પુરાણ ) પુરુવંશનો સ્થાપક પુરુષ. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | પ્રજાપતિ; કુંભાર. | બુદ્ધિના દેવ. | બ્રહ્માની આઠ માંહેની એક કલા. આઠ કલાઃ રિદ્ધિ, સિદ્ધિ, ધૃતિ, લક્ષ્મી, મેઘા, કાંતિ, સ્વધા અને પ્રભા. | બ્રાહ્મણોનો મૂળ આદિ પુરુષ. | મત્સ્યપુરાણમાં જણાવેલ અઢાર માંહેનો એ નામનો એક શિલ્પ સંહિતાકાર. | યજ્ઞમાં ભાગ લેનાર માણસ. | યુધિષ્ઠિરના દિગ્વિજય વખતે રાજસૂય યજ્ઞમાં વ્યાસપદ સ્વીકારનાર વ્યક્તિ. | વાણીનો દેવ. | વિધાતા. | વિષ્ણુ. | વેદનો વિચાર કરનાર વ્યાસ. | શતાનંદ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( જ્યોતિષ ) સત્તાવીશ માંહેનો એક યોગ. | સનાતન ધ્રુવ. | સમિતિનો અધ્યક્ષ. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ; સૂર્યનું ઉદય વખતના સ્વરૂપનું નામ. | સૃષ્ટિ. | સ્તુતિના દેવ. | આસામ પ્રાંતમાં મેદાનમાં વસતી એ નામની એક જાતિ. | એ નામની જાતિનું માણસ. | એક જાતનું કૂકડું. તે દેખાવડુંતથા જાડું હોય છે. તેને એશિઅનાં બે જુદી જાતનાં કૂકડાંના સંયોગથી ઉત્પન્ન કરવામાં આવેલ છે. | એ નામની જાતિનું.
- brahmarshi
- ( પુરાણ ) એ નામનો એક દેશ. કુરુક્ષેત્ર, મત્સ્ય, પાંચાળ અને શૂરસેન એ ચારને બ્રહ્મર્ષિ દેશ કહે છે. એ દેશ બ્રહ્માવર્ત પાસે છે એવું મનુ કહે છે. જેમાં સરસ્વતી નદી અંતર્ધાન પામે છે, જેને હમણાં પાણિપત કહે છે, એનું નામ કુરુક્ષેત્ર છે. તે બાર જોજન લાંબો દેશ છે. જ્યાં હમણાં જયપુર છે, એ દેશનું સંસ્કૃત પુસ્તકોમાં વિરાટ નામ છે. તેના એક પ્રદેશનું નામ મત્સ્ય દેશ છે. શક્તિસંગમતંત્રમાં જેને ઇંદ્રપ્રસ્થથી ઉત્તરે કહ્યો છે, જે દેશ વચ્ચે ગંગા નદી વહે છે, ગંગા નદીથી દક્ષિણે જેમાં કાપિલ્યપુર છે, જેમાં પાંડવોના સમયમાં દ્રુપદ રાજા રાજ્ય કરતો હતો, તેને પાંચાળ દેશ કહે છે. એ દેશ કાન્યકુબ્જ એટલે કનોજ દેશની પાસે છે. મથુરાના એક પ્રદેશનું નામ શૂરસેન દેશ છે. એ ચારે દેશોમાં વસિષ્ઠાદિક બ્રહ્મર્ષિઓ પર્ણશાળાઓ બાંધીને રહેતા હતા, એ કારણથી એનું નામ બ્રહ્મર્ષિ દેશ પડ્યું છે. હવે તેને બ્રહ્માવર્ણ દેશ કહે છે. | બ્રહ્મ સરખો ઋષિ; બ્રહ્મ ઋષિ. | બ્રહ્મલોકના ઋષિ; વસિષ્ઠ વગેરે ત્રણ માંહેના દરેક ઋષિ. | બ્રહ્મસાક્ષાત્કારને પ્રાપ્ત થયેલો મોટો તપસ્વી; બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ; સત્ત્વગુણી ઋષિ; બ્રહ્મ કે પરમાત્માને ઓળખનાર ઋષિ. | બ્રાહ્મણ ઋષિ. વધુ + | વેદનું સ્મરણ કરનાર ઋષિ; વેદદ્રષ્ટા ઋષિ.
- Brahmpur
- ઈશાન દિશામાં આવેલ એ નામનો એક દેશ. | કાશીનગર. | પરમાત્મા પ્રાપ્ત કરવાનું સ્થાન; બ્રહ્મની ઉપાસનાર્થે હૃદયસ્થાન. કંઠની નીચે તથા ઉદરની ઉપર સ્તનોની વચ્ચમાં હૃદયપ્રદેશ કે જેને બ્રહ્મપુર અર્થાત્ પરમેશ્વર પ્રાપ્ત કરવાનું સાધન કહે છે, તેમાં કમલના આકારનું એક અવકાશરૂપ સ્થાન છે. તેમાં શોધવાથી સર્વ શક્તિમાન પરમાત્મા, જે અંદર બહાર સર્વત્ર એકરસ થઈ વ્યાપી રહ્યા છે, તે પ્રાપ્ત થાય છે. | બ્રહ્મલોક. | બ્રહ્માનું નગર; બ્રહ્માની નગરી. | બ્રાહ્મણનો મહોલ્લો; બ્રાહ્મણવાડો. | ભગવાનનું ધામ; ભગવાનની નગરી. | મનુષ્યાદિનું શરીર; બ્રહ્મની પ્રાપ્તિના સ્થાનરૂપ શરીર.
- brahmvetta
- બ્રહ્મવિદ; બ્રહ્મજ્ઞાની | વેદાંતી; તત્ત્વજ્ઞ | પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ જાણનાર; બ્રહ્મને જાણનાર
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only
- Parbrahm
- એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ; એ નામનું અથર્વવેદનું ઉપનિષદ. | પરમસ્થાન ચિદાકાશને જ્યાં અવકાશ મળ્યો તે સ્થાનને જ પરબ્રહ્મ કહે છે. તાત્પર્ય કે, જીવાત્માનું મૂળ ઊગમસ્થાન બ્રહ્મ કિવા પરમાત્મા હોવાથી તે પોતે તત્ત્વત: બ્રહ્મ જ છે. | પરમાત્મા; સૌથી શ્રેષ્ઠ દેવ; જગદીશ્વર; પ્રભુ; સૌથી શ્રેષ્ઠ બ્રહ્મ; પરમેશ્વર; ચિદાત્મા; પરમતત્ત્વ; ઇશ્વર; નિર્ગુણ નિરુપાદિક બ્રહ્મ. તે પ્રાણીમાત્રના પ્રકાશક અને કારણ છે. કઠોપનિષદમાં કહ્યું છે કે: નેદં યદિદમુપાસતે અર્થાત્ જેને આ એટલે કે વાણીના વિષય તરીકે જાણે છે તે બ્રહ્મ કે આત્મા કે પરબ્રહ્મ નથી. આ સર્વનામ પ્રત્યક્ષ પદાર્થને બતાવનારૂં છે. આત્મા કે પરબ્રહ્મ ઇંદ્રિયગ્રાહ્ય ન હોવાથી પ્રત્યક્ષ છતાં અપ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પ્રમાણથી પરબ્રહ્મને પકડવાની યોગ્યતા ન હોવાથી તે પરબ્રહ્મને પકડી શકાતું નથી. આ પ્રત્યક્ષની અયોગ્યતાને લીધે આત્મામાં પ્રત્યક્ષ પ્રમાણ પ્રવર્તતું નથી અને તેથી જે કોઈ આત્માને પ્રત્યક્ષ પ્રમાણના વિષય તરીકે જાણે છે તેનુ આત્મદર્શન અધૂરૂં છે. | વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ.