Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “dãs” · clear
- dãs
- ( પિંગળ ) અતિકૃતિ છંદની જાતનો એ નામનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં સગણ, ભગણ, સગણ, ભગણ, સગણ, ભગણ, સગણ, ભગણ અને ગુરુ એમ ૨૫ અક્ષર હોય છે. વધુ + | અનાર્ય. હિંદના આર્ય લોકો ઇંદ્ર વગેરે દેવને પૂજતા, ઈરાનના આર્ય લોકો અગ્નિને પૂજતા. પણ દાસ લોકો શિશ્નની પૂજા કરતા. | અનુયાયી; શિષ્ય. | આત્માને જાણેલ હોય તેવો સાધુ; જ્ઞાતાત્મા; આત્મજ્ઞાતા. | એ નામનો એક કવિ. તે સંવત ૧૭૯૧ થી ૧૮૮૯ સુધીમાં થયો હતો. | કાળો કાંટાશરિયો. | ગુલામ; ખરીદ કરેલો ચાકર. મનુએ સાત પ્રકારના દાસ જણાવ્યા છેઃ (૧) ધ્વજાહૃત એટલે યુદ્ધમાં જીતેલો, (૨) ભક્તદાસ એટલે પેટવડિયો નોકર, (૩) ગૃહજ એટલે ઘરની દાસીથી ઉત્પન્ન થયેલો હોય તે, (૪) ક્રીત એટલે ખરીદેલો, (૫) દત્રિમ એટલે કોઈએ આપેલો, (૬) દંડદાસ એટલે જેને રાજાએ દાસ થવાનો દંડ દીધો હોય અને (૭) પૈતૃક એટલે બાપદાદાથી વારસામાં મળ્યો હોય તે. સ્મૃતિઓમાં પંદર પ્રકારના દાસ ગણાવ્યા છેઃ ગૃહજાત, ક્રીત, વારસામાં મળેલ, દુષ્કાળમાં પાળેલો, આહિત એટલે સ્વામી પાસેથી એકસામટું ધન લઈ તેની સેવા કરી દેવું વાળતો હોય તે, ઋણદાસ એટલે ઋણને લીધે દાસત્વના બંધનમાં પડ્યો હોય તે, યુદ્ધપ્રાપ્ત, જૂગટામાં જીતેલો, પોતાની ખુશીથી દાસ થવા આવેલો હોય તે, સંન્યાસથી પતિત થયેલો, કૃત એટલે થોડા વખત માટે આપમરજીથી સેવા કરવાનું સ્વીકાર્યું હોય તે, ભક્તદાસ, દાસીની સાથે વિવાહ કરવાથી ઉત્પન્ન થયો હોય તે, લબ્ધ એટલે કોઈ પાસેથી મળ્યો હોય તે અને આત્મવિક્રેતા એટલે પોતે પોતાને વેચેલ હોય તે. મનુના મત પ્રમાણે બ્રાહ્મણને દાસ થવાનો નિષેધ છે. બ્રાહ્મણ સિવાય બાકીના ત્રણ વર્ગવાળા દાસ થઈ શકે છે. જો કોઈ બ્રાહ્મણ લોભને વશ થઈ દાસત્વ સ્વીકારે તો રાજા તેને દંડ દે. ક્ષત્રિય અને વૈશ્ય દાસત્વથી છૂટા થઈ શકે, પણ શૂદ્ર ન છૂટી શકે. જો તે એક સ્વામીનું દાસત્વ છોડે તો બીજાનો દાશ થાય. હમેશા તેણે દાસ રહેવું પડે છે, કેમકે દાસત્વને માટે તેનો જન્મ કહેવાય છે. | ચાકર; નોકર; સેવક. વધુ + | દાતરડું. | મુખ્ય અઢાર માંહેનો એક કર્મજ્ઞ. જુઓ કર્મજ્ઞ. | શૂદ્ર. | સ્થિતિ. | દાશ્ય; સેવા; ગુલામી. | આંકડ; કેરી વગેરે વેડવાનું સાધન. | દાનપાત્ર. | હિંદુઓનાં નામની છેડે વપરાતો પ્રત્યય જેમકે, હરિદાસ, રામદાસ, કાળિદાસ.